વારસાધિકાર વારસો વારસદારો
અધિકાર અને ફરજ બંને એકસાથે જોડાયેલા એક જ સિક્કાની બે બાજુ છે. એક ની પ્રાપ્તિ અને બીજાનો ઉપભોગ બંને એક સાથે જોડાયેલા છે. ભરત ના બંધારણ માં પણ મૂળભૂત અધિકારો ની સાથે જ માર્ગ દર્શક સિદ્ધાંતો અને નિયમો આપેલા જ છે. પણ કમનસીબી એવી છે કેર લોકોને અધિકાર જોઈએ છે પણ તેની સામે ની ફરજ નું પાલન કરવું નથી .અમને મળવાપાત્ર હોય તે બધું અમને આપો એટલુજ નહિ તે અમને મળવું જ જોઈએ અને તેના માટે અદ્લત ના દ્વાર ખખડાવવામાં આવે છે અને અદાલત ના મોટા ભાગ ના કોસ્સામાં મૂળભૂત અધિકારો ને લગતી રીટ અરજી ઓ જ હોય છે પણ તેની સામે તેમની ફરજ પ્રત્યે તે સહેજ પણ જાગૃત નથી તેનું કોપી તેમણે ભાન કરાવતા નથી.
દરેક વ્યક્તિ ને તેના બાપ દાદાનો વારસો મેળવવાનો અધિકાર છેજ તેમાં કોઈ બે મત નથી . અં અધિકાર ને કાનૂની સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે અને વારસાધિકાર ના કાનૂની સ્વરૂપે તે અસ્તિત્વ ધરાવે છે. તેમાં ચોખ્ખું સ્પષ્ટીકરણ છેજ કે વડીલો પાર્જીત મિલકત હોય તો તેમાં તમામ વ્વારસ્દારો હક્ક માગી શકે છે અને તે પણ હક્કથી પણ સ્વ ઉપાર્જિત મિલકત માટે મિલકત ઉપાર્જન કરનાર ને એક હક્ક આપવાનમાં આવેલો છે કે તે તેની સ્વુપર્જીત મિલકત તેના પોતાના સ્વવિવેક મુજબ ઉપયોગ માં લયી શકે છે ઉપયોગ કરી શકે છે તબદીલ કરી શકે છે અને તે ઇત્ચ્ચે તેને આપી પણ શકે છે. તે માટે તે પોતાની રીત્યે શરતો નક્કી પણ કરી શકે છે જેમાં તે તેના વારસદારો માટે કોઈ ફરજ પણ દર્શાવી શકે છે અથવા કોઈ શરત પણ મૂકી શકે છે.. કાનુન નું અં એક સામાન્ય લક્ષણ છે બીજા પાસા ચકાસવાની જરૂર અત્રે નથી કારણ કાનુન તો ઘણો લાંબો છે અને તેનું અર્થ ઘટન પાના ના પાના ભરાય તેટલું ત્જ્હયી શકે.
ભરત ની સાંસ્કુતિ માં રાજા શાહી હતી ત્યારે જ્યેશ્તાધિકાર અમલ માં હતો અને સૌથી મોટો પુત્ર રાજ ગાડી નો અધિકારી બનતો હતો .તેનો અર્થ તેવો નથી જ કે બીજા પુત્રોના અધિકાર નહોતા. રામ મોટા હોવાને નાતે રાજ ગાડી પર તેનો પહેલો હક્ક હતો જે દશરથે પૂરો પણ કર્યો હતો અને સામે છેડે રમે પિતા ની આજ્ઞા નું પાલન પણ કરીને પોતાની ફરજ પણ બજાવી હતી. વાત આટલેથી નથી પતિ જતી . તે પછી તે હક્ક ભરત ને મળ્યો હોવા છતાં પણ ભારતે તે હક્ક સ્વીકાર્યો નહોતો અને રામ ના વહીવટ કરત તરીકે જ સેવા આપી હતી અને રામ ના આવ્યા બાદ ગાડી રામ ને આપી દીધી હતી.
આ ઉપરાંત ગુણવત્તા પણ જોવામાં આવે છે લાયકાત નું ધોરણ પણ જોવાનું હોય છે તેની ક્ષમતા અને સિદ્ધિ ઓ પણ નજર માં લેવાની હોય છે. મેવાડ ની ગાડી માટે રણ પ્રતાપ ની પસંદગી શક્તિ શિંહ ની ઉપરવટ થયીને પણ કરાયી હતી અને તેના પરિણામ પણ માથા આવેલા પણ છતાય પ્રતાપ જ ગુણવાન અને સક્ષમ રાજા સાબિત થયો હતો તેવીજ રીતે બાબર નું સ્થાપેલું મોગલ સામ્રાજ્ય પણ અવન રંગો બતાવી ગયું છે. બાબરે પાયો નાખ્યો હુમાયુ બરાબર જાળવી ના શક્યો તો અકબરે સામ્રાજ્યને વિસ્તર્યું જહાંગીરે તે જાળવ્યું શાહ જહાને તે ભોગવ્યું અને પછીનો ઈતિહાસ સારો નથી. પછી રાજ ગાડી માટે ના કાવાદાવા એટલા બધા થયા ખૂણા મરકી પણ નજરમાં આવી પણ ઈતિહાસ સારો નથી. ભારતીય પૂરનો માં પણ કંસે માં બાપ ને કેદ માં પૂરી ને ગાદી પચાવી પડી હતી અને અત્યાચારો કરેલા પણ છેવટે ઘીના ઠામ માં tha ઘી પડી ગયું હતું .
એક અભૂત પૂર્વ બનાવ પણ પુરણ ના પાને છે નભગ અભ્યાસ માટે બહાર હતો ત્યારે તેના ભાઈઓએ બાપીકી મિલકત વહેચી લીધી અને નભગ નો ભાગ સુધ્ધા ના રાખ્યો કે તે ને જાણ પણ ના કરી. લાંબા સમયે જયારે નભગ આવ્યો ત્યરે તેને ખબર પડી અને ભાગ માંગ્યો ત્યરે તેના ભાઈઓએ તેને જણાવ્યું કે હવે કશું બાકી રહ્યું નથી સિવાય કે પિતા એકલા મિલકત માં બાકી છે ટુ પિતાજી ને લયી શકે છે નાભાગે પિતાજી ને સ્વીકારી લીધા .તેના પિતા પણ તેના બીજા પુત્રોની અવળ ચાંદી સમજી ગયા તે જનતા હતા કે મને ભાગ માં મેળવનાર માટે મારો બોજ તેના ઉપર પડશે તે જાણવા છતાં પણ નાભાગે પિતા ને સ્વીકાર્ય છે.તેમ છતો તેના પિતા એ નભગ ને એક ગુઢ વિદ્યા આપી જેનાથી નભગ પામ્યો પણ ઘણું પછી પાછું બધું આપી પણ દેવું પડ્યું અને તેને હસતા હસતા તે આપી પણ દીધું અને છેવટે બધું પામ્યો પણ ખરો..
આ બધા ઉદાહરણો છે. એક કલિયુગ નું ઉદાહરણ પણ લેવા જેવું છે. એક માણસે પોતાની સ્વ ઉપાર્જિત મિલકત માટે એક અનોખો પ્રસ્તાવ મુક્યો હતો..તેના જણાવ્યા પ્રમાણે તેના તમામ વારસદારો માટે એક દરખાસ્ત મૂકી એક બાજુ મારી જે પણ કઈ મિલકત હોય તે અને બીજી બાજુ હું એકલો મિલકતમાંથી કીજ લીધા વગર રહીશ. મારી તમામ જવાબદારી રહેવા ખાવા પીવાની દવા દારૂ સાર સંભાળ અને કાળજી અને તે ઉપરાંત તે વૃદ્ધ હોવાને નાતે સ્વભાવે ચીડીઓ પણ હોઈ શકે જે સહન કરી અને તેને જાળવી શકે તે તેને રાખે .પિતાને રાખનારા ને ફાળે કોઈ મિલકત ના પણ મળે ફક્ત બાપ જ અને તેની સાથે જોડાયેલી જવાબ દરીઓજ તેની પાસે રહેશે. .આ દરખાસ્ત કોને માન્ય અને સ્વીકાર્ય છે ?બાપે તેની મિલકત ની કોઈ જાહેરાત કરી નથી જે છે તે ટી પાસે વડીલો પાર્જીત કહી શકાય તેવું કઈ જ નથી. સ્વ ઉપાર્જિત મિલકત શૂન્ય થી માંડીને ગમે તે નીકળે કોથળા માં થી બિલાડું પણ નીકળે. અને એવા બિલાડા સાથે ના કોથળા સાથે બાપા ને સ્વીકારવા કોઈ તૈયાર છે ખરું ?એક બાજુ એક વૃદ્ધ ચીડીઓ માણસ છે જેની તમામ જવાબદારી સ્વીકારવાની છે અને સામે છેડે દેખીતી રીતે કશું વળતર નથી મળવાનું..માનો કે બાપ માથે જ પડવાનો છે . કોણ આવા બાપ ને સ્વીકારવા તૈયાર થશે ?
બ્લોગ ઉપર આ આખી કહાની મૂકી ને તેના પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કરી જોઈએ.
ગુણવંત પરીખ
Click here to Reply, Reply to all, or Forward
|
Ads – Why this ad?
Find Your Friends on Facebook. Join Today to Connect with Them!
No comments:
Post a Comment