Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
42
-: વિ શ્વા મિ
ત્ર : -
શુકદેવજી કહે છે
:જુવો રાજન : કેવો
યોગાનુયોગ છે : એક . જ
કુળના બે સંતાનો
: એક ક્ષત્રિય વંશ : ક્ષાત્ર બીજ : અને
બ્રહ્મ તેજ ધરાવે છે વિશ્વામિત્ર
:: બીજો ઋષી વંશ અલૌકીક બ્રહ્મ તેજ
સાથે સાથે અલૌકીક ક્ષાત્રતેજ : ભલભલા ક્ષત્રિયો પણ
જેનાથી કાંપતા હોય :પરશુરામ ; તુલના સહેજ જુદી રીતે
કરો : જરા વિચારો : જુવો
: એક નાની સરખી ભુલ : ના
ના ભુલ : ના કહેવાય: એક
શંકા જે ઇર્ષા પ્રેરીત છે : એક
પુત્રીનો માતાપ્રત્યે પ્રેમ :અને
પ્રસાદના પડિયા બદલાઇ
ગયા : ના :
બદલાઇ નથી ગયા
: જાણીને બદલી
લીધા : માત્ર માતાની
ઇચ્છાને માન આપવા માટે પુત્રીએ પોતાનો પ્રસાદ માતાને આપ્યો
અને માતાનો પ્રસાદ પોતે
લીધો :પણ ભાવિના
ગર્ભને કોણ જાણી શક્યુ છે ?
ગાભિનો પુત્ર કૌશિક : એક
સમર્થ રાજવીના બધા ગુણ
ધરાવતો હતો. સર્વ ગુણ
સંપન્ન આ કૌશીકરાજ તમામ વિદ્યામાં પારંગત હતા: ધર્મનિષ્ઠ
પણ હતા. એક વાર તેઓ
પણ ફરતા ફરતા તેમના
લાવ –લશ્કર સાથે બ્રહ્મર્ષી વશિષ્ઠના
આશ્રમે આવી ગયા.
વશિષ્ઠે તેમની ખુબ
આગતા સ્વાગતા કરી અને
પુછ્યુ : આપ સૌ જમીને
જજો : રાજા
કૌશિકે જણાવ્યુ કે આટલી મોટી
સંખ્યામા અમે છિયે અને
આપને અમે તકલીફમાં મુકવા નથી
માગતા:પણ વશિષ્ઠે કહ્યુ કે
આપ તે ચિંતા
છોડો : મારી નંદીની બધી વ્યવસ્થા
કરશે.કૌશિકે પુછ્યુ કે
નંદીની આપની પુત્રી છે ? ના મહારાજ , આ નંદીની તો મારી
પ્રાણપ્રિય ગાય છે
અને મને તે
ઇંદ્રએ ભેટ આપેલ
છે. રાજા ચકિત થયી ગયો
અને અચાનક જ તેનામાં રાજા હોવાનો ઘમંડ સવાર
થયો :તેણે કહ્યુ કે હે ઋષીવર
આપ આપની આ
ગાય મને ભેટ
આપો હુ તેના
બદલામાં આપને દશ હજાર
ગાયો આપીશ : વશિષ્ઠે કહ્યુ કે મહારાજ
આપ આપનુ સમગ્ર રાજ્ય
પણ આપો તો પણ
હુ બદલામા નંદીની ના
આપી શકુ : તે ઇંદ્રની
આપેલી ભેટ છે. : કૌશિકને આ અપમાન લાગ્યુ: અને તેણે બળજબરીથી આ ગાય
પોતાની સાથે લીધી : નંદીની એ
વિવશબનીને વશિષ્ઠની સામે જોયુ : વશિષ્ટે જણાવ્યુ કે
હે પુત્રી ,મે મારી ઇચ્છાથી રાજાને નથી આપી -
જો તારી ઇચ્છા ના હોય
તો તુ તારી રીતે નિર્ણય કરી
શકે છે -અને નંદીની કૌશીકના
સૈન્યનો સંહાર કરીને પરત
આવી ગયી. કૌશીક સહમી ગયો - એક
ઋષીના તપમા આટલી
બધી તાકાત ? હુ પણ
તપ કરુ :અને
તે કૈલાશ જયીને તપ કરીને શિવજીને
પ્રસન્ન કરે છે
અને શિવજી પ્રસન્ન
થાય છે પણ
ખરા અને અનેક આયુધો તેને આપે છે. આ
આયુધો સાથે તે વશિષ્ટઃ
પાસે આવે છે
અને બન્ને વચ્ચે એ જ વાતનુ
પુનરાવર્ત્ન થાય છે અને
અનેક દૈવી આયુધોની ક્ષમતા હોવા
છતા પણ રાજાની હાર થાય છે. હવે
રાજા કૌશીકને પારાવાર દુ:ખ થાય
છે - આ
તબક્કે ઋચિક ઋષીના સંસ્કાર
તેનામાં જાગ્રુત થાય છે
અને તે ફરી નિ:ષ્કામ
તપ કરવા પ્રયત્ન કરે છે : તેના
તપનો ભંગ કરાવવા માટે
ઇંદ્ર પ્રયત્ન કરે છે -
સફળ પણ થાય છે -
અપ્સરા મેનકા સામે તે
હારી ગયા અને શકુંતલાની ભેટ આપી -
ફરી પાછા તપલીન બને
છે – પણ આ વખતે અપ્સરા રંભા સામે તેઓ હારતા
નથી - અને
સાચે જ રાજર્ષી માંથી બ્રહ્મર્ષી પદને લાયક
બને છે - હવે
તેઓ એકવાર ફરી
વશિષ્ઠ પાસે આવે
છે ત્યારે તેઓ નિ:ષ્કામ હોય છે : નંદીની પ્રાપ્ત કરવાની
ઇચ્છા નથી અને
ત્યારે બ્રહ્મર્ષી વશિષ્ઠ તેમને પણ
બ્રહ્મર્ષી તરીકે સંબોધે છે. હવે એક ક્ષત્રીય
પાસે અનોખુ બ્રહ્મતેજ
આવી જાય છે.
આ તેજના પ્રભાવથી તેઓ એકવાર
તેમના અનુયાયી તેવા રાજા ત્રિશંકુને તેની
ઇચ્છા મુજબ સદેહે સ્વર્ગમા મોકલે
છે પણ
ઇંદ્ર તેને પ્રવેશવા દેતો નથી
આથી ત્રિશંકુ ઉંધા
માથે પૃથ્વીપર પરત પછડાવા લાગ્યો અને વિશ્વામિત્રને પોકારે
છે આ તબક્કે ફરી તે
પોતાના યોગબળે ત્રિશંકુને સ્વર્ગ અને
પૃથ્વી વચ્ચે જ રોકી રાખેછે
અને વચ્ચે જ માયાવી સ્વર્ગ બનાવીને તેની
ઇચ્છા પુર્ણ કરે છે. આ એ જ
વિશ્વામિત્ર છે જેમણે એક વાર
મહાન સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કઠીનમાં કઠીન પરીક્ષા
લીધેલી અને તેને
રાજ- પાટ , પત્ની
,અને પુત્રથી
અળગો કરી દિધો
પણ તે ડર્યો નહોતો
અને અંતે ઘીના ઠામમાં ઘી આવી
ગયુ અને રાજાને તેની પત્ની તારા અને
પુત્ર રોહિત સમેત રાજ પાટ સુપ્રત
કરી દિધુ. સામાન્ય રીતે કહેવાય છે કે ઋષીમુનીઓ કદી
ક્રોધ કરતા નથી – માન અપમાન થી
પર હોય છે
અને આ અહંકાર અને માનસન્માનથી પર
હોય તે જ સાચા ઋષી -
પણ વિશ્વામિત્ર એક એવા
ઋષી હતા જે ઋષીઓના આ સ્વભાવથી
થોડાક અલગ હતા
- અને એટલે જ તેમને
બ્રહ્મર્ષી બનતા વાર
લાગી કારણ સ્પષ્ટ છે કે
તેમનામાં ક્ષાત્રતેજ પણ હતુ જે
ગર્વને પોષતુ હતુ અને ઋષી
ઋચિકના પણ સંસ્કાર હતા જે બ્રહ્મતેજને પણ
પોષતુ હતુ. સાંભળો રાજન : આ ક્ષાત્ર તેજ અને
બ્રહ્મતેજ્નો સંગમ તે
વિશ્વામિત્ર અને બ્રહ્મતેજ
અને ક્ષાત્રતેજનો સંગમ
તે પરશુરામજી: બન્ને કૌટુમ્બીક
સભ્યો : પહેલી અને છેલ્લી વાર
જનકરાજાના દરબારમાં - સીતા સ્વયંવર વખતે ભેગા થયી
ગયા જ્યારે દશરથ કુમાર
રામે શિવજીનુ ધનુષ્ય
તોડ્યુ અને પરશુરામને ખ્યાલ
આપ્યો કે હવે તમારો યુગ પુર્ણ થયો
છે. ત્રેતાની શરુઆત થાય છે. એ
જ રીતે ક્ષાત્ર અને બ્રહ્મતેજના સંગમ સ્વરુપે વિશ્વામિત્રની પુત્રી
શકુંતલા :અને તેનો પુત્ર ભરત
જેના આપ વંશજ છો .આ
ત્રેતા યુગ સુધી તો
માત્ર ક્ષાત્રતેજ અને બ્રહ્મતેજનો જ પ્રભાવ હતો - આસુરી તત્વો હતા પણ
પણ આ આસુરી
તત્વો પણ મુળ તો ઋષીમુનિઓના જ અંશ
હતા.: ધાર્મિક પ્રકૃતિના પણ હતા , જપ , તપ , યજ્ઞ
યજ્ઞાદિમાં પણ પ્રવ્રુત્ત રહેતા
હતા : આ બે યુગ સુધી તો
બરાબર ચાલ્યુ : સતયુગ અને
ત્રેતાયુગ: પણ ધીમેધીમે
વાતાવરણ ડહોળાતુ તો
જતુ જ હતુ.: કલીનુ તો
નામ નિશાન પણ નહોતુ.
પાપાજી
ક્રમશ:




No comments:
Post a Comment