મુઠી  ઊંચેરો  આદમી  :
એક જમાનો  હતો  જયારે    યુધ્ધો  સમરાંગણ માં  લડાતા  હતા. જગ  વિખ્યાત  મહાભારત નો  મહા સંગ્રામ  કુરીક્ષેત્ર ના  મેદાન માં  લડાયો હતો અને  મહા  વિનાશ  સર્જાયો  હતો.  પણ  એક  વાત  દરેકે  સ્વીકારવી  પડે  કે  અપવાદ  સિવાય લગભગ  મોટા  ભાગે  કેટલાક  પાયાના   નિયમો  અને  સિદ્ધાંતોનું  અવશ્ય  પાલન  થતું  હતું.  જોકે  યુદ્ધની  પરિભાષા  તો  સરખી જ  હતી  દુશ્મન  એટલે  દુશ્મન પણ  છતાય  એક  વિવેક  હતો.  તે પછી તાજી  બહુ  જૂની  નહિ  તેવી  વાતો યાદ  કરીએ  તો રાણા  પ્રતાપ  અને  અકબર  વચ્ચે નું  યાદગાર  યુદ્ધ   હલ દી ઘાટ ના  મેદાન માં  થયેલું. કલિંગ ના  યુધ્ધમાં   મહાભારત ના  યુદ્ધ  જેટલોજ  મહા  વિનાશ  પણથયેલો.   યુધ્ધમાં કવા દવા  પણ  હોય , જાસુસી  હોય, અફડાતફડી  પણ  હોય, દગાબાજી  પણ  હોય,  પ્લાસીના  યુધ્ધમાં  અમીચંદ  ની દગાખોરી એ  કલાઈ વ ને જીત  અપાવેલી.  આં બધા  યુદ્ધોમાં   હેરાનગતિ  અને  સર્વનાશ  તો  એવા  નો  થતો  હતો  કે જેને  કઈ  લેવા  દેવા  ના  હોય  તેવા  પ્રજાજનો અને લશ્કરના   સૈનિકો  જ  માર  ક્લ્હાતા હતા  અને  મારી  પણ   જતા  હતા અને  તેમના  જ  કુટુંબી જનો   બેહાલ  થતા હતા.   રાખેંગાર ની  હાર  તેના  જ  ભાણેજ ની   ગદ્દારીને  કારણે  થયી  હતી  અને  અઆવું તો  યુધ્ધમાં  થતું  જ  હોય  છે.    કહેવાય છે  કે  પ્રેમ અને  યુધ્ધમાં  બધું જ  ચાલે. .  જમાનો  ધીમે ધીમે  બદલાતો  ગયો  અને   યુદ્ધનો  પરીભાધા  પણ  બદલાતી  ગયી.  લોકશાહી માં  યુદ્ધ ની  પરિભાષામાં  હાથો હાથ ની  લડાઈ  ના  સ્થાને  ચુંટ ણી ઓ  આવી અને  તેમાં  જીતવા  માટે  શારીરિક  તાકાત  નહિ  પણ  બીજા  અનેક  પરિબળો  પણ  ઉમેરાઈ  ગયા . તે પૈકી  એક  પરિબળ  તે   માણસ ની  વાણી વિલાસ ની  ક્ષમતા .  શું  સાચું  અને  શું  ખોટું  તે  અગત્યનું  નથી  પણ  તમે સામા માણસને  કેટલા  પ્રમાણ માં  શીશા માં  ઉતારી  શકો છો તેની  અગત્યતા  વધારે  છે. .યુદ્ધ ની  પ્રસ્તાવના  તો  ઘણી  મોટી  થયી  શકે  છે પણ   તેમ  કરવા  જતા  મૂળ અને  મુખ્ય   મુદ્દો  બાજુ પર  જતો  રહી   જશે. 
       યુધ્ધના  એક   ભાગ  સ્વરૂપે   હાલ મેદાની યુદ્ધ  નથી  થતા  પણ  વાણી  વિલાસ   અને  તેને   અનુશાન્ગિક   યુદ્ધ  થાય છે. તેના  ભાગ  રૂપે   હમણા  થોડા  સમય  પહેલા   પોસ્ટર  યુદ્ધ  થઇ  ગયા   અને  તેમાં  પરસ્પર  એકબીજા  ઉપર   કાદવ  ઉછાળવામાં   આવ્યો, ચરિત્ર  ખંડન  પણ  કરવામાં  આવ્યું અને  આં  પોસ્ટર  યુદ્ધ  કોણ  લડે  છે  તેની  વ્યક્તિગત  જાણ  થાય  નહિ પણ  યુદ્ધ  જરી  રહે  પ્રજાને  એક  તમાશો  મળે,મીડિયાને  મશાલો  મળે  અને  ખાના ખરાબી  કોઈત્રીજાની  થાય . . 
      હવે  એક  નવો મોરચો  ખુલ્યો  છે. બ્લોગ  પર  યુદ્ધ  લડવાનો- બ્લોગ  ઉપર  આક્ષેપો  કરવા  નિવેદનો આપવા  અને  તે રીતે  ઇન્ટર નેટ નો  ઉપયોગ  કરીને  પોતાની  ક્ષમતા  નો  પરિચય   લોકો  સમક્ષ મુકવો. ગુજરાત ના  ભૂત પૂર્વ  મુખ્ય મંત્રી એ  તેમના   બ્લોગ  ઉપર  કેટલાક   વિધાનો  કરેલા  છે. બ્લોગ ઉપરના  લાખનો  તે  કાયમી  સંભારણા  છે  જે  જગત  સમક્ષ  મુકાય  છે  અને   તેનો  નાશ  થતો  નથી  કે  ફેરવી  સ્વ્હાકતા  નથી  તેનો  રડીઓ  બીજા  આપે  છે અને તે   સમયે  ક્ષોભ માં  મુકવાનો  વારો   બ્લોગર નો  આવે  છે તે   બ્લોગ  લખાવનાર  માણસે  સમજવું  જોઈએ.  જે લખાણ  આવે  છે  તે  ગમે  તેને  લખ્ય હોય  નામ  તો  કેશુભાઈનું  જ બોલે.  કેશુ ભાઈએ  કહ્યું છે  કે  તે   ભીષ્મની  જેમ  ચુપ  નહિ  રહે.  ભીષ્મ  કરતા  પણ  મુઠી  ઊંચેરા  આદમી  બનવાના  કોડ માં  તેમણે  પિતામહ  ભીષ્મ ને  નીચા  બતાવવાની ચેષ્ટ  કરી છે.  તેમણે  ખબર  હોવી  જોઈએ  કે  ભીષ્મ   રાજ્યનો  સાચો  વારસદાર  હોવા છતાં  પણ  તે  રાજગાદી  માટે  નહિ  પણ  રાજ્ય અને  પ્રજાને  વફાદાર  હતા. તેમણે  જે  પણ  કઈ  કર્યું   તે  રાજ્ય ના  હિત  માટે  અને  વિધિના  વિધાન  મુજબ  જ  કરવાનું  કામ  હતું  અને  તે   કર્યું  હતું.  રાજ સભામાં  હોઠ  બંધ  રાખવા ના  મુદ્દાને કેધુભાઈ સમજી  નથી  શક્ય.  અને  ભીષ્મ  કરતા  ઊંચા  થવાના  અને બતાવવા  તે  તેમનો  જ  ભૂત કાલ ભૂલી  ગયા  છે.  પહેલી  વાત   તો  તે કે  એ જ  પક્ષ ના  સભ્ય  છે  જેને  તેમણે  મુખ્યમંત્રી  બનાવેલા  અને  આજે  તે  વિરોધ  કરી  રહેલ  છે  તે  તે જુ  પક્ષની નીતિ નો અને  તે  પણ  કોઈ  વ્યક્તિના  નામ  ઉપર  દોષારોપણ  કરીને.  કોઈના  પાપ  પર  આંગળી ઉઠાવવાનો  કે  તેની  સામે  આવાજ  પણ  ઉઠાવવાનો  અધિકાર  માત્ર  તેમનો  જ  છે  કે  જેમને  તેવું  કોઈ  પાપ  કરેલું  હોય  નહિ. કેશુભાઈ  આં યુદ્ધ  બ્લોગ યુદ્ધ  પ્રજા  માટે  કરે છે, પ્રજાની  મુશ્કેલી  માટે  કરે  છે કે  પછી  માત્ર   ફરીથી  એકવાર  મુખ્યમંત્રી બનવા  માટે  કરે છે ? એક  અહેવાલ  તો   તેવું  સ્પષ્ટ  કહે છે  કે  કેશુભાઈને  ભાવી મુખ્યમંત્રી  તરીકે  પ્રોજેક્ટ  કરવામાં આવેલા છે.  આં પ્રોજેક્શન  પક્ષે  કે  બી.જે.પી.ન  ના કોઈ નેતા એ  તો  આપ્યું  હોય  તેમ  જણાતું  નથી. . લોકશાહી નો  આં એક  સરમુખત્યારશાહી  જેવો  ભાગ  છે.  કેશુભાઈ  કે  તેમની  સાથેના  અંતરંગ  મંડળના  કોઈ  સભ્યે  પ્રજાની  કોઈ  મુશ્કેલી ને  વાચા  આપી  છે  ખરી ? તેમણે  માત્ર તેમના  ટેકામાં  આવીને  ઉભા રહે  તે  વર્ગ  માટે  બુમો  પડી, અંદોલાનો  પણ  કાર્ય  હદ્ધે  પણ  પ્રજાની  હલકી  માટે  શું  કર્યું ?મોઘવારી  ઘટી કે  ઘટાડવાનો  કોઈ  પ્રયત્ન   કર્યો?  બાબુભાઈ  કે  મોરારજી ભાઈ  ના  સમયનું   અર્થ તંત્ર  અને  આજનું  અર્થ તંત્ર  ક્યાં છે  તેની  સમીક્ષા  તે  કરી  શકે  તેમ  છે? કોઈ ક  ની  દોરવાની  નીચે  તે  તેમની  લોક પ્રીયતાને   પ્રસારમાં  મુકે છે. પિતામહ  ભીષ્મ ની  સરખામણી   માં  તે  કેટલા  વામણા   સાબિત  થશે  તેનો  વિચાર  તેમના  આં વિચાર ને  બ્લોગ  ઉપર  મુકાનારે   કર્યો નથી. 
પિતામહની  લાચારી  તે  માત્ર  વિધિ નું  વિધાન  હતું  અને  નહિ કે  પિતામહની   કાયરતા  કોઈની  તાકાત  નહોતી  કે  પિતામહની  સામે   હથિયાર   ઊંચું  સુધ્ધા  કરી શકે. પરશુરામ ના   શિષ્ય  હતા  તે   કોઈ  નાની  સુની  હસતી  નહોતા  કે  જેનો  આવો   નાલેશી ભર્યો  ઉપયોગ    કોઈ  તેમના બ્લોગ  ઉપર  કરે. તે જનતા  હતા  કે  તે  અધર્મ ના  પલ્લામાં  બેઠેલા  છે   અને  તે  પણ  તેમની  લાચારી  જ  હતી  પણ તેમ  છતાય  તેમણે   ધર્મ ને  જ  જીતાડવાનો  માર્ગ  મોકલો  કરી  આપેલો  તે  અં બ્લોગ  લખનાર  ભૂલી ગયા છે. ધર્મને  જીતાડવા માટે  તેમણે  તેમની  જાતનું  બલિદાન  આપેલું  અને  તેમના  નાશ  માટેનો  ઉપાય  પણ  તેમણે  જ  બતાવેલો.  તેઓ  પોતે મુખ્યમંત્રી  હતાજ, તેમના  જ  કોઈ  માણસે  તેમણે  ગાડી  છોડવાની  ફરજ  પડી  હતી   અને  આજે  તે  જ  કોઈને  ગાડી  છોડાવવાને માટે  પ્રયત્ન  કરે  છે  તે  વાત  કામ સે  કામ  પ્રજા  તો  સમજે  જ  છે  મીડિયા  પણ   સમજે  છે  પણ  તેને તો  મસાલો  જોઈએ છે અને  તે  આં બ્લોગ અને  આં બધા  રાજ નીતીગ્નોના  નિવેદનો  પુરા  પડે છે.  નરેન્દ્ર  મોદીએ  વિકાસ ના  નામે  પ્રચાર  કરેલો  છે  તે  સાચી  વાત  છે પણ  તેમણે  કોઈ ની  પ્રતિભા  ઉપર   કોઈ  આક્ષેપ  નથી  કાર્ય  કે  કોઈ  જાહેરમાં  કોઈનું  ચરિત્ર ખંડન  પણ  નથી  કર્યું કે  તેવું  કઈ  જણાયું  નથી.
      પ્રજાની  લાગણી  એવી છે  કે  આં પ્રકારની  નિવેદનબાજી   કર્યા સિવાય, પક્ષ પક્ષી માં  ઉતર્યા  સિવાય, પ્રજાના  હિત  માટે  વિચારી ને  નિવેદનો  કરે. પિતામહ  ભીષ્મ  જેવાની પ્રતિભાને  નીચી  દર્શાવવાનો   પ્રયત્ન  કરવાથી  તે  મુઠી  ઊંચેરા  નહિ  પણ  વામણા  સાબિત  થશે .ક્યાં  પિતામહ  ભીષ્મ  અને  ક્યાં  કેશુભાઈ ? 
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment