Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
46
-: અ દ ભુ ત - જ ન્મ :-:
મહારાજ ઉગ્રસેનની
પુત્રી દેવકીનુ લગ્ન
છે – ધામધુમથી લગ્નોત્સવ પરીપુર્ણ થાય છે
અને દેવકીને વળાવવાનો પ્રસંગ આવે છે. દેવકીનો ભાઇ કંસ
વહાલસોયી બેન અને બનેવી વસુદેવને રથમાં બેસાડે
છે અને પોતે જ
રથનો સારથી બનીને રથ હંકારવા બેસે
છે અને યદુકુમાર વસુદેવજી સાસરેથી પત્ની
સાથે વિદાય લે છે. પણ
રસ્તામાં એક અભુતપુર્વ બનાવ બને છે :
મેઘગર્જના જેવી પણ સ્પષ્ટ આકાશવાણી
થયી : “ અરે કંસ , તુ જેને વહાલથી વિદાય આપી રહ્યો
છે તેનો આઠમો ગર્ભ તારી હત્યા
કરશે “ એક વાર નહી , બે વાર નહી
, ત્રણ ત્રણ
વાર આ આકાશવાણી થયી
અને કંસ ચોકી ગયો :
તેણે લગામ ખેચીને તરત જ રથ
ઉભો રાખ્યો અને
દેવકીને ચોટલેથી પકડીને રથની બહાર ખેચી કાઢી
અને તલવાર ખેચીને તેનુ માથુ કાપી
નાખવા તત્પર બન્યો પણ
વસુદેવે કુનેહ અને ધીરજ જાળવી અને
કહ્યુ કે હે
કંસ , સ્ત્રી
હત્યાનુ પાપ ના લે
-દેવકીનો આઠમો ગર્ભ તારી હત્યા કરશે તે
માટે આજે જ તારી બેનને
કેમ મારવા તત્પર
બન્યો છે - હુ
તને વચન આપુ
છુ કે તેના તમામ સંતાનો હુ તને
સોપી દયીશ : કંસ સમજી ગયો : વાત બરાબર
છે : આજે તો એકદમ આઠમો ગર્ભ અવતર્યો નથી કે
અવતરવાનો પણ નથી તો પછી
આવી ઉતાવળ શા માટે કરવી ? પણ તેણે રથ પાછો વાળ્યો અને મથુરા આવીને તેણે દેવકી અને
વસુદેવને કારાગારમાં બંધ કરી દીધા.
સમય વિતતો
જાય છે - દેવકી ગર્ભવતી બને છે અને કંસનો પહેરો મજબુત બને છે – ચોકીદારોને કડક સુચના
અપાયેલ છે કે જેવો બાળક્નો જન્મ થાય કે મને
ખબર આપવી – અને તે પ્રસંગ પણ
આવ્યો –અનેકંસ હાંફળો ફાંફળો દોદતો
આવ્યો - જેલના દરવાજા ખોલાવ્યા- અને ઝડપભેર
તેણે દેવકીના હાથમાંથી બાળક
ઝુટવી લીધુ અને સામી ભીંત પર
અફાળીને નાના નવજાત
શિશુને મારી નાખ્યુ - દેવકિ રોતી કકળતી રહી - અરે
ભાઇલા –આઠમો બાલક તારી હત્યા કરવાનો
છે પણ આ પહેલાને કેમ મારી નાખે છે? કંસે દેવકીને ચુપ
કરી દિધી : ચુપ દેવકી :પહેલો હોય
કે આઠમો ::કોઇ પણ જીવતો રહે
તો મારા માથે જોખમ ને ? વસુદેવે તો વચન આપ્યુ હતુ
એટલે તે તો ચુપ જ રહ્યા. સમયના વહેણ યમુના ના
નીર ની જેમ વહેતા ગયા
અને આમ એક
પછી એક છ બાલકોનો ખાત્મો તો કંસે બોલાવી દિધો. હવે
દેવકીને આશ્વાસનની ખુબ જરૂર હતી
અને ભગવાન શ્રી વિષ્ણુએ જાતે આવીને દેવકીને સાત્વન આપ્યુ કે માતા
આપ ચિંતા ના કરો
: વિધિનુ વિધાન કદી ખોટુ પડે જ
નહી આપના આ
છ બાળકો તે પણ
વિધિના વિધાન અનુસાર જ પરત જતા
રહ્યા છે - તે વસુઓ હતા - સમય
આવ્યે તે પણ આપને મળશે –સાતમો ગર્ભ સંકર્ષણથી
રોહિણીના ગર્ભમા સ્થાપિત કરાયો
અને હવે આવ્યો
આઠમાનો વારો.કંસ ખુબ
ચિંતામા હતો હરપળ તે આઠમાની
જ પ્રતિક્ષા કરતો હતો કે
ક્યારે ખબર મળે
અને આઠમાને પુરો કરુ. કારાવાસના ચોકીદારોએ
સમાચાર આપ્યા કે દેવકી
ગર્ભવતી છે અને આ આઠમો ગર્ભ છે એટલે કંસે કારાવાસને મજબુત કિલ્લેબંધી
કરી દિધી અને ચોકીદારોની સંખ્યા પણ વધારી
દિધી. જેમ જેમ સમય નજીક આવતો ગયો
તેમ તેમ કંસનો ઉચાટ વધતો ગયો.- દેવકી અને વસુદેવની ચિંતા પણ વધતી ગયી. ભગવાને જાણ્યુ કે
મારા માતા પિતા બહુ ચિંતિત છે તેથી સ્વપ્નમાં આવીને બન્નેને શાતા આપે
છે : આપ સહેજ પણ ચિંતા
કરશો નહી. વિધિના વિધાન મુજબ જ બધુ
સમુ સુતરુ ઉતરવાનુ છે. સમયનિ પ્રતિક્ષા કરો હુ આપને જરૂરી સુચન કરતો
રહિશ. અને એ સમય પણ આવ્યો
: શ્રાવણ વદ આઠમનો
દિવસ ઉગ્યો : સાંજ પડી : રોહિણી
નક્ષત્ર ચાલતુ હતુ : ઝરમર
ઝરમર વરસાદ વરસતો હતો
- રાત્રીના અંધારા
અવનિ પર ઉતરવાની શરુઆત થયી -અચાનક
એક દિવ્ય તેજ કારાગારમાં ફેલાઇ ગયુ - ભગવાન
વિષ્ણુ ચતુર્ભુજ સ્વરુપે
પ્રગટ થયા અને વસુદેવને કહ્યુ : આપ સહેજ પણ
ડર રાખ્યા વગર માતા જન્મ આપે તે બાળકને
સાથે લયીને ગોકુલ જજો – ત્યા
નંદબાબાને ઘેર માતા જસોદાએ
એક પુત્રીને જન્મ આપ્યો હશે તે પુત્રીને
તમારી સાથે લાવજો અને તેને દેવકીના ખોળામાં મુકી દેજો
અને તમારા બાળકને જસોદાના પડખામાં સુવાડી દેજો. આટલુ કહી પ્રભુ અંતર્ધ્યાન થયા અને બાળસ્વરુપે
દેવકીના ખોળામા આવી ગયા- વસુદેવે
સુચના મુજબ બાળારાજાને એક કરંડીયામા મુક્યા-
ઉપર એક વસ્ત્ર –ઉપરણુ લીધુ અને જેલના
દરવાજા આપોઆપ ખુલી ગયા –તમામ ચોકીદારો મોહનિદ્રામાં પડી ગયા અને
વસુદેવજી સુખરુપ નીકળી ગયા- યમુના કિનારે
આવ્યા – નદીમાં ભરપુર પાણી આવેલુ –માતા યમુનાજી જોર જોરથી
ઉછળતા હતા -બાળકે કહ્યુ મારા પગનો અંગુઠો માતાને સ્પર્ષ કરાવો
અને તે
મુજબ થતા યમુનાજીએ શાંત બનીને નદી પાર કરવાની
સગવડ કરી આપી અને યમુના પાર
કરીને તેઓ નંદબાબાના દ્વારે આવી ગયા
–નંદબાબા જાગતા જ હતા- તેમણે જસોદા માતાના
પડખામાંથી બાળકી લીધી અને તેની જગાએ વસુદેવના પુત્રને મુકી દીધો
-અને વસુદેવ કારાગારમાં
પરત આવ્યા અને બાળકીએ રૂદન શરુ કર્યુ - ચોકીદારો ચોક્યા
- જાગ્યા – અને તાબડ્તોડ કંસને બોલાવ્યો - કંસ માર માર કરતો દોડતો આવ્યો અને
દેવકીના સંતાનને તેને છિનવી લીધુ
અને – દેવકી રડતી રહી - ચિલ્લાતી રહી પણ કંસે તો
બાળકીને હવામાં ઉછાળી અને ચમત્કાર થયો – બાળકી જે મોહમાયા હતી – ઉડીને આકાશમા પહોચી અને
આઠ આયુધો હાથમાં ધરીને
બોલી -ઓ મુઢ કંસ – તુ
શુ મને મારતો હતો - અને તને મારનારો તો
જન્મી પણ ચુક્યો છે - જેટલી
સાવધાની રાખવી હોય તેટલી
રાખી લે -વિધાતાના લેખ તુ મિથ્યા
નહી કરી શકે.: અને ખરેખર કંસ
મુઢ જેવો બની ગયો : આ
કેવીરીતે બને ?
પાપાજી’
ક્રમશ:




No comments:
Post a Comment