Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
23
-: સ્રુ ષ્ટી ની ઉ ત્પ ત્તિ : -
પોતાના શરણે
આવેલા રાજા પરિક્ષીતને
શુકદેવજી પ્રેમપુર્વક ઉપદેશ
સાથે માહિતી અને
જ્ઞાન આપે છે. પુર્વજો નો ઇતિહાસ
પણ વર્ણવે છે. એક
બાજુ યુધ્ધ અનિવાર્ય બની જાય
છે ત્યારે વિદુરજી તે
વાસ્તવિકતા સ્વીકારવા કે પચાવવા પોતાની
જાતને અસમર્થ માને છે અને પોતે
યાત્રા કરવા જવાનો
નિર્ણાય કરે છે
અને પોતાની જવાબદારી :
પાડુના બાળકોને અન્યાય ના થાય
તે જોવાની જવાબદારી
તે વાસુદેવને સોપે
છે. કાળનુ ચક્ર
ફરે છે ફરતુ જ
રહે છે – યુધ્ધ પુરૂ થયુ - કૌરવોનો વિનાશ થયો – મહારાજ યુધિષ્ઠીર ગાદીનસીન
થયા – દ્વારકાધીશ દ્વારકા પહોચી
ગયા અને યાદવકુળ પણ નાશ પામે છે
: વિદુરજી આ બધી બાબતોથી
અજ્ઞાત છે. પણ
ઉધ્ધવજી તેમને બધા સમાચાર
આપે છે. આગળ
વધતા મૈત્રૈયજીને મળે
છે. આ એક સુખદ અને
સુભગ મિલન છે. સંતો
અને ભક્તોની મુલાકાત હરહમેશ
ફળદાઇ હોય છે.
હે રાજન , મૈત્રૈયજીએ વિદુરજીને
બ્રહ્માજીની ઉત્પત્તિ અને
બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ પ્રજાની વિશદ છણાવટ
કરી છે. ભગવાન વિષ્ણુની
નાભિમાંથી બ્રહ્માજીની
ઉત્પત્તી થયેલ છે.
પ્રગટ થતા જ
તેમણે કશુ જોયુ
નહી માટે ચારે
દિશામાં મુખ ફેરવ્યુ અને
આમ તેમના ચાર
મુખો થયા અને તેઓ
ચતુરાનન કહેવાયા,. અને ભગવાને
તેમણે પ્રજા ઉત્પત્તીનુ કાર્ય
સોપ્યુ. સૌ પ્રથમ ચાર
કુવર : સનક ,સનંદન ,સનાતન અને સનત આમ ચાર કુમારો ઉત્પન્ન થયા
પછી બ્રહ્માજીએ આ ચારેય પુત્રોને પ્રજા ઉત્પત્તિનુ કાર્ય
સોપ્યુ પણ આ તો જન્મ જાત વિતરાગ હતા અને માયાથી પર હતા
તેમણે પિતાની આજ્ઞા પાળવા માટે
અસમર્થતા દર્શાવી આથી બ્રહ્માજી ગુસ્સે થયા
અને ગુસ્સામાંથી રુદ્રની ઉત્પતી થયી. ત્યાર બાદ
તેમણે બીજા દશ મહાન
આત્માઓને ઉત્પન્ન કર્યા:
અને તે દ્શ મહાન આત્મા તે
છે .: મરિચી , અત્રી , અંગીરા, પુલત્સ્ય , પુલહ , ક્રતુ , ભ્રુગુ ,વશિષ્ઠ , દક્ષ અને નારદ :
આ દરેકની
ઉત્પત્તિ બ્રહ્માજીના અંગો સાથે સંકળાયેલ
છે.
પછી તેમના
મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી
એવી એક પુત્રી ઉત્પન્ન થયી :
તે દેવી સરસ્વતીજી : કમનસીબી જુઓ : આદિ
દેવ બ્રહ્માજી : આ પુત્રીના
રૂપ અને સૌદર્ય પર
મોહિત બની ગયા :
પુત્રોએ ચેતવ્યા :પણ કામવાસના
કોનુ નામ ? ભગવાન વિષ્ણૂને
જાણ થયી અને
તે ક્રોધીત થયા :
લજ્જિત બ્રહ્માજીએ દેહત્યાગ કર્યો અને
મળ્યુ ધુમ્મસ અને
અંધકાર.પણ પ્રજા ઉત્પત્તિનુ
કાર્ય તો અધુરુ જ રહ્યુ. . ચાર મુખમાંથી
ચાર વેદ ઉત્પન્ન થયા .
ધર્મના ચાર ચરણ : :વિદ્યા , દાન ,તપ અને
સત્ય : જે ચાર
યુગ સાથે સંકળાયેલ છે :
ચાર આશ્રમની પણ
સ્થાપના થયી પણ
મુળભુત આશય તો હજુ પણ
અપુર્ણ જ રહ્યો: બ્રહ્માજી આમ વિચારે
છે અને દૈવને
દોષ દેવાનો પ્રયાસ કરે છે પણ તે જ
સમજે દૈવયોગે તેમના શરીરમાંથી એક
યુગલ પેદા થયુ :
અને તે
જ મનુ અને શતરુપાજી. :પ્રજા ઉત્પત્તિનુ કાર્ય
અહીયાંથી પ્રારંભ થાય
છે ..આ
યુગલે પાંચ બાળકો આપ્યા :
બે પુત્રો : એક પ્રિયવ્રત અને
બીજો ઉત્તનપાદ અને અન્ય
ત્રણ પુત્રીઓ જન્મી
હતી : એક આક્રુતિ ,
બીજી દેવહુતી અને ત્રીજી
પ્રસ્રુતિ . તે પૈકી
મનુ મહારાજે તેમનીપુત્રી આક્રુતિનુલગ્ન રૂચિ પ્રજાપતિ સાથે
કરાવ્યુ ,
બીજી પુત્રી દેવહુતીને કર્દમઋષીને
અર્પણ કરી અને ત્રીજી
પુત્રી પ્રસ્રુતિને દક્ષ પ્રજાપતિ
સાથે પરણાવી..બ્રહ્માજી ખુબ ખુશ
હતા : પ્રજા
ઉત્પત્તીની તેમની કામના પરિપુર્ણ
થતી લાગતી હતી
પણ મનુએ રજુઆત
કરી કે આપની
આજ્ઞા અનુસાર પ્રજાની
ઉત્પત્તી તો થતી
રહેશે પણ અમારુ નિવાસસ્થાન
કયા? પ્રુથ્વી તો જળમાં ડુબેલી છે ? આ જ
ક્ષણે બ્રહ્માજીના નસકોરા માંથી
એક નાના અંગુઠા
આકારનુ વરાહ બાળ
ઉત્પન્ન થયુ અને જોત જોતામા
તો આ બાળે મહાન
રૂપ ધારણ કરી
લીધુ અને એક
ભયાનક વિકરાળ વરાહ
બની ગયો અને
તેણે પળમાત્રમા તો
જળમા ડુબકીમારી જેનાથી
સમુદ્રનુ પાણી હચમચી ગયુ
અને ભયાનક ગર્જના જેવા
અવાજો થવા લાગ્યા.. સૌ
દિગ્મુઢ બની ગયા કે આ શુ
થયી રહ્યુ છે ?
સૌ એકબીજાની સામે
કુતુહલથી જોઇ રહ્યા હતા: થોડીક જ
ક્ષણોમાંતો પેલો વિકરાળ
વરાહ સમુદ્રની સપાટી ઉપર
આવી ગયો અને
સૌના આશ્ચર્ય વચ્ચે સૌએ જોયુકે
તેના એક દાતની વચ્ચે પ્રુથ્વી દબાયેલી છે
અને તે સપાટી
ઉપર આવી ગયી છે
.સમુદ્રનુ પાણી લાલઘુમ બની
ગયુ હતુ : કોઇને
ખબર ના પડી
કે આ શુ થયુ
? વાસ્તવિકતા એ
હતી કે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ
પ્રુથ્વીને ઉપાડી જયીને
સમુદ્રના તળિયે લયી
ગયેલો અને આ વિરાટ
વરાહે સમુદ્રમાં પ્રવેશી આ
રાક્ષસનો વધ કર્યો
અને પ્રુથ્વીનો ઉધ્ધાર
કર્યો.. અને આ
વરાહ તે બીજુ
કોઇ નહી પણ
ભગવાન વિષ્ણુનો જ
અવતાર:તેમણે વરાહ રુપે
અવતાર લયીને હિરણ્યાક્ષનો નાશ
કર્યો અને પ્રુથ્વીનો
ઉધ્ધાર કર્યો.. પરિક્ષીત
તો આ આખ્યાન
સાંભળીને ચકિત થયી
ગયો : ને
શુકદેવજીને પુછ્યુ કે આ
હિરણ્યાક્ષ કોણ છે ?
શુકદેવજી એ કહ્યુ
: હે રાજન
: સાંભળો :આ
એક લાંબી કથા છે
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment