Laghu Bhagavat 49- 50 - 51 Three chapters





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         49
                                      -:  ના ગ દ       :-:
          અવતારમાં કૃષ્ણએ  કરેલા  કાર્યો અવર્ણનીય   છે . બાળપણથી     તેમને તેમનાં  પરાક્રમો દેખાડવા  માંડ્યા   હતા.પુતના જેવી ભયાનક રાક્ષસીને  પોતાના  જન્મના છઠ્ઠા     દિવસે ખતમ કરવી તે  માત્ર  પરાક્રમ જ નથી  -  અવતાર  કાર્ય છે.આવુ  જ એક વંદનીય  કાર્ય તેમણે  ગોકુલની પ્રજા  અને   યમુનાના જળને   દુ:ષિત  અને  વિષમય  કરનાર   કાલિયનાગને મારમારી હરાવી અને  ભગાડવાનુ કર્યુ  હતુ. આ  કાળિય નાગ  તેનીનાગણીઓ   સાથે  યમુના  નદીના એક  ઉંડા   ધરામા   રહેતો હતો. તેના   સંસર્ગથી યમુનાનુ  જળ  વિષમય  બની  ગયુ હતુ  અને  પીવા લાયક પણ  રહ્યુ નહોતુ. જો  કોઇ  માનવ તો  ઠીક  પશુ  કે  પક્ષી પણ જળનુ   આચમન  પણ  લે તો  જળના  વિષની  અસર તરત  જ વર્તાતિ હતી  અને   તેના   ફુત્કારમાંથી  પણ  ઝેરના  ફુવારા એવી    રીતે  ઉડતા  હતા  કે એ સમગ્ર વિસ્તાર તો   વિષ્ મય   બની   જતો  હતો  પણ  જો આકાશમા કોઇ  પક્ષી પણ  ઉડતુ જતુ  હોય  તો   વિષની અસરથી  પટકાઇ પડતુ હતુ. કૃષ્ણએ  વિચાર્યુ કે  આનો કોઇ  રસ્તો કાઢવો જ  પડશે.
            એક  વાર  તે  તેમના  મિત્રો  સાથે ગેડી દડાની રમત રમતા હતા  ત્યારે  એવી  શરત  કરેલી કે જેનાથી દડો  જ્યા  જાય  ત્યાથી લાવવાનો તેને :અને  કૃષ્ણના   હાથે  જ દડો  યમુનાના એ   ધરાના નીરમા   પડ્યો જ્યા તે ધરો   હતો  અને   જે  ધરામા કાલિય નાગ   રહેતો હતો.શરત  મુજબ તો   કૃષ્ણએ  જ દડો  લાવવો પડે  પણ  દડો  તો    કાલિયનાગના  વિષમય   ધરામા પડ્યો હતો   હવે  શુ  થાય ? બધા  મિત્રોએ કૃષ્ણને   કહ્યુ કે  જવા  દે  કાના:    દડો  તો  બીજો આવશે  અમારે તારો જીવ  જોખમમાં  નથી  મુકવો :  પણ  કાનો   માને ?  તે  તો  કહે શરત એટલે શરત  :જેનાથી દડો  ગયો  તે  જ લાવી  આપે  અને  દડો  મારાથી જ ગયો  છે  હવે  એ મારે જ લાવી આપવો પડે  અને  કોઇ  વધારે  કહે  તે પહેલાં  તો  તે બાજુના વ્રુક્ષ ઉપર  ચઢી  ગયો  અને  ધુબાંગ  દેતાં યમુનાના જળમાં  કુદી પણ પડ્યો..કૃષ્ણ્ ના   જળમાં  પડવાનો અવાજ જ ગગનભેદી  હતો  કે  કાલિય નાગ   પણ  ચોકી  ગયો . પણ  તે  નિદ્રામાં હતો અને  પોતાની જાતને  સલામત અને નિશ્ચિંત  માનતો હતો  તેથી ઘોરતો જ  રહ્યો  પણ  નાગરાણીઓ એ જોયુ કે  કોઇ નાનો સરખો રૂડો  રૂપાળો  મનમોહક  બાળક અહિંયા કેવીરીતે  આવ્યો ?  અમારા નાગરાજા  જાગશે તો અવશ્ય  તેને મારી નાખશે  : આથી  તેમણે  બાળકને ચેતવ્યો કે   હે  બાળક તુ  જલદી જલદી  ભાગી  જા  -આ  અમારો નાગરાજા  જાગશે તો તને મારી નાખશે- પણ કાનાએ તો  કહ્યુકે જાવ  તમારા   નાગરાજાને  જગાડો   અને  કહો કે ઉઠો  અને જલદી  ભાગી  જાવ  :  નાગરાણીઓને  દયા  આવી અને  કહ્યુ  કે હે  બાળક તુ  અતિ   સુંદર  છે  - તને  અમારા  કિમતી ઘરેણા   અમારા  નાગરાજાથી છાનામાને આપિયે  છિયે તે  લયીને તુ જલદી જલદી ભાગી જા -  બાળક  મોહક હસ્યો –અને કહ્યુ –દેવીઓ આપ  શા  માટે   તમારા   ઘરમા ચોરી કરો   છો  ?જાવ  તમારા  નાગરાજાને  જગાડો  -થાકીને હારીને રાણીઓએ  નાગરાજને  જગાડ્યા અને ફુત્કાર કરતો  તે કાના ઉપર  ધસી  આવ્યો- પણ  આ શુ  ? અ બાળક તો   સીધો જ નાગરાજની ફેણ  ઉપર  ચઢી  બેઠો અને  નાગરાજની ડોક  મરડવા  માંડી –નાગરાજ  ગભરાયો – તેના તો  પ્રાણ નીકળવા લાગ્યા  - ચીસ   પાડી  ઉઠ્યો મને  બચાવો  - પણ  કોણ  બચાવે  ? નાગરાણીઓ  કરગરી  પડી -   હે ભગવન, અમે  આપને ઓળખી શક્યા નહી –આપ  અમોને જીવતદાન આપો -  અમે  તમારી આજ્ઞાનુ પાલન  કરીશુ – કાનાએ   કહ્યુ કે   તમે યમુના નદી   છોડીને  સમુદ્રમા  જાવ  - કાનાએ  તેને અભયવચન પણ  આપ્યુ અને તે   માની  પણ   ગયો.  બીજી બાજુ ગોકુલમાં તો તરખાટ  મચી  ગયો  - કાનો ધરામા  પડ્યો –હવે  તેને કોણ  બચાવશે  ?  દાઉએ  બધાને  ધીરજ રાખવા    કહ્યુ  - કાનાને   કોઇ  મારી નહી  શકે –આખુ ગોકુલ  ગામ  યમુના કાંઠે  ભેગુ થયી  ગયુ . એટલામાં   તો  કાનો  કિનારા પર   દેખાયો-  અને  તે  પણ  કેવી રીતે ? તે  તો  નાગરાગ  કાલિયનાગના મસ્તક  ઉપર ઉભો  રહીને   ધીમે ધીમે  વાસળી વગાડતો  હતો  -  જાણે કશુ  બન્યુ જ ના  હોય  -  એક   હાથમાંથી દડો  પકડીને તેણે ભેરુઓ તરફ  ફેક્યો –જુવો  મે   મારી શરત પુરી કરી   છે  ને  ? બલરામ કહે   કાના તુ જબરો   છે  - હો –દાઉ  -  આપ  મારી  મજાક ના  ઉડાવો –
   વચન  અનુસાર કાલિયનાગ તેનાકુટુંબ  સાથે  જતો  રહ્યો – યમુનાનુ જળ   સ્વચ્છ બની  ગયુ –પશુ પક્ષી  સૌ  ખુશ  - હવે  યમુનાનુ  વિષમય જળ  અમ્રુત મય  બની  ગયુ –ગોકુલમા  કાનાનો જયજયકાર બોલાઇ ગયો – આ સમાચારપણ કંસને પહોચ્યા અને  તેના પેટમા તેલ  રેડાઇ ગયુ  - આ જ બાળક કદાચ દેવકીનો આઠમો ગર્ભ હશે તો ? તેનો  અંત   લાવવો જ પડે  અને  તે   માટે  કાવાદાવા અને  વિચારણાઓમાં તે  લાગી ગયો.  :   આનો  અંત  કેવીરીતે લાવવો?
પાપાજી
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         50
-     :  ગિ રિ રા જ  - ધ ર ણ : -
        કાનાના  પરાક્રમોની તો  હારમાળા  સર્જાઇ હતી -  એક  સાંભળો  અને   બીજુ ભુલો –એક એકથી  ચડીયાતાં  અલૌકીક  પરાક્રમો : સાંભળનાર દંગ  રહી   જાય.
          ગોકુલની એક  પ્રથા  હતી  -  દરેક  વર્ષા  ઋતુમા  શરુઆતમા  સારો  વરસાદ  આવે  માટે  સૌ  ઇંદ્રનીપુજા  કરતા  હતા. કાનાએ   પ્રથા   બદલવા વિચાર કર્યો  : પુજા ઇંદ્રની કેમ   કરવાની ? તે  શુ  આપણી  જીવાદોરિ  છે  ? આપણી જીવાદોરો સમાન તો     આપણો  ગોવર્ધન  પર્વત  છે – જેના  ઉપર  અપાર વનસ્પતિ  થાય   છે  જે  આપણી સુખાકારીનુ  જતન   કરે  છે   અને બીજી  અનેક રીતે આ  ગિરિરાજ આપણા  જીવનદાતા છે  : માટે   હવેથી પુજા  ગિરિરાજની કરવાની   છે .  કાનાના  પ્રસ્તાવથી બુઝુર્ગ અને  વડીલ   વર્ગમા નારાજગી વ્યાપી ગયી અને  સૌએ  નંદબાબા ને  જણાવ્યુ કે   તમારા કાનાને સમજાવો-  પણ  નંદબાબા  કાનાને સમજાવે તે  પહેલાં  તો  કાનાએ નંદબાબાને  સમજાવી    પટાવી લીધા – પણ  ખરેખર તો  ગુસ્સે થયા  દેવરાજ ઇંદ્ર – તે એકદમ ગુસ્સામાં  આવી  ગયો   અને કહે  કે   એ છોકરડાની આવી  હિંમત ?   મારી  પુજા  બંધ કરાવી ?  ગોકુલને ખબર   પાડી  દો –નંદને ખબર  પાડી દો  - એ  છોકરડાને સીધો   કરી  દો – એવુ  તાંડવ ખેલાવો કે  જેથી કદી  કોઇ ઇંદ્ર સામે આંગળી   ઉઠાવવાનુ   પણ  નામ  ના  લે  .ઇંદ્રએ  વરુણદેવને  બોલાવ્યા  અને  હુકમ કર્યો કે જાવ  : ગોકુલ –ત્યા  જયીને  બારે  મેઘ  ખાંગા કરો  -  સમગ્ર   ગોકુલને જળબંબાકાર કરી  દો  -  નદી  નાળાં ,    ખેતર , પાક  ,તમામ જીવન અસ્ત વ્યસ્ત કરી   નાખો . વરુણજી  તો  ઉપડ્યા  - ગોકુલ  -અને  ધીમી ધારે શરુ  થયેલ  વરસાદે ઉગ્ર રૂપ   ધારણ  કર્યુ અને  સાંબેલાધારે વરસવા  લાગ્યો – ચારે  બાજુ પાણી પાણી પાણી –ગોકુલના બુઝુર્ગો  અને  વડીલો કાના  ઉપર ખુબ  ગુસ્સે ભરાયા  -  તેમણે  નદને કહ્યુ જુવો નંદબાબા – આ  છોકરાની બુધ્ધીથી ચાલવાનુ પરીણામ : ઇંદ્ર દેવને નાહક   કોપાયમાન કર્યા- હવે   કાના ને કહો  અમારુ  રક્ષણ કરે  -અમે  ક્યા  જયિએ? ઘરની બહારનીકલવાની પણ  જગા  નથી  અને  આ મેઘરાજા  તો  અટકવાનુ નામ  પણ  નથી   લેતા – કાનાએ એક  બીજી અજબ  લીલા  કરી  - તેણે ગોકુલવાસીઓને કહ્યુ કે  તમે  સૌ  તમારી  ઘરવખરી ,ઢોર  ઢાંખર અને  તમામ જીવનજરૂરી ચીજો સાથે  તૈયાર રહો  હુ સુરક્ષિત  આશરો  તૈયાર કરુ  છુ -  અને  પલમાં  તો  તે પહોચી ગયો  ગિરિરાજ  પર – અને   પ્રાર્થના કરી  કે  હે ગિરિરાજ આપ  જ અમારા   તારણહાર છો  -અમારુ  સૌનુ   આપ  રક્ષણ    કરો – આપ  મારી ટચલી  આ6ગળી  ઉપર   આવી  જાવ   અને  ત્યા સ્થિર રહીને આપની નીચે   સૌને આશ્રય આપો –અને   ગિરિરાજ - ગોવર્ધન પર્વતને  ભગવાન  કૃષ્ણએ   પોતાની ટચલી આંગળી  પર  ધારણ કરી   લીધો અને  ગ્રમવાસીઓને  સુચના આપી કે   સૌ  અહીયા  ગિરિરાજની  નીચે  આવી  જાવ  -   અહી આપ સૌ સુરક્ષિત   છો  અને   તમારી જરૂરી તમામ  ચીજ  વસ્તુઓ પણ  મળી  જશે અને   ઇંદ્ર થાકે ત્યા સુધી આપણે અહિ લહેર કરીશુ.  ઇન્દ્ર  થાકશે , હારશે અને  આપણી  ખુમારી અને ખુશી જોઇને સળગી જશે અને  પગે  પડતો  અહી  આવશે .: અને  ખરેખર તેમ     થયુ –સાત   સાત દિવસ સતત   વર્ષાનો મારો ચલાવ્યા   છતા ગોકુલનુ તો   રૂવાડુ પણ  ના  ફરક્યુ : સૌ  ગોકુલવાસીઓ  તો ગોવર્ધનની છાયામા લીલા લહેર   કરે   છે -  ઇંદ્રના    સલાહકારો અને  ગુરુ મંડળે  કહ્યુ કે  દેવરાજ    નાનો બાલક  તે  માત્ર બાળક  જ નથી  - આપણા  ભગવાન  વિષ્ણુનો અવતાર –અંશ  અવતાર - છે   માટે આ રમત  છોડી દો  અને   તેની  માફી  માગો અને  ગોકુલને ભયમુક્ત  કરો  - આમેય  ગોકુલ ભયમુક્ત     છે પણ  આપ  યશ  મેળવો.  ઇંદ્ર  શાનમાં   સમજી ગયો  અને  અભિમાન છોડીને  ગોકુલ પહોચીને  કૃષ્ણને  પગે  લાગ્યો  , માફીમાગી  અને  કહ્યુ કે પ્રભુ હુ  આપને ઓળખી ના  શક્યો- મારી ભુલ  થયી  અને  મને  માફ   કરો.  સૌ  ગોકુલવાસીઓ તો એકદમ ઉત્સાહમા  હતા – તેમણે  તો   ઇંદ્રદેવની પુજાપણ કરી  અને  વધામણા પણ  આપ્યા અને    શરમિંદા બની  ગયેલા  ઇંદ્રદેવ પાછા  સ્વર્ગલોકમાં પહોચી ગયા.  પણ  આ બધુ  જોઇ  અને  જાણીને કંસ   હવે  ખુબ  ગભરાવા લાગ્યો હતો.  કાવત્રાં   કરવાનુ  ચુકતો નહોતો. હવે  તેને  ખાત્રી   થયી   જ ગયી હતી કે  આ કાનો જ – નંદબાબાનો  લાલો જ - મારો કાળ   લાગે છે –ગમે  તેમ  કરીનેપણ  તેનો તો  અંત  લાવવો જ પડશે  .
પાપાજી
ક્રમશ:


Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         51
-     :  બ્ર હ્મા જી ની  -  ચા લ  : -
                શુકદેવજી   કહે  છે  : હે  પરિક્ષીત  :     એક   જ અવતાર    એવો  છે કે જેમા  અને   જ્યા  ભગવાન શ્રી  વિષ્ણુએ પોતાના   અવતારના  બાળપણમાં જ  બધાને  મુગ્ધ  કરી દીધા  હતા.  નાદાન અને  ભોળા  ગ્રામજનો તો   ઠીક   : કપટ  રમવામાં  શ્રેષ્ઠ   ઇંદ્રને પણ  પાઠ  ભણાવી દિધો હતા. તેમના  બાળપણની લીલાઓથી  તો   બ્રહ્માજી પોતે  પણ  આશ્ચર્ય  પામી ગયા  હતા. તેમને પણ  એક  કમનસીબ પળે    બાળકની પરીક્ષા  કરવાનુ મન  થયુ  ‌ જોઇયે -આ  બાળક મારી માયા સામે કેટલુ નભે   છે  અને  કેટલો ટકે છે. એમને તો એમ   હતુ   ને  કે  સૃષ્ટીના  તમામ જીવો તો  મારા     ઉત્પન્ન કરેલા  છે  ને  તે  મારી સામે કેટલુ નભે  કે  ટકે  ? પણ  બ્રહ્માજી  ભુલી ગયા કે  તે  પોતે  તો ભગવાન વિષ્ણુની નાભીમાંથી  પ્રગટ  થયેલ  છે  - એટલે  તેમનો  પિતા  કોણ ?  ભગવાન વિષ્ણુ   પોતે -  અને   આ બાળક તે  પોતે જ ભગવાન વિષ્ણુનો જ અંશ  છે પછી  તે બ્રહ્માજીનો  ઉત્પન્ન કરેલ ગણાય કે  બ્રહ્માજી  તેમના ઉત્પન્ન કરેલા ગણાય ?
   આપણે  બ્રહ્માજીના કારનામા  જોઇયે : એક  સમયે  કૃષ્ણ  અને  તેમની  ગોપ   મંડળી  ગાયો  ચરાવવા   માટે  નીકળી હતી  - બપોર થતા  સૌ  જમવા  માટે  એકઠા  થયા  અને   ગાયોને  ચરવા  માટે   છુટી મુકી દીધી. ગાયો  થોડીક વધારે દુર  નીકળી ગયી  અને ગોપ  બાલકોની દ્રષ્ટી  મર્યાદાની બહારજતી  રહી. આ સમયે  બ્રહ્માજીએ પોતાની  લીલા  કરી  અને     તમામ ગાયો  અને   તેમના  ગોવાળોને પણ  પકડી  લીધા અને તેમને પોતાની  સાથે બ્રહ્મલોકમા  લયી   ગયા. કૃષ્ણને  ખબર   પડી  ગયી  કે  આજે તો  બ્રહ્માજી  પણ  ખેલ   પાડવા   આવ્યા   છે . ચાલો તેમને પણ   ખબર  પડવી જ જોઇયે. કૃષ્ણે   તો    જાણે કશૂ  જ બન્યુ નથી  તેમ જ  પોતાની યોગમાયાથી  તમામ ગાયો અને તેમના વાછરડાં  સાથે  તેમના     ગોવાળિયાઓ પણ   હતા   તેવા ને  તેવા જ  ઉભા  કરી   દીધા અને   સાંજ પડ્યે  સૌ   પોતપોતાના ઘેર  પણ પહોચી   ગયા. કોઇને જરા  સરખો ય   પણ  વહેમ ના  આવ્યો કે  અસલ   ગોપાલકો અને  ગાયોનુ તો અપહરણ થયુ  છે.  રોજના જેમ  જ રોજીદો  કાર્યક્રમ ચાલતો રહ્યો. -  સવારે સૌ  નીકળે  બપોરે જમે  - અને  સાંજે પોતાના ગોધન  સાથે  સૌ  પાછા ફરે  -  ગોપાલકોના માતા  પિતાને પણ  જરા  સરખો સંદેહ ના  થયો  કે  આ અમારા બાળકો નથી  -. જ્યારે બ્રહ્માજીને  થયુ કે લાવો જરા ગોકુલ જયીને જોઇયે કે ત્યા  કેવી  હા  હો  મચી  ગયી    છે  -  તેમણે તો  જોયુ અને  આશ્ચર્યથી  તેમની તો  આંખો જ ફાટી ગયી  -અરે    કેવી  રીતે બને ?    બધી   ગાયો અને ગોપાલકો તો  મારી  કેદમાં છે આ  બાળક ક્યારે તેમને છોડાવી  લાવ્યો  ?  તે તો  દોડ્યા બ્રહ્મલોક તરફ  અને   જોયુ તો  વધારે  આશ્ચર્ય ચકિત   થયી  ગયા  - અરે  આ ગોપાલકો અને  ગાયો તો અહી  જ છે તો   પછી પેલા   કોણ  છે  ?  તેઓ  તો  દોડતા દોડતા  પાછા   ગોકુલ આવ્યા –અને  જોયુ તો   ગોવાળિયાઓ કૃષ્ણની સાથે ભોજન કરતા  હતા  અને હસી  મસ્તીથી વાતોમાં  મશગુલ  હતા.હવે  કૃષ્ણને થયુ  :  ચાલો  બ્રહ્માજીને  પણ  પાઠ  ભણાવીયે – તે બ્રહ્માજીનુ  રૂપ  લયીને  પહોચ્યા  બ્રહ્મલોક :અને  ચોકીદારો ને  સુચના  આપી  કે  એક  બહુરૂપીયો આવ્યો છે  અને  તે  મારુ જ રૂપ  લયીને  ફરે  છે  -કાળજી  રાખજો  - તે  બ્રહ્મલોકમા  ઘુસી ના જાય- અને પછી શાતિથી તમાસો  જોવા લાગ્યા. બ્રહ્માજીગોકુલથી  પરત  આવ્યા અને જેવા બ્રહ્મલોક્માં   પ્રવેશ કરવા  ગયા  કે  ચોકીદારેતેમને રોક્યા – અરે  ઓ બહુરૂપીયા ત્યાં જ ઉભો   રહેજે –આગળ  ના  વધીશ –બ્રહ્માજી  ગરમ  આગ  જેવા થયી  ગયા  -અરે  મુર્ખ  ચોકીદારો -તમે  તમારા સ્વામીને રોકોછો?  ચોકીદારો કહે ઓ લેભાગુ  બહુરૂપિયા  ,   અમારા સ્વામી તો  અંદર જ છે તુ કોણ  છે   અને  કેમ  આવ્યો છે  ? હવે   વિમાષણમાં પડવાનો વારો  બ્રહ્માજીનો  આવ્યો.તેમણે  ચોકીદારોને ઘણુ  સમજાવ્યા, ધમકાવ્યા ,ડર  બતાવ્યો , સજા  કરવાની  ધમકીઓ આપી  :  પણ  બધુ  જ નાકામિયાબ : સાચા બ્રહ્માજીને પ્રવેશ ના  મળ્યો  તે ના  જ મળ્યો  -  હવે  ?તે   તો  દોડ્યા ભગવાન વિષ્ણુ  પાસે :અને ફરીયાદ કરી  કે  કોઇ  બહુરૂપિયો મારા બ્રહ્મલોકમા   ઘુસી ગયો  છે  અને  મને જ અંદર નથી  આવવા  દેતો. હુ  શુ કરુ  અને ક્યા જાઉ ? ભગવાન  વિષ્ણુ  ઠંડા  કલેજે  મુસ્કરાતા  બોલ્યા – અરે બ્રહ્માજી તમે  બ્રહ્મલોક  છોડીને ક્યા ગયા  હતા ?  બ્રહ્માજી   ગુચવાયા  અને  વિચારમા પડ્યા કે  શુ  જવાબ આપુ ?  ભગવાનેકહ્યુ અરે  બ્રહ્માજી તમે  તો  મારી પરિક્ષા  લેવા નીકળ્યા હતા ને ? શુ  પરીણામ  આવ્યુ ? બ્રહ્માજી તો  છોભીલા પડી    ગયા – શુ  બોલે?  જાવ -  પાછા – તમારા બ્રહ્મલોકમાં – હવે   તમોને કોઇ નહી  રોકે  -પેલો   બાળક તો   તેના ગોવાળો અને  ગાયો  લયીને  જતો  રહ્યો  છે અને કોઇને કશી  ખબર  પણ  નથી   પડી. જો  ખબર  પડે  તો  બ્રહ્મલોક  અને  બ્રહ્માજીની આબરુ   ધુળધાણી થયી   જાય  - આજ  સુધી ગોકુલમા  પણ  કોઇને ખબર  નથી   પડી કે  બ્રહ્મલોકમા પણ   કોઇને ખબર  નથી  પડી કે આવી  લીલા રમાઇ ગયી છે.
પાપાજી
ક્રમશ :

No comments:

Post a Comment