: : અતીતની યાદો : :
ભૂતકાળ માં દુકાળ નથી પડ્યા એવું નથી - છપ્પનિયા કાલ જેવો ભયાનક દુકાળ પણ પડી ગયેલાનું ભૂતકાળ દર્શાવે છે. .જયારે વહીવટ રાજા ઓ ની પાસે હતો ત્યારે રાજાની ફરજ બનતી હતી કે પરિસ્થિતિનો સામનો કરવો, કેવીરીતે કરવો તે તેને વિચારવાનું હતું, અનાજ પાણી વગર જન - જનાવર ભૂખે કે તરસે મારે નહિ તેની નૈતિકજવાબદારી રાજાની હતી. ગુજરાતમાં વડોદરાના અને ભાવનગરના રાજા કાબેલ રાજા ઓ હતા અને તમામ, વિકટ પ-અરીસ્થીતીમાં પણ વહીવટ કેવીરીઓતે સંભળાવો તે આવા પ્રજા વત્સલ રાજા ઓ સારી રીતે જનતા હતા. આવા દુકાળ ના પ્રસંગે રાજા તેમના રાજ્યના તમામ અન્ન ભંડારો પ્રજા માટે ખુલ્લા મૂકી દેતા હતા અને કાળજી રાખતા હતા કે પ્રજા અનાજ વગર ભૂખે ન મારે. પ્રજાને રોજી રોતી મળી રહે તે માટે નવા કામો પણ શરુ કરાવતા હતા. કહેવાય છે કે સિદ્ધરાજ જય સિંહે પણ આવા કપરા સમયે અછે ના માટે કામો શરુ કરાવેલા અને તળાવો અને રસ્તાના કામો પણ શરુ કરાવેલા અને લોકોને રોજી રોતી પૂરી પડી હતી અને કપરા સમયનો સામનો પણ સ્વસ્થતાથી કરેલો. કુદરતની મહેર માનો તો મહેર અને દયા માનો તો દયા, બીજે વર્ષે વરસાદ સમયસર આવી જય તો ગંગા નાહ્યા જેટલો આનંદ રાજાને થતો હતો પણ તે સમયે એઅમામ જવાબદારી એક માત્ર રાજાની હતી. સારું થાય તો પણ રાજાએ કર્યું અને ખરાબ થાય તો પણ રાજા એકલો જ જવાબદાર ગણાય, જયારે અત્યારના લોકશાહીના જમાના માં રાજા તો રહ્યા નથી પણ જે જન સેવકો અને પ્રજાના પ્રતિનિધિ ઓ પાસે વહીવટ આવ્યો છે તે એઅમામ રાજા ના જ અધિકારો ભોગવે છે રાજા શાહી માં તો માત્ર એક જ રાજા હતો જયારે અત્યારે ધાગલાબંધી રજાઓ ઉભા થયી ગયા છે. આમ જોવા જાવ તો રાજ્યના મુખ્ય મંત્રી એક માત્ર રાજા ગણાય પણ તેને બદલે તેમના તમામ મંત્રીઓ નો દરજ્જો પણ રાજા કરતા ઉતરતો નથી. સહુ પોતાને રાજા મે. આં તો વાત થયી માત્ર પાટનગરની કક્ષાની પણ જીલ્લા કક્ષાએ પણ બીજા એટલાજ રજાઓ અને તાલુકા કક્ષાએ પણ એટલાજ રજાઓ અરે એથી પણ આગળ વધો અને નાના ગામડાની વાત કરો તો ગામડાનો સરપંચ કહે હું રાજા, તલાટી કહે હું રાજા, વહીવટ હું કરું છું માટે રાજા હું તો ગ્રામ પંચાયતના દરેક સભ્ય કહે અમારો પણ વહીવટ માં અઢી કર છે અમે પણ રજથી ઉતરતા નથી અમે પણ ગામના રાજા જ છીએ અને અમલદારો એ અમારું કહ્યું માનવું જ જોઈએ અમલદાર બિચારો શું કરે? વહેતી ગંગામાં સ્નાન કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ રહેતી નથી અને જો દોઢ ડહાપણ કરવા જય તો માલ ખોઈને માર ખાવાનો વારો આવે . શું પસંદ કરે તે અધિકારી ? તલાટી થી માંડીને રાજ્ય કક્ષાના સનદી અધિકારી સુધીની તમામની માનસિકતા આવી જ હોય છે. . ઉચ્ચ કક્ષાના અધિકારીઓની માનસિકતા તો આપને જોઈ ૪૦૦૦ ના ભોજન ના ખર્ચ સામે ચાર રૂપિયાનું બીલ ચૂકવાય અને કહેવાય કે અમે મફતમાં નથી ખાધું //પૈસા ચૂકવ્યા છે. કોને ચૂકવ્યા, કેટલા ચીકાવ્યા એની વિગતની જરૂરત નથી લગતી અને જેની શરૂઆત આવી ભવ્ય હોય તેનો ઉત્તરાર્ધ અને અંત કેવો હશે ?
પૂરી એક અંધેરી અને ગંદુ રાજા ,
ટકે સ્જ્હેર ભાજી, ટકે શેર ખજા ,
આવી એક વાર્તા હતી કે જેમાં ગુનો કરે કોઈ અને સજ્કા થાય કોઈક બીજાને, જાદુ શરીર જો૦ઇને શુલીના જળ શુલ ઉપર કોઈને તો ચડાવી જ દેવાનો કે જેથી પ્રજામાં ધક પડે કે કોઈને સજા તો થાય છે જ. લગભગ આવું જ કૈક આં મામલામાં તપાસને અંતે થયેલું. તપાસ ને નામે લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરાયો હતો, જેટલું કામ થયેલું તેના કરતા અનેક ઘણો ખર્ચો બગાડ માં થયો હતો અને તેના કરતા પણ વધરે ખર્ચો તેની તપાસ પાછળ કરાયેલો હતો અને છેવટે ડુંગર ખોદીને ઉંદર બહાર કાઢવામાં આવ્યો જેવું થયું હતું. મુઠી ચોખા ના ચોર ને કારાવાસ અને કરોડો ના કૌભાંડીઓ અને કાળાબજારીઓ ને લીલા લહેર જેવો ઘટ થયો હતો. ૪ થી ૫ વર્ષ ચાલેલી તપાસ ને અંતે કેટલાક પોલીસ કેસ પણ થયેલા . ,અદાલત માં પણ ઘણા કેસ ગયેલા .અદાલત તો માત્ર પુરાવા જ માન્ય રાખે .અદાલત માન્ય રાખે તેવા પુરાવા ખાસ મળ્યા નહિ. . સાવ નીચલી કક્ષાના કારકુનો ઝડપી ગયા જેમને હાજરી ખોટી પૂરેલી તે ઝડપથી સાબિત થયી ગયું અને અને કારકુનો ની છુટ્ટી થયોઈ ગયી. કેટલાક કિસ્સામાં કારકુનો ને અગાઉ થી જ છુટ્ટા કરી દેવાયા હતા. ઓવાર્સીયારે ખોટા માપ લખેલા તેમણે પણ તે જ્યાં પુરવાર થયું કે માપ ખોટા છે ત્યાં તેમણે પણ સજા થયી, નાયબ ઈજનેરો ને પણ ચુકવણી અને નાણા ખોટી રીતે ચૂકવવાના આરોપ માં સજા થયી પણ આં બધું માત્ર નીચલી અદાલત સુધી જ ટક્યું આરોપી ઓ વડી અદાલતમાં ગયા ત્યાં બધા નિર્દોષ છૂટી ગયા અને સરકારે વાજતે ગાજતે પણ દરેક ને નોકરીમાં પાછા લેવા પડ્યા હતા. આં પ્રક્રિયા આશરે ૮ - ૧૦ વર્ષ ચાલી હતી તેમાં પાપડી ભેગી ઘણી ઈયળો પણ બફાઈ ગયી હતી જેની કોઈ નોધ પણ લેવાઈ નહોતી.સરકારના હાથ તો હેઠા પડ્યા પણ હાર સ્વીકારે તો સરકાર કેમ કહેવાય ? અમલદારશાહી લાજે. સરકારે ખાતાકીય રહે પોતાનો કોરડો વિઝાવાનું શરુ કર્યું અને કારકુન પછીની હરોળ ને નિશાન બનાવી ને તેમણે હેરાન પરેશાન કરી મુક્યા. પણ પાયાના દોષિતો અને જેમને સરકારના જ મેન્યુઅલ નું પાલન નહોતું કર્યું, જોગવયી મુજબકર્મ ચરીઓ આપ્યા નહિ, અશક્ય કામગીરી નો બોજ નાખી ને વૈતરું કરાવડાવ્યું અને પછી જયારે વાજ્તું ગાજતું આવ્યું ત્યારે ચઢી બેટા શૂળી પરકહીને વૈતરું કરનાર કર્મચારીઓને શુળીએ ચઢાવી દીધા અને જે તેમાંથી બચી ગયા અને ખાસ કરીને તો જેમને મેન્યુઅલ ની જોગવાઈનો નિર્દેશ વારમ વાર કરેલો તેવા ને શોધી શોધીને અધ મુવા કરી નાખેલા,જેમને અં જોગવયીનું ધ્યાન દોરવા પ્રયત્ન કરેલો તેમના ખાનગી અહેવાલો બગાડીને તેમની સમગ્ર કારકિર્દી રોળી નાખીને સરકારે અને તેમના તે ઉચ્ચ અધિકારીઓ કે જેમને પાયા ના તબક્કેજ જોગવયીનો અમલ નહિ કરાવીને, કામગીરી ના બોજા મુજબ સગવડ અને સ્ટાફ નહિ આપીને આં દુષણ ને બહેકાવ્યું હતું તેમણે કશું જ થયું નહિ .ઉપરથી આં અધિકારીઓ એ ધ્યાન દોરનાર કર્મચારીઓ ને જ ડબ્બામાં પૂરી અને તેમના ઉપર શિસ્તના નામે પણ કોરડો વિન્ઝેલો અને તેમણે ઠંડા કલેજે ખતમ કરી નાખેલા.
અતીત ની આં યાદ ભવિષ્ય માટે ખુબ ઉ૭પયોગિ છે. ભગવાન કરે, ૬૮ જેવો દિવસ ફરીથી જોવો પડે નહિ પણ જુલાઈ પૂરો થવા આવ્યો છતાં વરસાદ નથી અને દુકાળના ઓળા ક્ષિતિજ પર ઝળુંબી રહ્યા છે ત્યારે એકની એક ભૂલ નું પુનરાવર્તન થાય નહિ તે માટે આં અતીતની યાદ માર્ગદર્શક બની રહેશે. પૂર્વ આયોજન, યોગ્ય અનુસરણ, આચરણ માં શુદ્ધિ અને કામ પ્રત્યે નિષ્ઠા હશે તો ગમે તેવા વિકટ પ્રસંગ ને પણ પહોચી વળી શકાશે .માત્ર જવાબદારી નો ગાળીઓ.. કાઢી નાખીને કે બીજાના માથે ટોપી પહેરવા દેવાથી સાચો ઉકેલ નહિ મળે .વ્ફીકત પરિસ્થિતિ નો સામનો હંમેશા સહકાર, સંકલન અને સમાધાન ની ભૂમિકા થી જ શક્ય બને.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment