Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
35
-: ઋ ષ ભ દે વ : -
શુકદેવજીએ રાજા
પરિક્ષીતને જણાવ્યુ કે હે રાજન ,સત-યુગના મહા ધુરંધર
રાજાઓ , મહારાણીઓ , રાજકુમારો અને
રાજકુમારીઓ તે મોટા મોટા મહાન ઋષી મુનીઓના
સંતાનો હતા : સ્વાભાવીક
તેમનામા તેમના જ્ન્મ જાત સંસ્કાર
: ધર્મપરાયણતા :
આવી જ જાય. મોટે ભાગે તો
સૌ સત્યનિષ્ઠ , મોટેભાગે સત્ય -ભાષી, દયાળુ , પરગજુ અને
પ્રજાવત્સલ હતા. દેવો અને
દાનવો : બન્નેના પિતા
તો કશ્યપ ઋષી
હતા: માતા અલગ હતી : માતાના સંસ્કાર
પણ સંતાનમા આવે જ :
દાનવોમાં માતાના સંસ્કારનુ
પ્રભુત્વ વધારે હતુ :
છતા પ્રહલાદ જેવા ભક્ત
પણ દાનવ કુળનુ જ સંતાન
હતા અને દાનવીર
બલી પણ એ જ દાનવ કુળનુ સંતાન હતા : આજે
હુ આપને પ્રિયવ્રતના
પુત્ર આગ્નીધ્રના પુત્ર નાભી
અને તેના પુત્ર
ઋષભ દેવની કથા જણાવુ છુ.
મહારાજ નાભી નિ:સંતાન હતા અને
તેથી તેમના પત્ની મેરુદેવી અને
તેઓ ઉદાસ રહેતા હતા પણ
રાજ્યના ધર્મનિષ્ઠ પુરોહિતોએ
તે જાણીને રાજાને
યજ્ઞ કરવાનુ સુચન કર્યુ. રાજાએ
તે પ્રમાણે યજ્ઞ કર્યો
અને ભગવાને વરદાન માગવા
કહ્યુ : નાભીએ જણાવ્યુ કે મને આપના
જેવો પુત્ર આપો –ભગવાને કહ્યુ
કે મારા
જેવો તો પુત્ર હોઇ જ ના
શકે પણ હુ જ
આપના ત્યા પુત્રરુપે આવીશ.અને આમ
મેરુદેવીના પુત્ર રુપે ખુદ ભગવાન પધાર્યા : તે જ ઋષભદેવજી: .જે બાળક
ખુદ ભગવાનનો અવતારહોય તેના રુપ
ગુણનુ કોઇ વર્ણન કરી
શકે ખરુ ? રાજા નાભી
પણ ખુબ ખુશ
હતા અને તેમણે કુમાર ઋષભદેવને રાજ્યની ધુરા સમર્પિત કરી દીધી. તેમના સમગ્ર રાષ્ટ્ર : “
“ ‘” “
અજનાભ ખંડ “ : તે જ આજનુ
ભારત : પર
રાજા ઋષભદેવનો પ્રભાવ હતો. તેમની
પ્રજા સર્વ વાતે
સુખીહતી સૌ સુખની નિદ્રા લયી શકતા હતા. દેવરાજ ઇંદ્રને
પણ તેમની ઇર્ષા
આવી અને એકવાર
અજનાભખંડમા વર્ષા રોકી – ઋષભદેવ
પણ સમર્થ
યોગી હતા -તે સમજી ગયા
આ ઇંદ્રનુ જ કારસ્તાન છે અને તેમણે પોતાની
યોગમાયાથી વરસાદ લાવી આપ્યો અને નદી
નાળા છલોછલ થયી
ગયા.ઈંદ્ર છોભીલો પડી ગયો. તેઓએ પોતાના ગુરુજનોના આદેશથી ગ્રુહસ્થ ધર્મ
પણ સ્વીકાર્યો અને દેવરાજ ઇંદ્રની પુત્રી જયંતી
સાથે લગ્ન પણ કર્યા અને તેમના થકી પ્રજોત્પત્તી પણ કરી
અને તે પૈકી સૌથીમોટા તે ભરતજી -
એક સમર્થ રાજવી : ઋષભદેવજીના પુત્ર : જેના
પિતા ખુદ અંશાવતાર હોય :
જેના ગુણોનુ વર્ણન જ શક્ય ના હોય તેવીવિભુતિ : ઋષભદેવ : ખુબ જ્ઞાની , જેમ તેમના પિતાએ
રાજ્યનો પરીત્યાગ કરી દીધેલો તે જ રીતે ઋષભદેવે પણ
પોતાના સૌથી મોટા પુત્ર
ભરતજીને રાજગાદી સુપ્રત કરી
દીધી અને પોતે નિવ્રુત્તિ લીધી . ભલે
તેઓ ગ્રુહસ્થ જીવનમા
રહ્યા પણ તદ્દન નિર્વિકાર બનીને સર્વ કાર્યોથી અલિપ્ત
રહીને ,કામ
ક્રોધ લોભ માયા
થી નિર્લેપ રહીને
જીવન જીવતા હતા. દરેક જીવ
પ્રત્યે તેમને હમદર્દી હતી – જીવ
હિંસાના તો તે પ્રખર વિરોધી
હતા - તેમના
હાથે કદી કોઇ
નાનામાં નાના ક્ષુદ્ર જીવની પણ
હિંસા થાય નહી
તેની કાળજી રાખતા હતા. અરે
માત્ર જીવ હિંસા જ કેમ : માત્ર જીવીત
પશુ પક્ષી કે
માનવ જ નહી પણ
વનસ્પતિને પણ એટલો જ પ્રેમ આપતા
હતા અને કદી
કોઇ પુષ્પ પણ તોડતા
નહી. કોઇ પણ વ્યક્તિનો
જીવ દુભાવવો તે પણ એક
હિંસા જ છે તેમ માનતા હતા
અને તેઓએ કદી કોઇ
જીવને દુભવ્યો હોય તેવુ એક પણ
ઉદાહરણ શોધ્યુ પણ જડે
નહી. કહેવાય છે કે તે એટલી
હદે વિરક્ત થયી
ગયેલા કે ધીમે
ધીમે તમામ આવસ્યકતાઓનો પણ ત્યાગ કરી
દિધેલો અને છેવટે
તો વસ્ત્રોનો પણ
ત્યાગ કરી દીધેલો . હે રાજન
, આપ સાંભળો અને સમજો : મહારાજ
નાભિએ ભગવાન પાસે તેમના
જેવો પુત્ર માગ્યો અને ભગવાને પ્રસન્ન
થયીને પોતે જ તેનાપુત્ર તરીકે અવતર્યા
:જ્યારે કોઇ અવતારી પ્રૂરૂષ જન્મ લે છે ત્યારે
તેના માટે પણ કેટલાક નિર્ધારિત કાર્યો હોય
છે. તેમણે રજોગુણથી ભરેલા લોકોને મોક્ષમાર્ગ બતાવ્યો- તેમની પ્રજા પણ જાણી ગયી હતી કે
આપણો રાજા તો ખુદ ઇશ્વર
જ છે
તેની તુલનામા બીજો કોઇ આવી જ શકે નહી.અને તેમના સંતાનો
પણ અંશાવતારનાં જ સંતાનો છે –કહેવત છે ને મોરના ઈંડા
ચિતરવા પડે ?
ઋષભદેવજીનો સૌથી પ્રથમ સિધ્ધાંતહતો કોઇ જીવને દુ:ખ ના પહોચાડવુ- જેને વિશાળ અર્થઘટન તરીકે અહિસા
ધર્મ આવ્યો અને અહિસાધર્મના પ્રથમ સ્થાપક
ઋષભદેવજી ગણાયા.માત્ર સન્યાસી જ હરી
ભક્ત છે તેવુ ના
માનશો : મે આપને શરુઆતમા જ કહ્યુ છે કે સતયુગના
દરેક રાજા મહારાજાઓ તે ઋષીમુનીઓના
જ સંતાનો હતા - તેનો અર્થ સ્પષ્ટ છે કે તે
મહાન ઋષીમુનિઓ ગ્રુહસ્થજીવન જીવતા જ હતા ; સમજવાનો
પ્રયત્ન કરો : હુ વિરક્ત છુ
: તેનો અર્થ એવો સહેજ પણ ના લેતા
કે મારા
પિતા ઓછી ક્ષમતા વાળા છે
: હુ જેમ અરણી માતાનો
પુત્ર છુ તેમ અને અન્ય રીતે વિદુર
, પાંડુ અને ધ્રુતરાષ્ટ્ર પણ તેમના
જ પુત્રો હતા - તે પણ
ગ્રુહસ્થીહતા –માતા સત્યવતીના દરેક આદેશનુ પાલન કરતા હતા : અને તે પણ ભગવાનના
અંશાવતાર જ હતા - પણ
દરેક અંશાવતાર પાસે જુદુ જુદુ
કાર્ય ઇશ્વરે નિર્ધારેલુ
જ હોય છે. કહેવાય
છે કે ઋષભદેવજી જૈન ધર્મના પ્રથમ તિર્થંકર હતા અને
અહિંસાનો સિધ્ધાંત અને ધર્મ અહીયાથી
શરુ થયો
જેના આદ્ય સ્થાપક્ ઋષભદેવજી
છે. નદીનુ મુળ
અને ઋષીનુ કુળ શોધવાના વામણા પ્રયાસો કરશો નહી :ધર્મ એ શ્રધ્ધાનો વિષય છે - મિથ્યા સાબીતીઓમાં
રાચશો નહી. તેમનો પુત્ર
ભરત પણ
એક એવો શ્રેષ્ઠ
રાજા હતો કે જેનો જોટો
ના મળે “: અને છતા
ય ભાગ્ય કોને ક્યા
લયી જાય છે - આગળ જોઇશુ.
પાપાજી
ક્રમશ:




No comments:
Post a Comment