Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
40
- : વ્રુ
ત્રા સુ ર : -
હે રાજા પરિક્ષીત , દરેકના દરેક
જન્મ પાછળ કોઇ ને કોઇ
કારણ કે કર્મ ફળ
સંકળાયેલ હોય છે. આ ભવમાં કે પરભવમાં
કરેલુ કોઇ નાનુ સરખુ
પાપ ,
નાની સરખી ભુ, , અયોગ્ય અહંકાર કે અવહેલના પણ કેવુ
ભયાવહ પરીણામ આપે છે તેનો
તે કર્મ કરતી વખતે
ખ્યાલ કે અંદાજ પણ હોતો
નથી.
ચિતકેતુ નામે એક
રાજા હતો. મહાજ્ઞાની , તપસ્વી અને
સાધુ જીવન જીવવાવાળો જીવ -પણ
પુત્ર નહોતો – અને તે દુ:ખ તેને શુળની
જેમ ભોંકતુ હતો. તેણે ગુરુ
અંગીરાજીને પ્રાર્થના કરી કે
આપ આપના તપોબળે
પણ મને એક પુત્ર તો આપો
– ગુરુએ કહ્યુ કે તારા
નસીબમાં પુત્રનથી પણ તારા
આગ્રહ અને વિવેક અને ભક્તિ જોતાં હુ એક
યજ્ઞ કરીશ અને યજ્ઞદેવતા તને મનવાચ્છિત ફળ આપશે. અને યજ્ઞની
પુર્ણાહુતીને દિવસે યજ્ઞદેવે પ્રસાદીસ્વરુપે જે
ખીર આપિ તેના પ્રતાપે પુત્રજન્મશે.
રાજાને અનેક રાણીઓ
હતી :ખિર કોણ
આરોગે ?
પહેલી પસંદ પટ્ટરાણી આવી
અને તેને ખીર આરોગી અને
તેને એક અતિ સુંદર
દેદીપ્યમાન પુત્રને જન્મ
આપ્યો આમ રાજા રાણીનુ જીવન જાણે ધન્ય બની
ગયુ અને જીવતર
સાર્થક થયાનો સંતોષ પણ મળ્યો
પણ આ સુખ લાબુ ના નભ્યુ - અદેખાઇ અને ઇર્ષાયુક્ત અન્ય
રાણીઓએ આ બાળકને ઝેર
આપી મારી નાખ્યો. મોહવશ રાજા
રાણીએ કલ્પાંત કરી મુક્યુ – બાલકને
અગ્નીદાહ પણ ના
દેવા દે - નારદજી સમજાવવા આવ્યા- પણ રાણી ના
માની –કહે એકવાર મારો પુત્ર મારી
સાથે વાત કરે એટલુ કરો –નારદજી માની ગયા
અને કહ્યુ હુ બાલકની
જીભ પર આંગલી મુકીશ
એટલે તે પળ બે પળ
બોલશે જે આપ સાંભળશો – અને નારદજીએ
બાળકની જીભ પર આંગળી મુકી – રાણી તો
ખુશ થયી ગયી – બોલી ઉઠી બેટા તુ ક્યા ગયેલો-હુ
તારી માતા - આવ ..... પણ
આગળ બોલે એ પહેલા તો
બાળક જ બોલ્યો -
કોણ પુત્ર,
કોણ માતા,કોનો
પુત્ર , કોની માતા
... અને તે
ચુપ થયી ગયો. નારદજીએ
જ્ઞાન આપ્યુ – રાજા ચિત્રકેતુ સન્યાસી
બની ગયા - અને વન
ગમન કર્યુ –અને પ્રભુ ભક્તિમા
વિહાર કરવા લાગ્યા. એક વાર કૈલાશ ભ્રમણ વખતે તેમણે ભગવાન શિવ અને
પાર્વતિજીને નિ:ષ્કામ પ્રેમાધીન
મુદ્રામાં જોયાં અને તેનાથી આલોચના
થયી ગયી - આ
કેવા સાધુ ?
પત્નીને જાહેરમાં ખોળામા
બેસાડે છે ? શિવજી તો
ચુપ રહ્યા પણ
માતા પાર્વતિએ શાપ
આપ્યો :અરે મુઢ –તારી વ્રુત્તિ જ અસુર જેવી છે – જા અસુર યોનિમાં
જન્મ લેજે : ચિત્રસેન ગભરાઇ ગયો
પણ શાપ
એટલે શાપ -
જુઓ રાજન :અભીમાન , ઘમંડઅને મિથ્યા અહંકાર વ્યક્તિને ક્યા લયી
જાય છે. અને કેવુ
ફળ આપે છે .એકવાર
ઇંદ્રની સભામાં દેવગુરુ બ્રુહસ્પતિજી પધાર્યા – પણ ઇંદ્રએ યથોચિત સ્વાગત ના કર્યુ અને ગુરુ ગુસ્સે
થયા અને શાપ આપ્યોકે ઇંદ્ર તુ દરિદ્ર બની
જયીશ, જ્યારે
માથા પર સંકટ આવે ત્યારે ભાન
ઓઅડે કે હવે
શુ કરવુ ?
ગુરુવગર રાજ્ય શોભે નહી
- અન્ય દેવતાઓએ કહ્યુ કે
ત્વષ્ટા નામના બ્રાહ્મણાનો પુત્ર વિશ્વરુપ વિદ્વાન છે તેને ગુરુ પદે સ્થાપિત કરો : ઇંદ્ર માની ગયો : વિશ્વરુપ દેવોના ગુરુ બની ગયા પણ
કેતકાક અદેખા દેવોએ ઇંદ્રને ફરીયાદ કરી
કે આપણે જે યજ્ઞભાગ વિશ્વરુપને આપિયે છિયે તેનો ભાગ
આ વિશ્વરુપ તેના મોસાળ પક્ષ અસુરોને પહોચાડે છે.
ઇંદ્રએ કહ્યુ હુ ખાત્રી
કરીશ અને જો સાચુહશે તો હુ તેને મારી નાખીશ
: ખાત્રીકરતા આ વાત સાચી સાબિત થયી અને
ઇંદ્રએ વિશ્વરુપને મારી નાખો. આ જાણીને
વિશ્વરુપના પિતા બ્રહ્મદેવ ત્વષ્ટા
અત્યંત ક્રોધિત થયા
અને તેમણે પણ એક
યજ્ઞ કર્યો અને ઇંદ્રનો
વધ કરી શકે
તેવો યોધ્ધો માગવો હતો
: સકામ યજ્ઞની માગણીના
મંત્રમાં નાની સરખી ભુલ પણ ચલાવી લેવાતી
નથી . અહી ત્વષ્ટાની એક
નાની ભુલ થયી ગયી : “ ઇંદ્રને
મારનારો પુત્ર “ તેના
બદલે “
ઇંદ્રથી મરનારો પુત્ર “ બોલાઇ ગયુ
ઇંદ્રશત્રો વિવર્ધસ્વ , ઇંદ્રશત્રો વિવર્ધસ્વ
અને “‘તથાસ્તુ “ કહેવાઇ પણ
ગયુ ::આ યજ્ઞના પરીપાકરુપે
એક ભયાનક
રાક્ષસ ઉત્પન્ન થયો અને તે
રાક્ષસ તે વ્રુત્રાસુર : વ્રુત્રાસુરે કાળોકેર વર્તાવી દીધો ;ઇંદ્રને સ્વર્ગલોકમાંથી ભગાડી મુક્યો
‘વ્રુત્રાસુરનોવધ કોઇ ત્રણેલોકના
કોઇ પણ સામાન્ય હથીયારથી થશે નહી તેવુ
વરદાન તેને હતુ આથી તે
નચિત હતો પણ સામે
પક્ષે ભગવાનના લાદલા
દેવો હતા અને તેમણે ઇંદ્રને રસ્તો
બતાવ્યોકે દધિચિ ઋષીના અસ્થિમાંથી હથીયાર
બનાવો જે અમોઘ શસ્ત્ર હશે
અને કદી વિફળ નહી
જાય. દેવો આમે
ય સ્વાર્થી જ ગણાયા છે પોતાના
સ્વાર્થ માટે તેઓ
ઋષી દધિચિ પાસે ગયા
અને પોતાની ઇચ્છા
રજુ કરી અને
મહામુની દધિચિ માની
ગયા અને તેમના
અસ્થિઓમાંથી નિર્માન પામેલુ શસ્ત્ર
તે વજ્ર - અને આ
વજ્રના મારથી વ્રુત્રાસુર હણાયો.
વ્રુત્રાસુરના મ્રુત્યુથી વ્રુત્રાસુરને કોઇ રંજ
નહોતો - તે તેના
પુર્વ જન્મથી પરીચિત હતો અને
રાજા ચિત્રકેતુએ કરેલી અક્ષમ્ય ભુલ
તેને ખબર હતી જ
અને તેણે જ સજા
– શપ - સ્વીકારી લિધો હતો ,. તેને મોતને ઘાટ
ઉતારનાર વજ્રની કોઇ તાકાત
નહોતી પણ મહર્ષી
દધિચિના અસ્થિઓમાંથી તૈયાર
થયેલ હથીયાર – જેનુ નામ વજ્ર
પડ્યુ તેમાં ખુદ ભગવાને નિવાસ કરેલો અને તેથી જ
તે અમોઘ શસ્ત્ર
હતુ . અત્રે આપને યાદ
દેવડાવુ : જ્યારે કોઇ સકામ
યજ્ઞ અથવા તપ કરવામાં આવે
છે ત્યારે પ્રસાદ સ્વરુપ મળતા વરદાન માગવામાં નાની સરખી ભુલ પણ ચલાવી લેવામાં આવતી નથી :
કુંભકર્ણને યાદ કરો
: તેણે “ ઇંદ્રાસન “
ને બદલે ભુલથી “ નિદ્રાસન “ કહી
દીધુ અને “ તથાસ્તુ “ થયી
ગયુ : “ ઇંદ્રને મારનાર પુત્ર “ને બદલે “ ઇંદ્રથી મરનાર પુત્ર બોલાઇ ગયુ
“ અને તથાસ્તુ “
પણ કહેવાઇ ગયુ . પણ
આપ આ બધુ વિશાળ અભિગમથી
વિચારજો : આ તો
ઇશ્વરની માયા છે :
લીલા છે :
તેઅની લીલાનો પાર કોણ
પામી શક્યુ છે ?
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment