Laghubhagavat 43 Ramavatar





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         43

                                   -:   રા  મા    તા   : -
              શુકદેવજી   કહે  છે   હે  રાજા  પરિક્ષીત  ,  અત્યારસુધી   મે  આપને  ભગવાન   વિષ્ણુની  લીલાઓ અને  કેટલાક  અવતારોનુ પણ  વર્ણન  કર્યુ – ભગવાન  વિષ્ણુની નાભીમાંથી  ઉત્પન્ન થયેલ  બ્રહ્માજી અને  તેમના  થકી  ઉત્પન્ન  થયેલ પ્રજા  :  દેવો  દાનવો  વિ.વિ. વિ. ને  લગતી  અનેક કથાઓ  પણ  વર્ણવી છે. સારરૂપ  તાત્પર્ય  એટલુ જ આવે  કે  તેમની  લીલાઓનો  પાર  કોઇ   પામી   શક્યુ  નથી  અને  કોઇ  પામી શકશે  પણ   નહી. ભગવાન  વિષ્ણુએ  લીધેલા  કેટલાક નાના  મોટા  અવતારો  પૈકી : મત્સ્યાવતાર  , વરાહ અવતાર ,  કાચબા અવતાર ,  નૃસિંહ  ( નરસિંહ ) અવતાર , વામન  અવતાર   અને   પરશુરામ અવતાર   સુધીની હકીકતો મે  આપને જણાવી છે.  જનકરાજાના  દરબારમા  રામ  અને પરશુરામનો  ભેટો   થાય  છે  અને  પરશુરામને  ખબર   પડી   જાય  છે  કે   હવે  મારુ અવતાર કાર્ય પુર્ણ  થાય  છે  અને  ભગવાન  વિષ્ણુ  પોતે    રામ  સ્વરુપે દશરથનંદન  તરીકે  આવ્યા છે  એટલે  તે   રામને પ્રણામ કરીને  વિદાય  લે  છે.
  એક   સનાતન  સત્ય  સ્વીકારવાનુ છે  : ભગવાનનો અવતાર  ધર્મના  રક્ષણ માટે જ  હોય   છે :
પરિત્રાણાય  સાધુનાં  ,  વિનાશાય ચ  દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય   ,  સંભવામિ    , યુગે યુગે
     મારા  પિતાશ્રીએ   કૃષ્ણાવતાર   વખતે તેમના  ગ્રંથ  મહાભારતમાં ભગવાન  કૃષ્ણના  જ મુખે    વાસ્તવિકતા  ગીતા મારફતે  દર્શાવી   છે  જે   પ્રથમ  અવતારથી જ  યથાર્થ  ઠરે   છે. જે આપે  જાણ્યુ અને   સાંભળ્યુ છે.    અવતારો પુર્ણ  થયી  ગયાછે  અને  હવે   આવે  છે સાતમો અવતાર.  રાજન  જુવો : આ  અવતાર તે  રામાવતાર : આ અવતારનુ મુલ્ય  ઘણુ   ઉંચુ    છે. આ અવતારની  પાછળનો  ભગવાન  વિષ્ણુનો હેતુ  તેમના  બે  પાર્ષદોને બીજા ફેરામાંથી મુક્ત કરવાનો છે  જેઓએ  પૃથ્વી પર  ત્રાસ  વર્તાવી  મુક્યો  હતો , ત્રાસ વર્તાવનાર  પણ  કોણ  હતા  ખબર   છે  ?  રાવણ , કુંભકર્ણ અને  તેમની  અસુરોની પ્રજા :  અને  આ રાવણ  અને  કુંભકર્ણ કોણ   છે  ખબર   છે ? તે છે  પુર્વાવતારના  ભગવાન  વિષ્ણુના  પાર્ષદો     -  જય  અને  વિજય :  હજુ  પણ  આપને  આશ્ચર્ય   લાગે  તેવી એક   હકીકત  જણાવુ : આ  રાવણ આ  જન્મ માં  કોણ   છે ખબર   છે ? તે   બ્રહ્માજીનો  માનસ પુત્ર  પુલત્સ્ય, તેમનો  પુત્ર  વિશ્રવા  અને  આ વિશ્રવાનો  પુત્ર   તે   રાવણ :  જન્મે  બ્રાહ્મણ કુળ , માતા  અસુર ,  પણ   રાવણ  તો  મહા  જ્ઞાની, ધર્મનિષ્ઠ  , અનેકાનેક વરદાન  પ્રાપ્ત  કરી ચુકેલ એક  સમર્થ  રાજવી : લંકાપતિ :રાવણ : જય :અને   તેનો  ઉધ્ધાર કરવાનો હતો  :   વૈરભાવે  તેને વૈકુંઠ   આપવાનુ હતુ . બીજૂ કારણ પણ   છે  :  યાદ  કરો :  મોહિની  પાછળ  પાગલ બનેલા  નારદજીને  પાઠ   ભણાવતી વખતે નારદજીએ જ ગુસ્સામા   શાપ  આપેલો  : તમારો  પણ  પત્નીથી વિરહ થશે : અને મારુ  મુખ   જે    તમે   વાનરનુ બનાવ્યુ તે  જ વાનરોની તમારે મદદ  લેવી પડશે :  ભગવાન  તો  સમર્થ હતા આ  શાપનો પ્રતિકાર કરવા પણ  : તેઓ   તેમના  ભક્તને નીચુ જોવડાવવા માગતાનહોતા  અને  શાપ   સ્વીકાર્યો અને આ અવતારમાં    શાપ  વાસ્તવિકતા   બનવાનો હતો . રામે કોઇ   નાની મોટી આશ્ચર્ય  સર્જક બાળલીલાઓ કરી નથી.  એક  આદર્શ પુત્ર બની   રહ્યા , એક  આદર્શ મોટાભાઇ  બની   રહ્યા ,એક  આદર્શ  પતિ  પણ બની   રહ્યામ અને એક  આદર્શ રાજા પણ  બની  રહ્યા.જીવનના મુલ્યોના  આદર્શો  સ્થાપિત કર્યા. ક્યાય   કોઇ   મર્યાદાનુ   ઉલ્લંઘન કર્યુ નથી –અને  માટે જ      મર્યાદા પુરૂષોત્તમ” કહેવાયા.  રામાયણ એક  આદર્શ કથા  છે  જ્યાંદરેક બાબત્ નુ મુલ્ય ઉંચુ  છે. રામાવતાર    કોઇ દર્શનાત્મક  કુડ  કપટથી ભરેલી  સામગ્રી નથી  આપતો – કૈકેયી   અને  મંથરા   જેવી કપટી મહિલાઓ  સાથે   પણ  તેમનો વ્યવહાર સૌજન્યતાપુર્વકનો છે.  રામાવતારના  વર્ણન માટે  ગ્રંથો ના  ગ્રંથો ભરાય  તેટલા  પ્રસંગો છે.  જે બધા  આ તબક્કે   દર્શાવવા ઉચિત નથી  :” વાલિયા”  લુટારામાંથી “ વાલ્મિકી”  ઋષી  બનેલા  વાલ્મિકીએ   મારા પિતાની જેમ  જ એક  મહાગ્રંથ રચેલો છે  અને  તે  આજે  પણ  રામાયણ  તરીકે  પ્રખ્યાત  છે  અને  અનેક  માર્ગદર્શન  પુરાં પાડેછે. જેમ   ભગવાન  શ્રી વિષ્ણુએ  માત્ર એક  જ શ્ર્લોકમાં  ભાગવત  કહી   દીધુ  હતુ :  જે  બીજુ  કશુ  જ નહી  પણ  કૃષ્ણની લીલાઓનુ જ વર્ણન  છે  તેવી  જ રીતે  રામાવતારરનો   સાર  અને  તત્વ  પણ  એક   જ શ્ર્લોકમાં સમાવી  લેવાયા છે  :
  રામ   કોણ ? તે   છે  ,
આદૌ  રામ તપોવનાદિગમનં  ,હત્વા મૃગં કાંચનં
વૈદેહિહરણં,જટાયુ મરણં,   સુગ્રીવ   સંભાષણં
વાલીનિર્દલયં ,  સમુદ્ર તરણં,  લંકાપુરી દાહનં
પશ્ચાત રાવણ  કુંભકર્ણ હનનં ,એતદધી  રામાયણં
પાપાજી
ક્રમશ:



No comments:

Post a Comment