Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
52
-: ન વી વ સા હ ત : -
ગોકુલમાં તો
આફતોનો પહાડ ઉમટ્યો હોય
તેમ ગોકુલવાસીઓને લાગતુ હતુ. અને તેમાં ય નંદબાબાના ઘેર
લાલા ના જન્મ પછી તો જાણે કે કોઇ કોપ
ઉતરી પડ્યો હોય તેમ
લાગ્યુ.આ બાળકના જન્મના છઠ્ઠા
જ દિવસે પુતના ત્રાટકી
અને સ્વર્ગે પણ સિધાવી
અને તે પછી પણ શકટાસુર
અને તૃણાવર્ત જેવાઓએ
પણ કેર વર્તાવ્યો
અને ગોકુલવાસિઓની ઉંઘ હરામ કરી
દીધી,. છસવારે કોઇ ને કોઇ
ઉપદ્રવ આવતો જ જાય
- આવતો જ જાય – આ
બલાઓનો અહીયા રહીને
સામનો કર્યા વગર
આપણે જ આપણુ સ્થાન બદલી નાખીયે
તો કેમ એવો વિચાર વડીલ વર્ગે રજુ
કર્યો અને સૌએ
તે સહર્ષ સ્વીકારી લિધો અને
બાજુઆ જ એક રમણીય
વનપ્રદેશ પર સૌની પસંદગી ઉતરી ત્યાં વિપુલ
પ્રમાણમા ઘાસચારો મળી રહે તેમ
હતો.યમુનાનો કાઠો તો હતો જ-
પાણીની બિલકુલ ચિંતા નહોતી અને આવનાર આફતથી
ઉગરી જવાય તે મોટુ કારણ હતુ. અને
નવી વસાહત બની તે
વૃદાવન.
પણ પેલા
કંસની નજર તો અહી જ
હતી. તેને તો લાગ્યુ જ કે નક્કી મને
મારનારો આ ટોળકીમાં
જ છે અને તેના
ઉત્પાત પણ ચાલુજ
રહ્યા,
નવી વસાહતમાં સૌ
ગોપબાલકો તેમના ગો ધન
અને વાછરડાં સાથે નિત્યક્રમ મુજબ તેમને
ચરાવવા નિકળી પડતા હતા. તે
સમયે લાગ જોઇને એક વત્સાસુર નામનોરાક્ષસ વાછરડાના
ટોળામાં અલમસ્ત વાછરડુ બનીને ઘુસી ગયો.
પણ આપણા વિશ્વનાયક
બાળારાજા - બાળકૃષ્ણની નજરથી તે છટકી
શક્યો નહી. કાનાએ તરત જ દાઉને કહ્યુ
- દાઉ - જુઓ પેલો આપણા
ધણમાં ઘુસી ગયો છે
ચાલો તેને પુરો કરીયે- દાઉએ કહ્યુ હા
કાના એ તારુ કામ
આવ્યુ –અને કાનો તેની પાસે ગયો
અને વહાલથી આ વત્સાસુરને પંપાળવા
લાગ્યો - વત્સાસુર તો
એકદમ ખુશ થયો - શિકાર
આપમેળે માંઢામાં આવ્યો છે
-પણ આગળ વિચારે
તે પહેલા તો
કાનાએ તેના પાછલા બે
પગ પકડીને તેને ઉલાળ્યો
અને ઉચકીને ગોળ ગોળ
ફેરવીને દુર ફેક્યો
તે જાય સીધો
વૃક્ષોની વચ્ચે – અને વૃક્ષોની
વચ્ચે એ ભાઇ તો લટકી ગયા
અને બે પાંચ ક્ષણમાંતો
નિર્જીવ થયીને જમીન પર પટકાયો
અને તેના રામ રમી
ગયા –તેના પડવાથી પ્રચંડ
ધડાકો થયો જે
સાંભળીને સૌ ગોપ
બાળો દોડી આવ્યા પણ
રામ - શ્યામ
તો તમાસો જ
જોતા હતા -
જાણે કશુ બન્યુ જ
નથી. પણ હજુ પણ
તેમના માથે એક ઘાત હતી જે
યમુના નદી પર
રાહ જોતી હતી. પુતનાનો ભાઇ , કંસનો મિત્ર , બકાસુર બગલાના સ્વરુપે નદી
કિનારે ચાંચ પહોળી કરીને
“તપ “ કરતો હતો –ક્યારે કૃષ્ણ આવે અને તેને સ્વાહા કરુ - કાનો
સમજી ગયો -આ જાળ
મારા માટે જ
છે - પળનો પણ વિચાર
કર્યા સિવાય તે બગલાના
માંઢામાં ઘુસી ગયો - શિકાર
મળી ગયો માનીને બગલાએ માં બંધ કરવા ચાંચ બિડી દીધી – પણ ઓહ , આ શુ ? તેનુ તો ગળુ બળવા લાગ્યુ – અને તેણે
કાનાને બહાર ફેકી દીધો- પણ
કાનાએ તો બહાર આવતાની સાથે જ
બકાભાઇની ચાંચ પકડી લીધી અને
ઉપર નીચે ખેચીને બકાભાઇના જ
બે ફાડચા બનાવી દિધા અને દુર
દુર ફેકી દીધા, કંસના તો
એક પછી એક હાથ અને
હથીયાર બુઠ્ઠાં થતા
ગયા અને હવે તો કંસ દિવસે
ના સુકાય તેટલો
રાત્રે સુકાય અને રાત્રેના સુકાય
તેટલો દિવસે સુકાતો ચાલ્યો-
દરબારીઓએ કહ્યુ મહારાજ આપ કોઇ ગહન
અને મહાન ચિંતામાં હો તેમ
જણાય છે - આપ
દિવસે દિવસે દુબળા પડતા જાવ
છો. મહારાજ શુ કહે ? પણ
અઘાસુર સમજી ગયો – તેણે
કહ્યુ- મહારાજ ચિંતા છોડો - મારે
પણ મારી બેન
અને ભાઇના મોતનો
બદલો લેવો જ ચે અને હુ એ ટેણીયાને નહી
છોડુ. અને અઘાસુર નીકળી
પડ્યો.
ગોપબાલકોના રસ્તા
વચ્ચે જ અજગર બનીને વિકરાળ
માં ખોલીને એવી
રીતે બેસી ગયો કે જાણે
તેનુ ખુલ્લુ મુખ કોઇ ગુફાનુ દ્વાર
હોય -
અને કુતુહલવશ ગોપ બાલકો
આ ગુફામા પ્રવેશવા
લાગ્યા – કાનાએજોયુ કે ઉત્પાત મચી જશે
- આ ગોવાળોને કેમ કરીને ચેતવવા? અડધ
ઉપરના તો અંદર
ઘુસી પણ ગયા હતા
-આથી તે પણ “ગુફા”ના દ્વારમાં ઘુસી
ગયો – અઘાસુરે જોયુ કે કૃષ્ણ
આવી ગયો છે
એટલે તરત જ માં બંધ
કરી દીધુ – પણ કૃષ્ણે
તો પેટમાં પેસીને પગ એવા
પહોળા કર્યા કે અજગરનુ જ પેટ
ફાટી ગયુ અને અજગર ઉર્ફે અઘાસુર
રામશરણ થયી ગયો .કંસને તો આ
વખતે ખાત્રી જ
હતી કે હમણાં અઘાસુર આવશે અને સારા સમાચાર
લાવશે પણ ત્યાં તો
ચોકીદારે મોંકાણના સમાચાર આપ્યા કે
અઘાસુર પણ મરાઇ ગયો છે.
હે રાજા પરિક્ષીત , આપને અંદાજ છે કે
આ સમયે કૃષ્ણની ઉમર કેટલી હશે ? માત્ર પાંચ જ વર્ષ.- માત્ર પાંચ જ વર્ષની
જ ઉમર સુધીમાં
તો પુતના,શકટાસુર , તૃણાવર્ત ,
વત્સાસુર, બકાસુર
અને અઘાસુર જેવા અસુરોનો ખાતમો
બોલાવી દીધો હતો અને
તેની લીલાઓનો તો
કોઇ પાર જ નહોતો.રાજન ,હુ પણ
તેમના ગુણ અને પરાક્રમો સાંભળીને પાગલ બની ગયો
હતો અને તેમના ચરણમાં
જવા ઉત્સુક હતો
પણ પિતાજીનો આદેશ હતો કે મારે તેમના ગુણો અને
ચરિત્રને સાકાર કરવા અને તેમના
આશ્રિતો અને ભક્તજનો વચ્ચે પ્રસારિત કરવા માટે જ હુ
અહી આવ્યો છુ.
પાપાજી
ક્રમશ :
Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
53
-: લા લા - તા
રી - લી લા ઓ
: -
શુકદેવજી કહે છે:
હે રાજન : દેવતાઓ
જેના દર્શન માટે તલશે
છે - ભક્તજનો જેની
લીલાઓનુ માત્ર વર્ણન જ શ્રવણ કરીને પણ દિવ્ય
સંતોષ માને છે - તે દર્શન અને લીલાઓનુ
પ્રત્યક્ષ અવલોકન કરવાનુ ભાગ્ય
જો કોઇને મળ્યુ હોય તો તે ગોપ
બાલકો , ગોપીઓ , માતા યશોદા અને
નંદબાબાને મળ્યુ છે,
આ દુર્લભ અનેરો લાભ
તો માત્ર આ મહાનુભાવોંને
જ મળ્યો છે જે સૌની નજરે
ધન્ય બની ગયા છે.
લાલાની લીલાઓનો તો કોઇ પાર નથી. બાળસહજ
તોફાનો પણ લાલાએ કર્યા છે.
એક વાર તો દાઉએ ફરીયાદ કરી કે મા ,મા, આ લાલાએ માટી
ખાધી છે – લાલો કહે મા દાઉ ખોટુ
બોલે છે - દાઉ કહે
મા તેનુ માંઢુ ખોલાવો –જુવો માટી છે
કે નહી -અને
યશોદા લાલાને પકડીને કહે લાલા ખોલ
તારુ માંઢુ – જોવા દે -અને લાલાએ માંઢુ
ખોલ્યુ – અને મા યશોદાએ શુ
જોયુ ?
માટી તો બાજુ પર રહી
પણ સમસ્ત બ્રહ્માંડ તેના મુખમાં
જોવા મળ્યુ – યશોદા તો ચક્કર ખાઇને
પડી જાય
તેવી હાલત હતી તેમની -પણ લલ્લાજીએ
બાજી સંભાળી લીધી – જોયુ ને મા દાઉ
મને માર ખવડાવવા માટે જ આવુ ખોટુ
બોલ્રે છે -હુ માટી ખાઉ જ નહી.
એક વાર
એક ગોપી ફરીયાદ
લાવી મા યશોદાજી - તમારો
લાલો મારા ઘરમાં ઘુસી જયીને માખણ
ચોરી જાય છે - યશોદા કહે અલી ગોપી મારા
ઘરમાં શુ માખણ ઓછુ
છે કે હુ
કાનાને આપતી નથી કે તેને છેક
તારા ઘેર આવીને ચોરી કરવી પડે ? પણ આવી એક
નહી અનેક ફરીયાદો અનેક ગોપીઓએ
પણ કરી
ત્યારેમા ત્રાસી ગયી – ઉભો
રહે -કાના - આજે
તો તારે બહાર જવાનુ જ નથી
-એમ કહીને એક ખાંડણીયા
સાથે બાંધવા માટે તે
દોરડુ લાવ્યા અને કાનાને બાધવા
ગયા પણ દોરડુ નાનુ
પડ્યુ – બીજુ જોડ્યુ , ત્રીજુ જોડ્યુ
એક પછી એક
જોડતા જ ગયા પણ
કાનો બંધાય જ નહી -માએ
બુમ પાડી એ નાટકીયા
નાટક છોડ - અને
દોરડુ મોટુ થયી ગયુ જાણીને પછી
બંધાઇ ગયા. યશોદા રસોડામાં ગયી અને
અહી લાલો ખાડણીયા સાથે
જ ધીમે ધીમે બહાર ભાગી જવા
લાગ્યો - ઘરની બહાર તો નીકળી ગયો
પણ રસ્તામાં બે અર્જુન
વૃક્ષો નડ્યાં. લાલો તો નીકળી
ગયો – પણ ખાંડણીયો ભરાઇ ગયો - અને
લાલાએજોર કરીને દોરડુ ખેચ્યુ અને
આશ્ચર્ય સર્જાયુ - ખાંડણીયા
સાથે જ પેલા બે અર્જુન વૃક્ષો
મુળમાંથી જ ઉખડી પડ્યાં. યશોદા
દોડી આવ્યા અને ભાગતા લાલાને જોઇને
કહે સખણો રહે ને ને સતપત કરે
જ રાખે છે – આ ઝાડ
તે પાડી નાખાં? અરે મા આ ઝાડ
પાડવાની મારી શક્તિ છે ખરી ?સુકાઇ ગયા હશે ને પડી
ગયા આ તારા
દોરડાએ પાડ્યા લાગે છે જો
દોરડુજ તેને વિટળાયેલ લાગેછે.આ રીતે
યમલાર્જુન નો મોક્ષ કર્યો.હે રાજન , આપણી પાસે સમય ઓછો છે , અને
લીલાઓ વધારે છે -યમલાર્જુનનો પુર્વ
ઇતિહાસ જાણવાની તારે જરૂર નથી. આગળની થોડીક લીલાઓ જ સાંભળ ;
રમત રમતમાં
અતુલ્ય પરાક્રમો કરનારી આ ગોપ મંડળી: જેના સરદાર છે
કૃષ્ણ અને બળરામ: શ્યામ અને
રામ : એક વાર
ગાયો ચરાવતા હતા ત્યારે
તેમણે જોયુકે વાતાવરણ અતિ મધુર
સુવાસથી ભરાઇ ગયુ છે –ક્યાકથી
મીઠા-મધુરા પાકેલા ફળોની
સુવાસ આવતી લાગે છે
એટલે શ્રીદામો બોલ્યો અરે
બલભૈયા , આતો પેલા
તાડવનમાંથી સુવાસ આવે છે : ત્યા તો
ઢગલાબંધ ફળો જમીન પર પડે
છે પણ એક
રાક્ષસ ગધેડાના સ્વરુપે રહે છે : ધેનુક :તેના ડરથી ત્યા
કોઇ જતુ નથી : આપણે જયીશુ? જો મધુરા ફળ ખાવા હોય તોપુછવાનુ હોય જ
નહી -ચાલો – અને ત્યા જયીને આ
બે તોફાની બારકસોએ તો તાડના વૃક્ષોને
એવા હચમચાવી નાખ્યા કે
ઢગલાબંધી ફળોથી ધરતી ભરાઇ ગયી
અને તેમ
કરતા એક વૃક્ષ
પણ ધરાશાઇ થયુ જેનો પ્રચંડ અવાજ
સા*ભળીને ગર્દભ : ધેનુકાસુર દોડી આવ્યો પણ
આ બે બાલકોએ
તો તેનો જોતજોતામાં ખાત્મો બોલાવી દીધો.અને તાડવનને ધેનકાસુરના ત્રાસ થી
મુક્ત કરી દિધુ.
આવો જ એક બીજો
રાક્ષસ હતો : પ્રલંબાસુર : તેની ઇચ્છા હતી કે તે આ બન્ને ગ્વાલનેતાઓ :શ્યામ અને રામને
પકડીને કંસને ભેટ આપવા.
આથી તે પણ આ ગ્વાલમંડળીમા જોડાઇ ગયો . કૃષ્ણ તેને ઓળખી
ગયા . હવે તેને ખતમ કરવાનો કોઇ
ઉપાય શોધવાનો હતો. એકવાર આ મંડળીએ બે ભાગમાં
ટુકડીઓ પાડી – એકમા બલરામ , શ્રીદામા અને વૃષભ વિ.
હતા અને બીજામાં કૃષ્ણ ભદ્રસેન
અને ઘુસી ગયેલો
પ્રલંબ હતા. નિયમ
એવો હતો કે
જે હારે તે સામા જુથના
વીરોને પોતાની પીઠ
પર બેસાડી ને દોડે
અને સામે છેડે લયી
જાય. મોટાભાઇની સામે
નાનો ભાઇ કાનો
હારી ગયો નિયમ મુજબ તેમણે
ઘોડા બનીને બલરામ જુથ ને
પીઠ પર બેસાડી સામે
છેડે લેતા જવાનુ હતુ .કૃષ્ણની પીઠ
પર શ્રીદામો બેઠો ,
ભદ્રસેનની પિઠ પર વૃષભ
બેઠો અને પ્રલંબની પિઠ
પર બલરામ- કાનાએ ઇશારો
કર્યો-દાઉ ભૈયા – ચેતજો—દુશ્મન
તમારી નીચે છે – કૃષ્ણ અને ભદ્રસેન
તો સામે છેડે પહોચી ગયા પણ
બલરામે પોતાનુ વજન વધારી
દિધુ તેથી પ્રલંબથી તો ડગ મંડાય જ
નહી – અને બલરામ કશુ સમજે વિચારે તે પહેલા
તો પ્રલંબ તેના અસલ રાક્ષસી સ્વરુપમા આવી ગયો અને બલરામને ઉપાડીને તે
આકાશ માર્ગે જવા લાગ્યો -
નીચે બધા ગોવાળીયાઓ તો ગભરાઇ ગયા અને
કૃષ્ણને કહ્યુ કે કાના દાઉને
મદદ કરો
-પણ કૃષ્ણ તો
સ્વસ્થ હતો તે કહે ચિંતા ના કરો
હમણાં જ દાઉ ભૈયા આવી
જશે - જરી ખેલ તો
જુવો - બલરામે એક જોરદાર
મુક્કો પ્રલંબના માથા પર માર્યો અને
નકલી ગોવાળ પ્રલંબ જમીન પર ફસડાઇ પડ્યો
અને તેના રામ
રમી ગયા. પ્રળંબાસુર જ્યારે
જમીન પર પડ્યો ત્યારે કોઇ
મોટો પહાડ તુટી પડ્યો હોય તેવો ભયાનક
આવાજ થયો હતો અને સૌ
ગભરાઈ ગયા હતા પણ હવે
ગોપ બાલકો અને ગોપ
પરીવાર સમજી ગયો હતો કે આ બે છોકરાઓ
હોય ત્યાં સુધી
આપણા બાલકોના વાળ પણ
કોઇ વાંકા કરી શકવાનુનથી.
કાનાની લીલા તો અપરંપાર છે –
તેનો તાગ
કોઇ મેળવી જ ના
શકે – જુવે કે સાંભળે – દંગ રહી
જાય - અરે આવુ
બની શકે ? હા , બની
શકે ,
શ્રધ્ધાનો વિષય છે.- શંકાનો નહી
.
પાપાજી
ક્રમશ




No comments:
Post a Comment