bhakti sandesh 28 virah vedana






ભક્તિ  સંદેશ
28
વિરહ   વેદના

                 સાંભળો  મહાદેવી : આપણે   માનવલોકમાં  જવાનુ   છે – પૃથ્વીલોક : માનવલોક  : તેના આગવા   કેટકેટલા   ગુણો અને  અવગુણો પણ  છે :  પણ   સૌથી  અગત્યનો ગુણ તેની સંવેદના છે  .  માનવી  એક   સંવેદનશીલ  જીવાત્મા  છે  .   દેવો   માટે કહેવાય છે  કે  તેઓ   સાત્વિક  કક્ષામાં    આવે  : મુક્ત  સ્વાતંત્ર્યમા  જીવનારા -  ઉદાર મતવાદી –પરોપજીવી પણ  ખરા  -  હા  થોડે   ઘણે  અંશે  ઇર્ષાળુ ખરા   -અમારી  સત્તા  જતી  રહેશે તેવો  ભય  પણ  ખરો  -જ્યારે  બીજીબાજુ  દાનવો  તદ્દન  વિપતિત મનોવૃત્તિ વાળા – સંવેદનાહીન -  ક્રૂર , નિર્દય , દયાહીન , ઘાતકી પણ   કહી  શકાય – ધર્મની ભાષામાં  તામસી    પ્રકૃતિ ધરાવનારા   છે  -  જ્યારે માનવો વચગાળાના  જીવો છે  - ધાર્મિક પણ  છે ,  સંવેદનશીલ પણ  છે – ઇર્ષાળુ   પણ  ખરા, , લોભ  લાલચ  જેવા  ષડરીપુ ધરાવના માનવ સંવેદનાની બાબત આગળ  છે – તેની   પાસે લાગણીશીલતા છે  દયા  પણ છે દાનેશ્વરી  સ્વભાવ પણ  ખરો . આપણે તે  દરેકના ગુણધર્મો   જાણીને ત્યાં  જવાનુ  છે  અને  આપણી  ભુમિકા  નિભાવવાની છે .શક  કે  વહેમ     પણ કેવુ પરીણામ લાવે છે   જોવુ છે  ?
       માતા   પાર્વતીજી એકવાર  શિવજી સાથે  વિહાર માટે  નીકળેલાં  ત્યારે તે  સમયે   પૃથ્વી લોક  પર  મારો  અવતાર  થયેલો છે  -  હુ   આપના  વિરહમાં   ઠેર  ઠેર ઘુમતો  ફરતો  હતો  અને  પોકાર કરતો  હતો :  હે  સીતે ,સીતે , તુ  ક્યાં  છે ?  વનમાં આવેલા વૃક્ષોને વેલોને અને  પુષ્પોને  દયાર્દ્ર    ચહેરે   પુછતો  હતો  કે  મારી સીતાના કોઇ વાવડ આપો  - આ જોઇને  શિવજીએ પોતાનુ મસ્તક  મારી  સામે નમાવ્યુ –પણ  પાર્વતિજીને     ના  ગમ્યુ  - અરે દેવાધિદેવ – આપ   કોણ  ? દેવાધિદેવ મહાદેવ –અને  આપ  પૃથ્વીલોકના  એક   પામર  જીવ  સામે આપનુ મસ્તક નમાવીને તેને પ્રણામ કરો છો ? આમાં  આપની  શોભા કેટલી  ? શિવજી કહે છે   કે  દેવી એ  પામર માનવી  નથી – બ્રહ્મ છે  - સાક્ષાત  નારાયણ –પણ  મનુષ્યરૂપે  છે – શંકાશીલ  પાર્વતીજીએ  જણાવ્યુ હુ  ના  માનુ  :   બ્રહ્મ આ રીતે એક   પાગલ આદમીની  માફક આવાં  રોદણાં રડે  ખરા  ?  અને  તેમને   ખબર  ના  હોય કે  તેમની સીતા  ક્યાં છે તેવુ બને     નહી  - શિવજીએ  સમજાવવા પ્રયાસ કર્યો કે  દેવી  આ એક   લીલા છે  અને તેમાં ભગવાન  વિષ્ણુએ    આ એક  ભુમિકા ભજવવાની   છે  અને માતા   સીતાએ   પણ   પોતાની ભુમિકા     ભજવવાની છે  -  પણ  પાર્વતીજી  ના  માન્યાં  -કહે -  હુ    પારખુ કરવા ઇચ્છુ છુ – શિવજીએ  ટકોર કરી  - દેવી ઝેરના   પારખાં કરવા રહેવા  દો  -પણ  સ્ત્રી  હઠ    પાસે લાચાર બની  ગયા  અને   અને   પાર્વતીજીને મનગમતી રીતે ચકાસણી કરવા  જણાવ્યુ – પાર્વતીજી  પૃથ્વી  લોક   પહોચી   ગયા  અને  સીતાનૂ  રૂપ  લઈને રામની પાસે   આવે   છે : પણ  પરબ્રહ્મ  ભગવાન  તો  તેમને  ઓળખે જ ને ?  તેમણે સિતા  સ્વરૂપ પાર્વતીજીને  પ્રણામ કર્યા અને  પુછ્યુ  માતા આપ  એકલાં કેમ  ?   પ્રભુ પિતા  મહારાજ ક્યાં છે ? પાર્વતીજી થોથવાઇ ગયા  અને અને  ભાગવા   લાગ્યાં – પણ  તે  જે  દિશામાં  જાય   ત્યા રામ રામ અને રામ જ સામે આવે – હવે ? પાર્વતિજી ગભરાયાં – જો  શિવજી આ  જાણીજશે તો? આવા  ગભરાટ સાથે તેઓ પરત  ફર્યા  અને શિવજીએ  ભોળાભાવે પુછ્યુ – દેવી ખાત્રી કરી  આવ્યા  ? શુ ચકાસણી કરી  ? પણ  પાર્વતીજી  ફરી એકવાર થોથવાઇ ગયાં – અને જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં   કરવા ગયાં પણ   શિવજીએ     જાણી  લીધુ  કે  પાર્વતીજીએ શુ  પરાક્રમ કર્યુ  હતુ? અને  તેઓ  એકદમ ગંભીર બની ગયા.   તેમણે પાર્વતીજીને   કહ્યુ કે  આપે    શુ કર્યુ? પારખુ   કરવા માટે  આવુ  સ્વરૂપ લીધુ   ?  માતાનુ    સ્વરૂપ  જ આપે  લીધુ  ? પાર્વતીજી ગભરાઇ  ગયાં અને  ક્ષમા  માગી અને શિવજીની  સાથે  તેમનુ  આસન  ગ્રહણ   કરવા  માટે આગળ  વધ્યાં પણ  શિવજીએ તેમને રોકી  લીધાં   - બસ  દેવી – આજથી આપણો  આ સંબંધ  પુર્ણ    થાય  છે  - આપ  મારા માતાતુલ્ય  છો   આપનુ આસન   મારી  સાથે ના  હોઇ  શકે – આજથી હુ   તપ  કરવા માટે  કૈલાશના  શિખરે હવે   પહોચી જઈશ –આપ  હવે  મારી સાથે નહી  રહી શકો –પાર્વતીજીને  તો     પરીક્ષા  ભારે પડી –તે  ખુબ કરગર્યાં પણ  શિવજી  મક્કમ  હતા –અને   પાર્વતીજી એકલાં પડી  ગયાં-આથી  વ્યથિત બનીને મહાદેવી લક્ષ્મીએ  ભગવાન  વિષ્ણુને કહ્યુ કે   આપે  કેમ  કોઇ  રસ્તો ના  કાઢ્યો  ? દેવી મારે  રસ્તો   કાઢવાનો જ નહોતો  - આ  પણ  વિધિના વિધાન   સ્વરૂપ જ  એક  પગલુ હતુ .વિરહનો અનુભવ પાર્વતીજીને પણ  થવો  જ જોઇએ. સામાન્ય રીતે  દેવલોકમાં પ્રેમની  પરીભાષા  આવી  નથી –તેમને  કોઇ  વિરહ વેદના  નથી   -એક  નહી  તો  બીજે મન  લગાવી  લે  છે  જ્યારે  આ તો  પૃથ્વી લોક  છે તેના  તો  કેટલાક  પક્ષીઓ  પણ  એવા  છે કે એ વિરહ   વેદનામા  પ્રાણ આપી  દે  છે   -  પૃથ્વી  પર   સારસ   નામે  પક્ષી  છે  - તેની  જોડી અમર  જોડી ગણાય  છે  - સારસ  બેલડી -   બેમાંથી એક  જાય   એટલે બીજો  જીવ  આપમેળે  તરફડીને  વિદાય   લે  છે –આ  છે   પૃથ્વી પરની પ્રેમ અને  વિરહની  પરીભાષા.  અને  આપણે પણ  એ જ  પરીભાષાની ભુમિકા ભજવવાની છે .
ગુણવંત પરીખ
11-7-20
ક્રમશ :
માનવ   અવતાર /


No comments:

Post a Comment