Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
44
-: કૃ ષ્ણા વ
તા ર :-:
શુકદેવજી કહે
છે : રામાવતારની એક ઝલક
આપને આપી : રામાવતારનુ વર્ણન
કે રામના ચરેત્રનો
મહીમા ગાવો , સમજાવવો કે
સંભળાવવો તે મારે માટે પણ દુ:ષ્કર
કાર્ય છે. રામ એ તો
ખુદ બ્રહ્મ છે
અને તેનો મહીમા કોણ
ગાઇ શકે ? તે યથાર્થતા
મારી નથી : રામનો મહીમા
ગાવામાં તો જો ભુલ
થાય કે ગરબડ થાય
તો રામાવતારમા રામ
તો વિશાળ દ્રષ્ટિકોણ
ધરાવતા હતા પણ
હવે જે અવતારની વાત મારે કરવાની છે તેમાં તો
મારે પણ ખુબ
કાળજી લેવી પડશે -:
કૃષ્ણાવતારના કૃષ્ણ તો
પુર્ણ પુરૂષોત્તમ છે :
ભગવાન કૃષ્ણ : વાસુદેવ : તો એક મહા
જ્ઞાની ,તીક્ષ્ણ બુધ્ધી
ધરાવતા માનવીનુ પાત્ર છે
, જે કાર્ય સિધ્ધ
કરવા માટે કોઇ પણ
અજુગતી મર્યાદા સ્વીકારતા
જ નથી : શઠં
પ્રતિ શાઠ્યમ એજ તેમની નીતી છે
.એવુ પણ નથી
કે તે માફી નથી
આપતા પણ જોઇ
વિચારીને ક્ષમતા મુજબ જ
માફ કરે
છે. બ્રહ્માજી અને શિવજીને
ભગવાન વિષ્ણુએ એકવાર કહેલુ કે આપ બન્ને વરદાન આપવામાં બહુ
ઉદાર છો અને
પછી મારે તેનો ઉકેલ
લાવવા માટે દોડવુ પડે છે :
ભસ્માસુરના શિવજીના વરદાનમાં ભગવાનને
મોહિની સ્વરૂપ ધારણ કરવુ
પડ્યુ હતુ તો
હિરણ્યકશ્યપના બ્રહ્માજીના વરદાન
માટે ભગવાનને વિચિત્ર કહી શકાય તેવુ રૂપ ધારણ કરવુ પડ્યુ હતુ. : ન્રુસિહ : નરસિહ: પણ છેવટે
તો ત્રિદેવ એકનાએક છે
ને ? એકબીજાને મદદ
નહી કરે તો બીજુ
કોણ મદદ કરશે ? અને
જે પણ કયી થાય
છે તે તો વિધીના નિર્માણ મુજબ જ થાય
છે અને વિધિ નિર્માણ
કોની સુચનાથી કરે
છે ? આ સત્તા
તો ભગવાન વિષ્ણુ પાસે જ
છે.: અને
આ વિષ્ણુનો અવતાર કૃષ્ણ છે : આ નટખટ
, મુરલીમનોહરના
મનનો તાગ
તો ભલભલા ઋષી
મુનીઓ પણ પામી નથી શક્યા તો પછી આપણે
શુ વિસાતમાં ? પણ
એક બીજી વાત પણ જાણવા જેવી
છે કે આ સર્વવ્યાપી , ઇશ્વર , ભગવાન,પરમાત્મા , ભલે
ભલભલાને ફેરવતા હોય પણ
તેમના સાચા ભક્તના તે દાસ બની જાય
છે : નારદજીને પાઠ પણ ભણાવ્યો તો
રામાવતાર લયીને નારદજીને
ખુશ પણ કરી
દીધા :જુવો: મે તમારો શાપ માથેચઢાવ્યો ને ? પણ
આ કૃષ્ણાવતારમાં તો
મારે ઘણા કામ કરવાના
છે : જે ગણ્યા ગણાય નહી
તેટલા અને તેવા કામ છે.
રામાવતારમાં ત્રેતાયુગમાં
રામચંદ્રજીની ઉદાર નીતી અને મર્યાદાને
કારણે આસુરી તત્વો
જોરમા તો આવીજ ગયા હતા પણ દ્વાપરમાં તો તેઓ
પગ જમાવી ગયા હતા – આ બધાને સીધા
કરવાનુ કામ કૃષ્ણાવતારમા કરવાનુ
છે ,અને
એક કામ તેમના
ભક્ત , પ્રિય પાર્ષદો જય વિજયને
છેલ્લી મુક્તિ આપવાની છે શિશુપાલ અને
દંતવક્ર ; આ બન્ને
તે જય અને
વિજય :. તેમને મુક્તિ આપવાની છે
-: સાથે સાથે વ્યવહાર પણ જાળવવાનો છે : તે બન્ને ફોઇના
પુત્રો છે અને
ફોઇનેવચન પણ આપેલુ છે :પણ
વચન શરતી
છે -શિશુપાલ શરતનો અને
મર્યાદાનો ભંગ કરે છે
અને સજા પામે
છે - મુક્તિ પણ પામે છે કંસના ત્રાસથી
મથુરાની પ્રજાને મુક્તકરાવવાની છે : કંસે સગા બાપ :
ઉગ્રસેનને કેદ કરીને તેમનુ
રાજ્ય પડાવી લીધુ હોય છે
: કળિયુગમા તો આનાથી વધારે
ભયાનક ઉપદ્રવો થશે : સગો
દીકરો મા અને
બાપને તેમના જ ઘરઁમાંથી
કાઢી ના મુકે તો નવાઇ નહી
- મગધ નરેશ જરાસંઘ પણ
આવો જ દુષ્ટ રાજા
છે અને બળથી નહી કળથી તેને હટાવવાનો છે . રામચંદ્રજી
સુર્યવંશના છે તો
કૃષ્ણ ચંદ્રવંશ - યદુકુળના છે -
સુર્ય પાસે ઉગ્રતા છે તો ચંદ્ર પાસે સૌમ્યતા છે. : પણ
છેવટે તો તો બન્ને વંશ : સુર્ય
અને ચંદ્ર : પ્રજાપિતા: બ્રહ્માજીના જ
સંતાનો છે : જુવો
: કેવો યોગાનુયોગ છે
:રામ અને કૃષ્ણ
: બન્ને મુળ બ્રહ્માજીના
સંતાનો : વારસદારો પણ એ બ્રહ્માજી
તો વિષ્ણુના જ વારસદાર : ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયેલા તે
બ્રહ્માજી :આ માયાનો પાર કોણ
પામી શકે ? આ માયામાં પડવા
જેવુ પણ નથી
: જો મુક્તિ જોઇયે છે તો
ભક્તિનો માર્ગ અપનાવો : એ
એક જ સરળ અને
સીધો રસ્તો છે : નિર્વાજ
પ્રેમ , નિખાલસતા
અને દીનતા સ્વરુપે શરણાગતિ સ્વીકારવી એ જ
ભક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે -
જો શરતી શરણાગતિ
હશે તો આ મુરલીમનોહરના ચક્રવ્યુહમા
ફસાઇ જશો .
હે રાજન , મારા પિતાએ રચેલ ભાગવતનો દશમો
સ્કંધ :એ ભાગવતનુ હાર્દ છે : ભાગવત
એ ભગવાન વિષ્ણુના અવતારો અને
તેમના પ્રસંગોનુ નિરુપણ કરે છે
પણ દશમો સ્કંધ તો
લગભગ શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણનુ જ
ચરિત્ર અને તેમના
જ પ્રસંગો વર્ણવે છે :મારા પિતાએ મને પાછો
બોલાવવા માટે કૃષ્ણના ગુણગાન વર્ણવતા એવા
સરસ શ્ર્લોકો મારી
આજુ બાજુ વહેતા કર્યા કે હુ તે
અવાજની દિશામા પાગલની જેમ
જવા લાગ્યો હતો : અને
મારા પિતાએ મને જે કથા
કહી :જે ગુણગાન
સંભળાવ્યા : જે પ્રસંગો
વર્ણવ્યા તે મે આપને કહ્યા
અને હજુ પણ કહીશ કે
જે હવે શ્રીકૃષ્ણના જ વર્ણનો છે. આજ સુધી આવો
અવતાર થયો નથી અને
હવે થવાનો પણ નથી કે
જ્યા શ્રી કૃષ્ણ જેવુ મહાન
પાત્ર હોય. આટલી બધી ગોપીઓ , આટલી બધી રાણીઓ : 16108 : અને
છતાય નિ:ષ્પાપ , નિર્વાજ,
પ્રેમ , દરેક રાણીને સમાન
પ્રેમ છતા ય એકનિષ્ઠ બ્રહ્મચારી
જેટલુ તેજ : આ
કોણ ધરાવી શકે ? તેઓ ઋષી
નહોતા એક ગ્રુહસ્થ હતા :
વૈકુંઠમા પણ ગ્રુહસ્થ જ રહ્યા છે -
ત્યા લક્ષ્મીદેવી બિરાજે
છે તો અહિયા રુક્મિનીદેવી સાથ આપે
છે અન્ય રાણીઓ
પણ છે પણ
દરેક રાણી પાછળ કોઇ ને કોઇ ઇતિહાસ છે.આગળ ઉપર શક્ય તેટલુ આપણે
જોઇશુ – પણ તમારે તો માત્ર ભક્તિ
અને શરણાગતિ દ્વારા મુક્તિ જ માગવાની છે અને તમે
તે માટે સક્ષમ પણ
છો જ. ભુલશો નહી આપના ધ્યેયને
.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment