Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
-: સ તી નુ અ ગ્નિ સ્ના ન : -
સતી એ દક્ષની સૌથી નાની પુત્રી હતી. દક્ષની ઇચ્છા હતી કે તેને યોગ્ય પણ કોઇ સારો અર મળે તો તે પણ સાસરે જાય , સુખી સંસાર ભોગવે, વૈભવમાં રાચે . પણ અત્યંત લાદકોડમા ઉછરેલી સતી જુદુ જ વિચારતી હતી - તે મનથી ભગવાન શિવને પસંદ કરી ચુકી હતી અને તેણે દક્ષને પોતાની પસંદ જ્યારે જણાવી ત્યારે દક્ષ માત્ર નારાજ જ નહી ઉત્તેજીતઅને ક્રોધિત પણ થયી ગયો. – અરે મુર્ખ પુત્રી તુ આ જોગીમાં એવુ તે શુ ભાળી ગયી છે ?જેને રહેવા ઘર પણ નથી , બાવા જેવો અર્ધનગ્ન હાલતમા માત્ર વ્યાઘ્રચર્મ વીટીને ફરતો આ ભિક્ષુક મારો જમાઇ ? તે મારો જમાઇ થયી જ ના શકે – પણ સતી મક્કમ હતી.તેના પિતાએ પસંદ કરેલ જમાઇઓ મોટે ભાગે એક કરતા વધારે પત્નિઓ ધરાવતા હતા -માત્ર રતિ અને સતી : આ બે બહેનોના જ પતે એક હતા અને તેમનુ દાંપત્ય શ્રેષ્ઠ ગણાઇ રહ્યુ હતુ..પણ દક્ષ પોતાનો અણગમો છુપાવી નહોતો શકતો. એક બાજુ દેવાધિદેવ ભગવાન શંકર - વિશાળ હ્ર્દય અને મન ધરાવતા અત્યંત સૌમ્ય – સરળ અને નિખાલસ – એવા શિવજી - ભોળાનાથ- અને બીજી બાજુ દક્ષ જેવો ઘમંડી રાજા – શિવજીના મનમા કોઇ વેરભાવ નથી પણ દક્ષ પોતનુ અવમાન સહન કરી શકતો નહોતો. એક વાર એક યજ્ઞ સભાના અધ્યક્ષ દક્ષ હતા અને તમામ આમંત્રિતો દક્ષના આગમન વખતે ઉભા થયી ગયા હતા - પણ તે સમયે હાજર શિવજી ઉભા ના થયા આથી તો દક્ષ ખુબ ઉશ્કેરાયો પણ ભરી સભામાં તે મહા મહેનતેખામોશ તો રહ્યો. પણ આ વાતનો દંખ તેના મનમાથી ગયો જ નહી.
એક વખત દક્ષે પણ એક મહા યજ્ઞનુ આયોજન કર્યુ અને આ યજ્ઞમાં તેણે તમામ દેવ- દેવતાઓ વિ.વિ. ને અનેક આમંત્રણો આપ્યા , દરેકના અલગ અલગ સ્થાન નક્કી કરી આપ્યો ,પણ તેણે શિવજીનુ ના તો સ્થાન રાખ્યુ કે ના તો આમંત્રણ પાઠવ્યુ અને આમ કરીને તેણે પોતાના અપમાનનો બદલો લીધો. યજ્ઞના દિવસે તમામ આમંત્રીત દેવ દેવતાઓ વિ.વિ, પોત પોતાના વીમાનમાં બેસીને આકાશમાર્ગે યજ્ઞસ્થળે જવા રવાના થતા હતા –અને દેવી સતી આ બધાને જોતી હતી – તેણે શિવજીને પ્રર્થના કરી કે ચાલો આપણે પણ મારા પિતાના યજ્ઞમાં હાજરી આપિયે – પણ શિવજી પીઢ અને સમજુ હતા - તેમણે કહુ દેવી આપ્માત્ર પુત્રી તરીકે વિચારો છ પણ આપનને આમંત્રણ જ નથી મળેલુ - આપનને જાણી બુઝીને આમંત્રણ નથી પાઠવેલુ – અને વગર આમંત્રણે જવાય નહી – સતીએ દલીલ કરીકે ગુરુના ઘેર શિષ્ય અને માતાપિતાને ઘેર સંતાન - વગર આમંત્રણે પણ જયી શકે છે – પણ શિવજીની દલીલ પણ તર્ક બધ્ધ હતી -
આવ નહી , આદર નહી , નહી નયનોમે નેહ
ઉસ ઘર કદી ના જાઇએ , કંચન વરસે મેઘ
સતીની દલીલ માત્ર વાત્સલ્ય અને પિત્રુ પ્રેમ આધારિત હતી પણ શિવજી તો જ્ઞાની અને સમજુ હતા - છતા નરી વિવશ તો ના કહેવાય પણ સતીની ઇચ્છા મજબુત છે જાણિને કહ્યુ કે તમે એકલા જયી આવો - અને સાથે બે અંગરક્ષક લેતા જજો .સતી અને શિવજીના બે ગણ યજ્ઞ મંડપમાં પહોચે છે – દક્ષે તેમને જોયા પણ આંખ આડા કાન કર્યા – તેમણે સતીને બોલાવી પણ નહી - સતી ગુસ્સે તો થયી પણ ખામોસ રહી અને માતાને મળી મતાએ ધ્ત્કારી તો નહી પણ -મોળો પ્રતિસાદ આપ્યો - હવે દતી ખરેખર ગુસ્સે થયી - અને તેના ગુસામા ઘી હોમાય તેવુ તેને જોયુ કે આ યજ્ઞ મંડપમા શિવજીનુ સ્થાન જ નહોતુ રાખેલુ – તેણે ચીસ પાડીને દેવ દેવતાઓને પ્રશ્ન કર્યો કે શિવજીનુ આસન ક્યા છે ? અને જો આપ સૌ તે જાણો છો છતા કેમ ચુપ છો ? પણ ઓઇએ જવાબના આપ્યો- આથી સ્વમાન ભંગ થયેલ સતી બોલી ઉઠ્યા કે શિવજીની વાત સાચી જ હતી અને હુ ના માની –હવે હુ શુ મોઢુ મોઢુ લયીને કૈલાસ જયી શકીશ ? અને આમ વિચારીને કોઇ કશુ સમજે વ્ચારે તે પહેઆ તો સતી યજ્ઞકુંડમાં કુદી પડ્યા – સમગ્ર યજ્ઞ મંડપમા હાહા કાર મચી ગયો - અને શિવજીના ગણોએ જ્યારે આ જોયુ ત્યારેતે પણ હેબતાઇ ગયા – આપણે સ્વામીને શુ જવાબ આપિશુ ?અને તેમણે આડે ધડ યજ્ઞનો વિધ્વંશ કરવા માંડ્યો -યજ્ઞ મંડપમાં દોડધામ મચી ગયી - શિવજીના ગણોએ દક્ષના તમામ રક્ષકોને મારી નાખ્યા અને દક્ષને પણ મારી નાખ્યો . શિવજીને માહિતિ મલતાં જ તે દોડી આવ્યા અને તેમનો ક્રોધ જોઇને સૌ ડરી ગયા - સૌએ તેમને શાંત પાડવા પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ તેમને શાંત પાડ્યા અને દક્ષના માથા ઉપર બકરાનુ માથુ મુકીને તેને પણ જીવીત કર્યો અને યજ્ઞ પુર્ણ તો કરાવ્યો. પણ હતાસ શિવજી સતીની અર્ધદગ્ધ કાયાને ખભા ઉપર ઉચકીને કૈલાસ તરફ જવા રવાના થયા. કહેવાય છે કે રસ્તામા જે જે સ્થળે સતીના અવશેષો પડ્યા તે તે સ્થાન શક્તિ પીઠ તરીકે જાણીતાં છે .
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment