ન્યાય નો વિલંબ તે ન્યાય નો નકાર છે
ગુણવંત પરીખ
તાજા સમાચાર મુજબ આજે ગુજરાત ની વાડી અદાલત માં એક નહિ બે બે જજ ની સામે ભરી અદાલત માં જૂતા ફેકાયા. અં શરમજનક ઘટના અવશ્ય છે તેમાં બે મત નથી. ન્યાય તંત્ર માટે લોકોનો અભિપ્રાય અને અભિગમ પણ ઘણો ઉંચો છે અને છતાં ય અં પ્રકારનો બન અવ બને તો તેનો વિશ્લેષણ અવશ્ય થવું જ જોઈએ. આવું કેમ બન્યું ? અં બાબત ની ચકાશાની કરતા એમ જાણવા મળ્યું છે કે જે બે અલગ અલગ વ્યક્તિઓએ ભરી અદાલત માં જજ સામે જૂતા ફેક્ય છે તે કોઈ રીઢા ગુનેગાર નથી કે માનસિક બીમારીથી પીડાતા દરદીઓ પણ નથી. તે તો છે માત્ર સીધા સદા ગરીબ લાચાર માનવી ઓ જેમને ન્યાય મેળવવા માટે લોંબી લડત આપી અને છતો પણ તેમણે ન્યાય મળ્યો નહિ અને તેની હતાશા માં નિરાશ થયીને કદાચ આવેશ માં અં પગલું ભર્યું છે.કાયદાની નજરમાં અં ગુનો બને છે તેની તો ના કહેવાય જ નહિ.કારણ કાયદો તો દેખી શકતો નથી . આતાબ્નાક્કે મને પીનલ કોડ ના રચયિતા લોર્ડ મેકોલે નું એક વલણ યાદ આવે છે.
કાયદાની નજર માં ચોરી ની વ્યાખ્યા માં એક વ્યક્તિની માલિકીની ચીજ કોઈ બીજી વ્યક્તિ તેની જાણ બહાર લયી લે તો તેને ચોરી તો કહેવાય. બે રેખા વચ્ચેની મર્યાદામાં આલેખાયેલ શબ્દો મુજબ તે ચોપરી બને છે. પણ સાથે તેમણે એક સારું ઉદાહરણ પણ આપ્યું છે. એક ગરીબ લાચાર વૃદ્ધ ભૂખ્યો માણસ એક દુકાનમાંથી એક મુઠ્ઠી ચોખા ઉપાડી લે છે. કાયદાની નજરમાં તે ચોર તો ઠરે જ છે પણ તેની સામે દરશાવવામાં આવેલ બીજો બનાવ જ્યાં એક કાળાબજારીઓ તન બાંધી ચોખાની ગુનો ભરીને પછી કળા બાઝાર માં વેચી દે છે તેની સામે કોઈ ચોરી નો ગુનો લાગુ પડતો નથી તેને માટે અલગ અલગ લાંબી પ્રક્રિયા ઓ છે પણ તે તેમાંથી આબાદ રીતે છટકી જય છે.અં વીસમ વાદિતા ને શું કહેવાય ?
આવું જ કૈક આજ ના વાડી અદાલતના બનાવમાં બન્યું હોવાની શક્યતા દેખાય છે. અદાલત ના જજ સામે તે વ્યક્તિને કોઈ પૂર્વગ્રહ હોય તેવું બની જ શકે નહિ અદાલત ના જજ તેના દુશ્મન પણ નથી કે તે જજ નો પણ કોઈ સગો સંબંધી કે દુશ્મન પણ નથી. અં તો માત્ર તેના મનનો ઉભરો નીકળી ગયો. અદાલતો માં ફરી ફરી ને સમય અને નાણાંનો વ્યય કરીને પણ જયારે તેને નિરાશા જ મળી ત્યારે તેને આવું કમનસીબ પગલું ભર્યું છે જે ક્ષમ્ય તો છે જ પણ સમાજ ને માટે વિચારવા જેવો પ્રશ્ન પણ મુકે છે.અં ઉપરાંત અં મુદ્દો નામદાર અદાલત માટે પણ ગૌરવ કે પ્રતિષ્ઠા નો નહિ પણ એક મોટા વિચારનો બની રહેવો જોઈએ. ગરીબ લાચાર કે દુખી માણસ અદાલત માં ન્યાય માટે આવતા હોય તેના માટે અદાલતે સહાનુભૂતિપૂર્વક અભિગમ રાખવો જોઈએ.તેની લાગણી,માંગણી અને મર્યાદા નો પણ ખ્યાલ રાખવો જોઈએ.આજ ના જમાનામાં એવું કહેવાય છે કે કળા ડગલા અને ધોળા ડગલાની વચ્ચે આવી ગયેલ માણસ રક્તવિહીન હાડપિંજર બની જય છે. ભગવાન કડી કોઈ ને હોસ્પિટલ કે અદાલત નું માં ના દેખાડે બંને જાગે ડગલે અને પગલે નાણા જ ખરાચાવાના હોય છે. અદાલત માં નકલો કાઢવો નકલો કરવો ટીકીટો લગાવો વકીલ રોકો અને બીજું ઘણું કે જે અહિયાં દર્શાવવું તે કદાચ ઔચિત્યભંગ લાગે પણ ટુકમાં કહું તો ડગલે અને પગલે આદમી ચુસાઈ અને પિસાઈ જય છે અને તે જ રીતે હોસ્પિટલ માં પણ તે ખતમ થયી જય છે અં દુષણ ને શું કહેવાય ?
ન્યાય અને આરોગ્ય વ્યવસાયો માટે કડક આચાર સંહિતા ઓ ઘડાયેલી છે પણ તેનું પાલન કેટલું થાય છે તે પ્રશ્ન છે. જો પાલન ના થતું હોય તો અં પોથી ના રીંગણ શા કામના ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment