: : આંકડાની માયાજાળ : : ગુણવંત પરીખ તા.૩૧-૮-12 : : અતીતની યાદો

     :  :  આંકડાની   માયાજાળ  :  : ગુણવંત પરીખ  તા.૩૧-૮-12
      :  :  અતીતની   યાદો         :  : 
        ચુનાવનો  ગરમાવો ધીમે ધીમે  વધતો  જય છે. નેતાઓને  ચારે  બાજુ  ખુરશી  જ  ખુરશી  જ દેખાય છે  કઈ  બાજુથી  ખુરશી પડાવી  લેવી  તેના   વેત માં   છે. પ્રજાને  બસ  સ્વપ્નો જ  સ્વપ્નો  દેખાડાય  છે  માત્ર  દીવા  સ્વપ્નો. એટલી બધી  લોભામણી  જાહેરાતો  અને  લાલચો  આપવામાં  આવે  છે કે   તેનો  કોઈ  પર  નથી.  લોભ  અને  લાલચની માયાજાળમાં   પ્રજા  પણ  ફસાઈ  જય  તો નવી  નહિ. બીજું  તો  ઠીક  પણ  આં પ્રકારે  લાલચ અને  લોભમાં  અંધ બનીને  પ્રજા  વામણી  પણ  બની  જય   તો  ના  નહિ.  જાણે કે  તેમણે  મફતમાં  જ  બધું  મળી  જવાનું  છે  તેવી  આશામાં  અને આશામાં  તેઓ  રચે  છે. યાદ  કરો  દે  દિવસો  જયારે  નવનિર્માણ ના  આન્ફ્દોલન  વખતે   વિદ્યાર્થીઓને  મફતમાં  પાસ કરી  દેવાયા  હતા  અને  માસ પ્રમોશન ની  એક  બાળ  કોટે  વળગી  હતી અને  વિદ્યાર્થીઓ  ને  તેનો  ચસકો  લાગી  ગયો  હતો કે મફતમાં  પાસ તો  થયી  જ  જવાનું  છે.  એક બીજી  પણ  બીમારી એ  તે  વખતે   ઘર  કરી  દીધું  હતું  કે  પરીક્ષામાં   જે  વિકલ્પો  આપવામાં  આવે  છેવ  તે  જનરલ  ઓપ્શન  આપવામાં  આવતા  હતા  અને  તેનાથી  વિદ્યાર્થી  પૂરું  ભણતો  જ  નહોતો  અને  માત્ર  પરીક્ષા  પાસ  કેવી રીતે  થવાય  તેના  જેટલા જ  પ્રસ્લ્હ્નો  તૈયાર  કરતો  હતો  અને  આમ    પડાવી  તો  મેળવતો  હતો  પણ  અધૂરા  જ્ઞાને. લાંબા  સમય  સુધી  આં ચાલ્યું અને   પછી  ફેરફાર  થયા  પણ  ત્યાં સુધી  તો  ઘણું  નુકશાન  થયું  હતું.  વિદ્યાર્થીને   મફતમાં  કે  ઓછી  મહેનતે  પાસ  થવાનો  ચસકો  લાગી  ગયો  હતો. હવે  તેમના  માટે  વળી  એક  નવી જ  નિશાળ  ખુલી  છે અને  તે  છે  સેલ્ફ  ફાઈ નાન્સ  કોલેજો  .કોલેજો  વધી  ગયી  દેખાવ  તો  એવો  થયો  કે  અમે  કોલેજો  વધારી  છે  હવે  અમારા  છોકરાને  ભણવાની  સગવડ  વધારે  મળશે  પણ  સહેજ  ઊંડા  ઉતારી ને  ઉવો  તો  ખબર  પડશે કે  કોના  છોકરાઓને  આં સગવડ  મળી ? માત્ર   ધનિકો ના  જ  છોકરાઓને  આં  સગવડ  મળી  અને  ગરીબ ના  છોરું  તો  રઝળપાટ  જ  કરે  અથવા   ઉછીના  પછીના  કરીને   પૈસા   લાવે  તો  ફી  ભરાય નહીતર  ભણવાનું  જતું  કરવું  પડે.  ખાસ  કરીને  મેડીકલ માટે  તો  એવું  છે  કે  ઢગલો  પૈસા  હોય  તો જ પ્રવેશ  મળે  અને  પછી  ઢગલો  પૈસા હોય  તો  જ  ફી ભરાય  અને  આં  કોને  પોસાય ?  સ્વાભાવિક  છે કે   તેનો  લાભ માત્ર  સ્થાપિત  થયી  ગયેલામોતા  ડોક્ટરોના   સંતાનોને જ   તેનો  લાભ  વધારે  મળ્યો  છે. તેમના  છોકરાઓમાં  આવડત  ના  હોય  છતાં  પણ  તે  પ્રવેશ  તો  મેળવી જ  લે  છે  પણ  ઉત્તીર્ણ  પણ  થયી  જ    જય છે  વગર  આવડતે. પણ  શું  સાબિતી  આની ? ખુરશી  ઉપર  બેઠેલા  ઓ  તો એમ  કહે  છે  કે  અમે  નવી  કોલેજો  સ્થાપી, સીટો  વધારી  પણ  લાભ  કોને  થયો? માત્ર  અને  માત્ર  સંચાલકોને   જ.  અઢળક  ડોનેશન   લીધું,મોટી   મોટી  ફી  ઉઘરાવી  લીધી  અને  સગવડના  નામે  મીંડું.  આને  શિક્ષણનો  વ્યાપ   વધારતો  કહેવો  કે પછી   શિક્ષણનું  વેપારીકરણ  કહેવું ?  શિક્ષણ નું  ક્ષેત્ર  પણ  બજારુ બની  ગયું. 
યહા તો હર ચીજ  બિકતી  હૈ, બાબુજી  તુમ  ક્યાં  ક્યાં  ખરીદોગે  ?પ્રવેશ તો  ખરડવાનો,હાજરી ખરીદવાની, પેપર  ખરીદવાના,  પરીક્ષા ખરીદવાની ,પરિણામ પણ ખરીદવાનું  અરે  રેન્ક  પણ જો  હિંમ્મત હોય અને  શક્તિ  હોય  તો  ખરીદી  શકાય છે. જો આવું જ  ચાલે  રાખે  તો બિચારા  ગરીબ  કે  માધ્યમ  વર્ગના છોકરાઓ  શું  કરે ? ક્યાં  જય ? તેમના  માબાપ  નીસાષા  જ  નાખે  ને ?  જયારે  અત્યારે  ચુનાવ  વખતે  તો  બસ દિવસે  તારા  જ  દેખાડે  છે. 
       નોકરી  નથી ? કઈ  વાંધો  નથી  તમોને   તેના  બદલામાં  પણ મફતમાં    પણ  ભથ્થું  મળશે. આં પૈસા  ક્યાંથી  લાવવાના   ? ચૂંટાયેલા  એ માનનીય  સભ્યો  તેમના  પગારમાંથી  આપવાના છે? ના. તો  પૈસા  ક્યાંથી  આવશે ? તમારા  જ  પૈસા ઉઘરાવીને  તમને  જ  મફતમાં  આપવાની  વાતો  કરાવી  અને તમને કામ ધંધા  વગરના  કરીને  કે   તે  માટે મહેનત કે  મજુરી  કરવાની  તમારી  શક્તિ  છીનવી  લયીને  ટુકડો  રોટલો  નાખવાનો  તે  ક્યાંનો  ન્યાય  છે ?એક  પક્ષ  એમ  કહે  છે  કે  દરેક  ગૃહિણી ને  ઘરનું  ઘર  મળશે .  પણ  ક્યાંથી  અને  કેવી રીતે  મળશે ?  ૫  વર્ષ માં  ૧૫  લાખ ઘર  તૈયાર  કરવાના  છે. તેના પૈસા  ક્યાંથી આવવાના ? અને  આં  પૈસાનું  ખરેખર  ઘર જ  બનવાનું  છે  કે  પછી  કોઈ  મોટા  બિલ્ડર  સાથેની   શાસકની  ભાગીદારીમાં  આં  બધું  જવાની  સાજીશ  છે?આવી  લાલચો  આપીને  તમે  પ્રજાને  નિર્માલ્ય  બનાવી દીધી  છે. તેમણે  મફતમાં  ખાવાની  અને  રહેવાની  વાતોના  સ્વપ્ના  બતાવીને  તેમણે  મનથી કંગાળ  બનાવી  દીધા  છે. તેમની  પાસે કામ  કરવાની  ક્ષમતા  હોવા  છતાં પણ   મફતની  લાલચ  તેમણે  કંગાળ  બનાવી   દે છે. બેકારી ના  ભથ્થાનીવાતે  ઉત્તરપ્રદેશના   મુખ્ય મંત્રીની  હાલત  જુવો.  કામ  આપો  અને  પૈસા  આપો. યોગ્ય  આયોજન  કરો.  અહિયાં  તો  સારા  દેખાવા  માટે  નેતાજી  એમ  કહે  છે  કે   અછત  ચાલતી  હોય  ત્યારે   રસ્તો બનાવવા ના  કામ  માટે  એક વાર ખાડા  ખોળો  અને  માટી  રસ્તા  ઉપર  નાખો  તેના  પૈસા  આપો  અને તે પછી  પણ  અછત ચાલુ  જ  રહે  તો  તૈયાર  થયેલા   રસ્તાની  એ  માટી  ઉપાડી ને  ખાડા  પૂરી  દો  અને તે   કામ  ના   પૈસા  આપો. છે ક્યાં ય  આયોજન ?
          આંકડાની  માયાજાલો  રચીને  શામાટે  આવા  વાણી વિલાશો કરવામાં  આવે  છે? રાજ્ય  સરકાર  કરે છે  તે કેન્દ્રને  નથી  ગમતું  અને  કેન્દ્ર  કરે છે તે  રાજ્યને  નથી  ગમતું. કેન્દ્ર  કહે  અમે    પૈસા આપ્યા  અને રાજ્ય  કહે  અમે  આપ્યા  કે  અમે  ખરચ્યાં. પણ  આં  પૈસા  મૂળ  કોના  ? પ્રજાના  જ કે  બીજા  કોઈના ? કોલસાના  કૌભાંડની  વાતો  ચગાવીને  સતત  સંસદ  ચાલવા જ  દેવી  નહિ  તેની  પાછળ નું  કારણ  શું> ?એવાજ  આંકડાની  માયાજાળ એમ  કહે  છે કે  સંસદ નો  એક   દિવસ  ચાલવાનો  ખર્ચ   કેટલો  મોટો  છે ? તો પછી  એક એક  દિવસ  બગાડવાનો  શો  અર્થ >/?શા  માટે  આવું  નુકશાન ? શું  તે  દિવસ નું ભથ્થું   તે  માનનીય  સભ્યો  નહિ  લે ?તે  તો  કોઈ  જતું  નહિ  કરે  કહેશે  કે  અમે  તો  આવ્યા  હતા  પણ સંસદ  ના  ચાલે તેમાં  અમે  શું  કરીએ  કહીને  ભથ્થું  તો  અંકે  કરી  લેશે જ .તો પછી  નુકશાન  કોને ? કોલસાના  કૌભાંડ  અને તે  પહેલા જાહેર  થયેલા બીજા  અનેક  કૌભાંડ  યાદ  કરો  અને  તેનો  સરવાળો  કરો  તો   કોઈ  પણ  આંકડાની  માયાજાળ  વગર   એટલું  તો  છોક્કાસ  કહી  શકાય  કે  આપની  સરકાર  કરવેરા  વગરની  સરકાર  બની  શકે. અલબત્ત  થોડુક  વ્યાજબી  આયોજન  અને  નીષ્ટા જોઈએ. મહેનત  અને  કામ  પ્રત્યે   અર્પણ ની  ભાવના  જોઈએ. શા માટે  પરસ્પર  આક્ષેપો  અને  પ્રતિ આક્ષેપો  કરે  રાખો  છો ? સૌ  જાણે  જ  છે  કે  આં  યુદ્ધ  પ્રજાના  કલ્યાણ માટે  નથી  પણ  આત્મા  કલ્યાણ  માટે  છે,સૌને  માત્ર  સત્તા  અને  ખુરશી જ જોઈએ  છે,કોઈને  પ્રજાની  તો  પડી જ નથી, કોઈની  પાસે  કોઈ  સુધ્ધાંત  કે  નીતિ  નથી  માત્ર  વચનોની ભારમલ  છે .દશા બદલો  કે  દિશા  બદલો, થપ્પડ  મારો  કે  તમાચા  મારો, મોંઘો ગેસ  કે  સસ્તો  ગેસ,  પણ  કોઈને  અમારા  જીવન  જીવવા  દેવા  છે  ખરા ? અમારે  શું  અમારા જીવન  જીવવા માટે  શું  શું  ખરીદવાનું  છે?શું  શું   વેચવાનું  છે ?  અમરે  અમારા  જીવન  જીવાવામાંતે  શું  અમારે  અમારા ઈમાન  ધર્મ  અને લાગણીઓને  પણ  બજારમાં  વેચવા   મુકવી  પડશે? શાળા  અને  કોલેજો  વધારવાથી  શું  શિક્ષણનું  સ્તર  ઊંચું  આવેલું  ગણાશે ? દવાખાના  અને  હોસ્પિટલો  વધવાથી શું  સ્વાસ્થ્યનું  ધોરણ  સુધર્યું  કહેવાશે? કોની  વાત  કરું  અને  કોની  વાત  ના  કરું ?  ઢગલાબંધી  હોસ્પિટલો, ઢગલાબંધી દર્દીઓ , પણ   પરિણામ  શું ? રોકકળ    અને અંધાપા  ? તમે  તો  સત્તા  મળે  તો  એક  દિવસ  એવું  પણ  સ્વપ્ના બતાવશો  કે  અમે  તો  કુદરતને  પણ  ખરીદી  લયીશું, વરસાદ  અમારી  ઈચ્છા મુજબ  જ  આશે, અમને  મત  આપો અમે   સુરજ ને  કહીશું  કે    ગરમી  ૩૮  ડીગ્રીથી  વધે  નહિ, શિયાળા માં   ધંડી ૧૦ ૧૨  થી  ઘટે  નહિ, નદીમાં  પુર  આવે  નહિ, નદી નાલા  સુકાય  નહિ, વ વંટોળ  આવે  નહિ  નુકશાન  થાય  નહિ.  પણ  તે  તો શક્ય  નરથી  અહી તો  એ બધું    જ  ભલે  આવે  પણ  તેમાં થી  અમારી  રોજીરોટી  ચાલતી  રહે અમે  તો  ધૂળ માંથી પણ  ધન  પેદા  કરવા વાળા   છીએ  . 
અલ્લા   બચાયે  ઇન  મહાનુભાવોસે.....
ગુણવંત પરીખ  
      

No comments:

Post a Comment