Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
36
-: ભ ર ત જી : -
કહેવત છે
કે બાપ એવા
બેટા અને વડ
એવા ટેટા - ઋષભદેવજી એક અવતારી
પુરૂષ હતા - અને
સ્વાભાવિક જ એક અવતારી પૂરૂષના સંતાનોમા
કહેવા પણુ હોય ?
ઋષભદેવ જ્ઞાની હતા , સમજદાર હતા
: તેમ્ણે જોયુ કે
ભરત બધી રીતે હવે
કારોબાર સંભાળી લેવા સક્ષમ
છે એટલે તેમણે
પલભરનો પણ વિચાર કર્યા
વગર જ રાજ્યની ધુરા ભરતને
સોપી દિધિ. હે રાજન , પુત્ર
જેમ જેમ ઉંમરલાયક
થતો જાય તેમ
તેમ તેને તે મુજબનુ જ્ઞાન
અને સ્વતંત્રતા આવવી જોઇએ.
પુખ્ત વયનો થાય
એટલે તેને તેની
સક્ષમતા મુજબનુ કાર્ય
પણ સોપવુ જોઇયે - તેના
પર ભરોસો રાખવો જોઇયે - તેને
વધુ પડતા આદેશો પાઠવવાના હોય
નહી પણ શિખામણ
સ્વરુપે માર્ગ દર્શન આપવુ જોઇયે –
અને ખાસ
કરીને પુખ્ત સંતાન સાથે કદી ઉચે સાદે વાત
કરવી નહી- તેને સ્વમાન
ભંગ લાગે તેવુ વર્તન પણ કરવુ જોઇયે નહી.એક અવતારી
પુરૂષને આ બધુ શિખવવાનુ હોય ? તેમનો પુત્ર ભરત બાળપણથી
જ ધર્મપરાયણ હતો – લાગણી
સભર હતો - દયાળુપણ હતો અને
પ્રજાવત્સલ અને ભગવત ભક્ત પણ હતો.
એક રાજામાં હોવા જોઇયે તમામ ગુણો તેનામાં હતા.
કહેવાય છે કે
તેમનો રાજ્ય વિસ્તાર જે અજનાભ
વર્ષ તરીકે જાણીતો હતો
તે તેમના સમયથી
જ ભારત વર્ષ તરીકે જાણીતો
થયો. તેમણે વિશ્વરૂપની પુત્રી
પંચજની સાથે લગ્ન કરેલા અને તેમના સંતાનો પણ તેમનાજેવા
જ ભગવત પ્રેમી અને કાબેલ હતા.
સમય વિતતાં તેમના
પુત્રો પણ ઉંમરલાયક થયા અને
ભરત રાજાએ પણ
તેમના પુત્રોને યોગ્ય સમયે સોપી
દીધો અને પોતે સન્યસ્ત
ધારણ કરી નદી
કિનારે આશ્રમ બનાવી એકાંતવાસ પસંદ
કર્યો. પણ અહિથી
શરુ થાય છે
ભરત રાજાની સાચી કહાની :
હે રાજન : હુ
જાણુ છુ કે
આપ નિરાસક્ત છો : નિર્લેપ અને નિર્વિકારી
પણ છો મહારાજ
જનક વિદેહીને બાદ કરતા
કોઇ આપની તુલનામાં ના
આવી શકે – મહારાજ જનક અને દેવી સુનયના
ગ્રુહસ્થ જીવનમાં હતા છતા તેમના
જેવુ વિરક્ત યુગલ શોધ્યુ જડે
નહી- પણ એક આસક્તિ કેવુ સર્જન કરે છે
તે મારે આપને દર્શાવવુ છે. ભરતજી નિર્લેપ હતા પણ એક
કમનસીબ પળે તેઓ નદીમા સ્નાન સંધ્યા કરતા હતા ત્યારે તેમના હાથમાં અચાનક એક
તાજુ જન્મેલુ મ્રુગબાળ આવી
પડ્યુ - દયા ખાતર
ભરતજીએ તેને ઉચકી લીધુ અને બે પળ
સંધ્યા બાજુ પર
રાખી મ્રુગબાલની સેવામા લાગી ગયા-અને એક
તબક્કો એવો આવ્યોકે તેમને મ્રુગબાળ
વગર ચેન ના પડે અને
મ્રુગબાળ પણ તેમના પડખા માં જ રહે.- અને
આ ગાળામા ભરતજી સ્નાન
સંધ્યા - પુજા પાઠ ભગવત સ્મરણ બધુ ભુલી ગયા
અને તેમને માત્ર હરણ જ હરણ દેખાય – બીજુ કશુ નહી
-અને પળ બે પળ પણ હરણબાળને ના
જુએ તો બેચેન બની
જાય . પણ એક
દિવસ હરણ બાળ ફરતુ હતુ
અને એક હરણનુ
ટોળુ આવ્યુ અને પલકવારમા તો હરણબાળ
તેના જાતિ મિત્રોના ટોળામા ભળી ગયુ
અને ભરતજીની પાસેથી અદ્ર્શ્ય
થયી ગયુ -અને ભરતજી
અવાચક બની ગયા -
મારુ હરણ
મારુ હરણ કરતા
તેમનો જીવ જતો
રહ્યો.અને અંતકાળે હરણના
વિચારોને કારણે અને આસક્તિને કારણે તેમને હરણ
યોનીમા જન્મ લેવો પડ્યો.
પણ ભગવાન
જાણતા જ હતા કે આ તો મારો
ભરત છે
- વિધિના વિધાન મુજબ જ બધુ
બને છે - ભલે આજે તે હરણ છે પણ પુર્વ જન્મના પુણ્યે તેનો
જન્મ એક વિદ્વાન
બ્રાહ્મણના ત્યા થયો :
આ ભુદેવને બે પત્નીઓ
હતી - મોટી ને નવ સંતાનો
હતા અને
નાનીને બે જોડકા
બાળકો હતા એક ભરત અને બીજી
તેની બહેન. કાળક્રમે ભરતના મોટા ભાઇઓએ – જે સાવકા ભાઇઓ
હતા -
તેમણે પિતાની બધી મિલ્કત
પડાવી લિધી પણ ભરતજી
નિર્લેપ રહ્યા - તેમના ભાઇઓ તેમને
પજવતા હતા - જડ કહેતા – પણ
તેમને અસર નહોતી થતી – તેમને શારીરિક પીડાઓ પણ આપતા છતા
ભરતજી નિર્લેપ રહેતા –તેમની બહેનને દુ:ખ થતુ પણ લાચાર હતી – એકવાર તો કેટલાક
લુટારા તેમનો ભોગ માતાને
ચઢાવવા માટે ઉપાડી ગયા – તેમણે જાણ્યુ
કે મ્રુત્યુ નક્કી છે છતા પણ નિર્લેપ -
ધન્ય ભરતજી - અને માતાજીએ
તેમને બચાવી લીધા-એક એવો પણ અવસર આવ્યો કે રાજાના કેટલાક
સિપાઇઓ તેમને રાજાની પાલખી ઉચકવા ઉપાડી
ગયા – તેમણે પાલખી પણ ઉપાડી – પણ
ચાલતા ચાલતા કોઇ જીવ હિંસા ના
થાય માટે ઠેકડા મારતા હતા અને રાજા ડગઁમગી
જતો હતો
-આથી ગુસ્સે થયો અને ભરતજીને ખખડાવવા લાગ્યો -
પણ ભરતજી તો નિર્લેપ –કોઇ
અસર જનહી – ઉપરથી રાજાને ઉપદેશ આપવા લાગ્યા-
રાજા તેમની ઉપદેશ વાણી સાંભળીને ડઘાઇ ગયો - અરેરે મે
કોઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે
પાલખી ઉચકાવી ? આ
રાજા તે રહુગણ- તે જ્ઞાની હતો , વિદ્વાન હતો – અને તેણે ભરતજીની માફી માગી અને ભરતજી પાસેથી ઘણુ જ્ઞાન મેળવ્યુ. ભરતજીએ પણ તેને ઉપદેશ
આપ્યો.
હે રાજન , એક નાની આસક્તિનુ પરિણામ જોયુ
ને ? વાલિયો કુટુબ પાછળ આસક્ત બન્યો,ભાન પડ્યુ અને વાલ્મિકી બન્યો , તુલસીદાસ પત્ની
પાછળ આસક્ત બન્યો અને
પત્નીના ટોણાએ તેને પણ સંત તુલસીદાસ
બનાવ્યો , ભરતજી હરણબાળ
પ્રત્યે આસક્ત બન્યા અને હરણ બનવુ પડ્યુ , આ સંસારમા
એવા અગણિત માણસો છે જે એક યા બીજા પાછળ આસક્ત બને
છે – અને અંતે ધોખો ખાય
છે - જેમ કે રાજા ભરથરી -
યાં ચિંતયામિ સતતંમયિ
, સા
વિરક્તા , સાપિ
અન્ય જન આસક્ત , અન્ય જન અન્યાસક્તા
અરેરે હુ કોના માટે આ મારુ આ મારુ કરે રાખુ છુ -
એ મારુ કોનુ છે ? ક્યા છે ? આનુ નામ જ આસક્તિ .અને મોહ આયાનુ
એક અભિન્ન આવરણ.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment