Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
47
-: અ દ ભુ ત
- લી લા ઓ :-:
નવજાત શિશુ:
બાળ કૃષ્ણનુ પહેલુ પરાક્રમ : જન્મતાની
સાથે જ કારાગારમાંથી
ભાગી ગયા . એટલુ જ નહી કારાગારમાં જન્મેલ બાળકની
હેરાફેરી પણ થયી
અને કારાગારના રક્ષકો , ચોકીદારો , અધીકારીઓ
કે કંસને ખ્યાલ
પણ ના આવ્યો
કે આ શુ થયી ગયુ ? કંસે તાબડતોડ પોતાના
મંત્રીઓની સભા બોલાવી :
જેમાં મોટાભાગના મંત્રીઓ યો અસુર
કક્ષાના જ હતા
અને તેમની સલાહ પણ આસુરી કક્ષાની હતી.: સૌએ
નક્કી કર્યુ કે આપણી આજુબાજુના વિસ્તારમા
કછેલ્લા આઠ દશ
દિવસમા જન્મેલ તમામ નવજાત
શિશુઓની હત્યા કરી નાખવી અને
કંસે તેની અમલવારીકરવાનો હુકમ પણ
જારી કરી દિધો. રાજ્યમાં હાહા કાર
મચી ગયો. પ્રજામા
રોકકળ મચી ગયી
પણ દુષ્ટ કંસનુ
રૂવાડુ પણ ના ફરક્યુ.. કોઇકે સમાચાર
આપ્યા કે ગોકુલમાં
નંદરાયના ઘેર પણ
પુત્ર જન્મ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. સમાચાર
તો સાચા હતા. જન્મ જાત નવશિશુની અદલાબદલી પછી જ્યારે ગોકુલમાં ખબર પડી કે નંદરાયના ઘેર પણ લાલો ભયો છે ત્યારે તો
વાતાવરણ એકદમ ઉત્સવમાં પલટાઇ ગયુ :
સમગ્ર ગોકુલ હિલોળે ચઢ્યુ
:
નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા
લાલકી ,
નંદબાબાએ એક લાખ
ગાયોનુ તો દાન
કર્યુ : આખા ગોકુલ જ નહી
સમગ્ર પંથકને ધુમાડાબંધ જમણવાર આપ્યો –અને
આ જમણવાર એકાદ ટંકનો
નહી - પુરા સાત દિવસ
ચાલ્યો આજુબાજુના પંથકમાંથી પણ
અનેક લોકો નંદબાબાને વધાઇ
આપવા આવવા લાગ્યા. અને
આ વધાઇ આપનાર પૈકી એક હતી પુતના :
રાક્ષસી પુતના : જે
નવજાત શિશુઓના પ્રાણ હરી લેતી હતી
અને તંત્ર બળે અનેરુ રૂપ ધારણ
કરી શકતી હતી. – તેણે એક મનમોહક
સૌદર્યવાન સ્ત્રીનુ રૂપ
ધારણ કરીને નંદબાબાની હવેલીમાં પ્રવેશ કર્યો -
અને હવેલીના દરેક
તેના રૂપને જ જોતા
રહ્યાં અને પુતના સીધી બાળારાજાના પારણા
સુધી પહોચી ગયી અને કોઇ
સમજે કે કશુ
વિચારે તે પહેલા તો
તો તેણે નંદલાલને
ઉચકી લીધો અને છાતીએ પણ વળગાડી
દીધો. જશોદા માતા, રોહિણીજી કે અન્ય કોઇ દાસ
દાસીઓને પણ ખબર નથીકે શુ બની રહ્યુ
છે - ખરેખર તો પુતનાએ
તેની છાતી પર હળાહળ ઝેર
ચોપડ્યુ હતુ કે જેના
સેવનથી તરતજ મ્રુત્યુ જ મળે
પણ અહી તો
એક મહાન આશ્ચર્ય થયુ -
અહી તો બાળારાજાએ
પુતનને એવી રીતે
દબાવીકે તે ચીસ પાડી
ઉઠી અને કયી
વિચારે તે પહેલા તો પળમાં
તો તેને પછાડી દીધી -
અને જેવી પુતના પડી
કે તરતા જ તેના અસલ રાક્ષસી સ્વરુપમાં આવી ગયી
અને મોટો પહાડ પડ્યો હોય તેમ એક પ્રચંડ અવાજ સાથે હવેલીમાં ફસડાઇ પડી
અને અચેત થયી ગયી અને
મ્રુત્યુ પામી અને બાળારાજા તેની છાતી ઉપર કુદાકુદ
કરતા હતા. પ્રચંડ અવાજ સાંભળીને
હવેલી જ નહી આજુબાજુના પણ
સૌ દોડી આવ્યા
અને તેમણે જે
જોયુ તે તેમના માન્યામા ના
આવ્યુ કે આ શુ થયી ગયુ ? આ રાક્ષસી અહિ કેવી રીતે આવી
અને તેને
કોણે મારી ?
કુવરજી તો શાંતિથી
અંગુઠો ચુસતા હતા . આજે તો છઠ્ઠીનો
દિવસ હતો - વિધાતા આજે
નવજાત શિશુના લેખ લખવાના છે -
અને તે માટેની તૈયારીઓ પણ
જોરશોરથી ચાલતી હતી - કલમ , ખડીયો ,
કાપડ બધુ બરાબર ગોઠવાઇ ગયુ
હતુ મધ્યરાત્રીએ વિધાતાજી
આવવાના હતા તે માટે પુરી તૈયારીઓપણ થયી ગયી હતી . નંદબાબા પણ
મથુરા ગયા હતા અને
તેમના મિત્ર વસુદેવને આશ્વાસન આપવા
તેમજ આજના છઠ્ઠીના
પ્રસંગની પણ માહીતી આપવાના
હતા :
પણ વસુદેવે તેમને ચેતવ્યા કે
તમે જલદી
જલદેઐ ગોકુલ પહોચી જાવ – કંસે
નવજાત શિશુઓને મારી નાખવાનીયોજના
બનાવી છે અને આપણા લાલાને જાળવો. નંદબાબા તો
આ યોજના વિષે અજાણ જ
હતા અને તે આ
યોજના વિષે જાણીને
ખુબ જ ગભરાઇ ગયા અને
ઝટપટ ગોકુલ જવા રવાના
થયા . રસ્તામાં તો તેમનુ મન
એકદમ ઉદ્વીગ્ન બની
ગયુ અને ઝડપ વધારી કે
ક્યારે ગોકુલ આવે – મન શંકા કુશંકાઓથી
ઘેરાઇ ગયુ હતુ પણ
પ્રભુ નામ લેતા લેતા ઘર
ભણી જવા લાગ્યા-
હે ભગવાન મારા લાલાની રક્ષા કરજો-
અને અંતે હવેલીમાંપહોચતાં જ જે દ્રષ્ય જોયુ તેનાથી તો તેમનીબુધ્ધિઉઇ કામ કરતી
અટકી ગયી - આ
બધૂ કેવીરીતે બન્યુ ?પણ કોઇ શુ જવાબ
આપે ? સૌના મનમાં એ જ પ્રશ્ન હતો આ બધુ
કેવીરીતે બન્યુ?
આ રાક્ષસી આપણી હવેલીમાં
ઘુસી કેવીરીતે ? કેમ કોઇએ
તેને રોકી નહી ? પણ બધા પ્રશ્નો અનુત્તર જ રહ્યા –સૌ
સારા વાના જ થયા હોવાથી કોઇ
પ્રશ્ન ના તો
તેમણે કર્યોકે ના તેમણે કોઇને કશી
ફરીયાદ કરી.
જુવો રાજન , આને અદભુત
લીલા કહેવાય એ નહી ?
જન્મીને તરત જ સ્થળાંતર કરવુ ,હેરાફેરી કરવી , છઠ્ઠીન જ દિવસે તો
એક મહાકાય રાક્ષસીના પ્રાણ લેવા આ નાની સુની લીલા છે ? આવી તો
કેટકેતલી લીલાઓ તેમણે બાલપનમાં
કરી છે : આ
બધી લિલાઓ વર્ણવવામા
માટે તો મારુ
આયુષ્ય પણ ઓછુ
પડે -જ્યારે આપણીપાસે
તો સમય જ
નથી : છતા હુ શક્ય તેટલી
લીલાઓનુ વર્ણન કરીશ. આપ શંકા રાખ્યા
વગર તે સાંભળજો. “ લીલાઓ “ તે હકેઐકતો ચકાસવાનો વિષય નથી :અહોભાવ અને
શ્રધ્ધાનો વિષય છે,.હુ જાણુ
છુ કે આપ
યોગ્ય શ્રોતા છો ; આપની સાથે અનેક શ્રોતાઓ પણ છે
જેમાં અનેક ઋષી મુનીઓ પણ છે સૌ
તે જાણે જ છે કે પ્રભુની
લીલાનો કોઇ પાર નથી.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment