: : અતીતની યાદો : :
ગુણવંત પરીખ ૧૮-૭-૧૨
ભગવાન ભક્ત વત્સલ છે, રાજા પ્રજા વત્સલ હોવો જોઈએ ,પણ વત્સલતા રહી છે ખરી ? ભગવાન ક્યાં છે, રાજા ક્યાં છે ? બ્ગગ્વાન તો સર્વ વ્યાપી છે તેમ માણી લયીયે પણ આં રાજા નું શું ? રાજા શાહી તો જતી રહી . હવે રાજા કોણ ? હવે તમારા માથા ઉપર ઢગલા બાંધી બની બેઠેલા રાજા ઓ છે.આં સૌ રજાઓ તો માત્ર સત્તા અને સંપત્તિ લક્ષી છે તેમનો પ્રેમ માત્ર ક્યાં સત્તા છે અને સત્તા કેવીરીતે ટકાવી રાખવી તેનું ધ્યાન રાખવામાં છેપ્રજા વત્સલતા તો રહી જ નથી લોકશાહી નું અં એક અંગ છે કે સત્તા પર ફરીથી આવવા માટે શું કરવું તેની જ કાળજી રાખવી. લોકશાહી ના આં સિધ્ધાંત ને ધ્યાન માં રાખી ને જયારે ઉહાપોહ થયો ત્યારે સરકારે તપાસ નીમી. ધરાગૃહ માં ઉહાપોહ થયો માટે તપાસ તો નીમવી જ પડે. જેનું જે થવાનું હોય તે થાય, જરૂર પડે તો જાદુ શુલ જોઇને કોઈને શૂળી ને માંચડે પણ ચઢાવી દેવાની ગન્દીરાજાની પદ્ધતિનો અમલ પણ કરવો અને ઉહાપોહ ને શાંત કરવો.
ઉહાપોહના પરિપાકરૂપે સરકારે એ.સી.બી. ને તપાસ સુપ્રત કરી. બધું દફતર એ.સી.બી. ને સુપ્રત કરવામાં આવ્યું. એક નાયબ પોલીસ સુપ્રી. ની કક્ષાના હાથ નીચે કેટલાક ઈન્સ્પેક્ટ રો અને બીજો ધાગલાબંધી સ્ટાફ મુકાયો પણ આં બધું પાણી વહી ગયા પછીની પલ રૂપે થયું. જેટલો સ્ટાફ પોલીસ ને આપ્યુઓ તેમણે પણ માપ લેવા અને તે ચકાસણી કરવા તો પાછો જે તે વિભાગ પાસે જ સ્ટાફ માંગ્યો. સરકારે તે માટે જે તે ખાતા માંથી આં સ્ટાફ પણ આપ્યો. ધાગલાબંધી કારકુનો,ટેકનીકલ આસીસ્તાન્તો,ઓવાર્સીયારો,અને નાયબ ઈજનેરો પણ પોલીસ ને મદદ કરવા આપવામાં આવ્યા. અત્યાએ જે સ્ટાફ પોલીસ ને આપ્યો તેના કરતા અડધા પણ માણસો જે તે વખતે કામ ચાલુ હતું ત્યારે જો આપ્યા હોત તો કદાચ આં પરિસ્થિતિ ના સર્જાયી હોત. ચાલુ કામે મેન્યુઅલ મુજબ જો સ્ટાફ આપ્યો હોત તો કામ વ્યવસ્થિત થયી શક્યું હોત. પણ તે વખતે તો બસ ગમે તેમ કરો, મજુરો આવે તેમણે કામે રાખો ,કામ કરવો મજુરી ચૂકવો,ધારા ધોરણ કાગળ પર જ જાળવવાના પગાર ચૂકવવો જોઈએ. તપાસ કરના પોલીસ ને પણ ખબર પડી ગયી કે આં કામ ના માપ લેવા તે સહેલી વાત નહોતી. તેમના માથે સમય મર્યાદા નહોતી છતાં પણ તે આં કામ ચાર માસ સુધી, કર્મચારીઓનો કાફલો અને વાહનો નો પણ કાફલો હોવા છતાં કરી શક્ય નહોતા તો તેની સામે એક જ ઓવરસીયર , ૩૦ યહી ૪૦ કી.મી. વચ્ચે પથરાયેલ કામના માપ કેવી રીતે લયી શકે ? આં અશક્ય બાબત હતી તે બધા સમજી ગયા પણ કોઈ કબુલ કરવા કે તેની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતા. .જે કબુલાત કરે તે ભરાઈ જય. પણ જે ઓવાર્સીયારે કાગળ ઉપર લખીને સ્પષ્ટ રીતે જણાવી દીધેલું કે આં રીતે માપ લેવા અને પછી જ માપ પોથીમાં લખવા તે કદાપી શક્ય નથી. પણ તેમની વાત ક્જોઈએ સાંભળી નહોતી કે ગણકારી પણ નહોતી. પણ નિયમ તો ચોક્ખો હતો કે માપ લખનારે માપ જાતે લઈને જાતે માપ પોથીમાં જાતે નોધાવા અને નીચે સ્પષ્ટ રીતે જણાવવું કે માપ લીધા અને માપ નોધ્ય છે. ઓવાર્સીયારે માપ જાતે લીધાજ નહોતા, માપ જાતે લઇ શકે તેવી કોઈ શક્યતા જ નહોતી પછી માપ લેવાય જ કઈ રીતે, અને તે મુજબની જાણ પણ કરી દેવાયેર્લી જ હતી તેમણે તો માત્ર માપ લખ્યા છે તેટલી જ નોધ કરી હતી. જો માપ પ્ય્હી પર માત્ર માપ લખાયાની જ નોધ હોય તો મંજુર કરનાર અધિકારીએ તે મંજુર કેવી રીતે કરાયા અને મંજુર થઇ શકે તેવા માપ નહોતા તો ચુકવણી કેવીરીતે થઇ શકે ? પણ તે છતાં પણ આં બધું થયું પણ ખરું, માત્ર લખાયેલ જ માપ મંજુર પણ કરાયા, અને ચુકવણી પણ થયી. .૧૦૦૦૦ મજુરો કામ કરતાહોય, તેની હાજરી પુરાવા,પુરતો કારકુનો ના,હોય, એક જ કારકુન હાજરી પૂરી શકે તેના કરતા પણ વધારે મજુરો તેના મસ્તાએ ઉપર હોય, ૧૦ ૧૫ કી.મી. સુધી મજુરો પથરાયેલા હોય તેની દિવસમાં બે વાર હાજરી પુરાવા આં કારકુન કેવીરીતે જયી શકે,? મજુરો એ કરેલા કામનું માપ આં એક ઓવરસીયર કેવીરીતે લયી શકે,? કચેરી માં બેઠેલા કર્મચારી પણ આવેલ માપ ની ગણતરીની ચકાસણી કેવીરીતે કરી શકે? તે યુગ કોમ્પુતારનો યુગ નહોતો. પોલીસે ખાનગીમાં કબુલ કરી જ લીધેલું કે આં માપ લેવા અને એક જ દિવસમાં લખવા તે કદાપી શક્ય નહોતું.
પાયાની ભૂલ તો સરકારની હતી કે તેમણે મેન્યુઅલ ની જોગવયી મુજબ નો સ્ટાફ કેમ ના આપ્યો? મેન્યુઅલ મુજબ તો ૧૨૦૦૦ મજુરો હોય ત્યાં એક આખું પેટા વિભાગીય કચેરી આપવી પડે અને તેની પાસે માત્ર અછત નું જ કામ હોવું જોઈએ તેને બદલે આં કિસ્સામાં તો જે કચેરી હયાત હતી અને જે કચેરી પાસે બીજા પેટા વિભાગીય કામો પણ અનેક હતા તેની ઉપરાંત આં અછતના કામો વધારાના કામો તરીકે આપવામાં આવેલા તે ક્યાં ધોરણે?પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ તે માણસો હતા, મશીન નહોતા.તેમની પાસે પોતાના સાધનો પણ દરેકની પાસે નહોતા. નાયબ ઈજનેર પાસે માત્ર એક ગાડી હતી તે કેટલે અને ક્યાં ક્યાં ફરે? માપ લેવા તો મળેજ નહિ,ચુકવણી કરવા જવા માટે એક વાર આવે, અને પોઅછા બીજા ચાલુ કામો તો ખરા જ . શું સંભાળવું અને શું ના સંભાળવું? પણ અગ્રતા અછતને આપવાની હતી. પદાધિકારીઓ માત્ર હસ્તક્ષેપ જ કરતા હતા અને દાદાગીરી પણ કરતા હતા કે કામ ઉપર આવેલા ને પાછા નહિ કાઢવાના. , કામ હોય કે ના હોય: એકુચ્ચ પદાધિકારી પાસે રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તા માટે હવે ચોકડીઓ ખોદાવાવાઈ શક્ય નથી અને કામ આપી શકાય તેમ નથી ત્યારે તેમણે જવાબ આપેલો કે પહેલા ખાડા ખોદવાના પૈસા આપો અને પછી ખાડા પુરાવાના પૈસા આપો : બોલો કેવું સરસ આયોજન કહેવાય અં પદાધિકારી નું ? પહેલા ખાડા ખોળો પછી ખાડા પૂરો //કોના બાપની દિવાળી ? માત્ર પોતે સારા દેખાવા માટે અથવા પોતાની વાહ વાહ બોલાવવા માટે આવો નિર્ણય જાહેર કરે તે કોના જોખમે?
પણ આં બધી રજુઅતો કોઈ એ સાંભળી જ નહિ. છીંડે ચઢ્યા તે ચોર અને તંત્ર પણ એવું ગોઠવાયું કે જે ઝડપાય તેને સજા કરાવી, નોકરીમાંથી દુર કરવા, અને નાનામાં નાની ભૂલ પણ જડે તો ફોજદારી અદાલત સામે મૂકી દેવા. ફોજદારી અદાલતો પાસે તે સમયે ઢગલા બાંધી કેસો ભરાઈ ગયેલા અને ખાસ આં જ કામ માટે કેટલાક વકીલો પણ કુદી પડેલા,ખોટા અંગુઠા ના નિશાન સાબિત કરવા અને તેમાં છટક બારી શોધવાના પણ ભાવ બોલાયી ગયા હતા તે વખતે.
પણ પાયાની ભૂલ તે વખતે કોઈએ જોઈ નહોતી. ૧૦ ૧૫ વર્ષ પછી ૧૯૮૬ માં આવો પ્રસંગ ફરી ઉપસ્થિત થયેલો તે સમયે સહેજ કાળજી સારીરીતે લેવાયેલી અને ભગવાન નો પદ તે પછી આજ સુધી તેવો દિવસ જોવા નથી મળ્યો અને ભગવાન તેવો દિવસ બતાવે પણ નહિ. પણ કુદરતનો કોણ સામનો કરી શકે ? આં ચોમાસાની શરૂઆત જ કાચા પાયે થયેલી છે.સરકરે તો અગમચેતી વાપરવી જ રહી. અતીત ને યાદ કરીને અતીત માં કરેલી ભૂલ નું પુનરાવર્તન ના થાય તેની કાળજી વહીવટી તંત્રે રાખવાની રહે છે. ચેતતો નાર સદેં સુખી.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment