From :-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362
- ; કટોકટી :: EMERGENCY : : કટોકટી : -
1977 ના સમયગાળામાં " કટોકટી " એક ચર્ચાસ્પદ મુદ્દો હતો। ,કાળો કાયદો, ક્રૂર અને પાશવી કાનુન , પ્રજાનો અવાજ રૂંધી નાખનારો જાલિમ કાયદો :: આ બધાનો અર્થ એટલે કટોકટી।માત્ર શાસક વર્ગ જ આનાથી વધુ અસરકર્તા રહ્યો હતો પછી શાસન કરનાર શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ : કટોકટી ની સૌથી વધારે આલોચના માંત્ય્રા રાજનીતિજ્ઞ પક્ષો અને વર્ગે જ કરી હતી . ભારત ની વસ્તી તે સમયે અંદાજે 60-70 કરોડ હશે પરંતુ કટોકટી માટેનો અસરકર્તા વર્ગ અને તે માટે બુમા બુમ અને રડ રદ કરનાર વર્ગ નું સંખ્યા બળ તો માત્ર 50-60 હાજર વ્યક્તિઓનું જ હતું। જે કઈ બુમાબુમ થતી હતી માત્ર રાજકીય પક્ષો એ ઉહા કરેલી ટોળા શાહી હતી। .કટોકટી શું છે તેનું કોઈને ભાન પણ નહોતું કે તએ ની શું અસરો પડે છે કે થાય છે તેની પણ કોઈને ખબર જ નહોતી। .એક શાસક વર્ગએવો હતો કે જે કટોકટીના સહારે પોતાની સત્તા ટકાવી રાખવા પ્રયત્ન શીલ હતો અને વિરોધ પક્ષ કટોકટી ના સહારે શાસક પક્ષ ને ઉખેડી ને ફેકી દેવા માંગતો હતો। શાસન કરતા પક્ષ કટોકટીના નામેબેફામ સત્તાઓ ભોગવવા માટે પ્રયત્ન શીલ હતો તેની ના નહિ। ,કટોકટી ના નામે અને સહારે લોકતંત્ર ભયમાં આવી ગયું છે તેવી કાગારોળ પણ મચી હતી, લોકશાહી ભયમાં છે, લોકશાહી બચાવો અનેતે માટે કટોકટી દુર કરો ત્યાં સુધી તો ઠીક પણ કટોકટી લાદનાર શાસકોને ફેકી ડો તે એક પ્રકારનું ઝનુન હતું। કટોકટીના નેજા નીચે ભલભલા ધુરંધર નેતાઓને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા , શક્ય છે કે માત્ર રાજકીય કિન્નાખોરી ને કારણે જ તેમને જેલ વાસ મળ્યો હતો। આમોના કેટલાક નેતાઓ તો સ્વતંત્રતાની લડત વખતે પણ જેલ માં જી આવેલા હતા અને તેથી તેમને ક્લ્હાબર હતી કે શક્ય છે કે આ બાજી પણ તૈયારી જીત ની બાજી નું અગાઉનું કદમ સાબિત થાય। .મોરારજીભાઈ દેસાઈ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ આગળ પડતા નેતાઓ હતા અને તેમની પણ એક ટીમ હતી। પણ એક વાત સ્પષ્ટ હતી કે મૂળભૂત હેતુ તો સત્તા પરિવર્તન નો જ હતો। પ્રચાર અને પ્રસાર માધ્યમો ને કાબુમાં રાખવા માટે જોરદાર સેન્સર શીપ હતી। શક્ય છે કે તેનાથી કદાચ સાચું ચિત્ર રજુ ના પણ થયું હોય , પણ તે વાત ખોટી છે . પ્રજાની પાસે સાચું ચિત્ર હતું જ અને આજે પ[અન છે જ કે શાસકો અને રાજ નીતીગનો અને રાજકીય પક્ષો તે માત્ર પોતાના સ્વાર્થ માટે જ કાગ રોલ કરતા હોય છે। આજ અને કાલ માં કાગારોળ ના કારણ માટે કોઈ તફાવત નથી। સત્તા ટકાવી રાખવા માટે ઇન્દીરાબેને કટોકટી લડી હતી તેમાં કોઈ ન્હા કહી શકે તેમ નથી અને સત્તા પરિવર્તન માટે એક જુવાળ ઉભો કરવા કટોકટી ને જ હથિયાર બનાવાયેલું તેમાં પણ બે મત નથી,બેમાંથી કોઈને પ્રજંકી કોઈ દરકાર હોય તે વાત માં તથ્ય નથી કે તે વાતમાં કોઈ માલ પણ નથી। વાર મારો કે કન્યા મારો પણ ગોરનું તરભાણું ભરો, પ્રજાનું જે થવું હોય તે થાય સત્તા અમારી પાસે આવવી જોઈએ , અમે જ પ્રજાના તારણહાર છીએ તેમ બતાવવા માટે સૌ સજ્જ થયી ગયેલા હતા।
અને દરેક ને તક મળી। જુવાળ એવો મોટો હતો કે કટોકટી કોઈક માટે તારણહાર બની તો કોઈકને ડૂબાડનાર પણ બની। કલ્પનામાં પણ ઉતારે તેવી વાત નહોતી કે વર્ષો સુધી શાસન કરનાર કોંગ્રેસ ભૂંડે હાલે હારી ગયી। ભારતના લોકશાહીના ઈતિહાસ માં પહેલી વાર કેન્દ્રમાં કોંગ્રેસ હારી , અને વિરોધ પક્ષ ની સરકાર રચાઈ। પણ તેનાથી પ્રજાનું શું ભલું થયું ? એક વાત કબુલ કરાવી જ પડે
કે રાજ્યની ધુરા સંભાળનાર વડાપ્રધાન ની નિષ્ઠા અને ક્ષમતા માટે કોઈ વિપરીત આંગળી ચીંધી શકે તેમ જ નથી। મોરારજીભાઈ દેસાઈ તે માત્ર જક્કી કે એક હથ્થુ સત્તા ભોગવનાર જ નહોતા પણ એક પ્રમાણિક અને નિષ્ઠાવાન માણસ હતા ,વહીવટ નો તેમને બહોળો અનુભવ પણ હતો અને પક્ષપાતી પણ નહોતા, શક્ય છે કે થોડા કિન્નાખોર હોઈ શકે, પણ તેમ છતાં પણ એવી કિન્નાખોરી તો તેમને નથી જ દર્શાવી કે જે ગણનાપાત્ર હોય। રાજ્યપાલ ની નિયુક્તિ એક પ્રથમ નંબરનો સળગતો પ્રશ્ન હતો। અને સહેલાયીથી તે પ્રશ્ન મોરારજીભાઈ એ ઉકેલી દીધો હતો। .તેમની ટીમ માં બાહોશ માં બાહોશ કહી શકાય તેવા ધુરંધરો હતા , પરંતુ બહુ ડાહ્ય બહુ ખરડાય તે ન્યાયે આ બધા વિશેષ મહાનુભાવો તેમના અહં માંથી ઊંચા આવતા નહોતા। દરેક વ્યક્તિ એમ સમજાતી હતી કે તેમના જેટલો કોઈ હોશિયાર નથી , તે વાત ખોટી પણ નહોતી, હીરુભાઇ પટેલ, બાજપાઈ, મધુ લીમયે ,ફર્નાન્ડીઝ , અડવાની ......વી।વી। જેવા ધુરંધરો ખરેખર કાબેલ હતા પણ લોકશાહી માત્ર કબેક વ્યક્તિઓથી નથી ચાલતી, કાબેલ વ્યક્તિઓ વહીવટ સારો કરી શકે પણ એકતા ના જાળવી શકે કે યોગ્ય સમન્વય પણ યોગ્ય ૄ ઇતે જાળવી શકે નહિ। અને અહિયાં તો એક મજબુત અને અનુભવી વિરોધ પક્ષ પણહતો જેની ક્ષમતા માટેની વાત બાજુ પર રાખો પણ એકતા અને શિસ્તમાં તે ખુબ આગળ હતો। પક્ષના વાદની વાત કોંગ્રેસ સ્વીકારતો હતો તેમાં કોઈ ચુ કે ચા કરતા નહોતા જયાએ શાસક પક્ષ પાસે આવા શિસ્ત બદ્ધ નેતા જ માત્ર હતા ટીમ શિસ્ત બદ્ધ નહોતી . ટીમ અહંકારી હતી તેવું કહીએ તો પણ ખોટું નથી।
ભલે કટોકટી ઉઠી ગયી હતી, લોકો બિન્ધાસ્ત બની ગયા હતા તેની ના નહિ, વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, અભી વ્યક્તિનું સ્વાતંત્ર્ય જેવા મૂળ ભૂત અધિકારોનું પ્રદર્શન બેરોકટોક ચાલતું હતું, લોકોખાસ કરીને હિત ધરાવતો વર્ગ પોતાના સ્વાર્થ માટે જ આ બધા મૂળભૂત અધિકારોની વાત કરતો હતો। અદાલતોનો ઉપયોગ ધીમે ધીમે સ્વાર્થ સાધવા માટે જ થવા લાગ્યો અને અનેક કિસ્સાઓમાં તો ન્યાર તંત્રની જોગવૈઓનો ઉપયોગ યોગ્ય રીતે નહિ પણ માની હુકમો લેવા જેવો એક સરળ રસ્તો બની ગયેલો હતો। વહીવટ તેની આગવી શૈલીમાં બેફામ રીતે ચાલતો હતો અને પૂર્વ વત તુમારશાહી ચાલુ થયી ગયી હતી।
કટોકટી ના અનેક દુષણો હશે તેની ના નહિ પણ કટોકટી દરમિયાન એક વાત તો ઉડીને આંખે વળગે તેવી હતી કે તમામ ક્ષેત્રે વહીવટ માં સ્થિરતા , શિસ્ત અને સંય મ આવી ગયા હતા। રેલ્વેની નિયમિતતા પણ ઉડીને આંખે વળગે તેવી હતી, ગાડીઓ મોદી તો પ[અડતી જ નહોતી પણ અકસ્માતોની પરમ્પરા અટકી ગયી હતી, તીકીતોના કલાબઝારો અટકી ગયા હતા , અરે સ્કુલ અને કોલેજો માં પણ વિદ્યાર્થી ઓ આડે ધડ રખડતા શોધ્યા જડતા નહોતા .કટોકટીનો આ લાભ તે ઉઠી ગયા પછી ક્યોય જોવા મળ્યો નથી। કોર્ટ કચેરીઓ સમય સર ચાલતી થયી ગયી હતી, અગિયારના ટકોરે ઓફિસો ચાલુ થાય અને સાંજે છ વાગ્યા સુધુ કર્મચારી હાજર હોય તેવા પ્રસંગો માત્ર કટોકટી વખતે જ જોવા મળતા હતા .હાજરીની નિયમિતતા અને શિસ્ત બદ્ધ વર્તન કર્મચારીનું અનિવાર્ય અંગ બની ગયેલા જોવા મળતા હતા . આ સ્વયભું શિસ્ત નહોતી પણ દર ના માર્યા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને જેવી કટોકટી ઉઠી ગયી ગે સૌ બેલગામ બની ગયા કટોકટીનું આ સારું પાસું આજે પણ વહીવટ કર્તાઓએ ભૂલવા જેવું નથી। તેમની પાસે સત્તા છે તો તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેનો તેમને વિચાર કરવો જોઈએ માત્ર વહાલા દવલાની નીતિ કે એક માત્ર સ્વાર્થ જ નજરમાં રાખીને વહીવટ નથાય। મોરારજીભાઈ આ બધું સમજી તો ગયા હતા પણ સમયના વહેણે તેમને પણ તડજોડ કરતા કરી દીધા હતા। એક અત્યંત કમનસીબ પલ એવી આવી કે તે તેમના જ પક્ષના રાજનારાયણ જેવાને જાળવી ના શક્ય કે ના સંભાળી શક્યા અને છેવટે બનવા કાલ બની ને જ રહ્યું અન એ એક માંધાતાઓની બનેલી સરકાર ગબડી ગયી . જે ક્લાતોકાતી ના સ્દાહારે તે સરકાર બની હતી તે જ કટોકટી ના વહીવટ ના અભાવે અને શિસ્તના અભાવે છેવટે સરકાર ગયી અને ત્યારથી શરુ કરીને આજ સુધી તે શિસ્ત હાંસલ થયી શકી નથી મોરારજીભાઈ જેવા શિસ્ત બદ્ધ નેતા પણ સરકાર ના બચાવી શક્ય તે દેશની કમનસીબી નહિ તો બીજું શું કહેવાય ? .
From :-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362
No comments:
Post a Comment