અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો અતીત ની યાદો .......
ક્રમશ : અનુસંધાન તા. ૧૭-૫ =૧૨ :- ..........
૭૦ = એ યાદ શક્તિ ઘટવાની નિશાની તો ગણાય જ તેમાં ગભરાવાની જરૂર નથી ના જ હોવી જોઈએ - પણ કેટલાક આશ્ચર્ય એવા છે કે મન મનાતું નથી . હજુ એક કલાક પહેલા મુકેલી ચીજ ક્યાં છે તે યાદ નથી આવતું અને ૫૦ વર્ષ પહેલા ની યાદ ખસતી નથી જેમ કે મારો મેટ્રિક નો સીટ નંબર ૧૭૫૯૮ આજે પણ મને યાદ છે , એની કોઈ જરૂર નથી કે એ નંબર હું કઈ ગોખતો પણ નથી છતાં તે આજે પણ યાદ છે જ , તેવી રીતે મારી મોડાસા ની જીપ નો નંબર ૧૭૫૬ એ પણ મને આજે પણ યાદ છે અને આવી તો ઘણી બાબતો છે કે જેની કીજ જરૂર નથી છતાં પણ મને આજે પણ યાદ છે . જો કે આવા સંશોધનના વિષય માં પડવાની જરૂર પણ નથી લગતી પણ એક વાત ચોક્કસ છે ઘડી પહેલા ની વાત કે વસ્તુ યાદ નથી રહેતી અને આં કુદરતી પ્રક્રિયા છે જ્યરે માંત્રિક નો સીટ નંબર તે અપવાદ રૂપ પ્રક્રિયા છે. એવું ઉદાહરણ ના આપી શકાય કે મેટ્રિક નો નંબર યાદ છે તો અં કેમ યાદ નથી ? યાદ દસ્ત અને તેની મર્યાદા માટેનો આટલો પૂર્વાભ્યાસ આગળ માટે જરૂરી છે .કોઈ પણ પ્રકારના પૂર્વાનુમાન બંધાતા પહેલા આટલી પૂર્વ ભૂમિકા યાદ રાખવી જરૂરી છે.
આપને પહેલા જોઈએ સિનેમા નો અતીત. બોલીવુડ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે . સંસદે હીરક મહોત્સવ ઉજવ્યો અને બોલીવુડ ની શતાબ્દી ઉજવય્પ રહેલ છે ત્યરે સ્વાભાવિક રીતે જ એક સરખામણી આજ અને વીતેલી કાલ વચ્વ્હ્ચે થયી જાંય.. વીતેલા જમાનાની ફિલ્મો આધુનિક ટેકનીક નહોતી ધરાવતી તે વાત સાચી પણ તેમ છતાં પણ તે ફિલ્મો માં જે આકર્ષણ હતું તે આજે નાથ્યી તેમાં બે મત નથી. આજની ફિલ્મો નો ઝગમગાટ વધારે છે પણ તેમાં સત્વ નથી માત્ર અને માત્ર કદાચ એમ કહીએ કે દેહ પ્રદર્શન વધારે છે. . નાયિકા ના ટૂંકા વસ્ત્રો અને દેહ પ્રદર્શન થી વધારે આકર્ષણ બીજું કશું જ નથી. જુના જમાના માં ધાર્મિક ફિલ્મો વધારે બનતી હતી અને વાર્તા પણ શાસ્ત્રો કે પૂરનો ની કથા ઉપરથી લેવાતી જેમો બહુ લાંબી છેદ્છ્દ પણ થતી નહોતો. તે જમાનામાં ઐતિહાસિક ફિલ્મો પણ બનતી હતી અને તેમાં પણ ઈતિહાસ સાથે વધુ છેડછાડ નહોતી થતી. જુનું અનારકલી અને આજનું જોધા અકબર બે ની સરખામણી કરીએ તો નવો અકબર જોધા રાની એટલા જમતા નથી જેટલી અનારકલી આજે પણ ગમતી રહેલી છે. લખલૂટ ખર્ચે તૈયાર થયેલી જોધા અને અનારકલી માત્ર ટૂંકા બજેટ વાળી ફિલ્મ પણ નંબર તો અનારકલીને જ મળે હ કદાચ ટેકનીક ની દ્રષ્ટીએ જોધા અકબર એક આશ્વાસન ઇનામ જીતી શકે. સંગીત ની વાત કરીએ તો અનાર્કાલીનું સંગીત આજે પણ આટલા લાંબા સમય બાદ એટલુજ કર્ણપ્રિય છે જેટલું તે દિવસે હતું. સંગીત ની વાત નીકળી છે તો એક ચોખવટ પણ જરૂરી છે. . સંગીત ની ગુણવત્તા અને પ્રસિદ્ધિ માટે જુનું સંગીત જ મેદાન મારી જાંય. આજના સંગીત માટે અનેક પ્રકારના વાદ્યો અને અનેક ટેકનીકો હોવા છતાં પણ તે લાંબુ આયુષ્ય નથી ધરાવતા . આજના સંગીતની અસર પણ વધારે નથી રહેતી. સંગીત ની અસર માટે ઉપચાર શાસ્ત્ર ની સાથે સરખાવીએ . ઉપચાર માં આજે સ્ટેરોઈડ પદ્ધતિ છે, એન્ટી બાયોટીક દવાઓ છે , એલોપથીની દવાઓ છે અને આયુર્વેદિક દવાઓ પણ છે જેમાં સ્ટેરોઈડ એકદમ ઝડપ થી અસર કરે છે પણ અસર લાંબી નથી હિતો અને મોંઘી પણ તેટલી જ છે, તેવુજ એન્ટી બાયોટીક દવાઓ માટે પણ છે કે અસર ઝડપથી કરે છે પણ તેની અસર લાંબી નાથ્ગી રહીતી એટલુજ નહિ પણ તેની આડ અસર પણ વધારે હોય છે અને તે પણ મોંઘી છે .એલોપથી ની સવાઓ પણ મોંઘી અને લાંબા ગાળાની અસર વગર ની અને આડ અસર હોતી જ નથી. તે દ્રષ્ટીએ તે આમ જોવા જાવ તો શ્રેષ્ઠ છે પણ તેની અસર લાંબા ગળે થાય છે અને લાંબા ગાળા સુધી રહે પણ છે. સંગીત માટે પણ તેના જેવું જ છે. જુનું સંગીત આયુર્વેદિક કક્ષા નું છે, અને આજનું સંગીત સ્ટેરોઈડ પ્રકારનું છે જેની અસર એકદમ સારી લાગે પણ ઝડપથી મગજ માંથી ભુલાયી પણ જય જયારે જુનું ગાયન આજે પણ તેત્લુજ કારણ પ્રિય લાગે . એ જ અનારકલી નું અલ વિદા વાળું ગાયન આજે પણ એટલી જ મીઠાસ ધરાવે છે જયારે ઝલક દિખલા જ જેવા ગીતો બે ચાર મહિના ટકીને તેની યાદ ભુસાઈ જય છે. આમ જુના ગયાનો ને અને જુના સંગીત ને કારણે પણ જુના ચલચિત્રો વધારે આકર્ષક હતા ભલે તેમાં આજના જેવી અને જેટલી ટેકનીક નહોતી પણ . તેમાં મીઠાશ હતી. અં ઉપરાંત જુના ચલચિત્રો પાસે સારી વાર્તા અને ઉદ્દેશ્ય હતો તે આજે જોવા મળતો નથી આજનો હેતુ માત્ર નાણાં કમાવાનો છે અને પડદો માત્ર દેહ પ્રદર્શન નો છે જુદા જુદા ખૂણે થી કેવીરીતે અદાકારો અને અદાકારીનો ઉપયોગ અને ઉપભોગ કરવો તે જ માત્ર એક હેતુ દેખાય છે. જો કે પ્રજા અને દર્શક નો ટ્રેન્ડ પણ સારો નથી રહ્યો તે મોટી કામાંનાદીબી છે અને તેના કારણે જ આજની ફિલ્મોને બહુ ઉત્તેજન મળેછે. આજની ફિલો સેક્ષ, હત્યા , મારફાડ અંગ પ્રદર્શન અને હેતુ વિહીન કક્ષા ની હોય છે રાજ કપૂર જેવા મહાન શો મેં ને પણ જગતે રહોમાં માર ખાધો તે પછી તેનેવ પણ જિસ દેશમે ગંગા બહતી હૈ જેવી અને સંગમ,બોબી અને રામ તેરી ગંગા મેલી જીરવી ફિલ્મો બનાવીને ખોટ સરભર કરાવી પડી હતી. જગતે રહો કે મેરા નામ જોકર ટકી તો નહિજ માર પણ ખાધો પછી તે પણ શું કરે ? વહેતી ગંગા માં ડૂબકી મારવા સિવાય બીજો રસ્તો વેપારી મન પાસે બીજો શું હોય ? આજના સંગીત માં બુમ બરડા અનેક વાજીન્ત્રોનો શમ્ભુ મેલો અને જુના માં માત્ર બે ચાર વાજિંત્રો અને સાથે શાસ્ત્રીય રાગ નો ઉપયોગ આયુર્વેદ ની યાદ અપાવી જય છે . આં વિવેચન તો ઘણું લાંબુ ચાલે આખરે ૧૦૦ વર્ષ નો ખજાનો છે જલદી પૂરો થાય નહિ આં તો માત્ર એક ઝલક અને સરખામણી જ છે . અને હવે દરેક ક્ષેત્ર આવી સરખામણી માં પડ્યું છે. સંસદ હોય, સિનેમા હોય, કૌટુંબિક વિકાસ હોય કે પછી વ્યાપારિક વિકાસ હોય સાપેક્ષ સરખામણી થવાની જ . ક્રમશ :
ગુણવંત પરીખ
No comments:
Post a Comment