Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd )
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd )
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
20
-: વ્યાસજીનો
મોહ :-
નારદજીને લાગ્યુ કે હજુ
પણ મહર્ષી વિક્ષુબ્ધ
છે - તેમનો ઉદ્વેગ શાંત થયેલ
નથી –તેમના મુખ પર
વ્યથાના ચિંન્હો સ્પષ્ટ દેખાતા
હતા. મહર્ષીએ જાતે
જ સ્પષ્ટતા કરી :
દેવર્ષી આપની વાત સાચી છે :કલીનો વધતો
પ્રભાર તો હુ સમજી જ ગયો
છુ : આ મારી સગી આંખે
જ જોયુ છે કે
દુર્યોધને પાંડવોનો હક્ક પચાવી
પાડ્યો હતો : તેમને ખોટી
રીતે હેરાન કરવામાં
કશુ બાકી રાખ્યુ નહોતુ : અને
આ બધુ ભલે
જોતા નહોતા પણ ધ્રુતરાષ્ટ્ર
બધુ જાણતા હોવા
છાતાંય ચુપ જ રહ્યા
- આંખ આડા
કાન કરતા રહ્યા- એક
બાપે તેના પુત્રોંને વાર્યા નહી
- નારદજીએ કહ્યુ : જુઓ
મહર્ષી - આ જ
તો છે કલીનો પ્રભાવ : અને
આપે આ જોયુ જાણ્યુઅને આટલા વિક્ષુબ્ધ
બની ગયા છો -
પણ આગળ
જતા તો કલીનો પ્રભાવ હજુ વધારે
તેજ બનવાનો ચે અને
આપે તે સમજુતી
અને ચેતવણી સમજીને આપના
ગ્રંથમા તેના ઉપાય અને
અગમચેતી બતાવવાની છે.
આ અગાઉ આ
શાસ્ત્ર ભાગવત માત્ર એક જ
શ્ર્લોકમા ભગવાન ચતુર્ભુજ
વિષ્ણુએ તેમની નાભીમાંથી પ્રગટ થયેલ બ્રહ્માજીને જણાવેલ :
આપને મે તે
સંભળાવેલ છે : આપને
જણાશે કે તે સમગ્ર
ભાગવતનો અર્ક છે :આપે
તેને વિસ્તારથી વર્ણવવાનો છે
જરૂર પડે આપ આપની પ્રેરણા
મુજબ સુધારા વધારા
કરી શકો છો. એક શ્ર્લોકીના
મુખ્ય નાયક ભગવાન
યોગેશ્વર શ્રી ક્રુષ્ણ છે :
માત્ર અને માત્ર
તેમનુ જ વર્ણન અને
ગુણગાન છે : આપના મહાન ગ્રંથ મહાભારતના ગ્રંથના મુખ્ય નાયક
પણ ભગવાન શ્રી ક્રુષ્ણ
જ છે અને
આપ જે ગ્રંથ રચવાના
છો તેના મહાનાયક
પણ તે જ કુંજ બિહારી ,
ગોવર્ધનધારી, શ્યામસુંદર ,મુરલીમનોહર ,નટખટ,
રાસ પ્રિય ,
લીલાધારી ,
ચક્રધારી અને ગોપાલ ,કાનો ,કનૈયો , કાળિયો : વિ.વિ.વિ. મહર્ષી
હુ જેટલા નામ અને
ઓળખ આપીશ તેટલે ઓછી
છે : આપ પુર્ણ વિસ્તાર કરજો : હુ માત્ર તફાવત
જ જણાવુ છુ :
અગાઉના ગ્રંથનો નાયક એક
કુશળ વહિવટકર્તા હતો , જરૂર પડે કપટ પણ
કરી જાણતો હતો , જરૂર પડે અસત્યાભાષી
પણ બની જાણ્યુ ,જરૂર પડે તમામ
દાવપેચ પણ ખેલી
જાણ્યા : પણ અહીના નાયક તો એક
પરમક્રુપાળુ પરમાત્મા સ્વરુપે તેમને
આલેખવાના છે. તે
એક ભક્ત વત્સલ ક્રૂપાનિધી
છે : માત્ર ભક્તિનો મહિમા બતાવવાનો છે
- ભક્ત માટે તે ગમે તે
કરી શકે છે અને
તે આપ એવી
રીતે દર્શાવો કે શ્રોતાને શિરાની જેમ
ગળે ઉતરી જાય. ભૌતિક
સુખ દુ:ખથી તે પર રહે : આપ
ધ્યાનમા રાખજો : કલીનો પ્રભાવ અતિ તેજ
હશે : દુર્યોધને તો
માત્ર રાજ્ય પચાવી
પાડવા રમત રમી
પણ આવનાર જમાનામા
તો સગો પુત્ર
સગા માબાપને ઘરબાર અને
મિલ્કત માટે બહાર ધકેલી
મુક્રે તો નવાઇ
ના પામશો. દુર્યોધને તો
વિરોધીઓની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરેલો : પણ સમય
એવો આવશે : સંતાન
માતાપિતાની હત્યા કરવાની
હદે પણ જયી
શકે છે -: તેમને નોધારા પણ
કરી શકે છે : તે
વિક્ષુબ્ધ માતાપિતાને આપનો ગ્રંથ
શાતા આપી શકે
તેવો હોવો જોઇયે .આપ આપના પુર્વ ગ્રંથના જ
પાત્રોનો પણ ઉપયોગ કરી
શકો છો : એજ પ્રસંગો પણ મુકી
શકો છો :વર્ણવી પણ
શકો છો : પણ
ફેરફાર યાદ રાખજો
: અગાઉની લડાઇ સત્યના રક્ષણ
માટે અને હક્ક માટેની લડાઇ હતી
જ્યારે આ લડાઇ
હક્ક માટે નહી માત્ર
ઉધ્ધાર માટેની છે -મોક્ષમાર્ગનો રસ્તો દર્શાવવાનો છે.
કોઇ ભૌતિક પ્રાપ્તિની અપેક્ષા સંતોષવાની નથી
પણ આધ્યાત્મિક શિખર સર
કરવાનુ છે - આપ
જ આ ગ્રંથના રચયિતા હશો
: આ કથાના વક્તા તરીકે પણ આપ એકવાર
બીરાજમાન થશો અને આ
કથા નુ જ્ઞાન આપના પુત્ર શુકદેવને આપજો : આપણે બન્ને સારીરીતે
જાણીયે છિયે કે
શુક આપણા બન્ને કરતા ઉચ્ચ સ્થાન
અને મોભો ધરાવે છે :
મને દેવી સુનયનાએ ભાન
કરાવ્યુ અને આપને પણ
સ્નાન કરતી ગોપીઓએ તે જ્ઞાન
આપ્યુ જછે. અને શુક જ એક
એવો વક્તા છે જે
નિર્લેપ રહીને આપના ગ્રંથને
ઉજાગર કરશે. જેમ
આપે મહાભારતમાં ગીતાની
રચના કરી અને તેમાં
તમામ જ્ઞાન , ધ્યાન , કર્મ , ધર્મ ,
વિ.વિ દરેક પાસા વણીને દર્શાવેલ છે :
રચયિતા આપ છો
પણ પાત્રો અર્જુન અને
ક્રુષ્ણ છે અને આ
પાત્રો એટલા મજબુત
છે કે વાસ્તવીકતા એમ જ
કહે કે
ગીતાના રચયિતા ક્રુષ્ણ
જ છે. બરાબર આ જ
સિધ્ધાંત ને નજરમા રાખીને
આપ અહિયા પણ એવુ જ
પાત્રાલેખન કરો : સમગ્ર વિશ્વમા એવો
ડંકો વાગે કે
ભાગવતના રચયિતા શુકજી જ
છે -તેમના જ
મુખે તમામ લીલાઓ અને
પ્રસંગોનુ વર્ણન કરો :આપનો
શ્રોતા શુક હતો
: તે તો
નિર્લેપ વિતરાગી જીવ
છે ને હતો
-તેની કોઇ આકાંક્ષા નથી
કે અપેક્ષા પણ
નથી - તમારા નવા
ગ્રંથના વક્તા તરીકે
શુકદેવજી વ્યાસપીઠ પર
હશે : શ્રોતાઓ તો અનેક હશે
પણ મુખ્ય શ્રોતા
હશે મહારાજ પરિક્ષીત : જે કલીનો
શિકાર બનેલા છે પણ
શ્રોતા તરીકે જ્યારે તેમના વક્તાના શરણે જાય
છે ત્યારે તેમના શિરેથી કલીનો પ્રભાવ
જતો રહેલો હોય
છે અને એક નિર્લેપ વ્યક્તિ તરીકે તે સ્થાપિત
થયી શકેલ છે.
મ્રુત્યુનો ડર રહ્યો નથી
માત્ર અને માત્ર
મોક્ષની જ અપેક્ષા
છે અને જેમ ગીતાનો
અંત વિજય નક્કી કરે
છે તેમ આપના
ગ્રંથનો અંત શ્રોતાનો
મોક્ષ નક્કી કરે તે આપે
જોવાનુ છે. અને
પરિક્ષીતના મોક્ષ સાથે દરેક
શ્રોતા પણ આ માર્ગે
આગળ વધે તેમાં
જ આપના ગ્રંથની સાર્થકતા
હશે. હવે આપ લોકભોગ્ય રીતે સૌ લાભ
લે તે રીતે
ગ્રંથ તૈયાર કરો : મારી
શુભ કામનાઓ આપની
સાથેજ છે. અને હવે
મને વિદાય આપો .
પાપાજી
ક્રમશ:




No comments:
Post a Comment