Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
39
-: મ ત્સ્યા વ
તા ર : -
હે રાજન , આપની
જીજ્ઞાસા જોતાં એમ લાગે
છે કે મારે આપને
ભગવાનના મત્સ્યાવતારની કથા પણ સંભળાવવી.
આપ જાણો છો
જ ,જ્યારે જ્યારે અધર્મનુ સામ્રાજ્ય
વ્યાપી જાય છે :
જ્યારે જ્યારે કોઇ
કુદરતી કે અકુદરતી
: માનવ સર્જીત હોય કે દાનવ
સર્જીત આપત્તી આવી ઓય : ત્યારે ત્યારે સાધુ સંતોના રક્ષણ માટે ભગવાન પોતે અવતાર
ધારણ કરે છે. આપનુ કુતુહલ પણ
વ્યાજબી છે કે ભગવાને દેવ
,
દાનવ કે માનવ
સ્વરુપે અવતાર લેવાને બદલે આમ હીન
એવી મત્સ્ય યોનીમા
કેમ અવતાર લીધો ? ભગવાન માટે
કોઇ યોની હીન નથી કે
કોઇ યોની ઉચ્ચ પણ
નથી.સર્વ પ્રત્યે તેમનો સમભાવ છે.
આ કથા
પણ સતયુગની છે.
તે યુગમાં એક સમયે સત્યવ્રત
નામે રાજર્ષી હતા – તેઓ
પ્રભુ પરાયણ હતા આને
માત્ર પાણી પીને
તપ કરતા હતા.એક વાર તેઓ નદીના જળથી તર્પણ કરી રહ્યા
હતા ત્યારે પાણી
સાથે તેમના ખોબામાં એક નાની
માછલીનુ બચ્ચ્યુ આવી ગયુ
પણ રાજાએ તેને
તરત જ પાણીમાં છોડી
દિધુ - કારણ માછલી
એ પાણીનો જીવ
છે અને પાણીની બહાર તો તે
તરફડીને મરી જાય - પણ
તેમના આશ્ચર્ય વચ્ચે ફરી
પણ તે જ મત્સ્ય બાળ
તેમના ખોબા મા આવી પડ્યુ અને કરુણાપુર્વક અત્યંત
દયાર્દ્ર બનીને રાજવીને પ્રાર્થના
કરી કે હે રાજન આપ
મને આપની સાથે લેતા
જાવ – આ નદીના અન્ય જીવો મારુ
ભક્ષણ કરી જશે. રાજાને દયા
આવી અને તેમણેઆ
મત્સ્યબાલને પોતાના પાણીના
કમંડળમા પોતાની સાથે
લીધુ. પણ આ શુ ? હજુ રાજમહેલ પહોચે તે
પહેલા તો મત્સ્યબાળે જણાવ્યુકે રાજા આ કમંડળ તો
મારા માટે નાનુ પડે છે
આપ મને થોડી વધુ
જગા આપો - રાજાએ
તેને એક મોટા વાસણમાં
મુકી આપ્યુ. પણ હજુ રાજા
કશુ વિચારે તે પહેલા
તો મત્સ્યબાળ ફરી
કરગરી પડ્યુ કે રાજન આ જગા પણ
નાની પડે છે. રાજાને
આશ્ચર્ય તો થયુ
કે આ મત્સ્યબાળ આટલુ ઝડપથી
કેવી રીતે વધે છે ? પણ તેમનો પ્રશ્ન મનમાં
જ રાખીને તેમણે મત્સ્યબાલને માટે પાણીના
એક હોજમાં મુકવાની વ્યવસ્થા કરી. પણ
આ ચમત્કારી મત્સ્યબાળ તો અહી પણ ના સમાઇ
શક્યુ અને હજુ મોટુ
નિવાસસ્થાન તેણે માગ્યુ. રાજા ખરેખર
દયાળુ તો હતો જ અને
દરેક જીવ પ્રત્યે સહાનુભુતી
પણ દર્શાવતો હતો
સાથે સાથે તેનુ કુતુહલ પણ
વધતુ જતુ હતુ
પણ તેણે આ બાળ મત્સ્ય
માટે એક વિશાળ
સરોવર પસંદ કર્યુ અને તેમા
તેને મુકીને જાય તે
પહેલા તો મત્સ્યબાળ ફરી
પોકારી ઉઠ્યુ : રાજન જુવો : આ જગા પણ
નાનીછે = આથી રાજાએ વિચાર્યુ
કે હવે
તો આના માટે
વિશાળ જગા સમુદ્ર સિવાય
બીજી કોઇ હોઇ ના શકે એમ
વિચારીને તેને સમુદ્રમા
મુકી આવવાનો વિચાર કરતો હતો :
પણ રાજાનુ મન કળી
ગયેલ મત્સ્યબાળ બોલ્યુ
કે હે રાજન આપ
દયાળુ છો -
સમુદ્રમા મને મોટા મોટા
મગરમચ્છો વચ્ચે મુકશો તો
તેઓ મારો કોળિઓ કરી
જશે અને શરણાગતને
રક્ષણ આપવુ તે તો આપનો ધર્મ
છે.- મારી રક્ષા કરો. હવે
રાજાને લાગ્યુ કે આકોઇ સાધારણ મત્સ્યબાળ નથી :
આથી તેમણે આ મત્સ્યબાલને પ્રણામ કર્યા
અને સાદર પુછ્યુ આપ
કોણ છો અને
કેમ મારી આવી કડક પરીક્ષા લો
છો ?
તે જ
સમયે રાજાના કાને એક
અતિ મધુર સ્વર આવ્યો અને મંદ
મંદ સ્વરે રાજાને
જ સંભળાયુ કે હે રાજન : મારી વાત ધ્યાનથી
સાંભળ: આજથી બરાબર સાતમા દિવસે
જળપ્રલય થશે : ચારે દિશામા
જળ રેલાઇ જશે = સમગ્ર
ભુતલ જળમા સમાઇ જશે.
તે સમયે આ
ભુતલની રક્ષા તારે કરવાની
છે. તે માટે
તે પ્રલય સમયે ભુતલનુ
અસ્તિત્વ ટકાવી રાખવાનુ છે.
તે માટે હુ તને મદદ
કરીશ. આ સાત
દિવસ દરમિયાન તમે સમસ્ત પ્રાણીઓના સુક્ષ્મ શરીરો ,સપ્તર્ષીઓઅને સાથે સાથે જીવન
જરૂરીયાતોનિ તમામ સાધન સામગ્રિ તૈયાર રાખજો - જ્યારે ચારે બાજુ જળબંબાકાર હશે
ત્યારે એક મહાન મોટીનૌકા તમારી
પાસે આવશે તમે સૌ
તેમાં તમારા સામાન સાથે બેસી
જજો અને તે
નૌકાને હુ ખેચીને એક કિનારે હેમખેમ પહોચાડીશ.
સમયાંતરે એ
પ્રલયકાળ આવી ગયો -
ચારે બાજુ પાણી જ
પાણી - સમુદ્ર તો તોફાની
બની ગયો – તેનાં મોજાં નાખી નજર
ના પહોચે તેટલાં ઉચાં ઉછળવા
લાગ્યા- સૌના જીવ પડીકે
બંધાઇ ગયા પણ
રાજા સત્યવ્રત ધીર ગંભીર
અને સ્વસ્થ હતા. ભગવાન પર તેમને વિશ્વાસ
હતો -તેટલામા એક
મોટી નૌકા દેખાઇ
- રાજાએ તેમની સાથે
સુક્ષ્મજીવો સાથે તમામ જીવન જરૂરીયાતની ચીજો નૌકામા
મુકી સપ્તર્ષીઓ પણ નૌકામા
બિરાજ્યા ,અને આ નૌકાનુ વહન
ખુદ બ્રહ્મસ્વરુપ નારયણ કરવાના હતા - પછી
ડર શાનો ?
સપ્તર્ષીઓ એ પણ રાજાને
ઉપદેશો આપ્યા અને નૌકાનુ વહન
કરતા ભગવાન મત્સ્યનારાયણે પણ રાજાને આધિભૌતિક જ્ઞાન આપ્યુ અને
જરૂરી આદેશો આપ્યા. આ સમયે
ભગવાને બ્રહ્માજીના મુખેથી નીકળેલા
ચાર વેદો જે હયગ્રિવ
રાક્ષસ ચોરીગયો હતો તે
હયગ્રિવ રાક્ષસનો વધ
કરીને પાછા બ્રહ્માજીને પરત પહોચાડ્યા. ભગવાનના દરેક અવતાર
પાછળ કોઇ ને કોઇ
રહસ્ય હોય જ છે.
પુરાણો મુજબ આ તેમનો પહેલો અવતાર હતો.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment