: : : અતીતની યાદો : : :૧૪-૭-12
ગુણવંત પરીખ
ભાવિના ગર્ભમાં શું છુપાયેલ છે તેની તો કોઈને ખબર નથી- ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે .. પણ અતીત ની યાદ તો માર્ગ દર્શક છે. આવતી કાલે શું થવાનું છે તે૪નિ ભલે ખબર નથી પણ ગયી કાલે જે બની ગયું અને તેના જે પરિણામ જોયા તેનાથી માર્ગદર્શન તો અવશ્ય મળી શકે છે ભૂતકાળ ની ભૂલ દોહરાય નહિ અને તેને સુધારવાનો અવકાશ અતીત ની યાદ આપે છે. એકાદ વખત ભૂલ કરી બેસે તે માનવ છે. ભૂલ થી સુધારવાનો અવકાસ મળે છે;
જો ઠોકર ના ખાયે નહિ જીત ઉસકી
જો ગીરકે સંભલ જાયે હૈ જીત ઉસકી....
ઠોકર ખાવ તો પડવાનો અવસર આવે, પડવાનો અવસર આવે તો સાંભળવાનો અવસર આવે અને તમે સાંભળી લો તો જીત તમારી જ છે પણ જો વારંવાર એકની એક ભૂલ કરતા રહો ભૂતકાળ નજર સમક્ષ હોવા છતાં તેને દોહરાવતા રહો તો પછી કોણ બચાવે ? આવીજ એક અતીતની યાદ આજે કરવા જેવી છે. સમગ્ર દેશમાં ચરે બાજુ વરસાદ દેખાતો નથી. જો કે ભલે હજુ સુધી સમય વીતી ગયો નથી ભગવાન કરે અને એવો કારમો દિવસ જોવાનો વારો ના આવે પણ સરકાર અને વહીવટી તંત્ર એ તો નસીબ કે કુદરત ઉપર વધારે આધાર રાખવાનો ના હોય હવામાન ખાતાની આગાહીઓ, જ્યોતિષીના વરતારા અને વાણીઓ ભલે માર્ગદર્શન તરીકે વિચારો પણ સ્વીકારી શકાય તો નહિ જ. જે જરૂરી છે તેની અગમચેતી તો બતાવવી જ પડે આગહ્ગી ઉપર કે અનુમાન ઉપર વહીવટી તંત્રને છોડી શકાય નહિ. કાલ ,કાળ અને કુદરત ઉપર કોઈનો કાબુ નથી માટેજ કાળ -વીતેલા કાળ -ચક્રને યાદ કરીને અગમચેતી રાખવી જરૂરી છે.
૧૯૬૮ ના વર્ષમાં વરસાદ ઓછો હતો. દુકાળનું વર્ષ હોય તેવા અગમના એધાણ હતા . સરકાર પાસે દુકાળ જાહેર કરવા માટેનો એક નિયમ હતો. જ્યાં ૫ ઇંચ કરતા ઓછો વરસાદ હોય તેને દુકાળગ્રસ્ત જાહેર કરવાનો હોય. ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ આં બે જીલ્લા દુકાળ ગ્રસ્ત જાહેર થાય તેવા માળખા માં આવી જતા હતા અને તે સિવાય પણ બીજા પ્રદેશો તે કક્ષામાં આવી શકતા હતા. સરકારની આયોજન ક્ષમતા ઉંચી અવશ્ય હતી.ચોમાસું સામાન્ય રીતે ઓક્ટોબર માસ માં પૂરું થાય અને સપ્ટેમ્બર માસ માં તેનો અંદાજ લાગી જય. સપ્ટેમ્બર સુધી વરસાદ અપૂરતો હોવાની જાણ થયી જતા સરકાર જાગૃત હતી. દુકાળ વખતે શું કરવું તેની કામગીરી પણ તેને સાંભળી લીધી હતી અને તેનો અમલ કેવીરીતે કરવો તેના માટેના ચક્રો પણ ગતિમાન કરી દીધા હતા. અસરગ્રસ્ત માણસોને રોજી રોતી મળી રહે તેના માટે આગોતરા આયોજનો પણ કરવાના શરુ થયી ગયા હતા. . બનાસકાંઠા જીલ્લા માટે પણ આવું આયોજન નક્કી કરવા માટે સરકારની એક ખાસ ટુકડી ના બે મોટા અધિકારીઓ જીલ્લાની મુલાકાતે આવ્યા હતા. સરકારના આં બે ઉચ્ચ અધિકારીઓ એ થરાદ માં એક મીટીંગ રાખેલી. થરાદ એટલે પાલનપુરથી પણ અંદરની બાજુ આશરે ૭૦ કી.મી. દુર ઉજ્જડ પ્રદેશ ગણાતો હતો. મીટીંગ ત્યાં રાખવામાં આવી હતી. આવનાર અધિકારી તો માત્ર ૨ જ હતા પણ તેમના કાફલામાં તેમની સાથે અને તેમનીસાથે જોડાનારા સાથી અધિકારી કર્મચારી નું સંખ્યાબળ આશરે ૩૦ થી ૪૦ નું થત્રુ હતું. આ બધા થરાદ માં ભેગા ત૫હવન હતા. થરાદના સ્થાનિક યજમાન અધિકારીની એર ફરજ બનતી હતી કે તે સૌનો ખ્યાલ રાખે. આવનાર ૨ મોટા અધિકારી ઉપરાંત પણ જે બીજા હોય તેમની તમામ વ્યવસ્થા જાળવવાની જવાબદારી સ્થાનિક યજમાન અધિકારીની રહેતી હતી.તે મુજબ યજમાને આસરે ૪૦ વ્યક્તિઓની રસોઈનું પણ આયોજન કરેલું. સવારે અસરે ૧૦ વાગે માહિતી મળી કે મહેમાન અધિકારી શ્રીને તો આજે એકાદશી નો ઉપવાસ છે અને એકાદશી નું મેનુ ૧૦ વાગે મળ્યું. થરાદ જેવા નાના ગામ માં આં વ્યવસ્થા કરાવી અઘરી તો હતી પણ
મહેમાન જો હમારા હોતા હૈ વો જાનસે પ્યારા હોતા હૈ ......મહેમાન માટે વ્યસ્થા તો કરાવી જ પડે અને દોડ દોડી કરીને પણ તે વ્યવસ્થા કરવામાં આવી હતી. અડધા કલાક પછી ખબર પડી કે થરાદ માં બરફ નથી મળતો અને સાહેબો માટે ઠંડા પાણીની વ્યવસ્તા તો કરાવી જ પડે અને પછી દોડાદોડી શરુ થયી ગયી અને યજમાને થરાદ ત૬હિ ગાડી મોકલી પાલનપુર બરફ લેવા અને જમવાના સમય પહેલા બરફ પણ આવી ગયો. ૨ મહેમાન માટે ની વ્યવસ્થા માં ૪૦ માણસોએ ભોજન લીધું અને સૌ એ તૃપ્તિના ઓડકાર પણ લીધા.પ્રસંગ સારીરીતે ઉજવયી ગયો તેનો સંતોષ યજમાન ના મુખ પર દેખાતો હતો. .મહેમાન અધિકારીઓ પણ ખુસ હતા. જમીને બે ઘડી આરામ કરીને કાફલો વિદાય લે તેની સૌ રહ જોઈ રહ્યા હતા.મહેમાન અધિકારીઓ એ સંતોષ વ્યક્ત પણ કર્યો અને જવાની તૈયારી સ્વરૂપે યજમાન ને ગાડી લાવવા જણાયું અને સાથે સાથે રગીસ્તર અને ભોજન નું બીલ પણ મંગાવ્યું. યજમાનને અચકાટ થયો કે ભોજન નું બીલ કેવીરીતે આપવું? પણ માનનીય મહેમાન અધિકારીશ્રીઓએ તેમનો ક્ષોભ દુર કરી દીધો અને ભોજન ના બીલ ના ૨ થલી ના ૪ રૂપિયા આપી દીધા અને ૪ રૂપિયાની પહોચ પણ માગી લીધી.યજમાને ૪ રૂપિયાની પહોચ આપી . યજમાને હિસાબ માંડ્યો ૪ રૂપિયામાં ૪૦ ડીસ જમણવાર અને તે પણ ઓતરા ચિત્ર ના તડકામાં બરફના ઠંડા પાણી સાથે થરાદ જેવા અંતરિયાળ ગામ માં .દુકાળ ના કામોની સમીક્ષા અહીંથી જ શરુ થયી ગયી. હજુ તો દુકાળની પાશેર માં પહેલી પુની હતી. આગળ જતા અં ફૂલ શું શું ગુલ ખીલાવશે તેની કોને ખબર હતી ? દુકાળના કામોની વિધિ વાત શરૂઆત પણ થયી નહોતી તે પહેલાની અં પરિસ્થિતિનું એક નાનું સરખું ચિત્ર આવ્યું.
૧૯૬૮ ના ગાળામાં જ બનાસ્કાન્થાના સંસદ સભ્ય એ એક જોરદાર સવાલ ઉભો કરેલો અને તેમના સવાલે સરકારને હચમચાવી દીધી હતી. તેમના જીલ્લામાંચાલતા દુકાળ રાહત કામમાં ભયંકર ગેર રીતિનો આક્ષેપ કરવામાં આવેલો અને તેમાં અનેક નાના મોટા માથા સંડોવાયેલા હતા. અં ઉહાપોહે સરકારની ઉ૮ન્ઘ હરામ કરી દીધેલી અને છીંડે ચડ્યો તે ચોર કરીને કર્યવહિઓપ પણ કરી હતી. કદાચ એવું પણ બન્યું હતું કે સાચા ગુનેગારો છટકી ગયા હતા કારણ તેમની સામે પુરાવા નહોતા અને છીંડે ચઢી ગયેલા ભટકી ગયેલા અને ભાતાકયી ગયેલા ના માથે મોટી તવાઈ પણ આવી ગયેલી. સરકાર ને તેની ભૂલ તો દેખાઈ જ નહિ કોઈએ બતાવાવની તસ્દી લીધી તો તેને બહન ગણી ને અવગણી હતી અને છેવટે ડુંગર ખોદી ને ઉંદર બહાર કાઢ્યો હતો. અતીત નો અં બનાવ આગામી ભવિષ્ય માટે ખુબ જ માર્ગ દર્શક બની રહેશે.
ગુણવંત પરીખ.
No comments:
Post a Comment