Laghu bhagavat 22 Pratham sopan 2












Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 
                                         22

                              -: પ્ર થ મ   સો  પા ન :2 : -

શુકદેવજી સમક્ષ   પરિક્ષીતનો  પહેલો પ્રશ્ન એ છે કે  હે  મુનીવર  મરણાસન્ન  વ્યક્તિએ શુ  કરવુ જોઇયે ?
              શુકદેવજી   તે   જાણીને   પ્રસન્ન   થયા  કે   રાજા  જાણે છે  કે આજથી  સાતમે  દિવસે તેનુ મ્રુત્યુ  નક્કી  છે   છતા  પણ  વિચલિત  થયા  વગર તે મનોકામના  પ્રકટ  કરે   છે. તેમણે  કહ્યુ કે  મરણનો ડર  રાખવાની જરૂર નથી  -  ડર    રાખવાથી  તે   દુર   નહી  થાય  -  તમારી  ગમે તેટલી પહોચ  હશે   તો  પણ  તમે  તેને ના   તો  રોકી શકશો કે  ના  તો  એક  પળ ભરનો ફેરફાર  પણ   કરી  શકશો.  વાસ્તવિકતાને સહર્ષ સ્વીકારી લો. તમારા મનને  એકાગ્ર કરો  અને   ચિત્તને  ભગવાનના સ્વરૂપમા  લીન  કરીને   તેની સાથે જોડી  દો.  તમારી  આકાંક્ષા  શુ   છે ? જો   તમારી ઇચ્છા બ્રહ્મ તેજનીહોય  તો બ્રહ્માજીની ,ઇંદ્રિયોનીકામના  હોય તો  ઇંદ્રની, સંતાનની લાલસા  હોય  તો  પ્રજાપતિની , લક્ષ્મીની  ઇચ્છા  હોય   તો  માયાદેવીની ,તેજસ્વિતા  જોઇયે  તો  અગ્નીની ,ધન  જોઇયે તો  વસુઓની, સ્વર્ગની કામના હોય તો   દેવતાઓની, રાજ્યની  ઇચ્છા  હોય તો   વિશ્વદેવોની  ,આયુષ્ય  માટે અશ્વિનીકુમારોની  ,  સૌદર્ય  માટે  ગંઈધર્વોની , પત્ની  માટે ઉર્વશીની , યશની   ઇચ્છા  હોય તેણે  યજ્ઞ પુરૂષની , ખજાનાની  ઇચ્છા વાળાએ  વરુણની  :   આમ   વિવિધ  ઇચ્છા વાળાઓને   વિવિધ   ઉપાસના  કરવા  જણાવ્યુ  પણ   જેને  મોક્ષની  ઇચ્છા હોય   તેનુ  શુ   ?  તેને માટે  એક  અને એક   માત્ર  શરણાગતિ  -  પ્રભુ   સમક્ષ શરણાગતિ  સ્વીકારો – બધુ  યોગક્ષેમ તેમના ઉપર  છોડી  દો  - તે  જ તમારી  તમામ  ઇચ્છા   આકાંક્ષા  પુરી કરશે  : પછી   ભલે  તે  ભૌતિક અપ્રેક્ષા  હોય  કે   આધિભૌતિક માગણી  હોય  :   નિર્લેપ  રહીને  શરણાગત બની  જાવ :બધુ  જ મળી  જશે  {જે  નથી   માગ્યુ  પણ  જરૂરી   છે   તે  પણ   મળશે  મળશે અને  મળશે  જ- શંકા  ના  કરશો.યાદ  કરો  નરસિહ મહેતાને. શ્રધ્ધાવાન લભતે  નર
સંશયાત્મા  વિનશ્યતિ   -
      હે   રાજન   આપ   ઇશ્વર પર  પુરો  ભરોસો   રાખો અને  શરણાગત બનીને  તેમને   શરણે   જાવ   તેમાં જ  તમારુ  શ્રેય   છે . આ  ઉપરાંત  હુ આપને  અતિ  ગુઢ   ગણાતુ  જ્ઞાન   આપુ   છુ  :  સર્ગ ,  વિસર્ગ , સ્થાન   સ્થિતિ , પોષણ ,  ઊતી ,મન્વંતર ,ઇશાનુકથા , નિરોધ,  મુક્તિ  અને  આશ્રય  :     ગુઢ  જ્ઞાન આપણી  સામાન્ય  પ્રજા  માટે  જરૂરી   નથી  : તેમને માટે તો   માત્ર શરણાગતિનુ     મહત્વ  છે  : શ્રધ્ધાપુર્વકની  શરણાગતિ   તે તેમના  ઉધ્ધારનુ  પહેલુ  સોપાન  છે. તેના   જપ  યજ્ઞમાં  પણ   ભાષા કે   ઉચ્ચારણની  શુધ્ધતા પર  હુ  ભાર  નથી  મુકતો-  રામ   નામના   જપમાં  જો   તે   શ્રધ્ધાપુર્વક   શરણાગત  બનીને  મરા ,   મરા  , મરા    નો  જપ  જપતો હશે  તો  પણ  પ્રભુ તેને   સ્વીકારીલેશે  . પણ  હે   રાજન  આપ   તો જ્ઞાની પણ  છો  અને   વિદ્વાન  પણ  છો  માટે  ગુહ્યતમ   જ્ઞાન  આપના   જ માટે  છે અને  વિદ્વાનો  માટે  છે. ભગવાન  વિષ્ણુએ   તો   સૌ   પ્રથમ એક   શ્ર્લોકમાં  જ તારતમ્ય  આપી  દિધેલુ  પણ જ્યારે  તેમની  સામે  બ્રહ્માજી  જેવા મહાન   વિદ્વાન  છે   તે  જાણીને  બીજા   ચાર   શ્ર્લોકથી  પણ  બ્રહ્માજીને  જ્ઞાન પ્રદાન કર્યુ. પણ   બ્રહ્માજી   જાણતા હતા  કે     ગુઢાર્થ  સામાન્ય  પ્રજાજનની  સમજ  બહારનો  છે   માટે જ તેમણે  તેમના અનુયાયીઓને ‌  સુતજી ,  શૌનકજી , નારદજી  વિ.ને    સુચવેલ કે  તમે  તો  જ્યા   જાવ  ત્યા  સરળ   બનીને  જજો  અને  સરળ  ભાષામા    પ્રજાને  સમજુત   કરજો . નારદજી  પણ  વિદ્વાન હતા ,તેમના   શ્રોતા વ્યાસજી   તો    એક   અવતારી  પૂરુષ હતા અને  મહા જ્ઞાની  હતા –અરે તેમના  લહિયા  ગણેશજી  તો   અતિ   વિદ્વાન  હતા -  તેમણે  તો   શરત   કરેલી કે  હુ   લખવા   બેસિશ  પછી  અટકીશ નહી – તમારે તમારી વાણી  અસ્ખલીત ચાલુ  રાખવી પડશે -  વ્યાસજી      શરત   સ્વીકારી  પણ   સામે  શરત  મુકી – હુ  જે    લખાવુતે  આપે   સમજી વિચારીને  લખવાનુ છે-
પંડીતસે   પંડીત મિલે  ,  કરે  જ્ઞાનકી બાત  .
બન્ને  મહાજ્ઞાની હતા – વ્યાસજીને  થાક   જેવુ વર્તાય   કે   આગળની   માહીતી   માટે  વિચારવાનો  સમય  જોઇયે ત્યારે તેઓ   એકાદ  ગુઢ  અર્થ  વાળો   અને અઘરો   શ્ર્લોક   મુકી દેતા  હતા  જે સમજવા  માટે ગણેશજીને   રાહ  જોવી જ પડે .હે   રાજન  ,  મારા પિતાજી   રચિત  ભાગવત  એક  મહાન   ,  દલદાર    અને  વિદ્વતાપુર્ણ  ગ્રંથ  છે –તેમા   અનેક  ગુઢ   રહસ્યો  છે – આપ   પણ  વિદ્વાન     છો    માટે    આપના  માટે   તે  સમજવા  અઘરા  નથી  -   પણ  આપની  સાથે અનેક  શ્રોતાઓ પણ   છે  જે  સૌની અપેક્ષાનુ    ધોરણ માત્ર  શ્રધ્ધા છે.  પણ  જ્યા  આપને કોઇ બાબત પર  શંકા   હોય  , કોઇ    બાબતની  સમજુતીની જરૂર હોય   તો અવશ્ય  જણાવજો -  હુ  તેનુ નિરાકરણ અવશ્ય કરીશ. હુ   જાણુ   છુ કે  આપ જ્ઞાની  , વિતરાગ અને વિદેહી  છ –આપ  સંપુર્ણ  નિ:સ્પ્રુહી બનીને રાજ  પાટ  અને  સર્વસ્વ   ત્યજીને  આવેલા   છો  અને  આપને  આપના મ્રુત્યુના   સમય  અને  પલની પણ  માહિતી છે  - છતા  પણ  આપ  જે    સ્વસ્થતાથી  શ્રવણ કરો  છો  તે  જએક  ઉમદા ઉદાહરણ  છે – ભવિષ્યની  પ્રજા  માટે આ મોટામાંમોટો    સંદેશ બની  રહેશે.  આપનુ  નામ  શ્રેષ્ઠ  શ્રોતા   તરીકે અમર  બની જશે. આપે   આસક્તિ અને  ઇંદ્રિયો  પર    વિજય  મેલવી લીધેલ  છે  જ જેના   કારણે  આપ   જ એક  શ્રેષ્ઠ શ્રોતા   છો -  આપ  નિશ્ચિત બનીને આપનુ મન  ભગવાનમા  પરોવી  લો  -   જ્ઞાન  અને  અન્ય માહિતી કરતા  પણ  તે     અગત્યનુ  છે  અને  મને  વિશ્વાસ  છે કે   આપ   તેમાં સફળ્ર  રહ્યા   છો.આપ  બાળપણમા પણ  ભગવાનની  લીલાઓની  રમતોથી પ્રભાવિત થતા  હતા – આપના   સંસ્કાર  જ ધર્મ પરાયણ  છે  .શુકદેવજીને  તો  આપણે    તેમના  જન્મથી  જ જાણીયે  છિયે – એક   શરણાગત  બિજા  શરણાગતને  ઓળખવામા   ભુલ  કરે  ખરો  કદી ?
પાપાજી
ક્રમશ:



No comments:

Post a Comment