:  :  H A P P Y   B I R T H  D A Y  :   :

સ્નેહિશ્રી  બાપુ, 
 જન્મ દિવસ ની  હાર્દિક  શુભેચ્છાઓ  પાઠવું  છું. સાત  દાયકાની  આપની  સફર  જેવી  સફળ  રહી  તેનાથી  પણ  ઉજ્જવળ  આગળની  સફર  રહે  તેવી  પણ  સુભેચ્ચાઓ પાઠવું  છું.સમવયસ્ક  હોવા છતાં  પણ  આપણે ખાસ  મળ્યા  નથી  પણ  પ્રસંગોપાત  આપને બીરદાવવાના  પ્રસંગ ને  હું  ચુક્યો નથી. 
   કદાચ  આજે  પહેલી  વખત  : :
        સૂચનાત્મક  અભિગમ  સાથે આં પત્ર શુભેચ્છા  સ્વરૂપે  પાઠવું છું આપ  પણ  તેને  વિશાલ  અભિગમ થી   મૂલવશો. એક જ   પક્ષના  ત્રણ  મહારથીઓ  આજે  ત્રણ  જુદી જુદું  દિશામાં  છે. આપ, નરેન્દ્ર મોદી  અને  પક્ષના  એક  બુઝુર્ગ વડીલ નેતા  કેશુભાઈ પટેલ.  ત્રણેય ના  મૂળ  માં  સંઘનો  વારસો છે. શિસ્તની  બાબતનો  વારસો  આપે  ઉત્તમ રીતે   જલાવ્યો  હતો, મૌન  અને  મક્કમતા  બાબત  નરેન્દ્રભાઈ મેદાન  મારી  જય  અને   મહત્વાકાંક્ષા  બાબત   અત્યારે  કેશુભાઈ  આગળ  છે. જે  ઉંમરે  તેમણે  એક  વડીલ ને  શોભે તે રીતે  માર્ગદર્શક   રોલ   ભજવવાનો  હોય  તે  ઉંમરે  આજે  તે  પ્રતિકારક   પત્ર માં  આવેલ  છે. સૌને  તેમના  માટે  મન હતું,  આજે  પણ  વડીલ  તરીકે  તેમણે  મન  મળે  પણ  પિતામહ ભીષ્મ ની  સાથે  સરખામણી  કરીને  તેમણે  તેમનું સ્થાન  નીચું  ઉતારી  દીધું  અને  ધૃત રાષ્ટ્ર  ની  કક્ષાની  આકાંક્ષા   જાહેર  કરી. ભીષ્મની  ચુપકીદી  એ  માત્ર  વિધિનું  વિધાન  હતું, અધર્મ નો  નાશ  કરવાના  પગલાનો  એક  ભાગ  હતું,  તે  ભલે  યુદ્ધ  અધર્મના  પલ્લે   રહીને  લડ્યા   પણ  તેમની  નિષ્ઠા  તો  રાષ્ટ્ર  અને ધરમના  પલ્લે  જ  હતી. તેમણે  રાજગાદી  નહોતી  માગી જે ખરેખર  તો  તેમની  જ  હતી  પન્રશ્ત્રનું  હિત  માગ્યું હતું  જયારે  આજે  કેશુભાઈ એ પક્ષની  શુસ્ત ને  પણ  બાજુ પર  રાખી ને  લાલસા છત્તી  કરી   દીધી.  તેમની આજુ બાજુ  ના  મહાનુભાવો  પણ  માત્ર  અસંતુષ્ટ  અને  નારાજ  મિત્રો  જ  છે  કોઈના  મનમાં  પણ  ગુજરાત  માટે  એવો  પ્રેમ  નેહી  ઉભરાઈ  જતો. બીજી બાજુ  કોંગ્રેસ ના  કેટલાક  મહાનુભાવો એ  પણ  મુખ્યમંત્રી   સામે  અનેક  આક્ષેપો  કાર્ય  છે, શક્ય  છે  કે  તે  સાચા  પણ  હોય, સાબિતી  મળે  કે  ના  મળે  પણ  શાંત  જળ માં  વમળ  તો  પેદા  થઇ જ ગયા છે. લોકશાહી ની  આં જ  એક  મોતામાંમોતી  કમ્નાસોબી  છે  કે તેમાં   વહીવટ  માત્ર  એક  જ  રાજા  નથી  કરતો  રાજા ના દરેક   સાથી  મદદનીશ   એક  અલગ રાજા  તરીકે  વર્તે છે  અને  મને  કે કમને  પણ  તે  સાથીદારની   આવી  ભૂલો  કે  ગુના ઓ ને  પણ  રાજા એ  ચલાવી  લેવા પડે  છે. જવાહરલાલ નેહરુ  એ  પ્રતાપ સિંહ  કેરોન  અને  કૃષ્ણ  મેનન   જેવાને   છાવરવા  પડ્યા  હતા   જવાહરલાલનો  ખુલ્લો  દોષ  નહોતો અને  તેજ  રીતે  આજે કેન્દ્રીય  પ્રધાન મંત્રી ને   સાથી  મંત્રી ઓ ના  દબાણો, દાદાગીરી ઓ   તેમના  ઉપરના  આરોપો   અં બધું  ચલાવી  લેવું  પડે  છે અને શરદભાઈ  જેવાતો  જે રીત    દબાણ  લાવે  છે  અને  મમતા  ,માયાવતી  અને  જય  લલીતાજી   જે રીતે  નાક  દબાવે  છે  તે  કમનસીબી  નહિ  તો  બીજું  શું કહેવાય ?  મારી  માન્યતા  મુજબ  સંઘ ની  મૌન અને મક્કમતાની   બાબતમાં  નરેન્દ્ર  મોદી  તે  માટે પ્રથમ  યોગ્ય  વ્યક્તિ  છે   જેને  યોગ્ય રીતે  જ  પક્ષે  પ્રધાન મંત્રી  તરીકે ઉપસાવ્યા  હોય.રાષ્ટ્રીય  હિત માટે   મારું  સુચન  કદાચ  આપને  આજે  ગમશે  નદી, પણ  જો  નરેન્દ્ર મોદી  કે  જે  એક વખત  આપ-ના  મંત્રી  હતા અને  આપ  બંને  સાથે  કામ  કરત  હતા  તે  જો  આજે  પણ  તેરીતે   સાથે  ખભે ખભો  મિલાવી ને  કામ  કરો  તો નરેન્દ્રભાઈ ને  કેન્દ્રીય  નેતાગીરી  અને  આપને   પ્રાદેશિક  નેતાગીરી   સાંભળી  લેવી  જોઈએ.  આપ  ભલે  ભેદી  મૌન  નથી  રાખી  શકતા  પણ   આપની  પાસે  મુત્સદ્દીગીરી  છે  તેનો  ઉપયોગ   આજે  દેશના  હિત માં   તમે  બંને એક  થયીને   કરો  તો અનેક  વિરોધીઓના  હાથ  હેઠા  પડી  જશે.  પક્ષ બદલવાની  બાબત   એક  નાજુક   કછુ પલ્લું  છે  પણ   મૂળ  સ્ત્રોત્ર  ની  વ્યક્તિ  મૂળ  સ્ત્રોત્ર માં  ભળી  જય  તો  ખોટું   નથી.આપે  તો  જહે૩ર  કરેલું  જ  છે  કે  ૭૦  પછી  આપને  સત્તાનો  મોહ  નથી  પણ  સત્તા  માટે નહિ  પણ  રાષ્ટ્ર  માટે કેટલીક  મજબુત એકતા   અને તડજોડ  આજે  જરૂરી  છે. નરેન્દ્રભાઈ  આપના  કરતા  નાના  છે કેશુભાઈ  મોટા  છે  પણ  આપ  નવા  સમીકરણો  ઉભાકરીને  મૂળ   સંસ્થાકીય  શિસ્ત ને  સજીવન  કરો .આપની  પાસે  ક્ષત્રિયોનું  પરિબળ  મોટું  છે, કેશુભાઈ પાસે પાટીદારોનું  પરિબળ મોટું  છે  અને   નરેન્દ્રભાઈ  પાસે  અંતર રાષ્ટ્રીય  કક્ષાનું   જૂથ બળ  અને   નામના  ની  સાથે મક્કમતા  અને  વહીવટી   ક્ષમતા  અને  અનુભવ  છે  સમય  વર્તીને  તે  મૌન  પણ  ધારણ  કરી  શકે છે  તો  વખત  આવે   વળતો  ઘ  પણ  રાજનીતિજ્ઞ ને  શોભે  તેમ  કરી  શકે  છે. આં મધ્યસ્થી ની  પહેલ  તમારે  જ  કરાવી  પડે..આપના જન્મ  દિવસની  આનાથી  ઉત્તમ  ભેટ  બીજી  કઈ   હોઈ  શકે ? 
         લોક્ધાહી ની  એક  મોટામાં  મોટી  લાચારી  કે  સત્તા  મેળવવા  અને ટકાવી  રાખવા  માટે ટેકા  તુપણ  જોઈએ જ, તે કામ  તમે  કરજો, આજે  કેન્દ્રની  જે  કમનસીબી  છે તે  લોકશાહીની  લાચારી  જ  છે. મનમોહન સિંહ  કાબેલ  અને અનુભવી  અર્થ શાસ્ત્રી  હોવા  છતાં  પણ  તે  અમલી કારણ  નથી  કરાવી  શકતા તેના  મૂળ માં  સાથી  જોડાણ  પક્ષોનો   અસહકાર  છે  અને તે જ  પરિબળ  તમોને  પણ  નાદાવાનું જ  છે જ્યાં  તમોને  નરેન્દ્રભાઈની  મક્કમતા  અને  મોનાબબા ની નીતિ  ઉપયોગી  નીવડશે.આપ  કોઈ  ખોટી  રીતે મૂલ્યાંકન   ના  કરશો,  પણ  તે  સ્પષ્ટ  છે  કે આપની  પાસે તેવું  શું  નથી  કે  જે  મેળવવા માટે  આપે  હવાતિયા  મારવા  પડે ?  દેવ ના  દીધેલ   તેવી  એઅમામ  સત્તા, સંપત્તિ અને સાથ   આપની  પાસે  છે. ભ્રષ્ટાચાર ની બુમો  પાડનારા  કેવા પ્રમાણિક  છે  તે  આપને  સૌ  જાણીએ  છીએ,  જેમને  તક  નથી  મળી  તે  જ  વધારે માં  વધારે  બુમો  પડે  છે. ખુરશી પર  બેસી જવાથી  બુમો  બંધ  નહિ પડી   જાય.મોરારજી  ભાઈ  જેવા  કાબેલ  અને  અનુભવી  તેમજ  પાક્કા  જક્કી  અને  સીધ્ધ્ન્ત નિષ્ઠ  માણસ ને  પણ   હર  સ્વીકારવી  પડી  હતી  તો  તે જ  રીતે સંપૂર્ણ  વ્યવહારુ  અને કાબેલ  અટલજી ને  પણ   રાજનીતિ નો  અનુભવ નડેલો  જ હતો.  આપ  યોગ્ય  સમાધાન કરી   રાષ્ટ્રીય  હિત માં   રાષ્ટ્રીય  કક્ષાએ  પુનઃ  ઉદિત  થાવ  તેવી  મારી  શુભ  કામનાઓ આપની  સ્વાથે  છે. હું  ઈચ્છું છું  કે  ગુજરાત ના  મુખ્ય મંત્રી  તરીકે  બાપુ  હોય, પ્રધાન મંત્રી  તરીકે  નરેન્દ્રમોદી  હોય   અને  દેશમાં  રામ રાજ્ય  હોય. પ્રજા  મોઘવારીના  દૈત્યના   પંજામાંથી  છૂટે,સુખ  શાંતિ  અને  સયમ  માં  જીવે.દરેક ને  રોટલો  અને  ઓટલો  મળી  રહે સંતોષ  મળે........
ગુણવંત પરીખ 
From:-
Gunvant  R.Parikh
                  B.E.Civil,LL.B. 
Hon. Adm.Officer  VKK Consumer affairs
4  Mangal park Geeta mandir road 
Ahmedabad 22 
T.No. 07925324676 , 9408294609 , 9924433362
            

No comments:

Post a Comment