madhyasthi hastkshep daramiyangiri ke nirakaran

                              :   મધ્યસ્થી  :
      હસ્તક્ષેપ , દરમિયાનગીરી  કે  નિરાકરણ ?

સામાન્ય રીતે    એવું  બને  છે  કે   જયારે  કોઈ  મુદ્દા  ઉપર  તીવ્ર  મત ભેદ  ઉભા  થાય, મન ભેદ  વર્તાય, મત મતાંતર  ઉભા  થાય   અને  સર્વ સંમતી ના  સાધી  શકાતી  હોય  ત્યારે  યોગ્ય  નિરાકણ માટે  કોઈ  ઉપાય  શોધવો  પડે  અને  તે  માટે  કોઈ ના  સલાહ  સૂચનો  પણ  લેવામાં  આવે  છે અથવા  કોઈ ને  વચ્ચે  રાખી ને  આખા  પ્રશ્ન ને  તે મની  વચ્ચે  રજુ  કરીને  સર્વ  માન્ય  ઉકેલ  માટે  પ્રયત્ન  કરવામાં  આવે છે . તે  માટે  વિવાદાસ્પદ  મુદ્દાઓ ની  છણાવટ  કરી  શકે  અને  સ,માજી  શકે  તેવા  કોઈ  બુદ્ધિજીવી, સમજદાર  અને  શાના  તેમજ  બહુજ  અગત્યના ગુણ ધર્મ માં  તે  વ્યક્તિ  તટસ્થ  હોવી  જોઈએ  જે  વિવાદ   માટે  ઓઅક્શકર  નહિ  પણ  નિર્ણાયક  બની  રહેવી  જોઈએ  અને  તેમનો ન્ત્ર્નાય  સર્વમાન્ય  પણ  રહેવો  જોઈએ  .આવી  વ્યક્તિ  શોધવી  કેવી રીતે ? 
        મોટે  ભાગે  કૌટુંબિક  ઝઘડા  અને પ્રશ્નો  માટે  કોઈ  વડીલ  અને  સમજુ  સ્નેહી  ને  નિરાકણ  માટે  બોલાવવામાં  આવે  છે.  કોઈ  વખત  બે  પેઢી   વચ્ચે  ના  ઝઘડા  માટે    નાની  ઉંમર ના  સંતાનો ના  તેમના વડીલો  સાથેના  ઝઘડા  કે  મત ભેદો  કે   મનભેદો  હોય  ત્યારે સંતાન ના મિત્ર ને  પ  આ કામ  સોપવામાં  આવે છે  અને  મિત્ર  ભલે  ઉંમર માં  નાનો  હોય પણ  જો  સમજુ  હોય  તો  તે  મદદરૂપ  થયી  પણ  શકે  છે. આ ઉપરાંત   સંબંધીત  વ્યક્તિઓના  વ્યવસાયિક  મિત્રોને  કે  સંબંધી ઓ ને  પણ  બોલાવવામાં  આવે  તો  તે   પણ કદાચ  ઉપયોગી  થયી  શકે  છે.જે  પણ  ઉપયોગી  થાય  તે  સાચો  મધ્યસ્થી  બની  શકે  જે  પ્રશ્ન  ને  સારી  રીતે સમજી  શકે  અને  બંને  પક્ષોને  સમજાવી  પણ   શકે.  પછી  ભલે  તે  નાનો  હોય, મિત્ર હોય , વ્યવસાયિક મિત્ર  હોય કે  પછી કોઈ  નાના  મોટા  કુટુંબીજન  હોય   તેમનું  ધ્યેય  માત્ર  ઝઘડાના  નિરાકરણ નું  હોવું  જોઈએ. 
          હવે  પ્રશ્ન  એ  આવે  છે  કે  આ મધ્યસ્થી   નિરાકરણ  કરશે  કે  માત્ર  દરમિયાન ગીરી  જ  કરશે   અને  કદાચ  બિન જરૂરી  હસ્ત ક્ષેપ  તો   નહિ કરે ને ? મોટે  ભાગે  એવું  બને  છે  કે  બે  બિલાડી  ના ઝઘડા માં  વનર ભાઈ  ખોટો  લાભ  ખાતી જતા  હોય  છે   અને  બંને બાજુના  ક્રીમ વાનરના  ફાળે  જાય  અને  બિલાડીઓ  હાથ  ઘસતી   હાહે  અને ઉપકાર નો  બોજો  ચઢે  તે  નફામાં .એક માત્ર  મધ્યસ્થી  જ  સમજુ  હોય  તે  પુરતું  નથી  પક્ષકારો  પાસે  પણ પુખ્તતા  હોવી જ  જોઈએ  . મની  લયીયે  કે  તે  નથી  માટે જ  ઝઘડા  થાય    છે   જો  સમાજ  અને  પુખ્તતા  હોત  તો  આ ઝઘડા થાય  જ  નહિ . પણ  જો  બંને  પક્ષો   અડીયલ  થયીને  ઉભા રહે  તો નિરાકરણ  દુર  રહે  છે  અને  મન ભેદ  અને  મત ભેદો  વધે છે  અને  તેમાં  કૌટુંબિક  વૈમાંનાશ્ય  વધી   પણ  જાય તો  નવી  નહિ. મધ્યસ્થીની  પહેલી   ફરજ  તો  આ કૌટુંબિક  વૈમાંનાશ્ય  દુર  કરવાની  છે . જે  આ કરી  શકે  તે  સાચો  મધ્યસ્થી  ગણાશે. ભલે  તે  કોઈ  એક  પક્ષકાર નો  સાથી  હોય, મિત્ર  હોય  વ્યવસાયિક  સમાંબંધી હોય  કે  કુટુંબનો  કોઈ  વડીલ  કે  સ્નેહી  હોય   પણ  તે  કમસે કામ  વેર ઝેર  દુર  કરી શકે  તેવો  તો  હોવો  જ  જોઈએ. 
એક  સાદો  નિયમ  છે  : અવેરે  જ  સમે  વેર  ના  સમે  વેર  વેર થી  ......
એક બીજા  વચ્ચે નું  અંતર  ઘટાડે  તે  મધ્યસ્થી.
         એક  બીજો  પણ  પ્રશ્ન  આવે  છે  કે  આવા  પ્રસંગે   બંને  પક્ષે  પોતાના  પેટ  ખોલવા  પડે  છે  તેમની  વચ્ચે ના  ઘરના   કુટુંબના   વ્યવહાર ના    અનેક  પ્રસંગો  બહાર  પાડવા  પડે  છે   અને  તે  જાહેર માં  પણ  આવી  જાય છે. બંને  એમ  કહે  છે  કે  મેં  તો  કશું  કોઈને  કહ્યું જ  નથી    વાત  તો  બહાર  ગયી  જ છે   હવે  જયારે  વાત  બહાર  ગયી જ  છે  તો એ  વિચારવું  પડે  કે  બહાર  ગયેલી  વાત માં તથ્ય  કેટલું, તેમાં  મીઠું  મરચું  કેટલું  ઉમેરાયું  છે  અને   તેના  પરિણામ  શું  હોઈ  શકે ? ગમે  તેને  વાત  બહાર   પડી  પ્રચાર  કર્યો  કે માનો   વગોવણી   પણ  કરી  પણ  વાત માં  તથ્ય  કેટલું ?  કોણ  નક્કી  કરે ? 
         એક  ઉદાહરણ  લઈએ. 
               માનો  કે  મારો  કોઈ  કૌટુંબિક  પ્રશ્ન  છે  અને  તેમાં   અનેક  પક્ષકારો  પણ છે. આ પ્રશ્ન થી  અનેક ને અસર  પણ  થાય  છે   ઓછી  વત્તી  પણ  અસર  તો  થાય જ   પોદારો  પડે  તો  ધૂળ  તો  ઉચકાય જ . બંને  વિવાદી  પક્ષો  પોત પોતાની  રીતે  પોતાની  બાજુ  પોતાના  મિત્રો  સ્નેહી જનો   સગા   સંબંધી જનો  વિગેરે ને કહે  ,જણાવે  અથવા  એવું  પણ  બને  કે  તેમને  ના  જણાવ્યું  હોય  છતો   આનુંશાન્ગિક   રીતે  તેમને  જન  પણ  હોય  અથવા થયી  પણ  હોય  અને  તેની  ખુશાલી માં  પણ  કોઈ   કૈક   આડું  અવળું  વેતરે  પણ  ખરા . પણ  વાત  તો  બહાર  ગયી  જ  કારણ  ગમે  તે  હોય  કોને  બહાર  પડી  તે  ભૂલી  જયીએ  પણ  મુદ્દો  એ  છે  કે  વાત માં  કૈક  તથ્ય  છે  માટે જ  વાત  ચાહેરાય  છે  જો  આટલું  સમાજમાં  ઉતારે  તો  નિરાકરણ  માટે  કોઈની  પણ  જરૂર  પડે  નહિ. નાના ને   અંગત  માણસો  પસંદ  કરવાનો  પહેલો  હક્ક  છે.  બાપ  હોય   તો  તે  તેના  સંતાન ના  મિત્ર ને  સારીરીતે  ઓળખતા જ  હોય, તેના  વ્યવસાયિક   જોડી દરો  સાથીદારો  કે  ઉપરી ને  પણ  સારીરીતે  જાણતા  હોય   અને  એમ  લાગે  કે  આ કદાચ  ઉપયોગી  નીવડશે .માનો  કે  તેમની  સમે  રજૂઆત કરવામાં  કોઈ  ભૂલ  છે   તે  પણ  સ્વીકારી  લઈએ  પણ   તેનાથી  પ્રશ્ન  પતિ  જશે  ખરો ? મિત્ર ને  નાનપણ થી  માં બાપ  ઓળખે  છે,  મોભો  ધરાવતા   બે  ઉચ્ચ  મહાનુભાવો ને   પણ  જે  પણ  સમા પક્ષના  જ  વધુ   જાણીતા  અને  માનીતા  પણ  છે  તેમ  છતો  ડૂબતો  તારાનું   પકડે  તેમ  તેમનો   પણ  સહારો  લેવા  પ્રયત્ન  થાય   તો  તે ભૂલ  ગણી  શકાશે ? જો  હા  તો  માફ  કરો  પણ  નિરાકરણ  તો  લાવો  કે    પછી  નક્કી  જ  કર્યું  છે  કે   સોય  ની  અણી  જેટલું   પણ નમતું  ના જોખું ....અહં  બ્રહ્માસ્મિ .....હું  કહું  તે જ  સાચું   .. મેં  બહુ   સહન  કર્યું    હવે  મારો  વારો  હો  કહું  તેમ  બધા એ  કરવું  પડશે . જો  એમ  સ્થાપિત  થાય  કે  તેમને  બહુ જ  સહન  કરેલું  છે  અને  ભૂત કાલ માં  તેમને   ઘણું  સહન  કરેલું  છે  તેમને  બહુ  દુખ  વેઠયું  છે  અને  જો  તે  સાચું  હોય, ભૂત કાલ માં  તેમને  હેરાન  કરવામાં  આવ્યા  હોય   તેમની  પજવણી  થયી  હોય  તો  આજે  તેમને  બદલો  લેવાનો  હક્ક  પહોચે  છે.આ નક્કી  કરવાનું  કામ  મારું  ના  હોઈ  શકે  કારણ  કે  હું  પક્ષકાર  છું  પણ  જો  જો  કોઈ  પણ  આ વાત ને    સમર્થન  આપ-શે   તો  કોઈ  પણ દલીલ  વગર  તે  આક્ષેપ ને હું  માન્ય  રાખીશ  કે  મેં  તેમની  કોઈ  જરૂરિયાત   પૂરી કરી  નથી,તેમને  હેરાન  કરવામાં  આવ્યા છે,  તેમનો હક્ક છીનવી  લીધો  છે   તેમની  અવગણના  કરી ને  તેમ,નો  હક્ક  બીજા  યોગ્ય  વ્યક્તિ ને  આપી દેવાયો  છે  વિગેરે  વિગેરે  જો  કોઈ   આવો  આક્ષેપ  કરે  તો   તે  આક્ષેપ  કોઈ  માન્ય  વ્યક્તિએ  ના  કર્યો  હોય   તો  પણ  હું  માનીશ   જો  તે  મારી  સમક્ષ   અને  ઉક્ત  દર્શાવેલ  મહાનુભાવો,મિત્રો પરિવારજનો  વી. ની  સમે  કહે. 
    આમે  મેં   ૧૯૯૪  ના સમયના  મારા  ગુના ની  સજા   સ્વીકારવાની  તૈયારી   બતાવી  જ  છે.  મેં  કોનો  ગુનો  કર્યો  છે , કોના  માટે  આ ભૂલ  કરી  છે  તેનું  કારણ  શું છે  તે  કોઈ    બાબત  બચાવ માં  રજુ  કર્યા સિવાય   મારે  મારી  ભૂલ  ની  સજા  સ્વીકારવી  જ  જોઈએ.  આ ભૂલ  કે  ગુનો  કેવો  અને  કેટલો  હતો  તેની  મને  પુરેપુરી   ખબર  છે  પણ  જો  તેનાથી  કોઈ  એક     પણ   વ્યક્તિ  ને  ગંભીર  અસર  થયી  હોય   તો  તે  મારા  પાપે  જ  થયી  છે  તે  સ્વીકારીને  મેં  તેનો  નિર્ણય     લાયી જ  લીધો  છે અને  સજા ના  સ્વીકાર  સ્વરૂપે હું  અકિંચન   થયીને  રહું   તે  યોગ્ય  જ  છે.  સંપૂર્ણ  સક્ષમ  હોવા  છતાં  પણ  હું  મોટે ભાગે  અકિંચન  બની ને જ  રહ્યો  છું  તે  હું  જાણું  છું  અને  તે  પણ  અનેક  આક્ષેપો  સહન  કરીને     મારી  સહન શક્તિ  ઓછી  છે  ઘણી  ક્ષીણ  થયી  ગયેલી  છે   તે પણ  જાણું  છું,  શારીરિક  ક્ષમતા   પણ  ખુબ  ઘટી  ગયેલી   છે   યાદદાસ્ત  પણ  ઘટી  ગયેલી  છે  અને  ઉંમર તેનું  કામ  કરેજ  આ બધું  સમજવા  છતાં  પણ  મેં  સજા  સ્વીકારી  લીધી  છે.  મારા  માટે  કોને,કેવો,કેટલો  પ્રેમ,ભાવ,તિરસ્કાર,અણગમો પૂર્વગ્રહ  છે  તે  જાની ને  મારે  શું  કામ  છે ?  પણ  તે  કઈ  છૂપો  છુપાવાય  તેવો  તો  નથી જ  ને ?  બાહ્ય દેખાવ  કરતા  મને  અંતરમન  વાચતા  સારું  આવડે  છે.
  ભગવાન  એક  કસુર કી    ઇતની  બડી  સજા  ક્યોં ?
 પણ  કસુર  છે  તો  સજા  તો  ભોગવવી  જ  પડે. કર્મનું  બંધન  તો  બ્રહ્મના   બાપને  પણ  છોડતું  નથી  તો  હું કોણ  માત્ર ? મારા  પુસ્તકો માં  પણ  મેં  ગાઈ  વગાડી  ને  આવત  કહી  છે  હવે  હું  કેવી રીતે  છટકી  શકું ?     એક  અગત્યનો  મુદ્દો  આમો  મેં  સમાવેલ  નથી   કે  જેના  માટે  પણ  મારા  ઉપર  એક  ગંભીર  આરોપ  છે  . હું  જાણું  છું  કે  તે  આરોપ  ખતો  પાયાવિહોણો   અને  પોતાની  નિષ્ફળતા  બીજાની  ઉપર  નાખી  દેવાનો  તે  પ્રયત્ન  છે  અને  તે  સહેલાયીથી  હું  સ્થાપિત  કરી  શકું  તેમ  છું  પણ  તેમ  કરવાથી  મારે કોઈ ને  કે  જે  પણ મારા  જ  છે  તેમને   ક્ષોભ  જનક  પરિસ્થિતિ માં   મુકવા   પતે  તેમ  ના  થાય  માટે   તે  બાબત  હાલ  મૌન   વધુ  સારો વિકલ્પ  છે.
ગુણવંત  પરીખ 

No comments:

Post a Comment