Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
33
-: દ ક્ષ - પ્ર જા પ તિ 1 : -
ભગવાન વિષ્ણુની
નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા
અને ભગવાને પ્રજા
ઉત્પત્તિનુ કાર્ય તેમને સોપ્યુ.
આમ બ્રહ્માજી એ
જગતના પિતા છે
અને તેમણે ઉત્પન્ન
કરેલ પ્રથમ માનસ
પુત્રો પૈકીના એક
તે દક્ષ : પ્રજાપતિ
દક્ષ અથવા દક્ષ
પ્રજાપતિ તરીકે જાણીતા છે.. બ્રહ્માજીના પ્રથ્મ
પુત્રો તે : પૈકી પ્રથમ
સાત તે સપ્તર્ષી તરીકે
જાણીતા થયા :
તેઓ છે મરીચી , અત્રી ,
અંગીરા, પુલહા
, પુલત્સ્ય, વશિષ્ઠ , પ્રચેતા, ભ્રુગુ નારદ અને
સનતકુમારો તે ઉપરાંત
બીજા ચાર પુત્રો
ઉત્પન્ન કર્યા : તેમના
અંગુઠામાંથી દક્ષ ઉત્પન્ન
થયા જે દક્ષ પ્રજાપતિ તરીકે જાણિતા થયા
, છાતીના ભાગેથી
ધર્મ ઉત્પન્ન થયા , હ્રદયના ભાગેથી
કામદેવ ઉત્પન્ન થયા , અને
આંખની પાંપણમાંથી અગ્નિદેવ
ઉત્પન્ન થયા,. આ
ઉપરાત એક પુત્રી પણ
મુખ દ્વારા ઉત્પન્ન
થયી : તે શતરુપા :
દેવી સરસ્વતી :
દેવી સરસ્વતીજી મોહક દેહયષ્ટી ધરાવતા હતા – તે બ્રહ્માજીથી
દુર જતા રહેલા
:આથી બ્રહ્માજી જે જે
દિશામાં સરસ્વતીજી ગયા તે
તે દિશામાં મુખ
ફેરવતા ગયા અને
આમ ચારે દિશામાં મુખ ફેરવતા ફેરવતા
તેમને ચાર મુખ
થયા અને છતાંપણ સરસ્વતીજી
તો ના જ
ઉભા રહ્યા - આથી ફરી
તેમણે મુખ ફેરવ્યુ
અને એક પાંચમુ મુખ ઉત્પન્ન
થયુ પણ શિવજીને ખબર
પડી કે બ્રહ્માજી તેમની પુત્રી પાછળ આ રીતે
લોલુપ બનીને દોડી રહ્યા
છે તે જાણીને ખુબ ગુસ્સે
થયા અને તેમણે
બ્રહ્માજીનુ પાંચમુ મુખ છેદી
નાખ્યુ અને બ્રહ્માજીને શાપ
આપ્યો કે તમે આ રીતે પુત્રી
પાછળ જ લોલુપ બની ગયા છો માટે તમારી કોઇ પુજા નહી
કરે. પણ હવે
પસ્તાવો કરે શુ વળે ?
પ્રજા ઉત્પત્તિનો મોટો
ભાર બ્રહ્માજીએ દક્ષ
ઉપર નાખ્યો હતો અને
તેમણે દક્ષને આદેશ આપ્યો કે
પ્રજા ઉત્પત્તિનુ કાર્ય કરો.. પ્રભુના આદેશ મુજબ હવે પ્રજોત્પત્તિનુ કાર્ય કરવાનુ હતુ અને
તે માટે ભગવાને તેમનુ પાણિગ્રહણ પંચજન
પ્રજાપતિની પુત્રી અસિકની સાથે કરાવ્યુ
અને તેની સાથેના સહવાશથી દક્ષને
હજાર પુત્રો થયા જે
હર્યશ્વ કહેવાયા. આ
દરેક પુત્રને તેમણે પ્રજોત્પત્તીનુ
કાર્ય આગળ વધારવા આદેશ આપ્યો પણ
આ પુત્રો ધર્મ
નિષ્ઠ તો હતા જ
અને તેમાં ય તેઅમને નારદજી
મળ્યા અને નારદજીએ
તેમને વૈરાગ્યનો માર્ગ દર્શાવ્યો અને
તેઓ પ્રજા ઉત્પતીથી
દુર રહ્યા. દક્ષને
ખબર પડી કે
તેના પુત્રો તો વૈરાગી બની
ગયા છે આથી
તેને ખુબ દુ:ખ થયુ
પણ બ્રહ્માજીએ તેને આશ્વાશન
આપ્યુ અને ફરી અસિકની
સાથેના સહયોગથી બીજા
પુત્રો ઉત્પન્ન કર્યા જે
શબલાક્ષો કહેવાયા .આ પુત્રો
પણ નિર્મળ મન વાળા , ધાર્મિક પ્રક્રુતિ ધરાવતા હતા
અને તે પણ
નારાયણ સરોવર કાંઠે
પોતાના ભાઇઓ ગયા હતા ત્યા ગયા
અને ત્યાં પાછા તેમને પણ
નારદજી ભેટી ગયા અને નારદજીએ
તેમને પણ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો.
અને તે પણ
બ્રહ્મચારી બની ગયા અને સાધુપદ
સ્વીકારી લિધુ. હવે તો હદ
થયી –દક્ષ પણ ખુબ
ચિડાયો મારા બધા પુત્રોને
આ નારદે સન્યાસી બનાવી દિધા. તેમણે નારદજીને ખુબ ભાંડ્યા – અરે શાપ
પણ આપી દિધો – નારદ તુ
જ્યા જયીશ ત્યા તારો પગ
લાંબા સમય માટે
ટકશે નહી - તુ ભટકતો
રહીશ – નારદે ભગવાન વિષ્ણુને ફરીયાદ કરી
પણ ભગવાન વિષ્ણુએ તેમને
જણાવ્યુ કે નારદ આ
શાપ નથી પણ
એક છુપો આશિર્વાદ છે . આ
શાપથી તમોને ત્રણેય
લોકમા ફરવાનો પરવાનો મળે છે
અને મારા આશિર્વાદ છે
કે તમે જ્યા
પણ જશો ત્યા તમારુ
દેવોચિત સ્વાગત થશે અને તમે
દેવર્ષી તરીકે જાણિતા થશો.
નારદજી તો ખુશ થતા
થતા અને “ નારાયણ -
નારાયણ “
જપતા નીકળી પડ્યા ત્રણે લોકની સફરે.
માત્ર શાપ
આપવાથી દક્ષનુ દુ:ખ ઓછુ ના થયુ
અને ફરી બ્રહ્માજી
પાસે ગયા અને
ફરી બ્રહ્માજીએ તેને આશ્વાશન
આપ્યુ અને અસિકની સાથેના સહવાશ
થી તેમણે આ વખતે પુત્રીઓને જન્મ
આપ્યો.આ દરેક પુત્રી દક્ષને
ખુબ પ્રેમ કરતી હતી -
પુત્રોની સરખામણીમાં પુત્રીઓએ તેનુ
મન હરી લીધુ
અને પીડા પણ હરી
લીધી. કદાચ એટલે જ કહેવાતુ
હશે કે
પુત્રી તો વહાલનો દરિયો કહેવાય.
આવી એક નહી બે
નહી પુરી સાઠ પુત્રીઓ
મળી દક્ષને – તે ખુબ ખુશ હતો – હવે
તે તેમના પિતા બ્રહ્માજીની ઇચ્છા પુરી કરી
શકશે તેમ માનીને
તેમણે પોતાની દશ પુત્રીઓને
ધર્મ સાથે પરણાવી ,બીજી તેર પુત્રીઓને કશ્યપ સાથે
પરણાવી, સતાવીસ પુત્રીઓને તેમણે ચંદ્ર સાથે
પરણાવી , બે પુત્રીઓને
ભ્રુગુના પુત્રો સાથે પરણાવી , બે પુત્રીઓને અંગીરા
સાથે પરણાવી , એક પુત્રી ને કામદેવ સાથે પરણાવી , એક પુત્રી
સતી બાકી રહી - તે મનથી શિવજીને
વરી ચુકી હતી પણ દક્ષની
અનુમતિ નહોતી-તે સતીને આ જોગી સાથે
પરણાવવા રાજી નહોતા- પોતાની પુત્રીને સ્મશાનમા
ઘર રાખીને રહે તે મંજુર નહોતુ
- પણ સતી અડગ હતી અને દક્ષની
નામરજી છતા પણ સતી શિવને જ
પરણી. દક્ષના મનમાંથી સતી પ્રત્યેનુ માન જતુ રહ્યુ – પણ
સતીને કયીજ ખોટુ નહોતુ લાગ્યુ - પુત્રી
હતી ને – પુત્રી માટે માબાપ
એ તો ગોળનુ ગાડુ કહેવાય. જોઇયે તેનુ ભાગ્ય
તેને ક્યાં લયી જાય છે.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment