bhakti sandesh 29 shap ke varadan






ભક્તિ  સંદેશ
29
શાપ  કે  વરદાન

                હવે  સાંભળો  મારા  જન્મની  પુર્વભુમિકા :
અયોધ્યા  નરેશ  દશરથ  એક સમર્થ  રઘુકુળ  રાજવી  છે  પણ  અપુત્ર  છે  . એક સમયે  તેઓ  શિકાર  કરવા માટે ગયા હતા પણ  શિકાર  નહી  મળ્યો અને  સાંજના  સમય  હતો .  અચાનક જ તેમને બુડ  બુડ  જેવો  પાણીનો અવાજ  સાંભળ્યો અને   તેમને  લાગ્યુ કે  જરૂર કોઇ  પ્રાણી    નદીએ પાણી  પીવા  આવ્યુ લાગે  છે –તેઓ    શબ્દવેધિ  બાણાવળી  હતા  અને  અવાજની દિશામા તેમણે  એક  તીર   છોડ્યુ અને બરાબર  અવાજના  સ્થળે જ     તીરે તેનુ  નિશાન  પાર   પાડ્યુ  - પણ    કોઇ    પ્રાણીની  ચીસ  નહોતી  પણ   કોઇ  માનવની મરણચીસ  હતી – રાજા    ગભરાયા  અને  દોડીનેનદી  કિનારે પહોચ્યા  અને  ત્યાંનુ  દ્રષ્ય  જોઇને  હેબતાઇ ગયા –તેમણે  એક  યુવકને   હાથમાં  પાણીના   ઘડા   સાથે જોયો જે   તેમના  તીરથી  ઘવાઇ  ચુક્યો હતો  અને   અંતિમ  શ્વાસ  લઈ    રહ્યો  હતો – દશરથે તેની   માફી માગી  પણ બનવાકાળ    બની   ગયુ  -ઘાયલ  યુવક –શ્રવણ   -બોલ્યો કે હુ  મારા  અંધ  માતા  પિતાને  યાત્રા  કરાવવા  માટે તેમને  કાવડમાં  લઈને નિકળ્યો  હતો-  આ નદી   કીનારે મારા  પિતાએ   મને   જળ  લાવવા  કહ્યુ અને હુ ઘડો  લઈને પાણી ભરવા  આવ્યો    હતો – જેવો મેં ઘડાને  પાણીમા ડુબાડ્યો  કે તરત  જ એક બાણ  મારી  છાતીમાં આવીને ઘુસી ગયુ  અને   હુ   મૃતપ્રાય  બની ગયો -  આપ  મારા  માતા પિતાને   જળ   પહોચાડજો  - આટલુ  કહેતામાં તો  તે  ઢળી  પડ્યો  -દશરથ  રાજા ઘડો  લઈને  શ્રવણના  માતા  પિતા  પાસે   જાય  છે  પણ  માત્ર  જળ    ધરે  છે  -  બોલી શકતા  નથી  - આથી  તેની માતાએ કહ્યુ કે  બેટા  કેમ   બોલતો નથી  ? અમારાથી  રીસાયો  છે  ?  અને  દશરથની આંખો  અને   હ્રદય   ભરાઇ આવે  છે  અને   તમામ વિગતો  તેના  માતા પિતાને   જણાવે છે .આથી  બેબાકળા બની  ગયેલા  શ્રવણના  પિતાએ દશરથને ખુબ  સંભળાવ્યુ – અને  અંતે  શાપ   આપ્યો કે  હે   રાજન આજે   જે  રીતે હુ છતે  પુત્રે  પુત્ર  વિયોગે આમ   તડપી તડપીને  મરુ  છુ  તે જ રીતે  તારા મૃત્યુ  સમયે પણ   તારો   કોઇ   પુત્ર  તારી સમક્ષ  નહી    હોય . અને  શ્રવણના  પિતા  પણ  ઢળી   પડે  છે  અને  જોત   જોતામાં તો શ્રવણની માતા   પણ  ઢળી  પડે  છે  આમ   દશરથના  માથે   ત્રણ   ત્રણ  હત્યાનુ  પાપ   ચોટે છે. લથડતા   પગે  તે    રાજમહેલમાં  આવે  છે   અને સૌ  પ્રથમ   રાજગૂરૂ  વશિષ્ઠજીને  મળીને તમામ હકીકતથી  વાકેફ  કરે  છે  - વશિષ્ઠ   સ્થિતપ્રજ્ઞ  હતા     અને   તેમણે  દશરથની વાત  સાંભળીને કહ્યુકે હે  રાજન બનવાકાળ  બની ગયુ  -  તમારો  કોઇ  બદઈરાદો નહોતો  જ અને  માટે વિધાતાએ  પણ  આપને શાપના  બદલે એક  છુપો  આશિર્વાદ    પણ  આપ્યો છે – જરા વિચારો  - આપના  મૃત્યુ  સમયે આપનો   કોઇ પુત્ર  હાજર નહી  હોય –એનો    અર્થ   એ થયો કે   આપના  નસીબમા  પુત્ર  છે . અને તે  પણ  એક  જ નહી  એક  કરતા  વધારે – શાપિત કથન  એમ  કહે  છે  કે   તારા  મૃત્યુ  સમયે  તારો   કોઇ પુત્ર હાજર ન્લહી  હોય  -  આપણે હવે   જેમ  બને તેમ  જલદી   પુત્ર કામેષ્ઠી યજ્ઞનુ  આયોજન કરો .અને    મહારાજ દશરથે  પુત્રકામેષ્ઠી   યજ્ઞ  શરૂ કર્યો અને  યજ્ઞની  પુર્ણાહુતી સમયે  યજ્ઞમહારાજ   હાથમાં   પ્રસાદના   પડીયા  સાથે  ઉપસ્થિત  થયા  અને  પ્રસાદ મહારાણીને   આપવા  જણાવ્યુ.પણ  દશરથને તો ત્રણ ત્રણ  પત્નીઓ  હતી – પ્રસાદની  હક્કદાર કોણ   બને  ?  કૈકેયિ માનીતી  રાણી –તે   કહે મારો હક્ક  પહેલો પણ   - કૌશલ્યા  પટરાણી  હતી   પણ   તેણે હક્ક જતાવ્યો નથી અને   સુમિત્રા  તો  ચુપ જ છે – જેવી ભગવાનની મરજી- પણ  રાજા દશરથે   યોગ્ય ન્યાય આપ્યો- પ્રસાદના  બે  ભાગ  કર્યા- એક  ભાગ  પટરાણી  કૌશલ્યાને આપ્યો  અને   બીજા ભાગમાંથી  બીજા બે  ભાગ  કર્યા  - એક ભાગ   સુમિત્રાને  આપ્યો અને  બીજો   ભાગ  કૈકૈઈને – પણ   માનીતી   રાણી  કૈકઈનો ગુસ્સો  સાતમા  આસમાને  પહોચી ગયો –હુ માનીતી  રાણી અને   મારા ભાગે  આમ ચોથીયુ જ આવે ? એ કેમ  ચલાવી  લઉ ? તેણે  પડીયાનો ઘા  કરીને  બહાર   ફેકી  દીધો –તે   સમયે   એક સમડી ઉડતી ઉડતી  આવી  અને  આ પડીઓ  ઉપાડી  ગઈ –અને  તે પડીઓ લઈને   ઉડતી ઉડતી જ્યાં કપિરાજ  કેસરીની  પત્ની અંજનીદેવી  શિવજીની પુજા કરતી  હતી ત્યાંપહોચી  ગઈ અને અંજનીદેવીના ખોળામા  પડીઓ   મુકીને સમડી  ઉડી  ગઈ .-  અંજની માતાએ  વિચાર્યુ  કે શિવજીએ પ્રસાદી મોકલી   અને તેણે   પ્રસાદ  ગ્રહણ  કર્યો – રાજમહેલમા  હાહાકાર મચી  ગયો  હતો – કૈકઈએ પડીઓ  ફેકી દીધો  જાણીને  સૌ  દુખી  થયા  પણ  મહારાણી  કૌશલ્યાએ  પોતાના  ભાગમાથી  અડધો ભાગ   કૈકેઈને  આપ્યો  અને તે     રીતે  સુમિત્રાએ  પણ પોતાના પડીઆનો  અડધો ભાગ   કૈકઈને આપી દીધો –આમ  રિસાયેલી   કૈકઈને ભાગે  બે  ભાગ  આવ્યા  - એક  ભાગ   પટરાણી  કૌશલ્યાને ,  બીજો ભાગ સુમિત્રાને અને  ત્રિજો   ભાગ-    ભાગ  કૈકઈને  મળ્યા   અને  ચોથો  ભાગ   અંજનીદેવીને  મળ્યો
    અને     આમ  ચાર  ચાર   બાળકોએ પોત પોતાની માતાના  ગર્ભમાસ્થાન  મેળવી લીધુ
ગુણવંત  પરીખ
11-7-20
ક્રમશ :
જન્મોત્સવ

No comments:

Post a Comment