Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
48
-: ના
મ ક
ર ણ :-:
યદુ
કુળના કુળ પુરોહિત ગર્ગાચાર્યજી હતા. તેઓ એક વાર ફરતા
ફરતા ગોકુલ આવ્યા અંને
નંદજીના મહેલમાં ગયા. વસુદેવજીએ
ખાસ તેમને નંદને
મળવાની સુચના આપી
હતી અને તેઓ ઇચ્છતા હતા
કે બન્ને બાળકોના નામ કરણ સંસ્કાર વિધિ ગર્ગાચર્યજી કરે પણ
ગર્ગાચાર્યજી સહેજ અચકાતા હતા : તેમણે
પેટછુટી વાત નંદને કરી
કે જુવો : કંસ
હાલ દેવકીના આઠમા પુત્ર ને શોધી રહ્યો છે અને તે
ગમેતે રીતે તે બાલકને
મારી નાખવા ઉત્સુક છે :
જો તેને ખબર પડે
કે તમારા ત્યાં જે બાલકો
છે તેમના નામકરણ
સંસ્કાર મારા હાથે થયા
છે તો તેને અવશ્ય શક
થશે કે આ બન્ને બાલકો પણ યદુવશના
જ બાલકો છે અને
તેમના ઉપર જોખમ વધી
જશે : મારી પણ
ઇચ્છા છે જ કે તેમના
નામકરણ સંસ્કાર હુ જ કરુ
પણ મને તે
જાહેર થાય તો
તેના પરીણામનો ડર લાગે છે. નંદબાબાએ
કહ્યુ કે આપણે એક
કામ કરીયે : ખાનગીમાં જ તેના નામકરણ સંસ્કાર કરીયે: હુ આપ
અને યશોદા સિવાય કોઇ નહી
જાણે: કોઇ અંગત કુટુબી પણ
હાજર પણ નહી હોય અને
તેમને જાણ પણ નહી થાય.
ગર્ગાચાર્યજી માની ગયા : તેમની
પણ અંતરની ઇચ્છા
તો હતી જ કે
નામ કરણ હુ કરુ
અને નંદજીએ સગવડ કરી આપી.
ગર્ગાચારજીએ સૌથી પહેલા મોટા બાલકનુ
નામ શોધવા પ્રયાસ કર્યો. આ
બાળક સંકર્ષાણથી આવેલ હોવાથી તેનુ એક
નામ સંકર્ષણ રાખ્યુ.
આ બાળક અતુલિત બળ ધરાવતો હતો
માટે તેનુ નામ બળ
રાખ્યુ અને રોહિણીજી તેને રામ કહેતા
હતા માટે તેનુ નામ બળરામ રાખવામાં આવ્યુ. આ
બાલક ઉજળા રંગનો
હતો. જ્યારે નાનો રંગે
શ્યામ હતો : કાળો
:તો નહી
પણ મેઘશ્યામ રંગનો હતો પણ
બહુજ મોહક વ્યક્તિત્વ ધરાવતો
હતો .આથી
એનુ નામ કૃષ્ણ
રાખો:તે શ્યામ રંગી
છે માટે શ્યામ તરીકે પણ
ઓળખાય. આ ઉપરાંત આ બાલક
વસુદેવનો પુત્ર છે તે આપણે
બે જ જાણીયે છિયે તેથી તેનુ
એક નામ વાસુદેવ પણ રહેશે
આમે ય આ બાલક ખુબ જ
મસ્તીખોર અને નટખટ છે અને
સૌનો લાડકો પણ એટલો જ
છે માટે સૌ તેને જુદા જુદા અનેક
નામે બોલાવશે પણ રામ અને શ્યામની એક જોડી બની
રહેશે : તે હશે કૃષ્ણ અને
બલરામની જોડી જે હંમેશ અતુટ
રહેશે. ગર્ગાચાર્યજીનો ડર યથાર્થ હતો
: તે જાણતા જ હતા
કે માત્ર છ જ
દિવસના નંદના બાલકે પુતના જેવી રાક્ષસીનો વધ
કર્યો છે . તે
પછી પણ કંસે
શકટાસુરને મોકલ્યો અને તેનેપણ પગની એક લાત
મારીને ઉપર પહોચાડી દીધો. એક પછી
એક મારાઓ પોતે જમરી જતા કંસ જબ્બર
રીતે ગુસ્સે થયો હતો અને
કોઇક એવા બલવાન ની શોધમા હતો
કે જે આ
બાલકને રમત રમતમાં ઉડાદી શકે –અને
કંસનો આ પદકાર - આ
ચેલેંજ તૃણાવર્તે ઉપાડી લીધી.
તેણે કહ્યુ કે હુ એ ફરકડી જેવા
બાલકને હવામાં ઉંચે આકાશમાં
લયી જયીને એવો ફંગોળીશ
કે તે આકાશમાંથી નીચે આવતા આવતા હવામાં જ મરણ પામે કંસનેતૃણાવર્ત પર અને
તેની શક્તિ પર ખુબ ભરોસો હતો
અને આ ભાઇ
તો વાવાઝોડાની જેમ
આવી ગયા ગોકુલમાં અને
અને ચારે બાજુ વંટોળિયો
ફરી વળ્યો –અને સમગ્ર ગોકુલનુ આકાશ ધુળ
અને આજુબાજૂની ચીજ વસ્તુઓના ઉડવાથી
પણ
આકાશ ભરાઇ ગયુ અને ધીમે
ધીમે તૃણાવર્તે નંદબાબાનીહવેલીને નિશાન બનાવી અને નાનો
બાળારાજા જે પારણામાં ઝુલતો હતો અને
તેને પારણામાથી ઉપાડી અને
અધ્ધર આકાશમા ઉપાડી
ગયો - પણ બીજા કોઇને આ
દેખાયુ નહી - તૃણાવર્તને
એમ હતુ કે
હવે હુ છોકરાને આકાશમાંથી ફંગોળીશ તે
નીચે પડતા જ રસ્તામા
જ પતી જશે
-પણ બન્યુ ઉલટુ જ
- પણ આ છોકરો તો એટલો બધો વજનદાર બની ગયો કે
તૃણાવર્ત તેને ઉચકી જ શક્યો નહી ને તેના બદલે કૃષ્ણએ જ તૃણાવર્તને ગળચીમાથી
પકડ્યો. અને એટલા જોરથી તેનુ ગળુ દબાવ્યુ કે
ભાઇ તૃણાવર્તના જ રામ રસ્તામાં જ
રમી ગયા અને તે પોતે
જ આકાશમાંથી નીચે ફંગોળાવા લાગ્યો -કેવુ અદભુત દ્રષ્ય : આ
તૃણાવર્ત ઉપર આકાશમાંથી નીચે પડે છે
અને બાલકૃષ્ન તેના ઉપર સવાર થયીને તેના ઉપર જ પડે
છે .અને શાંતિથી જાણે કશુ
જ બન્યુ નથી તેમ રમે છે. ગોકુલમાં
તો હાહાકાર વ્યાપી
ગયો – આવો વંટોળ કદી કોઇએ જોયો
નહોતો તેમાં ય જ્યારે
યશોદાજીએ લાલાને જોયોનહી ત્યારેતોતેમણે ચીસા ચીસ
કરી મુકી – લાલો ક્યાં લાલો ક્યાં ? આખુ ગોકુલ નંદબાબા ના આંગણે આવી
ગયુ અને લાલાને
શોધવા લાગ્યુ. એટલામા
એક ગોપી દોડતી આવી અને
કહે લાલો તો નદી કિનારે રમે
છે અને તેની પાસે જ કોઇ રાક્ષસ મરી
ગયેલો પડ્યો છે. .નંદબાબા , યશોદા મૈયા અને હાજર સૌ
ગોપ ગોપીઓતો દોડ્યા
યમુના કિનારે અને ત્યાનુ
દ્રષ્ય જોઇને સૌ દંગ રહી ગયા , લાલો તો જાણે કશુ
જ બન્યુ ના હોય તેમ
લાલો તો હાથ પગ
ઉલાળતો રમતો હતો -અને યશોદા
મૈયા તો પાગલની જેમ દોડ્યા
અને લાલાને ઉચકી લીધો
.નંદબાબાને કહ્યુકે ગાયોનુ દાન
કરો ,
બ્રાહ્મણોને જ્માડો દક્ષિણા આપો
અને ગોકુલના તમામ બાલકોને મિઠાઇ
ખવડાવો – આજે આપણો લાલો સહિસલામત મળી ગયો
છે સૌ ખુશ
છે -સૌથી વધારેતો ગોકુલની ગોપીઓ
ખુશ થયી અને
નદી કિનારેજ નાચવા અને
કુદવા લાગી
આનંદ ભયો , આનંદ ભયો આનંદ
ભયો ----
અને કંસના દરબારમાં સન્નાટો
છવાઇ ગયો.-------
પાપાજી
ક્રમશ




No comments:
Post a Comment