Examination system optional theory

પરીક્ષા  પધ્ધતિ  .......વૈકલ્પિક  પ્રશ્નો  


           આખા  વર્ષની  મહેનત નું  પરિણામ  માત્ર  ત્રણ  કલાક ના  પેપર  કેવું  જાય  છે  તેના  ઉપર  હોય  છે. આ ત્રણ  કલાક  માટે  વિદ્યાર્થી  તમમાં  પ્રકાર ના  પ્રયત્નો  કરતો  હોય  છે. તે માટેની  પૂર્વ  તૈયારી  માટે  પરીક્ષા નું  પેપર  કેવું  હોય,  કેવા  પ્રશ્નો  પૂછી  શકે  કેવા  પુછવા  જોઈએ  ,કેવી રીતે  તૈયારી કરાવી  જોઈએ  વિગેરે  વિગેરે  તમામ  બબ્નત  ઉપર  તે ધ્યાન આપે  છે  અને તે  માટે  બીજાની  મદદ  પણ  લે છે  બીજા ના  અભિપ્રાય પણ  મેળવે  છે   અને અનુકુળ  હોય  તેવા  તમામ  પ્રયત્ન  એવી  રીતે  કરે  છે કે  જેથી  તેને  સારામાં  સારા  ગુણ મળે. તેને  કેટલું  અવળે  છે અથવા  કેટલો  તે  હોશિયાર  છે તેના  ય્પર તેનું ઓ પરિણામ  આધાર  રાખતું  નથી પણ  તેના પેપર કેવા  ગયા છે તેના  ઉપર  પરિણામ  આધાર  રાખે છે.


 આ તબક્કે  એક  અપવાદ રૂપ  પ્રક્રિયા  જે  ભૂતકાળ માં  લેવાયી  ગયી  છે  તેની  નોધ  લેવી  જરૂરી   છે. ગુજરાત માં  નવ નિર્માણ ના  આંદોલન  વખતે  શાળા  કોલેજો  લાંબા  સમય  સુધી  બંધ રહેલી  અને તેને  પરિણામે  અભ્યાસ  ક્રમ  પૂરો  નહોતો  થઇ  શક્યો.આ સંજોગોમાં  એક અભૂત પૂર્વ  નિર્ણય  લેવામાં  આવેલો   અને  તે  માસ પ્રમોશન  નો  નિર્ણય.  આ નિર્ણય  સદંતર  ખોટો  હતો . આનીર્નાય  કોને  લીધો,કેવા સંજોગોમાં  લીધો તે બાબત  અત્યારે મહત્ત્વની  નથી  પણ  આ  નિર્ણય ને  આધારે  દરેક  વર્ગ  અને  કક્ષા ના  દરેક  વિધ્યાર્તીને   ઉપલા  વર્ગમાં  જવાની  છૂટ  મળી  ગયી  હતી.આનાથી  વિદ્યાર્થીઓ માં  એક  લાલસા  જાગી  હતી  કે  આ રીતે મફત માં  પાસ  થઇ જવાતું  હોય  તો તે ખોટું  નથી  અને  બીજી  બાજુ   ઉંચી  ગુણવત્તા  ધરાવતા  વિદ્યાર્થીઓ  માટે  આ નિર્ણય  કમનસીબ  હતો  કે  કેના  લીધે  તેમને  તેમની  ક્ષમતા  દર્શાવવાની  તક  જ  ના  મળી. તેમની  તુલના  પણ  ભાજી  મુલા  જેવી  થયી  ગયી. .તકે  શેર  ભાજી  તકે  શેર  ખજા  જેવા   આ  માસ  પ્રમોસન ના  નિર્ણય થી  જો કે  મોટા  ભાગ ના  વિદ્યાર્થીઓ  તો  ખુ શ  જ હતા તેમાં  ના નથી. પણ  નિર્ણય  ખોટો   હતો.


          આવોજ  બીજો  નિર્ણય  વૈકલ્પિક  પ્રશ્નો  બાબતનો  લેવાયેલ  તે  નિર્ણય   પણ  ખોટો  હતો. .વૈકલ્પિક  પ્રશ્નો  બાબત  એવો  નિર્ણય  લેવાયેલો  કે  પેપર  માં  ૧૦  પ્રશ્નો  પુછાય  તો  તેમોથી  ગમે તે  ૫  કે  ૬  પ્રશ્નો  લખવાના. . વિકલ્પ  આપવો  જોઈએ  તેમાં  બે  મત નથી  પણ  વિકલ્પ  આપવાની જે પદ્ધતિ  અપનાવવામાં  આવી  તે ખોટી હતી.એક  સાદું ઉદાહન  આપું.૧૯૫૭  માં  ઇન્ટર  સાયન્સ  ના  મેથ્સ ના  બે  પેપર  પૈકી  એક પેપર માં  બે વિભાગ  આવતા  હતા  અને  બંને  વિભાગ માં  ૭  -  ૭  પ્રશ્નો  પૂછવામાં  આવતા  હતા  અને  દરેક  વિભાગ  માં થી  ગમે તે  ૪  પ્રશ્નો  લખવાના  હતા. પેપર ના  એક  વિભાગ ની  વાત  જાણવું. પહેલા  વિભાગ માં  ૭  પ્રશ્નો આવે  તેમાંથી  કોઈ  પણ  ૪  પ્રશ્નો ના  જવાબ  લખવાના હતા,આ ૭  પ્રશ્નો  માટે પણ  નિયત  અભ્યાસક્રમ  નક્કી  હતો   એક  પ્રશ્ન  લીમીટ નો  આવે , 3 પ્રશ્નો   ડેરીવેટીવ ના  આવે  અને  બાકીના  ૩  પ્રશ્નો  ઈન્ટીગ્રેશન ના આવે .  છેલ્લા  ૩  પ્રશ્નો  ખુબ  અઘરા  ગણાય  આથી  મોટા  ભાગના  વિધ્યાર્તીઓ   છેલ્લા  ત્રણ   પ્રશ્નો  કરતા  જ   નહોતા   અને  છતો  તેઓ ને  ફાળે  ૫૦  માં થી  ૪૫--૪૭  ગુણ  સહેલાયીથી  મળી  જતા  હતા  આમ  ૯૦  ટકા  ઉપરાંત  ના  ગુણ  મેળવવા  છતો  તેને  ઈન્ટીગ્રેશન  તો  સહેજ  પણ  આવડે  જ  નહિ. . પણ  નસીબ  ની  બલિહારી  જુઓ  ઇન્ટર  પાસસ  થયીને  ઇજનેરી  માં  જતા  વિદ્યાર્થી  માટે તેના  મેથ્સના  પેપર માટે  આજ  ઈન્ટીગ્રેશન   આગળ  નું  આગળ  આવ્યું  અને  તેમાં  તો  ભાઈ  સાહેબ    ઢ   હતા  હવે  શું  થાય ?

   આતો  વાત  થયી  માત્ર  ઇન્ટર  પણ  એક  કિસ્સો  ખુબ  જાણવા  જેવો  છે  જેમાં    યુનીવર્સીટી નો  સુવર્ણ  ચંદ્રક  મેળવનાર    યુનીવર્સીટી  નો  પ્રથમ ક્રમે  આવેલો   વિદ્યાથી   જયારે  એક  કંપની  માટે  ઈન્ટરવ્યું   આપવા  ગયો  ત્યારે  તેના  અભ્યાસ ક્રમ  માંથી   એક   બે  એવા  પ્રશ્નો  પૂછવામાં  આવ્યા   તેના  જવાબ માં  આ પહેલા  નંબરના  સુવર્ણ ચંદ્રક   વિજેતા  વિદ્યાર્થી  એ  જવેઅબ  આપેલો  કે  આ  ભાગ  તો  મેં  ઓપ્શન માં  કાઢી  નાખેલો  એટલે   આ પ્રકરણ  ને  હું  અડ્યો  જ  નહોતો. .સુવાર્ન્ચાન્દ્રક  વિજેતા   ઉમેદવારનો  જવાબ  સાંભળી  ને  ઇન્તાર્વ્યું  લેનાર    ખુબ  નારાજ  થયેલા  અને  મને  યાદ  છે  ત્યાં  સુધી આ બાબત ની  જન  તેમને  યુનીવર્સીટી ને  પણ  કરી  હતી    અને  તે  પછીક્રમે  ક્રમે  આ પદ્ધતિ  માં  ફેરફાર  આવતો  ગયો.આ ઉદાહન  દર્શાવે  છે  કે  પરીક્ષા માં  વધારે  માં  વધારે ગુણ  મેળવવા  માટે    આવડત  જ  એકલી  અગત્યની  નથી તમારા માં  છુપાયેલી  શક્તિ  અગત્ય ની  છે. એક   બીજું  ઉદાહરણ   પણ  અસ્થાને  નહિ  ગણાય. વાત  બહુ  પહેલા ની  છે. જયારે  હું  આઠમા  ધોરણ માં  ભણતો  હતો  મારા  વિજ્ઞાન ના  શિક્ષકે  અમારા  વિજ્ઞાન ના પેપર   તપાસી  ને  વર્ગ માં  માર્ક  કહ્યા   મારા  ૫૦  માં  થી  ૩૬  માર્ક  હતા  છતાં   સાહેબે  ચાલુ  કલાસે   મારા  ખુબ  વખાણ  કરેલા.  બીજા  દિવસે   બાકી  રહેલા  પેપર નું પરિણામ  જાહેર  કર્યું  અને  તેમાં  એક  વિધ્યારતી ના  ૪૪  માર્ક  હતા  અને  તે વર્ગ માં   પહેલો  નંબર  આવતો  હતો  અને  પહેલો નંબર  તેને  આપેલો  પણ  ખરો  પણ  સાહેબે  તેની  નોધ  વર્ગ માં  લીધી  નહોતી  આથી  ચીદાયી ને  તેને  સાહેબને  ફરિયાદ  કરી  કે  મારા  ૪૪  માર્ક  છે  છતો  સરે  કોઈ  નોધ  પણ  નાલીધી  અને  ગુણવંત ના  ૩૬  માર્ક  હતા  છતો  આખા  વર્ગ માં  તેને   નવાજ્યો  આવું  કેમ  ચાલે? વિજ્ઞાન ના  શિક્ષકે  તેને  વર્ગ માં  ઉભો  કરીને   ખખડાવી ને  કહ્યું  કે તું  તો  ગોખનિયો  છે પહેલો  નંબર  લાવવાથી  હોશિયાર  નાથાયી  જવાય ગુણવંત  તો  શાળાનું  રતન  છે  ભલે  તેનો  નંબર  નથી  આવ્યો  પણ તે  જન્મજાત  હોશિયાર  છે અને  હું  તેને  શરૂઆત થી   ઓળખું  છું. .


      આ છેલ્લો  ભાગ  દર્શાવે  છે  કે  માત્ર  માર્ક  વધારે  લાવવાથી  જ  ગુણવત્તાનું  ધોરણ  ઊંચું  નથી  આવી  શકાતું.. માર્ક  તો  અનેક  રીતે    વધારે  આવી  શકે  છે  અને  અનેક  રીતે  અથવા  અનેક  કારણો થી  ઓછા  પણ  આવી  શકે  છે તેનાથી  વિધ્યાર્તીનું  મૂલ્ય  ઓછું  નથી  થયી  જતું.નસીબ  જોર  કરતુ  હોય  અને  પરીક્ષા માં   બધુજ  આવડતું  જ   પુછાય  અને  આવડી  પણ  જાય   અને  કદાચ  તેથી  વિપરીત  નસીબ  બે  ડગલા  પાછળ  હોય  તો  પરીક્ષા  ના  દિવસે  જ  માંદા   પડી  જાવ  અને  યોગ્ય રીતે  પરીક્ષા  આપી  ના પણ  શકો. . માત્ર  મૂલ્યાંકન  માટે  પરીક્ષા  ના   ગુણ  જ  અગત્યના  નથી  માટે  કદી તેના  આધારે   હતાશ  થશો  નહિ.


ગુણવંત  પરીખ 

No comments:

Post a Comment