From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- -: સમર્થ વિજેતા :-
હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ મહારાજ યુધિષ્ઠીરની સભામા એક ગરીબ બ્રાહ્મણ આવ્યો – અને મહારાજ સમક્ષ યાચના કરી કે મારીપુત્રીનુ લગ્ન છે મને મદદ કરો. સમ્રાટ દિવસભરના કામોમો વ્યસ્ત હતા અને થાકી ગયા હતા માટે તેમણે ભુદેવને જણાવ્યુ કે કાલે સવારે આવજો આપની ઇચ્છા જરૂર પુરી કરીશ. ગરીબ બ્રાહ્મણ કશુ બોલી શક્યો નહી - - પણ તેની આખમા ઝળહળીયા આવી ગયા રાત્રે ક્યા રોકાઇશ ? ઘર વાળા રાહ જોતા હશે – લગ્નનુ ઘર - તૈયારીઓ કરવાની – અનેક બોજ માથા ઉપર હતા-પણ શુ થાય -રાજાનો આદેશ હતો સવારે આવો
સભામા ભીમ હાજર હતો – તેણે જોયુ કે બ્રાહ્મણ બહુ નિરાશ થયો લાગે છે અને ચિતામા છે પણ મહારાજને કહેવુ કેવીરીતે? અચાનક તેને એક યુક્તિ કરી - દરબારમા એક નગારૂ હતુ જે ત્યારે જ વગાડવામા આવતુ હતુ જ્યારે કોઇએ કોઇ અલભ્ય વિજય પ્રાપ્ત કર્યો હોય . તેણે તરતજ આ નગારૂ જોર શોરથી વગાડવુ શરુ કર્યુ - યુધિષ્ઠીર દંગ રહી ગયા અને તેમણે ભીમને બોલાવીને પુછ્યુ કે કોણ છે આ અલભ્ય વિજય પ્રાપ્ત કરનાર વિજેતા કે જેના સન્માનમા તારે આ નગારૂ વગાડવુ પડ્યુ ? ભીમે શાંતિથી જણાવ્યુ કે મહારાજ આપ જ એ વિજેતા છો અને આપના સન્માન માટે આ નગારુ વગાડ્યુ- યુધિષ્ઠીરને આશ્ચર્ય થયુ કે મે વળી કયો વિજય મેળવ્યો – હુ તો અહિ સભામા છુ -ભીમંને ચોખવટ કરવા જણાવ્યુ –
ભીમે સરસ ચોખવટ કરી - મહારાજ આપ કદી અસત્ય વચન તો ઉચ્ચારતા નથી તે સાચુ છે ? મહારાજે હા કહી -આપે આ બ્રાહ્મણને આવતી કાલે બોલાવ્યો તે વાત સાચી છે ? મહારાજે ફરી હા કહી – ભીમે કહ્યુ મહારાજ એનો અર્થ એ થયો કે આપ કમસેકમ આવતીકાલ સુધી તો જીવીત છો - કાળ તમારુ કશુ નહી બગાડી શકે -આપ સત્યવક્તા છો - અને આપે આવતીકાલ સુધી કાળને જીતી લીધો છે - આ વિજય અલભ્ય છે અને આપ તે અલભ્ય વિજયના વિજેતા છો
ભીમની વાત સાભળી મહારાજંને તરત જ પોતાની ભુલ સમજાઇ ગયી અને તેમણે બ્રાહ્મણને પાછો બોલાવી પુત્રીના લગ્ન માટે તમામ મદદ આપી – બ્રાહ્મણ ખુશ થતો થતો ગયો અને ભીમને આશિર્વાદ આપતો ગયો.
આયી બાત સમજમે ?
કાળ કોઇનો પણ સગો નથી -તે કોઇની રાહ કે આદેશ લેવા ટેવાયેલ નથી - ગમે ત્યારે ગમે તે પળે ત્રાટકી શકે છે -સમજ્યા ?
કીસકે લિયે રૂકા હૈ , કીસકે લિયે રૂક્રેગા
કરના હૈ જો ભી કરલે , યે વક્ત જા રહા હૈ
યે વક્ત જા રહા હૈ
ગુણવંત પરીખ
27-5-18
No comments:
Post a Comment