Laghu bhagavat - 24 - jay vijay




.


                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 
                                         24

                              -: જ ય  -  વિ જ ય  : -

              હે     રાજન ,  એક  રોચક   કથા  છે  : સ્થાન  પર  બિરાજેલ  વ્યક્ત્તિએ પોતાને   મળેલા   અધીકારનો  ઉપયોગ મર્યાદામા   રહીને  કરવો જોઇયે .હોદ્દાની   રૂએ   મળતા   અધિકારના  ઘમંડમા તેનો  અતિરેક સ્વછંદતા મુજબ   ના  થાય તેનુ   ધ્યાન  રાખવુ જોઇયે.
          જય  અને   વિજય બન્ને   ભગવાન  વિષ્ણુના  શયન- ગ્રુહના   દ્વારપાળ  હતા.   એક  વાર  સનતકુમારો ભ્રમણ કરતા કરતા  વૈકુઠધામ   આવ્યા અને વિચાર્યુ  કે  ભગવાન વિષ્ણુના   દર્શન   કરતા  જાઇયે.તેઓ  ભગવાનના  મહેલ પર   પહોચ્યા. ભગવાન  વિષ્ણુ  પાસે  પહોચવા   સાત  દરવાજા વટાવવાના હતા. છ દરવાજા   તો  વટાવી  દિધા   પણ   સાતમે દરવાજે  બે  દ્વારપાલો  ઉભા  હતા  તેમણે હાંક મારી – ઉભા  રહો – ભગવાન  પોઢેલા   છે અને  તેમની નિદ્રામા   ખલેલ ના   પહોચાડાય   તમે  પાછા   જાવ : અને  બબડ્યા  પણ  ખરા  કે  ક્યાંથી  હાલી આવે  છે આવા   વિવેકહિન છોકરડાં – સનતકુમારોના   કાને આ શબ્દો પડ્યા  અને  તેઓ   ગુસ્સે  થયી  ગયા -  અરે   મુઢ  દ્વારપાલો  - તમે  અગાઉ પણ  આવીજ  ભુલ  કરેલી   છે : દેવી લક્ષ્મીજીને પણ  શયન  ગ્રુહમા  જતા  રોકેલા  છે  : આ  બીજી  ભુલ કરી   - તમે   આગંતુકને ઓળખવામાં ભુલ  કરી   છે અને થાપ  ખાધી  છે  :તમે  આ જગા  માટે લાયક જ નથી – તમારી  વાણી  વર્તન  અને  વ્યવહાર  આસુરી કક્ષાના   છે માટે તમે  આસુરી યોનીમા જન્મ  લો  :જય વિજય  તો  હેબતાઇ    ગયા ગભરાઇ પણ  ગયા – પણ  હવે   શુ  થાય  ?     કોલાહલ  સાંભળીને ભગવાન વિષ્ણુ પણ  દોડતા  દોડતા  આવ્યા-અને  સનતકુન્મારોને    ઉભેલા   જોઇને  તેમને  આવકાર  આપ્યો..સમગ્ર   હકીકત તેમણે  જાણી અને  તે ખુબ  દુખી  થયા   પણ  નાઇલાજ  હતા  -  તેમના દ્વારપાલોએ  અવ્યવહારુ ઉધ્ધત  વર્તન કર્યુ  હતુ  અને તેનો દંડ  તેમને મળ્યો  છે. જે .બન્ને દ્વારપાલો  પણ  કરગરી  પડ્યા  અને  કોઇ  ઇલાજ  માગ્યો.  અમોને   આપના    શરણમા  લો. સનતકુમારોએ કહ્યુ કે  આપે   સાત  જન્મ આ યોનિ મા   વિતાવવા  પડશે અને   દરેક યોનીમા આપ પ્રભુનુ  રટણ  કરશો તો   આપનો ઉધ્ધાર થશે. બન્ને  દ્વારપાલો  તો   થથરી ગયા  -  સાત  સાત  જન્મ – કોઇ   બીજો ઇલાજ ?  બીજો  ઇલાજ      છે  કે  આપ  જો  પ્રભુ પ્રત્યે  વેરભાવે  સામનો કરશો તો  માત્ર   ત્રણ જન્મમા જ   તમારો  ઉધ્ધાર થશે  - ત્રણેય જન્મમાં આપનુમ્રુત્યુ  ભગવાનના જ હાથે થશે  -  પણ   વેરિ  તરીકે .બન્ને દ્વારપાલોએ  બીજો વિકલ્પ  માન્ય  રાખ્યો.સાત   ને  બદલે જો  ત્રણ જ જન્મમાં  મુક્તિ  મળતી હોય તો   વેરભાવ  પણ    માન્ય છે. અને  ભગવાન વિષ્ણુની મહોર  વાગી   ગયી.
                બીજી બાજુ મહાન મુની કશ્યપજી : તેમને બે  પત્નીઓ હતી. એક   દિતિ  અને  બીજી  અદિતિ. અદિતિ  તો  ભોળી, આજ્ઞાંકિત  અને  સરળ  સ્વભાવની હતી  જ્યારે  દિતિ  ઉતાવળી , પોતાનુ ધાર્યુ  કરવા   વાળી,  કૈક  અંશે ઉધ્ધત  પણ  ખરી.એક  વાર  સંધ્યાકાળે  કશ્યપજી   સંધ્યા પાઠમા મગ્ન હતા  ત્યારે અચાનક   જ દિતિ  ઉપર  કામદેવે  હુમલો કર્યો અને  કામાવેશમા  તે   મુની પાસે   ગયી  અને   મુનીને કહ્યુ કે   મને   પુત્ર  આપો . મુનીએ  તેને  ચેતવી: આ સમય  વીર્યદાન માટે યોગ્ય નથી  :આપ  સમજો – ધીરજ  રાખો : આપને પુત્ર મળશે : પણ  દિતિ માની  જ નહી  અને    પુજારત મુનીને  વળગી જ પડી  અને   કહ્યુ કે  નહી  બસ  અત્યારે જ  મારી ઇચ્છા પુરી કરો.. કશ્યપજીએ પણ  છેવટે  નારી વિવશ  બનીને  દિતિને  તાબે  થયા  પણ    સમય  યોગ્ય તો  નહોતો જ. તેમને અંદાજ  આવી  ગયો   કે   આ જે   બાળક   આવશે  તે   આસુરી  દેખાવ   અને   આસુરી પ્રક્રુતિનો જ  હશે  અને  તેનો કોઇ  ઇલાજ  નથી.  ધ્યાનમગ્ન  કશ્યપજીને  જ્ઞાન  થયુ  કે  આ તો  વિધિનુ જ વિધાન  છે – અદિતિ બે  બાળકોને   જન્મ આપશે અને તે   ઉત્પાત  કરનારા   બાલકો  હશે  - જ્યા  જશે ત્યા હાહા કાર  મચાવશે ભક્તિ જેવી કોઇ  ચીજ  તેમનામા નહી  હોય  - બન્ને પોતાને    સર્વેશ્વર માનતા હશે.  તેમણે  દિતિને  પણ  કહ્યુ:    બાળકો  આસુરી  વ્રુત્તિના હશે . દિતિ  તો   આડુ   બોલવા   ટેવાયેલી  જ હતી  - તેણે કહ્યુ કે   મારા  બાળકો તમને હમેશા આસુરી   જ લાગવાના  - એ   ભુલી  ગયી  કે  તેણે  સમય   ખોટો પસંદ  કરેલો.  સૌ  નાઇલાજ હતા  -કશ્યપજી  પણ   બધુ  જાણતા હોવા તા  પણ    નાઇલાજ હતા.  છેવટે તો બનવા  કાળ   બનીને     રહ્યુ. દિતિએ  બે  જોડકા   બાલકોને  જન્મ આપ્યો: બન્ને જન્મથી જ પહાડ  જેવા અને   વિકરાળ   મુખમુદ્રા ધરાવતા   હતા. તેમના  જન્મથી જ  ઉત્પાત  મચી  ગયો. અનેક પ્રકારના અપ શુકનો  થવા  લાગ્યા. જન્મથી જ આ   બન્ને બાલકો ઉત્પાતિયા , ધમા ચકડી કરનારા , તોફાનો અને  તોડફોડ કરનારા  અને  અનેક નિરુપદ્રવીઓને  પણ  કષ્ટ આપનાર  હતા .    બન્ને  બાળકો  તે    ભગવાન વિષ્ણુના  દ્વારપાલો: જય  અને   વિજય  હતા  જે  શાપ  ભોગવવા માટે   તેમનો પહેલો અવતાર  હતો   હિરણ્યાક્ષ   અને  હિરણ્યકશ્યપ:  હિરણ્યાક્ષે  તેના  તોફાનોની હદ   વટાવી અને તે   આખે   આખી  પ્રુથ્વીને  ઉપાડીને સમુદ્રના    તળિયે  લયી  ગયો. પ્રુથ્વીએ  ચિત્કાર  કર્યો  પણ  તેનો  ચિત્કાર   સાંભળનાર કોઇ  નહોતુ  સિવાય કે  નોધારાના આધાર ભગવાન વિષ્ણુ  :  અને તેમણે   વરાહ  અવતાર લયીને હિરણ્યાક્ષનો વધ  કર્યો.
    પોતાના  ભાઇનો વધ  થયેલો  જાણીને હિરણ્યકશ્યપ ચિત્કાર કરી   ઉઠ્યો અને   ભયાનક ગુસ્સામા  આવીને  ત્રણેય  લોકને તેણે હચમચાવી મુક્યાં. તેને   ખબર   પડી  કે   આ તો પેલા  વિષ્ણુનુ કારસ્તાન  છે  અને તેણે   તે    ક્ષણે નિર્ણય   લીધો કે કાં  હુ  નહી  કાં   વિષ્ણુ  નહી  : પણ   વિષ્ણુને  હરાવા   સહેલુ  નહોતુ અને   તેના  ઉપાય  તરીકે તેણે પણ  તપનો  આશરો  લીધો અને  ઘોર  તપ  કર્યુ.   તેના તપથી બ્રહ્માજી  પ્રસન્ન થયા  અને  વરદાન માગવા   કહ્યુ : માગ  પુત્ર: તુ   જે   માગીશ તે  મળશે.હિરણ્યકશ્યપે    કહ્યુ કે  મને  અમરત્વનુ વરદાન  આપો  : બ્રહ્માજીએ  કહ્યુ કે  પ્રક્રુતિની  વિરુધ્ધનુ   વરદાન તો  મળી  શકે    નહી ‌-  વિચાર કરીને માગ ; ખુબ   ચાલાકીથી અને  લાબો  વિચાર કરીને  તેણે  માગ્યુ કે :  મારુ   મ્રુત્યુ  દિવસે  ના  થાય :  રાત્રે  નાથાય  : કોઇ  અસ્ત્ર કે   શસ્ત્રથી નાથાય ;   આપે   ઉત્પન્ન કરેલ  કોઇ  માનવ દાનવ કે  પશુથી નાથાય  : ઘરમા  ના થાય કે  ઘર  બહાર પણ  ના  થાય  મને   પણ  ઇંદ્રના જેવુ અને જેટલુ    ઐશ્વર્ય  પ્રાપ્ત થાય. બ્રહ્માજી  માર્મિક  હસ્યા   પણ  “ તથાસ્તુ “  કહીને તેમણે હિરણ્યાકશ્યપની  ઇચ્છા  પુર્ણ    કરી..  વરદાન પ્રાપ્તિથી  હિરણ્યકશ્યપ એકદમ  છાકટો  બની   ગયો. તેના  અત્યાચારો વધી   ગયા. તે  હરેક -  દરેક સ્થળે એમ   જ કહેવા   લાગ્યો  કે હુ    બગવાન છુ – દરેક સ્થળે મારી જ પુજા થવી   જોઇયે –મારા  સિવાય  અન્ય કોઇ    ભગવાન છે  જ નહી અને   જે   મારેઐ  પુજાનો કે  મારોઅનાદર કરશે  તેને મ્રુત્યુ દંડ   મલશે. પ્રજા  ફફડી  ગયી. ભગવાન  વિષ્ણુએ બ્રહ્માજીનેકહ્યુ કે  તમે   અને    શિવજી આડેધડ વરદાન આપી  દો  છો  અને   પછી  મારે દોડવુ પડે  છે.   બ્રહ્માજી  માર્મિક હસ્યા અને  કહ્યુ કે   નારાયણ  આપ  જેવા કુશળ ,વ્યવહારુ  અને  મુત્સદ્દી અમારી  વચ્ચે હોય  પછી   અમારે  ડર   રાખવાનો  હોય  ? આપ    દરેક  પ્રશ્નનો  ઉકેલ  લાવશો  તેનો  અમોને પુરેપુરો  વિશ્વાસ છે .

પાપાજી

ક્રમશ :  

No comments:

Post a Comment