.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
21
-: પ્ર થ મ સો પા ન : 1 : -
ભાગવત તો એક
મહાન ગ્રંથ છે : એક
નહી , બે નહી , પાંચ નહિ
પંદર નહી,
સો નહી બસો નહી :
પુરા અઢાર હજાર --- શ્ર્લોકો :
એ સમજવુ તે
વિદ્વાનોનુ કામ છે -
પણ સમગ્ર
ભાગવતનો સાર માત્ર અને
માત્ર એક જ છે અને તે કોઇ
પણ અભણ માણસ
પણ સમજી શકે તેવો માત્ર
એક જ શબ્દ : :
“ શરણાગતિ “ ભગવાન વિષ્ણુએ તો
એક શ્ર્લોક મા ભાગવતનુ વર્ણન કરેલ
છે અને તે ભગવત
સ્વરુપનુ વર્ણન છે -
પણ તેનો સાર પણ માત્ર
અને માત્ર એક
જ શબ્દ છે -
તેમની સમક્ષ “ શરણાગતિ “.
ભગવાને પોતે
જ કહેલુ છે :
સર્વ ધર્માન પરીત્યજ્ય , મામેકં શરણં
વ્રજ
અહં ત્વામ સર્વ પાપેભ્યો , મોક્ષયીક્ષ્યામિ મા સુચ
અને મારે
શરણે આવેલાની તમામ જવાબદારી પણ મારી જ છે
યોગક્ષેમં વહામ્યહમ -----
આ એકશબ્દી હકીકત સમજવી
સહેલી નથી – ભગવાન વિષ્ણુએ એક
શ્ર્લોકમા દિવ્ય સ્વરૂપનુ વર્ણન અને
તેમની લીલાઓ વર્ણવી
છે - તો બ્રહ્માજીએ
ચાર શ્ર્લોકમા પોતાનો
અભિગમ પ્રદર્શિત કરેલ
છે - અને તેમણે
તેનો સાર નારદજી ,
સુતજી , શોનકજી વિ.વિ. ને
જણાવી તેના પ્રચારની
જવાબદારી સોપી – સૌએ પોતાની
જવાબદારી નિભાવી - નારદજીએ આ કથા
પોતાની રીતે વિસ્તારથી
મહર્ષી વ્યાસને સંભળાવી.
અને આગળની જવાબદારી તેમને સોપી.
ભગવાન વિષ્ણુ , બ્રહ્માજી , સુતજી , શોનકજી , નારદજી વિ.વિ. કહેલી કથા ગ્રંથ સ્વરુપે નથી - તે યુગમા
તેની જરૂર નહોતી- પણ આવનાર
કળીયુગ માટેની પુર્વ તૈયારીના
સ્વરૂપ રૂપે હવે
એક મહા ગ્રંથની પણ
જરૂર છે
જે આધાર તરીકે જળવાઇ
રહે અને આ
આધાર આપ્યો મહર્ષી વ્યાસે
- જે આજ સુધી જળવાઇ રહેલ છે.
વક્તા તરીકે અનેક મહાન વક્તાઓએ તેનુ કથામ્રુત
વહેચ્યુ - જેમાં
સૌ પ્રથમ અગ્ર સ્થાને આવે શુકદેવજી.
શુકદેવજી દ્વાપરના છેલ્લા
તબક્કાના વક્તા હતા
અને સાથે સાથે કલિયુગના પ્રથમ તબક્કાના
પણ પ્રથમ વક્તા હતા. તે પછી આજસુધી અનેક
વક્તાઓએ આ કથાપાન કરાવેલ છે પણ તેનો
આધાર વ્યાસજીનો ગ્રંથ છે ; વૈષ્ણવ સંપ્રદાયના શ્રી
મહાપ્રભુજી વલ્લભાચાર્યજી : બહોળો પ્રચાર કર્યો : ચોર્યાસી સ્થળોએ તેમણે કથા
કહી અને આજે
પણ તે સ્થાન
પવિત્ર મનાય છે તો
સહજાનંદ સ્વામીએ પણ આ
કથાનો રસાસ્વાદ પ્રજાને કરાવ્યો
છે –આ મહાનુભાવોને તો આપણે જોયા
નથી પણ
આપણે જોયા હોય તેવા પણ
કેટલાક મહાનુભાવો છે
શ્રી ડોંગરેજી મહારાજ, શ્રી ક્રુષ્ણશંકર શાસ્ત્રીજી
:વિ.વિ. વિ. અને અત્યારે
તો અનેકાનેક સંતો
સાધુઓ, મઠાધીશો આ
કામ કરે છે. વસ્તુશ્તિતિ એક જ છે :વક્તાઓ અનેક છે : દરેકની છટાઓ
જુદી જુદી હોઇ શકે
પણ સાર તો
એક જ છે :
દાગિનાના રૂપ જુદા , દેખાવ જુદા , ડિઝાઇન અલગ , પણ
મહત્વ સુવર્ણનુ છે. આ
દાગિના સોનાના છે
માટે અમુલ્ય છે. કથાની ઢબ જુદી હોય , પ્રસંગો જુદા જુદા હોય પણ
મુળભુત હેતુ તો માત્ર એક
જ છે અને
તે છે ભક્તિ
માટેની પ્રેરણા. :શરણાગતિ –
શુકજીના પ્રથમ
શ્રોતા છે પરિક્ષીત : તેમને તેમના
વડવાઓ :અને તેમના મુખ્ય
સાથીદાર ભગવાન ક્રુષ્ણની વાત
જણાવવામા આવે છે. પિતામહ ભિષ્મના અંતિમ પ્રયાણની વાત
જણાવી - ભગવાન શ્રી ક્રુષ્ણના
અંતિમ પ્રયાણની વાત પણ જણાવી -પાંડવોના
અંતિમ પ્રયાણની વાત પણ
જણાવી. કુરુ જ્યેષ્ઠ મહારાજ
ધ્રુતરાષ્ટ્ર અને માતા ગાંધારીની અંતિમ પ્રયાણની
વાત પણ જણાવી અને
ખુદ પરિક્ષીતના જન્મ ની કથા પણ
આલેખી. ચક્રવર્તીમહારાજ
પરિક્ષીત આજે મહારાજ
પરિક્ષીત નથી માત્રઅને માત્ર એક
શરણાગત શ્રોતા છે તો
વક્તા પણ એટલા મહાન
છે કે તેમના મનમા
મહારાજ પરિક્ષીત કે અન્ય
શ્રોતા વચ્ચે કોઇ ભેદભાવ નથી - સૌ
સમાન છે . પરિક્ષીત જાણે છ્રે કે
મારા વક્તા અને વ્યાસપિઠાધીશ
શુકદેવજી ભલે વયમા મારા કરતા
ઘણા નાના છે
પણ તેઓ માત્ર પ્રકાંડ વિદ્વાન જ નહી એક
સમર્થ વિતરાગ વિદેહી માનવ છે
જેનો જોટો મળવો
અશક્ય છે. અને માટે જ તેઓ મનને
એકાગ્ર કરીને સ્થિર ચિત્ત રાખીને
સંપુર્ણ ભક્તિભાવ અને આદર
સાથે કથાનુ શ્રવણ કરે
છે. કથા શ્રવણ
એ પણ ભક્તિનુ જ એક અંગ
છે. પરિક્ષીત એક જ
એવા શ્રોતા છે
જેમને પોતાનુ મ્રુત્યુ ક્યારે
છે તેની જાણ
હતી- પણ તેનાથી વિચલિત થયા
વગર કોઇ પણ
પ્રકારની મોહમાયા રાખ્યા વગર
તેમણે રાજ પાટ , ધન
દૌલત , કુટુબ કબીલા સર્વસ્વનો ત્યાગ
કરી દીધેલ છે અને તે
છોડ્યાનો કોઇ રંજ
પણ તેમને દેખાતો નથી
તેઓ પણ વક્તાના જેટલા જ
આજે નિ:સ્પ્રુહી અને
વિતરાગ બની ચુક્યા હતા .શુકદેવજી પણ
સમજી ચુક્યા હતા
કે રાજા તે
રાજા નથી પણ
એક જીજ્ઞાસુ શ્રોતા
છે.અને તેથી તેમણે
તેને જણાવ્યુ કે રાજા
તમારા મનમાં કોઇ
પણ સંશય હોય
તો વિના અચકાટ
જણાવશો અને ગમે
તે પ્રશ્ન પણ કરી
શકો છો.
પાપાજી
ક્રમશ :
No comments:
Post a Comment