Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
45
-: કૃ ષ્ણ - ચ
રિ ત્ર : -
હે રાજન , સમગ્ર ભાગવતનો
ગ્રંથ ભગવાનનો જ
મહિમા વર્ણવે છે
- એક યા બીજા સ્વરુપે અથવા
એક યા બીજી
રીતે ભગવાનની જ લીલાનુ વર્ણન
છે - આ ભગવાન કોણ ?
ભગવાન શ્રી નારાયણ - ચતુર્ભુજ
- શંખ ,
ચક્ર , ગદા
, પદ્મ ધારી - અને આજ
ભગવાન વિષ્ણુએ જ્યારે
બ્રહ્માજીની ઉત્પત્તિ કરી ત્યારે
સૌ પ્રથમ એક
શ્ર્લોકી ભાગવત સંભળાવેલ
તે પણ ભગવાન વિષ્ણુ સ્વરુપ
શ્રી કૃષ્ણનુ જ
વર્ણન છે -
દેવકીના ગર્ભમં ઉછરેલ , ગોપીઓના ઘેર રમતો, કંસ અને કૌરવોનો સંહારક , કુંતા ફોઇના સંતાનોનો સહાયક - કોણ ? શ્રી કૃષ્ણ – તો મારા
પિતાશ્રી વ્યાસજીએ પણ મને
પાગલ બનાવી દેનાર જે ગાન
તરતુ મુક્યુ હતુ તે
પણ કોનુ વર્ણન ? શ્રી કૃષ્ણનુ જ વર્ણન :
બર્હાપીડમ , નટવર વપુ , કર્ણયો કર્ણિકારં, બિભ્રદ્વાસ: ,
કનકકપીશં વૈજ્યંતીંમ ચ માલાં
રંધ્રાંવેણુ , અધર
સુધયા , પુરયન
ગોપવ્રુદૈ ,વ્રુંદારણ્યમ સ્વપદરટનમ ,પ્રાવિષદગીતકિર્તી
......, અરે મહાપ્રભુજી
શ્રી મદ વલ્લભાચાર્યજીએ પણ
કોના રુપના ગુણ ગાયા ? અધરમ , મધુરમ ,
વદનમ મધુરમ , નયનમ મધુરમ – મધુર , મધુર ,
મધુર અરે કેટલુ અને શુ
શુ મધુર નથી ?
અધર ,વદન ,અને
માત્ર નયન જ નહી પણ
હાસ્ય ,ગમન , વચન , વાણિ વસન ,વલિતં,ચરિતં , વલિતં, ભ્રમિતં, વેણુ , રેણુ, પાદૌ ,પાણિ , ન્રુત્યં ,
સખ્યં ગીતં, પીતં, ભુક્તમ, સુક્તમ,
તિલકમ , કરણં
, તરણમ, રમણમ
,વમિતમ, શમિતમ , ગુંજા,
માલા, યમુના,વીચી , સલીલમ, કમલમ,
લીલા , ગોપા , ગાવો ,
યષ્ટી , સ્રુષ્ટિ ,દલિતં .,ફલિતમ
બસ બધુ મધુર
મધુર અને મધુર
તે કોણ ? બીજુ કોઇ
નહી - તે જ
દેવકી નંદન , વસુદેવ પુત્ર, જસોદાનો જાયો અને નંદબાબાનો
લાલો , ગોપીઓનો પ્યારો
અને રાધાજીની આત્મા,: વ્રુંદાવન વિહારી , કુંજબિહારી , ગોવર્ધનનાથ, ગિરિરાજધરણ , મુરલીમનોહર ,
શ્યામસુંદર , જેના ગળામાં વૈજ્યંતીમાલા
છે , મોરલીના મધુર નાદ છેડનાર , જેના કાનમાં કુંડળ
શોભે છે
,
મેઘસમાન કાંતિ ધરાવનાર,જેના માથે કનકમય મોર મુગટ
શોભે છે , જે સ્વરુપ
જોવા માટે દેવતાઓ પણ તરસે
છે - તપ કરે
છે - યજ્ઞો કરે છે ,પાઠ પુજા કરે
છે , નામ
સ્મરણ રટે છે ,જેની ચારે
બાજુ ગાયો અને ગોપાલકો વિંટળાઇ
વળેલ છે : અરે
રાજન - આ તો તેમનુ બાળપણનુ જ સ્વરુપ
છે જેનુ વર્નન કરવા હુ સમર્થ નથી
-
કરારવિંદેન , પદારવિંદમ , મુખારવિંદે વિનિવેશયન્તમ
વટસ્ય પત્રસ્ય ,પુટે શયાનમ , બાલં મુકુંદમ
મનસા સ્મરામિ
હુ તો
માત્ર એટલુ જ કહીશ હે પ્રભુ,હે દિનદયાળ ,આપ જેવા છો તેવા આપને
વર્ણવવાની મારી શક્તિ કે
ક્ષમતા નથી , પણ
હુ જેવો છુ તેવો મને આપનામા
સમાવી લો ,:
હે રાજન , એક અને
માત્ર એક દેવ
કોણ ? જવાબ
છે : દેવકિપુત્ર શ્રી કૃષ્ણ
: વિશ્વનો શ્રેષ્ઠ મંત્ર કયો ? જવાબ છે
શ્રી કૃષ્ણ: શરણં મમ : શ્રેષ્ઠ સેવા
કોની ?
જવાબ છે
શ્રી કૃષ્ણની : વિશ્વનુ
એકમાત્ર શ્રેષ્ઠ શાસ્ત્ર કયુ ? વ્યાસજી રચિત
ભાગવત અને કૃષ્ણના મુખે કહેવાયેલ કૃષ્ણ
કથિત ગીતાજી : જ્યા જુવો
ત્યાં માત્ર કૃષ્ણ , કૃષ્ણ અને કૃષ્ણ જ કૃષ્ણ.
હે રાજન
,આપને પણ મારે એટલુ
જ કહેવાનુ છે : આપ સ્વસ્થતાપુર્વક , નિર્મળ ભાવે
કથાપાન કરો છો , કથામા
અનેક પ્રસંગો આવે છે , અનેકાંનેક ચરિત્રો પણ આવે
છે જેનુ મે યથાયોગ્ય
વર્ણન પણ કરેલ છે ,કથામાં રસ
જળવાઇ રહે , રોચક બને , મધુર લાગે , શ્રોતાને સાંભળવુ ગમે
તેવા તત્વ હોવા જોઇએ , તે માટે
તેમાં ચમત્કારીક તત્વો પણ
હોઇ શકે જે
શંકાથી પર હોવા જોઇએ : આ બધુ
ધાનમાં લિધા સિવાય આપ માત્ર એક
અને એક જ ધ્યેય રાખજો
અને તે દિનભાવે શરણાગતિ સ્વીકારવાનુ –આપ શરણાગત
બનશો અને તે
આપના શરણાગત સ્વરુપને સ્વીકારી લેશે ,પછી દુનિયાની કોઇ
તાકાત આપને વિખુટા નહી પાડી શકે. મારા પિતાશ્રીએ ગીતામાં પણ કૃષ્ણના
મુખે કહેવડાવ્યુ છે કે
સર્વ ધર્માન પરિત્યજ્ય , મામેકં
શરણં વ્રજ
અહં ત્વામ સર્વપાપેભ્યો , મોક્ષયિશ્યામિ
મા શુચ
આપે તમામ બંધનો અને
જીજ્ઞાસાઓ ત્યજીને માત્ર
એક શરણાગતિ સ્વીકારવાની છે.
આ તમામ વર્ણર્નો , પ્રસંગો , ચરિત્રો ,
તે માત્ર આપની રસ વ્રુત્તિને
જગાવવા માટે છે. આપનો મોહ દુર કરવા
માટે છે. આપ આપનુ
લક્ષ્ય ભુલશો નહી – જુ આપની તમામ શંકા
આશંકાઓનુ અવશ્ય છેદન કરીશ. એક પછીથી એક
એમ લગભગદરેક અવતારનુ વર્ણન મે
આપની સમક્ષ કર્યુ છે , દરેક અવતાર પાછળનુ કારણ અને
તેનો આશય પણ જણાવ્યો
છે પણ કૃષ્ણનો અવતાર
એ તો એક
અલૌકીક અવતાર છે - આ અવતાર
સ્વરુપે ભગવાન વિષ્ણુ પુર્ણ પુરુષોત્તમ તરીકે અવતર્યા
છે -તેમના કાર્યો
માનવ સહજ કાર્યો છે
છતા મહાન છે જેની તુલના
કરવી શક્ય નથી.-વર્ણન કરવુ પણ સહેલુ નથી
- અરે અશક્ય
છે તેમ કહુ તો
પણ ખોટુ નથી પણ તે
છતાંય યથાશક્તિ હુ તે માટે પ્રયાસ કરીશ અને
તેમની લીલાઓનુ વર્ણન આપને કહીશ
જે આપ શ્રધ્ધાપુર્વક સાંભળશો.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment