Laghubhagavat 41 Parashuram





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         41

                                   -:   પ ર  શુ  રા   : -

            શુકદેવજી  પાસે  રાજા  પરિક્ષીતે   પરશુરામ    વિષે   પ્રુચ્છા  કરતા  શુકદેવજી  જણાવે  છે  કે  ગાધીની પુત્રીનુ નામ  સત્યવતી  હ્તુ અને: ઋચિક   ઋષીએ   તેનો હાથ  માગ્યો   પણ  રાજાએ  પોતાની  ઉચ્ચતા   દર્શાવીને ના   પાડી  અને   શરત  મુકી  કે જો તમે  મારા  માટે એક  હજાર  સફેદ   અશ્વ   લાવી આપો કે જેનો એક  કાન   શ્યામ  વર્ણનો  હોય.ઋચિક  સમજી ગયા  પણ  તેમણે આ  શરત પુર્ણ કરી  અને  સત્યવતી  સાથે  જોડાયા..એક વાર  ઋચિકજી  પાસે  તેમની પત્ની સત્યવતી અને  તેમનાં સાસુ  :  બન્ને એ  પુત્રની  ઇચ્છા પ્રગટ કરી ,ઋચિકજીએ  બન્નેને પ્રસાદના  એક  એક  પડીયો   આપ્યા  અને  તે  સ્નાન  ક્રરવા ચાલ્યા ગયા. આ  ગાળામા  સત્યવતીનો પડીયો તેની માતાએ  માગી  લીધો  અને   ત્રેની માતાનો પડીઓ સત્યવતીએ  લીધો અને  પ્રસાદ  આરોગી  લીધો . સત્યવતીએ ઋષીને  જાણ  કરી  ત્યારે  તે  બોલ્યા આ  તમે  ભુલ  કરી : હવે  તમારોપુત્ર લોકોને  દંડ  દેનાર ઘોર  અને  કૃર  પ્રકૃતિનો  થશે.સત્યવતી  કરગરી પડ્યા   આથી   ઋષીએ  જણાવ્યુ  કે  ભલે  તમારો પુત્ર નહી   પણ   પૌત્ર આ  પ્રકૃતિનો થશે  :  અને  તે  સત્યવતીનો પૌત્ર   તે ;:  પરશુરામજી ;:
       સત્યવતીના ગર્ભથી    ઉત્પન્ન  થયેલ પુત્ર  તે   જમદગ્ની ;  તેમના  લગ્ન રેણુ   ઋશીની પુત્રી  રેણુકા   સાથે થયા  હતા અને તેમના  સૌથી  નાના સંતાન  તે   પરશુરામજી. આ બાળક નાનપણથી જ  તેજ  મીજાજ   ધરાવતો   ઉગ્ર સ્વભાવનો અને ઝડપી  નિર્ણયો લેનારો બાળક  હતો.  માતા  રેણુકા  તેને   રામ  કહીને જ બોલાવતા  હતા. એક  વાર  હૈહય વંશનો રાજા  અર્જુન ફરતો ફરતો તેના દશ  હજાર  સૈનિકો  સાથે જમદગ્ની ઋષીના  આશ્રમે  આવ્યો.  ઋષીએ  તેનુ  ભવ્ય સ્વાગત  કર્યુ: પળભરમા  તો  રાજા અને   તેના  તમામ  સૈનિકોને  ભોજન  પણ  આપ્યુ  અને  સૌને  આશ્રમમાં આરામ કરાવા   કહ્યુ. રાજા  અર્જુન-  જે  પોતે  પણ  એક  શ્રેષ્ઠ  ક્ષત્રીય હતો  અને    ઉપરાંત તેણે  ભગવાનના અંશાવતાર સમા  દત્તાત્રેયજીને પ્રસન્ન કરીને હજાર ભુજાઓ માગી અને  યુધ્ધમાં  તેને કોઇ  હરાવી શકે  નહી   તેવુ વરદાન પણ મેળવી લીધેલુ.આથી  તે  વધુ પડતો ઉધ્ધત   વિવેકહીન અને  સ્વચ્છંદી  પણ  બની  ગયેલો તેણે વિચાર્યુ  કે  આ ઋષીએ  આટલા બધા  માણસોને પળભરમા કેવીરીતે જમાડ્યા? તેને ખબર  પડી  કે  ઋષી   પાસે  એક  કામધેનુ  ગાય  છે  જે  તેમની બધી  જરૂરિયાતો  પુરી પાડે છે.   તેણે   વિચાર્યુ કે  આવી   ગાય  તો  રાજા   પાસે  જ હોવી જોઇયે –અને   રાજ્યની   ગૌશાળામાં જ શોભે : આથી  તેણે   સૈનિકોને  હુકમ  કર્યો કે   આ ગાય  આપણી  સાથે લયી  લો ‌- તેણે  ઋષીને પુછ્યુ પણ  નહી  અને    ગાય  લયીને ચાલતો થયો.તે સમયે જમદગ્ની કે પરશુરામ  આશ્રમ પર  નહોતા  પણ   પરશુરામ  આવ્યા  ત્યારે   માતા  રેણુકાએ બધી  વાત કરી  અને   ગુસ્સાથી  રાતાપીળા થયેલા  પરશુરામ  એક  હાથમાં  પોતાની ફરસી અને  અન્ય હથીયાર સાથે   તેમણે રાજાનો પીછોકર્યો અને   જોતજોતામા  તો તેમને  અર્જુનને આંબી   લીધો -  રાજા કે   તેના સૈનિકો કયી  જ વિચારે તે  પહેલા તો   પરશુરામે દશ  હજાર  સૈનિકોનો વધ  કરી   નાખો અને  રાજા  અર્જુન  જે   સહસ્ત્રાર્જુન કહેવાતો હતો  તેની હજાર   ભુજાઓ કાપી નાખી અને   રાજાને પણ  મારી નાખ્યો  અને  પોતાની  ગાય   કામધેનુ   સાથે પોતાના આશ્રમે  આવી    ગયા.તે  સમયે જમદગ્ની  પણ  આવી  ગયા  હતા  અને તેમણે જ્યારે   જાણ્યુ કે   મારા રામે   રાજાનો વધ  કર્યો  છે  ત્યારે તેનુ  પાપ  નિવારણ માટે એક  વર્ષ  વનમા  મોકલવાની  સજા  પણ  પરશુરામને કરી  અને  રામે તે   સ્વીકારી પણ   ખરી. પણ  તેમણે કહ્યુકે હુ  આ ક્ષત્રીયોની  આવી    તુમાખી અને   ઉધ્ધતાઇ  ચલાવીશ નહી  - બીજી બાજુ  સહસ્ત્રાર્જુનના   પુત્રો પિતાના મોતનો બદલો લેવા  માટે  આશ્રમ પર    આવે  છે ત્યારે પણ  પરશુરામ આશ્રમ  પર  નહોતા એ તકનો લાભ  મેળવીનેતેમણે   જમદગ્નિનુ માથુ   વાઢી નાખ્યુ. અને  ભાગી ગયા  : માતા રેણુકા ઘણુ  કરગર્યા  પણ  આ હૈહવકુમારો નિર્દય્    રહ્યા અને ભાગી ગયા – પરશુરામ આશ્રમે  આવતાં  જ તેમને ખબર પડી  અને  તેમણે તરત જ હૈહવકુમારોનો  પીછો  કર્યો  અને  તેમને  પલવારમા તો   સૌને સમાપ્ત  કરી  દીધા,. પરશુરામે તેમના પિતા જમદગ્નીના વધને  નિમિત્ત બનાવીને તેનો દોષ  ક્ષત્રિયો ઉપર  ઢોળીને સમગ્ર પૃથ્વી પરથી   એકવીસ વાર  ક્ષત્રીયોનો   ખાત્મો  બોલાવી   દીધો.  તેઓ   એક  સમર્થ ધનુર્ધર હતા  - શાંતનુ કુમાર  દેવવ્રત – ભીષ્મ –પરશુરામજીના  શિષ્ય હતા  - આમ   તો  પરશુરામજી  માત્ર   બ્રાહ્મણોંને જ  વિદ્યા આપતા  હતા  - કૌરવો  અને  પાંડવોના   ગુરુ  દ્રોણાચાર્ય પણ   તેમના     શિષ્ય હતા – કર્ણે પણ  તેમની જ પાસેથી વિદ્યા   મેળવી હતી  પણ  પોતે બ્રાહ્મણ   છે “તેમ   ખોટુબોલીને  વિદ્યા પ્રાપ્ત કરેલી પણ આ ભંડો ફુટી   જતા   પરશુરામે  કર્ણને  શાપ   આપેલો  કે  તને  જ્યારે  મારી  વિદ્યાની    ખરેખર જરૂર હશે ત્યારે  તુ તે   ભુલી  જયીશ  -  અને   ખરેખર  જરૂરતના પ્રસંગે  તે  વિદ્યા ભુલી ગયેલ   -તેમની  પસે   શિવજીએ  આપેલુ એક  ધનુષ્ય  હતુ   જે  ઉચકવા માટે  પણ  કોઇ સમર્થ    નહોતુ  તો  પછી    પ્રત્યંચા   ચઢાવવાની તો  શક્તિ જ કોની હોય  ?  તે   ધનુષ્ય તેમણે જનક  રાજાને  આપ્યુ હતુ. જનકે પોતાની  પુત્રીના લગ્ન સ્વયંવર  વખતે   શરત   રાખેલી કે જે   આ ધનુષ્ય પર  પ્રત્યંચા   ચડાવશે   તેની સાથે સીતા  મારી પુત્રી  લગ્ન કરશે   લંકા પતિ  રાવણ પણ  આ ધનુષ્ય  ખસેડી  સુધ્ધા  ના  શક્યો   પણ  અયોધ્યા નરેશ દશરથનંદન   રામે  આ ધનુષ્ય પળમા  ઉપાડી   લીધુ અને  પ્રત્યંચા ચડાવતા જતા  પ્રચંડ  ધડાકા  સાથે  ધનુષ્યના  બે  ટુકડા  થયી   ગયા  - આ  અવાજ  ગગનભેદી હતો  અને  તે  પરશુરામે  પણ સાંભળ્યો અને  એમને થયુ  કે આતો શિવજીનુ  આપેલ  ધનુષ્ય તુટ્યુ  - કોણે તોડ્યુ ?અને  મારફાડ  કરતા અને ક્રોધાગ્નીથી સળગાતા   પરશુરામ  સ્વયંવરમા  આવી  પહોચ્યા . જનક    રાજા પણ  ગભરાઇ ગયા  - આ ધનુષ્ય તુટી    જશે  તેવો તો   કોઇને પણ  ખ્યાલ  જ ક્યાથી  આવે  ?  તેમણે  પ્રથમ  તો  જનકરાજાને  ભાંડવા માંડ્યા  - અરે   જડ  જનક  -આ   શુ  કર્યુ? આ કોણ  છે  જેણે મારુ ધનુષ્ય   તોડી નાખ્યુ ?  રામે સ્વસ્થતાથી  કહ્યુ  મહારાજ  આપ  ગુસ્સે નાથાવ – ધનુષ્ય જુનુ  હતુ   અને   તુટી ગયુ  - તેમાં કોઇનો દોષ  નથી  - પરશુરામ  ખુબ  ગુસ્સે થયા  પણ   પછી  તેમને ખ્યાલ આવ્યો  કે    તો  અવતારી પુરુષ  છે – ભગવાન વિષ્ણુનો જ અવતાર  છે – અને  તેની જાણ  થતા  જ તેઓ  રામને  પગે  લાગીને સભામંડપ  છોડીને  જતા   રહ્યા હતા.   તેમને   ખાત્રી થયી  ગયી  કે  તેમનુ  અવતાર  કાર્ય  પુર્ણ થયેલ છે.
કહેવાય  છે  કે  પરશુરામજી  પણ    સાત  અજરામર વ્યક્તિઓ : વ્યાસજી, બલી કૃપાચાર્ય , અશ્વત્થામા,,વિભિષણ  ,હનુમાન  અને   પરશુરામ    પૈકી   એક    છે :પરશુરામ  :
પાપાજી
ક્રમશ :


No comments:

Post a Comment