: રાજનીતિજ્ઞ દોષારોપણ : :

   :  :  રાજનીતિજ્ઞ   દોષારોપણ  :  : 
ચુંટ ણી ના  પદ ઘમ  જયારે  વાગી  રહેલ  છે  ત્યારે  વિવિધ  રાજકીય  પક્ષોના   સભ્યો  અને  સંભવિત  ઉમેદવારો એ  પોતાની  ખીચડી  પકવવા  માટે  જુદા જુદા  પ્રયાસો  આચરવાનું  શરુ  કરી દીધું છે.   આક્ષેપ  અને  પ્રતિ આક્ષેપ ની  આં રાજનીતિ  કેવી  છે  તે  સૌ  કોઈ  હવે  જાણે  છે. એકબીજા ને પડકારવા   અને  તેમની  સામે  યોગ્ય કે  યોગ્ય  આક્ષેપ  કરવા  તે  એક  ફેશન  બની   ગયી છે. . એક  ઉદાહરણ   જોઈએ:
      કોંગ્રેસના  પ્રદેશ પ્રમુખ   અર્જુનભાઈ એ  એક  નિવેદન માં  જણાવ્યું  છે   અને નરેન્દ્ર  મોદી ને  પડકાર  આપ્યો  છે  કે  હિંમત  હોય  તો  પોરબંદર માં  આવીને  મારી  સામે   ચુંટણી લડો. પડકાર  તો  સારો  છે.  નરેન્દ્ર ભાઈ નો  પ્રતિભાવ  તો  નથી  મળ્યો.  પણ  એક  સામાન્ય   ટીકા  થયી  શકે.  અપની  ગલીમે તો  કોઈ  ભી  શેર  બની  શકે,  પણ આપને અર્જુનભાઈને સાચા  અર્થમાં   શેર  માની  લયીયે  અને  તેમને  સુચાવીયે કે  તે તો શેર  છે  જ  તો  પછી  ભલે  નરેન્દ્ર ભાઈ  પોરબંદર  ના આવે તમેજ  એક  કામ  કરો  કે નરેન્દ્રભાઈ  જ્યાંથી  લડે તે  જગએથી  જ  તમે  પણ  તેમને  પડકારો  શેર  તો  બધે  શેર  જ  છે  તો   પછી  દર  શાનો? માની  લો  કે  નરેન્દ્રભાઈ  મણીનગર  અમદાવાદ થી  તેમના  મત વિસ્તાર માંથી  લડે  છે  તો  તેમ્નેતેમના  જ  ઘેર  જયીને પડકાર  આપવામાં  તો  મોટું  શુરાતન  કહેવાય .અને  અર્જુનભાઈ  પ્રદેશ  પ્રમુખ  પણ  છે શહેરમાં   તેમના  કાર્યકરોનો  તોટો  નથી  સમગ્ર   પક્ષ  તેમની  સાથે  જ  રહેવાનો  છે   પછી  પોરબંદર  સુધી  જવાની  પણ  જરૂર  શું છે? અમદાવાદમાં  જ આં ખરાખરીના  ખેલ  ખેલાઈ  જાય તો  કેવું રહે? અથવા  જો  ધારોકે નરેન્દ્ર ભાઈ  જગા બદલી  નાખે  અને  તમારા  દરથી  બીજે  લડવા  જાય  તો   તમે  પણ  તે  જ્યાંથી  લડે ત્યાંથી જ  લડો આનેજ  સાચો  પડકાર કહેવાશે.  . એક  વ્યવહારિક  સુચન  પણ  આપું.  પોરબંદરની  સીટ  તમને   સલામત  લગતી હોય  તો  તમે  પોરબંદરની  સીટ  ઉપરથી  પણ લડો  અને  નરેન્દ્રભાઈ  જ્યાં  ઉભા હોય  ત્યાં  પણ   ઝુકાવો  તમે તો  પોર્બન્દ્ફારમાં  સલામત  છો  જ  જો જીતશો  તો  મુખ્યમંત્રીના  સાચા  દાવેદાર  બની  જશો   અને  હારશો  તો  હતું  શું અને  ગયું  શું   ?
           સામાન્ય રીતે  એવું  માનવામાં  આવે છે  કે  રાષ્ટ્રીય  સ્વયમ સેવક   સંઘ  એક  શિસ્ત બદ્ધ  સંગઠન  છે. તેની  પાસે  ગેરશિસ્ત ની  અપેક્ષા  રાખી  શકાય   જ  નહિ. .નરેન્દ્ર મોદી,કેશુભાઈ પટેલ,સંજય જોશી, શંકરસિંહ  વાઘેલા  આ બધા  સંઘ ના  બાળકો છે.  તેમ,ની  શિસ્ત બધ્ધતા   માટે દરેક ને ઊંચું  મન  હતું  આજે છે  કે  નહિ  તે  તો  ખબર  નથી. પણ  સંઘના  વડાના હુકમ દીરુધ્ધ  કોઈ  જાય  નહિ શિસ્ત બદ્ધ  રીતે  તેના  હુકમ નું  પાલન  થાય જ . કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, સુરેશ ભાઈ  મહેતા, કાશીરામ રાણા  આં બધા   બી.જે.પી.  ના  સભ્યો  જ  છે  અને  હતા .  હજુ  કોઈએ  પક્ષ  બદલ્યો નથી  કે તેની  કોઈને  ખબર  પણ  જાહેરમાં  તો  નથી જ  એટલે તે  સૌ  એક જ પક્ષના  જ  સભ્યો  છે તેમ  માનવું  પડે. બી.જે.પી. એ  સત્તાવાર  રીતે   તેમના  પક્ષના  કોઈ  ઉમેદવાર ને  મુખ્યમંત્રી  તરીકે   પ્રોજેક્ટ  કાર્ય  નથી  તેમ  છતાં  ય  સમાચાર  બોલે  છે  કે   કેટલાક  આશાવાદી  અને  મહત્વાકાંક્ષી   મહાનુભાવો એ  કેશુભાઈ પટેલને  મુખ્ય મંત્રી  તરીકે  પ્રોજેક્ટ  કર્યા છે.  પ્રજા  પણ  જો પક્ષીય  રાજ કારણ  જણાતી  હોય  તો  તેની  એક ઈચ્છા  એવી  ખરી  કે   જો  હાલ ની  ગુજરાતની  સરકાર  બી.જે.પી. ની  છે  તો   તેના  મુખ્ય મંત્રી  તો  નરેન્દ્ર મોદી  જ  છે તો  પછી  આં  બીજા  મુખ્ય મંત્રીને   પક્ષે જ  પ્રોજેક્ટ  કર્યા  છે  કે  પછી  તેની પાછળ  બીજું  કોઈ   રાજ કારણ  છે? પક્ષની  પણ  કોઈ  પ્રતિભા છે  કે  નહિ . તટસ્થ  રીતે  વિચારીએ  તો એમ  લાગે છે  કે  કોઈ ને  પક્ષની  નથી  પડી  માત્ર  દરેકની  નજર  મુખ્ય મંત્રીની  ખુરશી  પર  જ  છે. પછી  ભલે તે  વ્યક્તિ  કેશુભાઈ પટેલ  હોય, અર્જુનભાઈ મોઢવાડિયા  હોય, કાશીરામ રાણા હોય, સુરેશભાઈ મહેતા હોય ,શંકરસિંહ  વાઘેલા હોય  કે  બીજા  કોઈ  ગમે  તે હોય  જેને હજુ  સુધી  પક્ષે તો   જાહેર  કર્યા જ  નથી   પણ  સૌ પોતાની જાતે જ  પ્રોજેક્ટ થયેલા છે પોતાની  ઈચ્છા મુજબ  ના   સ્વપ્ન ના  મુખ્ય મંત્રીઓ, સાચી  વાત   તો  એ સ્પષ્ટ  છે  કે કોંગ્રેસ   કે  બી.જે.પી.  કોઈએ  પક્ષ  તરીકે  કોઈને  મુખ્ય મંત્રી  તરીકે  પ્રોજેક્ટ  કર્યા જ  નથી.  તો  પછી આં બધી  ખોટી  ધમપછાડા ની  નીતિ  અને હોકર  પડકાર  શેના  માટે  છે?  જો  પડકાર  આપવો  જ  છે તો   આપો  ને આ મોઘવારીને ,તેલ નો  ડબ્બો  ૨૦૦૦ માં  વેચાય અને  આ  બધા  શેર  શિંહ   જોતા જ  રહે છે. આતંક  વાડીઓ  ધડાકા   કરી  જાય  છે  અને  સૌ  થાલા  નિવેદનો  જ કરે  રાખે  છે. તેમને  જરી  જણાવો  કોઈ  કે  બજાર માં  શક  લેવા  તો  જાવ  કોઈ દિવસ  તો  ખબર  પડે   કે   કિલોના  ભાવે  વેચતા  પરવળ   હવે  નંગ ના  ભાવે  મળે છે 
    પ્રજાની  કમનસીબી  છે  કે  તેની  પાસે   નિષ્ઠા વન   નેતા  જ  નથી.  પસંદ કરે  તો  પણ   કોને  કરે ? કદાચ  કોઈ  સાચો  નિષ્ઠાવાન  મળી પણ જાય  તો  પણ  તેનું  વજન  કેટલું ?   સામેની  આખી  લોબી  આં  સત્ય વાદી ના  પુતળાને  ભડકે  દેશે  અથવા  ફંગોળી  દેશે  કે  તેનો  કોઈ  અંશ  પણ  દેખાય  નહિ 
સભી  મસ્ત  હૈ  કોણ  કિસકો  સંભાળે ,
ગુણવંત પરીખ. 

No comments:

Post a Comment