Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
38
-: વે ન - પ્રૃ
થુ : -
કેટલીક વાર
એક જ કુટુંબમાં પણ
પરસ્પર વિરોધી સ્વભાવ
અને ગુણધર્મ વાળા
સંતાનો જોવા મળે
છે. રાજન આપ
જાણો છો કે
દેવો અને દાનવો બન્ને
એક જ પિતાના પુત્રો અને છતાં બન્ને
વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવે છે ને ?
મહા મહીમ ધર્માત્મા ધ્રુવના વંશમાં પણ આવુ જોવા
મળે છે. તેમના વંશમાં રાજા
અંગ સુધી બધુ બરાબર
ચાલ્યુ પણ એગની પત્ની સુનિથા
મ્રુત્યુની પુત્રી હતી અને
આસુરી સ્વભાવની હતી. તેમને
કોઇ સંતાન નહોતુ
આથી તેમણે યોજેલા યજ્ઞનો યજ્ઞભાગ
લેવા દેવો આવ્યા નહી. આથી નારાજ થયેલા અંગે
બ્રાહ્મણોની સલાહ લિધી અને
પુત્રેષણા યજ્ઞ કર્યો અને તેના
પરીપાકરુપે પ્રસાદ તરીકે મળેલી
ખીરના ભોજનથી રાણી સુનિથા ગર્ભવતી બની
અને પરીપાક રુપે એક પુત્ર
મળ્યો – જે વેન. - આ બાળક
નાનપણથી જ ક્રુર ,હિંસાચારી ,
અવિવેકી , ઉધ્ધત
અને દુષ્ટ મનો વ્રુત્તિ ધરાવયો
હતો . રાજા અંગને તેનુ
ખુબ દુ:ખ હતુ
પણ લાચાર હતા તે
પોતાના પુત્રનેસુધારી શક્યા નહી અને
અંતે હારીને,
થાકીને ત્રાસીને અને કંટાળીને તેમને અચાનક જ કોઇને
જાણ કર્યા વગર
ગ્રુહત્યાગ કર્યો.રાજ્યને રાજા
વગરનુ તો
રખાય નહી –આથી બ્રાહ્મણોએ રાજા
તરીકે વેનનો રાજ્યાભિષેક
કર્યો - રાજા બની જતા તો વેન
એકદમ વિદ્રોહી જેવોનિર્લજ્જ બની ગયો
અને કોઇની પણ તમા રાખતો નહોતો – તેણે બ્રાહ્મણો અને ઋષીમુનીઓને
જણાવ્યુ કે રાજામાં જ સર્વ દેવોનો
વાસ છે માટે તમારે મારી જ પુજા કરવાની – બીજા કોઇ
દેવ નથી – આથી બ્રાહમણોએ
ક્રોધિત બનીને વેનને મારી
નાખ્યો. ફરીથી રાજ્ય રાજા વગરનુ બની ગયુ
- રાજ્યને રાજા વગરનુ રખાયજ નહી આથી
બ્રાહ્મણોએ વેનની જાંઘનુ મંથન
કર્યુ અને તેમાંથી એક
અંગુઠા જેવડો પુરુષ નીકળ્યો જે
નિષાદ- કહેવાયો અને તેણે વેનના તમામ પાપો પોતાના
માથે લીધા અને તેના
વંશજો નિષાદો જંગલમા જ રહેતા અને ચોરી લુટફાટ કરી ખાતા હતા.
હવે બ્રાહ્મણોએ વેનની ભુજાઓનુ મંથન કર્યુ અને તેમાથી
એક પુરૂષ અને સ્ત્રીનુ
જોડકુ નીકળ્યુ- બ્રાહ્મણોના કહેવા અનુસાર આ દિવ્ય જોડકુ સ્વયં ભગવાનના અંશ સમાન
છે – જે પૈકી પુરૂષ તે
પ્રુથુ- રાજાઓમાં શ્રેષ્ઠ
કહેવાશે. અને સ્ત્રીના સ્વરુપે
નીકળેલી સ્ત્રી તે લક્ષ્મીજીના
અવતાર સમાન અર્ચીદેવી – જે પ્રુથુની
પત્ની બનશે.. થોડાક જ સમયમાં પ્રુથુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો – તેના સમયમા રાજ્ય સુખી અને સંપન્નહતુ અને દરેક વર્ગની પ્રજાએ અને ઋષીમુનીઓએ પણ
ભરપેટ રાજાની પ્રશંસા કરી .પણ તેમના સમયમાં પ્રુથ્વી અન્નહીન બની
ગયી હતી અને
રાજાને ખબર પડી કે પ્રુથ્વીએ જાતે જ બધુ અન્ન અને ઔષધીઓ પોતાના પેટાળમા સમાવી લીધી
છે આથી રજા ક્રોધિત થયા
અને પ્રુથ્વીને છેદવા તૈયાર થયા - પણ
પ્રુથ્વી ગાય સ્વરુપે
તેમની સમક્ષ આવી
અને પ્રાર્થના કરી કે
પહેલા મને સમતળ બનાવો અને એક
વાછરડુ ,
દોહનાર અને દોહન માટે પાત્ર
આપો.: મહારાજ પ્રૃથુએ સૌ
પ્રથમ પ્રૃથ્વીને સમતલ બનાવી , નદી ,
નાળાં , સરોવર , સમુદ્રો , વન , ઉપવન
અને બગીચાઓથી ભરેલી સૌમ્ય અને રૂડી
રૂપાળીબનાવી દિધિ પછી વાછરડા તરીકે અન્ય મહાનુભાવોને
આપીને દોહન દ્વારા તમામ જીવ :
માનવ દાનવ દેવ , પશુ , પક્ષીઓ , ક્ષુદ્ર જીવો
અને સુક્ષ્મ જીવો માટેપણ
તેઅની જરૂરિયાત અને પોષણ મળે
તે વ્યવસ્ઠા ગોઠવાઇ ગયી. હવે
પ્રૃથ્વી સાચા અર્થમા પ્રૃથ્વી
બની ગયી
અને પ્રૃથ્વીતરીકે ઓળખવામા
આવી. તેનો યશ મહારાજ પ્રૃથુને ફાળે જાય
છે. પ્રૃથુ આમ
દિગ્વીજયી બની ગયો –મોટા મોટા
યજ્ઞો કર્યા- છેલ્લા યજ્ઞ વખતે ઇંદ્ર
તેમનો પ્રભાવ જીરવી નહી
શકતાં , વેષ બદલી પાખંડીનો વેષ લયીને , યજ્ઞનો ઘોડો
ચોરી જવા આવ્યો અનેઉપાડી પણ
ગયો પણ સામનો
થતા તે પાખંડી
વેષ અને ઘોડો મુકીને
ભાગી ગયો – તે પાખંડી વેષ
તે આજના જમાનાનો દંભ - ઇંદ્રએ
જે વેષ મુકી દીધો તે
મંદ બુધ્ધીવાળાઓએ સ્વીકારી લીધો અને
તેઓ પાખંડી કહેવાયા,. મહારાજ પ્રૃથુને ખબર પડી કે આ
અશ્વ ચોરી જવાનુ
કામ ઇંદ્રએ કર્યુ છે
ત્યારે તે ઇંદ્રનો વધ કરવા
તૈયાર થયા પણ ઋષીમુનિઓએ અને અન્ય
મહાનુભાવોની સમજાવટથી એમણે
ઇંદ્રનો વધ કરવાનો નિર્ણય
રોકી લીધો. અને
ઇંદ્ર સાથે સમાધાન પણ કરી લીધુ :
ભગવાન વિષ્ણુ જાતે યજ્ઞની પુર્ણાહુતી પ્રસંગે
પધાર્યા અને પ્રૃથુને વરદાન
માગવા કહ્યુ - રાજાએ જે
વરદાન માગ્યુ તે આશ્ચર્ય જનક
માગણી હતી –હે ભગવાન જો આપ પ્રસન્ન
તયા હો તો મને દશ હજાર
કાન આપો : વિસ્ફારીત નેત્રે તાકી રહેલા ભગવાન
વિષ્ણુને જોઇને રાજાએ ખુલાસો કર્યો
કે હે પ્રભુ આપના ગુણોનુ વર્ણન
સાંભળતા હુ થાકુ જ નહી
- માત્રે
બે કાન આપના
ગુણોના વર્ણન સાંભળવા માટે પુરતા
નથી. આ ઉપરાંત યજ્ઞમાં પધારેલ
તમામ : બ્રાહ્મણો,ઋષી મુનીઓ , દેવો, ગાંધર્વો , પાર્ષદો ,
યાચકો વિ.વિ. તમામ વર્ગનુ યથોચિત સ્વાગત કર્યુ અને ઉપહારોથી
સૌને વિભુષિત કરીને
સૌને ભાવસભર વિદાય
આપી. અહીયા ભગવાનના પ્રૃથુ
અવતારનુ અવતાર કાર્ય
સમાપ્ત થાય છે , તેમના સમયગાળામાં જ પ્રૃથ્વી પણ ધન્ય
બની ,
ધનધાન્યથી ભરપુર બની , વન ,
ઉપવન ,
નદી સરોવરો બાગ
બગીચા વિ.વિ.વિ.થી પુલકીત બની
અને સાચા અર્થમા મુરઝાયેલી ગાય
પ્રૃથ્વીનુ સ્વરુપ અને
નામાભીધાન પામી.
પાપાજી
ક્રમશ:




No comments:
Post a Comment