: : અતીતની યાદો : :
ગુણવંત પરીખ ૨૬-૭-૧૨
યાદ નથી આવતું કે આં વાર્તા કોણે,કોને, ક્યારે કહી હતી પણ તે માણસની એક લોભી માનસિકતા દર્શાવે છે.
એક અતિ અસંતોસી જીવાત્મા માનવી હતો.ખુબ લોભી,હરહંમેશ રોતો, રોડના જ રડે .ખાધે પીધે સુખી અને સમૃદ્ધ માણસ હતો કોઈ વાતનું દુખ પણ નહોતું. એક વાર એનો એક જુનો દોસ્ત મળી ગયો સામાન્ય વાત ચી ત માં ખબર અંતર પૂછ્યા એકબીજાના કુટુંબ ના હાલ હવાલ જાણ્યા પણ આપના અસંતોષી જીવ તો રોતા જ રહ્યા . વાત વાત માં તેને જણાવ્યું કે મારા મામાનો દીકરો હમણાજ ગુજરી ગયો , મિત્ર એ દુખ જતાવ્યું, પણ જીવ કહે તે મારા માટે ૫ લાખ રૂપિયા મુકાતો ગયો છે. મિત્ર કહે તો તો પછી સારું કહેવાય તો ટુ કેમ આમ રોતલ બની ગયો છે ? પેલો કહે એ૩વુ નથી યાર, મારા માસીનો દીકરો પણ ગુજરી ગયો અને તે પણ મારા માટે ૫ લાખ રૂપિયા મુકાતો ગયો છે. પેલો મિત્ર કહે કે તારા માસીયાઈ ભાઈ ગુજરી ગયાનું દુખ હોય તે સમજી શકું છું પણ તને તો ૧૦ લાખ રૂપિયા મફતના ભાવે મળી ગયા ટુ કેમ ખુશ નથી? અરે ભાઈ એવું નથી, ગામડામાં મારો એક પિત્રાઈ પણ રહે છે અને તેના વારસમાં મારા સિવાય કોઈ નથી અને તેની મિલકત તો ૫૦ લાખ કરતા પણ વધારે છે પણ તેના કઈ જ સમાચાર જ નથી આવતા હું રોજ રહ જોઉં છું અને નિસાસા નાખું છું. મિત્ર કહે અલ્યા, મફતના ૧૦ લાખ મળ્યા તે જોતો નથી અને પેલા પીત્રીના ૫૦ લાખ લેવા માટે એના મારવાની રહ જોઇને બેઠો છે અને પાછો તે મરતો નથી તેથી તું રોતો રહે છે ? જે તારું નથી તે તને મળ્યું છે છતાં ખુશ નથી થતો અને રોતો રહું છું અને જે તારું નથી જ છતાં તને જ મળવાનું છે તેની તને ખાતરી છે છતાં થોડીક રહ જોવાતી નથી તેટલું તો ઠીક પણ તું તેમના મારવાની રહ જુવે છે ? તારા જેટલો લોભી,લાલચુ અને અસંતોષી જીવ તો મેં ક્યાં ય જોયો નહિ. .
આજના વહીવટમાં અમલદાર શાહી માં આવી જ માનસિકતા ધરાવતો એક મોટો વર્ગ છે. જે પોતાનું છે પોતાની પાસે છે તેનાથી ખુસ નથી રહેતા અને બીજાની પાસે છે તે પડાવી લેવા અને તેનો ઉપભોગ કરવા માટે તકની રહ જોતા હોય છે. સરકારી તંત્ર માં કેટલીક જાગો એવી છે કે જેના માટે ભાવ બોલતા હોય છે,કેટલાકતો એવા હોય છે કે ખુલ્લામ ખુલ્લા એમ કહે છે કે પગાર નહિ મળે તો ચાલશે પણ આં પોસ્ટ મને મળી જય તો સારું. નિમણુક આપનાર અધિકારી પણ આવી જ માનસિકતા રાખે પણ છે અને અન્યની આવી માનસિકતા જાણે પણ છે અને તે પણ તેનો લાભ ઉઠાવવાનું ચુકતા નથી. સરકારમાં કેટલીક જાગો એવી છે કે જે ખાલી હોવા છતાં ભરતી નથી પણ વધારાના હવાલા તરીકે ચાલે છે. કહેવાય તો એવું કે કરકસર ના ભાગ રૂપે જગા ભરતી નથી પણ કારણ કઈ જુદું જ હોય છે. મફતનો બીજો વધારાનો હવાલો એટલે મફતની વધારાની આવક.મળી ત્યાં સુધી ભોગવો , કાલ કોને દીઠી છે ? જો માત્ર આટલી જ માનસિકતા હોય તો તે પણ કદાચ મને કમને ચલાવી લેવાય પણ વિપરીત બાબત એવી છે કે જ્યાં જવા કોઈ તૈયાર નથી અથવા જે જગા પર ભર, વૈતરું અને જોખમ છે, સગવડ નથી, આવક નથી અને માથા ઉપર બદનામી ના ડર છે તેવી જગા પર જયારે કોઈ ના જય ત્યારે તે જગનો વધારાનો હવાલો લેવા કોઈ તૈયાર થાય જ નહિ. તે જગા ખાલી રહે અથવા વધારાના હવાલા તરીકે લાંબા સમય સુધી ચાલે અથવા કામ પૂરું થાય ત્યાં સુધી ચાલે. ભલે ને પછી સરકાર પાસે ફાજલ માણસો પડી રહ્યા હોય કે કોઈ જગા પર મફત નો કામ વગર નો પગાર ખાતા હોય પણ તેમની નિમણુક કરીને બદલી કરીને પણ આવી વધારાની જગા ભરવામાં આવતો\ઈ નથી અને તેમાંથી જે પરિણામો આવે છે તે સ્વીકારવા કોઈ તૈયાર હોતું નથી. અછતના કામો માટે આવા ઘણા બનાવો છે. સ્કેર સીટી મેન્યુંઅલે નક્કી કરેલી જોગવયી મુજબ કચેરીઓ ખોલી નહિ, હયાત કચેરીને પુરતો કર્મચારી ગણ આપ્યો નહિ અને પછી વાગતું ગાજતું સજન આવ્યું ત્યારે ભાર નાખી દીધો આં બળદ ઉપર જેના ભાગે અસહ્ય બોજ નો ભાર હતો તેની જ જવાબદારી નક્કી કરવામાં આવી અને વ્યવસ્થાપકો માં ન ભેર છટકી ગયા ગાળીઓ બળદ ઉપર નાખીને . એવું પણ નથી કે સરકાર આં વાત જણાતી નથી પણ જો બોલે તો પોતેજ ભીદાયી જય. નીતિ વિષયક બાબત ની જવાબદારી તો સરકારની જછે અમલવારી પણ તે કરાવે છે. .અછતના ગાળાની આવી તપાસ જયારે ચાલતી હતી ત્યારે એક માત્ર મંત્રી ગોરધનભાઈ શંભુભાઈ પટેલ આં સમગ્ર હકીકત સમજી શક્ય હતા અને તેમણે નવેસરથી તમામ હકીકત તેમની પાસે મંગાવી હતી. જો સાચી અને પુરતી હકીકતો તેમની સામે મુકાય તો સરકારની નીતિના અમલની ધાજ્જીઓ ઉડી જય તેમ હતું આથી અં હકીકત તે રહ્યા ત્યાં સુધી તેમની સમક્ષ મૂકી જ નહિ. ઉચ્ચ પદાધિકારીની આં કેવી લાચારી હતી કે તે સમગ્ર બાબત સમજી શક્ય હોવા છતાં કઈ કરી શકયા નહોતા અથવા તેમણે યોગ્ય નિર્ણય લેવાની તક જ ના મળી તેમ કહેવું વધુ સાર્થક લેખાશે .
ગુનાહિત કામ તો થયું જ છે. જો ગુનાની સજા ના કરવામાં આવે તો પણ માથા ઉપર વિરોધ પક્ષ છાના થાપે લોકશાહી છે, વાણી સ્વાતંત્ર્ય છે, અભીવ્યક્તિનો અધિકાર પણ છે છાપા વાળા બુમો પાડે, અગ્ર લેખો લખાય , સારું હતું કે તે સમયે ટી.વિ. અને ઈલેક્ટ્રોનિક મીડિયા નું જોર બહુ નહોતું નહીતર સ્ટીંગ ઓપરેશન પણ થયા હોત પણ સરકાર તે સમયે એટલી નસીબદાર હતી. પણ સરકારે તે સમયે જે નિર્ણયો લીધા હતા તે ન્યાયી નહોતા. તે તો કોઈને સજા કરીને તેમ દર્શાવવા માગતી હતી કે અમે ગુનેગારોને સજા કરી છે. ખરેખર તો ગુનેગારો ને સજા થયી જ નહોતી. મોટી માછલીઓ તો વટ ભેર છટકી ગયી હતી એ.સી. માં બેસીને નિર્ણય લેનારા ને ધોમ ધગતા દુકાળ ના ઉનાળાના વૈશાખી તડકાની શું સમાજ પાડે ? આવા તડકામાં ૧૦ કી.મી. કોણ અને કેવી રીતે ચાલી શકે અને ચાલતા ચાલતા પાછા ચ્કોકાદીના માપ પણ લેવાના તે કેવી રીતે લેવાય ? અને જો તે શકયા જ નહોતું તો તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કેમ ગોઠવી નહિ ? આનો કોઈ જવાબ સરકાર ના તે ઉચ્ચ અધકારીઓ પાસે નહોતો અને તે માટે જ જ્યાં સુધી ગોરધનભાઈ મંત્રી તરીકે રહ્યા ત્યાં સુધી આં પ્રસંગ અને કામની ફાઈલ તેમની પાસે ગયી જ નહિ.
પરિણામ તો આવી ગયું, સજા ભોગવયી પણ ગયી, કેટલાક હજી પણ ભોગવતા હશે માનો કે રાત ગયી બાત ગયી ....પણ અતીતની આં યાદગીરી ભવિષ્ય માટે ઉપયોગી નીવડશે. અત્યારે તો એવું લાગે છે કે આં વર્ષ પણ દુકાળનું વર્ષ છે અને અત્યાર થી જ દુકાળના નામના બુમ બરડા ચાલુ તઃયી ગયા છે. . હજુ તો ચોમાસાની પૂર્ણ હુતી નથી થયી પણ ચોમાસું સારું લાગતું નથી. વરસાદ નથી, પીવાના પાણીની તંગી છે લોકો માટલા ફોડે છે આવતો ઉનાળો તો કેવીરીતે જશે ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment