Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
32
-: ધ્રુ વા ખ્યા ન : -
હે રાજન , હવે હુ આપને અવિચલ પદ ધારી કુમાર ધુવની કથા સંભળાવુ છુ. સૌથી નાની વયે ધ્રુવને જે સિધ્ધી મળેલી તે અજોડ સિધ્ધી હતી. કેટલાક બનાવો જીદગીમાં એવા બનતા હોય છે જે તમારી જીદગી પલટી નાખે છે : આવુ જ કૈક ધ્રુવ માટે પણ બની ગયુ.
ઉત્તનપાદ રાજા હતો . તેને બે રાણીઓ હતી : સુરુચી અને સુનિતી. પણ રાજાનુ વલણ સુરુચી પ્રત્યે વધારે ઢળેલુ હતુ અને તે જાણીને સુરુચી પણ ધરતીથી બે ડગલાં અધ્ધર ચાલતી રહેતી અને તેના મિજાજનો કોઇ પાર નહોતો. તેનો વર્તાવ સુનિતી સાથે ખુબ જ હલકી કક્ષાનો હતો. સુનિતી રાજાની અણમાનીતી રાણી તરીકે જાણીતી હતી. સુરુચીને એક પુત્ર હતો : ઉત્તમ અને સુનિતીને પણ એક પુત્ર હતો તે ધ્રુવ.
એક સમયે કુમાર ધ્રુવ રમતા રમતાં રાજ દરબારમાં આવી ગયો અને મહારાજ ઉત્તનપાદના ખોળામા બેસી ગયો – મહારાજે પણ તેના માથા પર વહાલથી હાથ ફેરવતા હતા તે જ સમયે મહારાણી સુરૂચી પણ અચાનક જ દરબારમા આવી પહોચી અને તેણે જોયુ કે ધ્રુવ મહારાજના ખોળામા રમે છે આથી તે ધુવા પુવા થયી ગયી - અને તેણે એક ઝટકે ધ્રુવનો હાથ પકડીને તેને મહારાજના ખોળામાંથી દુર કરી દિધો - રાજા ઉત્તાનપાદ ડઘાઇ ગયા - પણ નારી વિવશ રાજા એક શબ્દ પણ બોલ્યા નહી - આથી સુરુચીનો જોર ચઢ્યુ અને ચીસ પાડી ઉઠી - અરે છોકરા - તારી હિમ્મત કેવીરીતે થયી કે તુ મહારાજના ખોળામા બેસી જાય ? ઉઠ અને ભાગી જા- આ ખોળામા તો મારી કુખે જન્મ લેનાર બાલક જ બેસી શકે. - જા ભાગ અહીથી – જંગલમા જયીને ભગવાનનુ તપ કર અને મારા પેટે અવતાર મેળવીને આવજે - – અપમાનિત થયેલો ધ્રુવ - ભલે નાનો હતો પણ સમજુ હતો -લાચાર પણ હતો અને લાચાર બાળકનુ હથીયાર તે રૂદન - આંસુ વહાવતો તે તેની માતાની પાસે ગયો - માતાએ તમામ હકીકત જાણી અને તે પણ રડવા લાગી - લાચાર નારી પાસે પણ રૂદન અને આંસુ સિવાય કશુ જ નહોતુ જે ધ્રુવને આપી શકે . લાગણીથી ઘવાયેલ ધ્રુવ ઘર છોડીને જંગલ માર્ગે જવા લાગ્યો. નારદજીને હબર પડી કે કશુ અજુગતુ બની ગયુ છે અને આ નાના બાળકમા તેમને સાક્ષાત ઇશ્વર દેખાયા - તે તરત જ ધ્રુવની પાસે આવ્યા અને ધ્રુવને સાંત્વન આપ્યુ અને પ્રભુ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો - અને એક મંત્ર પણ શિખવ્યો : “ ॐ નમો ભગવતે વાસુદેવાય “ આ દ્વાદશાક્ષર મંત્ર તને ભગવાનના દર્શન જરૂર કરાવશે - હિમ્મત રાખજે - ધીરજ પણ રાખજે -જપ તોડીશ નહી - ભગવાન જરૂર આવશે ત્યારે તારી વિતક કહેજે અને જે જોઇયે તે માગી લેજે .ધ્રુવે નારદજી ના કહેવા મુજબ તપ આદર્યુ - છેવટે એક પગે ઉભા રહીને મંત્ર બોલતો રહ્યો - અને તેના તપના પ્રભાવથી ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા અને ભગવાન પાસે ફરીયાદ ગયી એટલે ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરુપે તેની સામે હાજર થયા અને જે ઇચ્છા હોય તે માગવા જણાવ્યુ – જો આ દિવસે પણ તેણે અવિચળ પદ માગ્યુ હોત તો અવશ્ય મળી જાત પણ તેના મનમા થી તેનુ અને તેની માતાનુ જે અપમાન તયેલુ તે ભુલાયુ નહી અને માગીને માતાનો હક્ક માગ્યો –આ અપુર્વ સિધ્ધી સાથે તે નગરમા પાછો ફરે છે - રાજાને ખબર પડી -તેના પસ્તાવાનો કોઈ પાર નહોતો -અને જ્યારે તેણે જાણ્યુ કે ધ્રુવ આવે છે ત્યારે તે જાતે તેને વધાવવા ગયો અને તેનુ ઉમળકાથી સ્વાગત કર્યુ – બન્ને રાણીઓ પણ સાથે હતી - ધ્રુવે પોતાની માતાને પ્રણામ કર્યા અને માતા સુરૂચીને પણ પ્રણામ કરી પાય વંદન કર્યુ - તેની આંખો પણ ભરાઇ આવી – આમ તો ઘીના ઠામમા ઘી ભળી ગયુ . એક વાર તેનો ભાઇ ઉત્તમ કુમાર શિકાર કરવા અયો હતો ત્યારે એક બળવાન યક્ષે તેની હત્યા કરી આથી ધ્રુવ ઉશ્કેરાયો અને તેણે યક્ષો ઉપર ચઢાઇ કરી. યક્ષોને થકવી નાખ્યા તે સમયે યક્ષરાજ કુબેર યક્ષોના રાજા હતા અને ભગાન મનુએ કહ્યુ કે પુત્ર ધ્રુવ : કુબેરે તારા ભાઇને નથી માર્યો અને માટે તેમની સાથે આ યુધ્ધ શોભાસ્પદ નથી એમ સ્વીકારીને - માનીને યક્ષરાજ સાથે સુલેહ થયી - યક્ષરાજ કુબેર : એટલે વિશ્રવાની પત્ની ઇડવીદાનો પુત્ર - રાવણનો સાવકો ભાઇ : પોતાના ખજાના માથી અમુલ્ય અને અઢળક ખજાનો તો ધ્રુવને આપ્યો જ પણ સાથે સાથે એક અમુલ્ય ઉપદેશ પણ આપ્યો અને તેમને સિધ્ધીનો માર્ગ બતાવ્યો આમ બાળક ધ્રુવને આ ઉમરે પોતાનુ હિત શામાં છે તે જણાઇ આવ્યુ - તેને પોતાની ભુલ સમજાઇ ગયી કે મે કેવી ભયાનક ભુલ કરી કે જ્યારે ભગવાન ખુદ મારી પાસે આવ્યા ત્યારે મે મુક્તિ ના માગી ? ?પણ ભગવાન વિષ્ણુ તો સર્વજ્ઞ હતા તેમને ખ્યાલ આવી જ ગયો કે હવે ધ્રુવ અવિચલ પદ માટે યોગ્ય છે અને તેમણે પોતાનુ વિમાન પાર્ષદો સાથે ધ્રુવ પાસે મોકલ્યુ અને ધુવને પોતાની પાસે બોલાવી લિધો. આજે પણ એ તારલો આકાશમા અવિચળ છે – ધ્રુવનો તારો. :એક ટોણો , એક અપમાન ,એક ધુત્કાર અને બદલામાં મળે છે અવિચળ પદ - આ શાના પ્રતાપે ? આ પ્રતાપ ભક્તિનો છે . હે રાજન , સાચા મનની ભક્તિ શુ નથી અપાવતી ?
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment