: : અતીઓતની યાદો : :
ગુણવંત પરીખ ૧૬-૭-૧૨
કહેવાય છે કે કુદરતની કૃપા વગર કશું જ થતું નથી, ધાર્યું ધણી નું જ થાય છે, પ્રભુની કૃપા વગર પાંદડું પણ હાલી શકાતું નથી, વરષદ નું ટીપું પણ પડતું નથી, વાવાઝોડા થી વિનાશ વેરતા વંટોળ ને રોકી શકતો નથી અને વિનાશ વેરતી નદીઓના વહેં ને કાબુમાં પણ લયી શકતા નથી કુદરત ની શક્તિની સામે માણસ ઝઝૂમે છે ખરો પણ પરિણામ તેના હાથ માં નથી પણ તેનું અહંકારી મન તે મનાતું નથી. અં બધું હું જ કરું છું અને હું જ કરીશ તેવો એક ભ્રમ તેને છે. કર્મ કરવામાં જ તેનો અધિકાર છે તે વાત તે ભૂલી જય છે. અને પોતે જ સર્વ શક્તિમાન હોવાના ભ્રમ માં તે અનેક ગરબડો પણ કરી બેસે છે.
વ્યવહારમાં આચાર, વિચાર, શિષ્ટાચાર જરૂરી છે પણ આં શિષ્ટાચાર ક્યારે ફરજીયાત આચાર બનીને ભ્રષ્ટાચાર ના સ્વરૂપે ફેલાઈ ગયો તેની કોઈનેખબર જ ના પડી. ઘેર આવેલા મહેમાન ને ભોજન કરાવવું તે શિષ્ટાચાર છે જ તેમાં બે મત નથી પણ માથે પડેલા મહેમાન હોય, સાથે મોટું સજન માજન હોય અને તે સૌને ભોજન કરાવાવની ફરજ પડે ત્યરે યજમાન ની હાલત કેવી થાય અને છતાં પણ મહેમાનગતિ તો કરાવી જ પડે તો પછી યજમાન શું કરશે? ઝોળી લયીને ભીખ માંઘવા નીકળશે ?વાર મારો કે કન્યા મારો પણ ગોર નું તરભાણું તો ભરો જ તેવિ હાલત હોય ત્યારે યજમાન બીજું શું કરે? ભીખ માંગે દાન ઉઘરાવે કે પછી ચોરી પણ કરે . પણ તે માટે જવાબદાર કોણ ? માનવંતા મહેમાનો જ તે માટે જવાબદાર છે. ગરીબ અને લાચાર માણસોને માટે રોજી રોતી ની વ્યવસ્થા માટે નીકળેલા આં મહાનુભાવો માટે જે રીતે વ્યવસ્થા ગોથ્વાયી હતી તેજ હાલતનું સાચું પ્રતિબિંબ દર્શાવે છે. કોઈને ખબર પણ નહોતી કે કાલે શું થવાનું છે અને શું થયોને ઉભું રહ્યું ?
દુષ્કાળ ના સમય માટે ની વ્યવસ્થા માટે સ્કેર સીટી મેન્યુ અલ માં કેટલીક સ્પષ્ટ જોગવાઈઓ છે .જે સ્થળે ૫ ઇંચ કરતા ઓછો વરસાદ હોય તે વિસ્તાર ને અછત ગ્રસ્ત જાહેર કરી શકાય .આં સત્તા કલેકટર પાસે છે. તેમના રીપોર્ટ મુજબ સરકાર અછત ગ્રસ્ત વિસ્તાર જાહેર કરે છે. તે પછી જે તે વિભાગે અને વિભાગીય વડા એ તેમનું તંત્ર ગોઠવવાનું હોય છે. મજુરોને રોજી રોતી મળી રહે તે માટે તેમણે કામ આપવામાં આવે છે અને તે જે કામ કરે તે મુજબ તેમણે દરેક અઠવાડિયે પગાર પણ ચૂકવી દેવાનો હોય છે. અગત્યની વાત એ છે કે માણસને કામ ઉપર રાખવાનો, તેની હાજરી પુરાવાની, તેને કરેલું કામ દરેક અઠવાડિયે માપવાનું અને તેને તે મુજબ જેટલું કામ કર્યું હોય અને હાજર હોય તેમુજબ ગણતરી કરીને પગાર ચૂકવવાનો .તે માટે સરકારે મજૂરોની હાજરી પુરાવા માટે કારકુનો રાખ્યા હતા, મજુરો એ કરેલું કામ માપવાને માટે ઓવરસીયર રાખેલા ,કામની ગણતરી અને ભાવ તાલ અને ચકાસણી કરવા માટે નાયબ ઈ જ્નેરની એક કચેરી આપી અને તેમણે મદદ કરવા માટે હિસાબનીશ અને બીજા મદદનીશો પણ આપેલા આં સૌ ભેગા થયીને એક ટીમ તરીકે કામ કરે . ગોઠવણ તો બરાબર હતી. દરેક ની કામગીરી માટે ના ધોરણો પણ નક્કી કરવામાં આવેલ હતા. મેન્યુ અલે જ નક્કી કરેલું કે ક્યરે કઈ કચેરી ખોલાવી, તેની પાસે કેટલો કાર્ય બોજ હોવો જોઈએ અને તે મુજબ તંત્ર ગોઠવવું જોઈએ. તે વખત ના ધોરણ મુજબ ૧૦૦૦૦ મજુરો ના સંખ્યા બળ ઉપર એક સમગ્ર નાયબ ઈજનેર ની કચેરી ખોલાવી જેની પાસે તેના હાથ નીચે કચેરી માં એક સીનીયર કારકુન હોય, તેને મદદ કરવા બે જુનિયર કારકુન હોય, રસ્તા ઉપર કામ કરવા માટે ૩ ઓવરસીયર હોય, દરેક ઓવરસીયર પાસે તેને માપ લેવા મદદ કરે તેવા એક બે ટેકનીકલ મદદગાર હોય અને મજૂરોની હાજરી પૂરનારા જરૂર મુજબના કારકુનો હોય . મજૂરોની હાજરી કારકુન પૂરે તે પછી તેમણે કામ દર્શાવે ટેકનીકલ મદદગારો, તે મુજબ મજુરો કામ કરે અને આખા અઠવાડિયા દરમિયાન થયેલ કામગીરી ના માપ ઓવરસીયર કારકુન અને ટેકનીકલ મદદનીશની મદદથી માપે અને નોધે. આં માપ નોધાયેલી મંજુર થયેલી માપ પોથી માં જ નોધાવાના હોય છે જેની નોધ થ્યીને તે માપ પોથી નાયબ ઈજનેરની કચેરી માં જાય અને કચેરી માં કચેરી ન્જો કર્મચારી ગણ તેમણે સુપ્રત થયેલી કામગીરી મુજબ ચકાસણી કરીને મંજુરી માટે નાયબ ઈજનેર પાસે મુકે જે નાયબ ઈજનેર પોતે પણ ચકાસે અને તે મંજુર કરે તે પછી તેની ચુકવણી માટે ના પૈસા મંજુર કરે ,અને તે પૈસા લયીને કામના સ્થળ ઉપર જયીને કારકુન ની હાજરીમાં કારકુન ઓળખાવે તે મુજબ ના માણસને પૈસાની ચુકવણી કરે. .જો કામગીરી આં જ રીતે થાય તો કઈ વાંધા સરખું નહોતું. અપવાદ રૂપ ફેરફાર થયી પણ શકે પણ આખા કોરું શાકમાં જાય તો શું થાય ?
કૈક આવીજ ગરબડો એક સાથે અનેક જાગે થવા લાગી અને છેવટે પાપ છાપરે ચઢીને પોકાર્યું. બનાસ કાંઠાના સંસદ સભ્ય એ જોરદાર રજૂઆત કરીને આં પ્રશ્નને સળગતો બનાવી દીધો. સરકાર પણ હચ મચી ગયી. સરકારનો ઈરાદો તો બેકાર બની ગયેલ નિરાધાર મજુરો ને રોજી રોતી આપવાનો હતો પણ તેની અમલ વારી જે રીતે થયી તેનાથી સમગ્ર રાજ્યમાં ભારે ઉહાપોહ મચી ગયો. સરકારે પણ જરૂરી કાળજી કે કાબુ રાખ્યા નહોતા. મેન્યુઅલ ની જોગવયી મુજબ નો કર્મ ચારી ગણ પણ અપાયો નહોતો. ૩૦૦૦ મજુરો ના સંખ્યાબળ ઉપર ઓછામાં ઓછો એક ઓવરસીયર તો હોવો જ જોઈએ તેના બદલે એક જ ઓવરસીયર ની પાસે ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ મજુર હોવા છતાં તેનો ભર ઘટાડતો નહોતો. ૧૦ થી ૧૨ હાજર મજુરો ૨૦ થી ૩૦ કિલોમીટર ના રસ્તા ઉપર પથરાયેલા હોય અને આં દરેક મજૂરે કરેલું કામ આં એક જ ઓવરસીયર એક જ દિવસ માં કેવી રીતે માપી શકે અને નોધી શકે કે લખી શકે તે જોવાની કોઈએ દરકાર કરી નહિ. વારંવાર ની રજૂઆત છતાં પણ તે અંગે કોઈજ કામગીરી કે મદદ ના મળી અને ઉપરથી ઉપરની કચેરી ઉપરથી એવી છૂટ આપવામાં આવી કે માપ મદદનીશો લે અને ઓવરસીયર માત્ર લખે જે યોગ્ય નહોતું છતાં માન્ય રાખવામાં આવ્યું . મદદનીશ પણ એક દિવસમાં ૧૦ ૧૫ કી.મી. કેવીરીતે ચાલે અને માપ લે તેની કોઈએ કાળજી લીધી જ નહિ 'રજુઅતો બહેરા કને સમ્ભાલાયી નહિ અને અનેક બુમો ઉઠી. સૌથી પહેલી બુમ પગાર નિયમિત થતો નથી તે ઉઠી. રાત દિવસ ની મહેનત છતાં પણ ધોરણ મુજબ કામગીરી ની નોધ તૈયાર થતી નહોતી અને પગાર અઠવાડિયે નહિ પણ મહિના સુધી પણ થતો નહોતો મજુર ખાય શું ?
આખરે જે થવાનું હતું તે જ થયું અને એક મોટું સ્કેન્ડલ બહાર આવ્યું. ક્રમશ:
ગુણવંત પરીખ
No comments:
Post a Comment