PUTRAVADHU : IN THE EYES OF SUPREME COURT

2    From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362                             


        - : -:
     
              :-  પુત્ર વધુ  :  સુપ્રીમ કોર્ટ ની  નજરે  :-


 26 મી  મેં 13 ના  દિવ્ય ભાસ્કરની  પૂર્તિમાં  " ચેતનાની  ક્ષણે "  માં  ભાઈ શ્રી કાંતિ  ભટ્ટે  પુત્ર વધુ  માટે  જે   આલોચના કરી  છે  અને  તેને  માટે  સુપ્રીમ  કોર્ટનો  પણ અભિપ્રાય  દર્શાવેલ  છે  તે  આશ્ચર્ય  જનક  છે। આ  21 મી  સદી  ચાલે  છે  અને  ઉક્ત  આલોચના   જો  19 મી  સદી  કે  વધુમાં  વધુ  21 મી  સદી ના  ઉત્તરાર્ધ  સુધી  કૈક  અંશે  ઠીક  હતી  પરંતુ  21 મી  સદીમાં   આ વિધાન   માત્ર  એક  આલોચના, અતિશયોક્તિ  કે  વિવાદ  થી  વિશેષ  કઈ જ  નથી। પુત્રવધુ  અને  તે  પણ  વગર  પગારની  નોકર  જેવી  માન્યતા  તે  આજની  પુત્રવધુઓ નું   અપમાન  ગણાય।  મોટે  ભાગે  આજની  પુત્ર વધુઓ  ભણેલી  ગણેલી  અને  મોટેભાગે  નહિ  તો  પણ  ગણનાપાત્ર  રીતે  વ્યવસાયી  અને  તમામ  ક્ષેત્રે  કાઠું  કાઢેલી  મહિલાઓ છે  અને  તેમને  માટે  આવો  અભિપ્રાય  તે  આઘાતજનક  છે।સુપ્રીમ  કોર્ટની  આલોચના  મેં  જોઈ  નથી,વાંચી   પણ  નથી  પણ  ભાઈશ્રી  ભટ્ટે  જણાવ્યું  તે  મુજબ  હોય  તો  તે  કૈક  ગેરમાર્ગે  દોરાયેલ  બાબત પર  હોઈ  શકે।।  આજની  પુત્ર વધુ  તો  તેમની  સાસુ ઓને  તેમના  વહુ  તરીકેના  દિવસ  ભુલાવી  દે  તેવી  મજબુત  છે।
સાસ  ભી  કભી  બહુ  થી  ની  ઉક્તિને  યાદ  અપાવી  દે   તેવી  વહુઓ  માટે  વગર  પગારની  નોકર  જેવો  શબ્દ  પ્રયોગ  યોગ્ય  જ  નહિ  અપમાન જનક  પ્રયોગ  છે

         એ વાત  સાચી  છે  કે  એક જમાનો  હતો  કે  જયારે  વહુ  પરની ને   ઘરમાં પગ  મુકે  એટલે  તેના  પર  અનેક  સામાજિક  બંધનો  મૂકી  જતા   હતા। ઘરમાં  ઘૂંઘટ  રાખવો, વડીલો  અને  સાસુ  સસરાની  આમન્યા  જાળવવા માટે   પણ  ઘૂંઘટ  રાખવો, તેમનો  પડ્યો  બોલ  ઝીલવો  ,તેમની  સેવા  કરાવી, તેમનું  તમામ  કામ  કરવું।  તમામ  ઘર કામ  કરવું  તે  વહુની  ફરજમાં  આવી  જતું  હતું  અને વહુ  તે  ફરજ  વિના  રોક ટોક   કે  કોઈ  ફરિયાદ  વગર  કરતી  પણ  હતી। ના  તો  તેને  તેમાં  શરમ  લગતી  હતી  કે  ના  કોઈ  ફરિયાદ હતી, તે  સુખે  તેનો  સંસાર  નિભાવતી  હતી।  બીજા  પત્રો   બાજુ પર  રાખીએ , એક  માત્ર  સાસુ ને  જોઈએ તો, સાસુ  એટલે  જીવતી  જાગતી  વાઘન  કહેવાય   તેવો  એક  દર  અને   સંસ્કાર   તેને  કદાચ  નાનપણ થી જ  પેસી  ગયેલો  હશે।ખરેખર  સાસુઓ  તે   જમાનામાં તેજ  હતી  તેની  કદાચ  ના  ના  કહેવાય   એટલેજ  કદાચ  મોરારી બાપુએ  તેમની  કથા  ના એક  ઉદાહરણ માં  જણાવેલ  કે  એક  સાસુ  મંદિર  દર્શન   કરવા  ગયેલા અને   તેમના  ઘેર એક  સાધુ  ભિક્ષા  માગવા  આવ્યા . વહુ  એકલી  હતી  અને  તેને  સાધુને     આવવાનું કહ્યું  અનુ   સાધુ  આગળ   વધી ગયા -રસ્તામાં   વહુની  સાસુ  સામે  મળી  અને  પૂછ્યું  મહારાજ  કેમ પાછા  વળ્યા ? સાધુ એ  કહ્યું  કે  નાની માતાએ    મને  પછી  આવવા નું  કહ્યું : સાસુ  કહે  હું  બેથી હોઈ  અને  તે  તમોને   એવું કહી જ  કેવીરીતે  શકે ?  ચાલો  મારી  સાથે -સાધુ  સાસુ  સાથે  તેમના  ઘેર  આવ્યા  તેમને  એમ  કે  હવે  મને  બીક્ષા  મળી  જશે -પણ  સાસુ એ  તો  મોટો  ધડાકો  કર્યો - મહારાજ  પછી  આવજો   અત્યારે કશું   નહિ મળે  -   સાધુ  તો  ડઘાઈ  જ   ગયો  -માજી  તમે  મને   પાછો બોલાવ્યો  અને  પછી  પાછા  ના  પાડો  છો  અને  પછી  આવવા  જણાવો  છો  ?  તે  તો  તમારી વહુએ  મને  કહેલું  જ  હતું  તો  પછી  મને  પાછો  શું  કામ  બોલાવ્યો? સાસુ  કહે  વહુ   કયા ઝાડ નું  મૂળિયું  તે  તે તમને  ના  કહે  ના  કહેવા વળી  હું  હજી  બેથી  છું।  જાવ .......આ  રેક   સાસુ  ઓનો જમાનો  હતોવાહુએ  પાણીનો  લોટો   ઘરમાં ના  ભર્યો  હોય  તે  બને  ,તે  તેના  પીયેરમાં  ચાલે  પણ  સાસરે  આવે  ત્યારે  તો  સાસુની  સાથે  નદીએ  કે  કુવા  પર  માથે  બેધુ  લયીને  પાણી   ભરવા જવું જ  પડે, નદીએ   કપડા ધોવા  જવું  જ  પડે   પણ  એ  જમાનો  તો  ગયો।   આજે તો  ઘેર ઘેર  પાણીના    નળ છે, કુવો  કે નદી   શોધવાના નથી,  મોટા ભાગના  ઘરોમાં વોશિંગ  મશીન  છે  કપડા  ધોવા  તળાવ  કે નદીનો  ઓવારો  શોધવાની  જરૂર  નથી  19  મી  કે  20 મી  સદીની  એ  વાતો  એક  હવે  કલ્પના  માત્ર  રહી છે  પણ  યાદગીરી  અચૂક  છે,સાપેક્ષ  મુલાવાની   તો  થયી  જ  શકે। પરંતુ  કપડા, વસં, કચરા પોતા  ,  કે  ગૃહ  કાર્ય  તે  બોજો  નહિ  પણ  ફરજનો  એક  ભાગ  હતા, પુરુષ  કમાય  ઘર  ખર્ચ  આપે  અને  સ્ત્રી  ખર  સાચવે , સંભાળે તે  એક  વ્યવહાર  હતો  તેમાં  વહુ  આવી  એટલે  કઈ  વગર  પગારની   નોકર આવી  તેવું  માનવાની  કોઈ  જરૂર  નથી।

      20 ઈ   સદી  ના  ઉત્તરાર્ધ  ના  પાછલા  દિવસો થી  આખી  પરિસ્થિતિ  પલાતાયી  ગયેલી  છે। આ  સમયમાં  વહુઓ  જે  આવતી  થયી  તે  ભણેલી  ગણેલી  અને  સ્વંતંત્ર  મિજાજ  વળી  આવતી  થયી,  તેની  સામે  તેમની  સાસુ ઓ  તો  એટલું  બધું  ભણેલી  પણ  નહોતી  અને  નવી  ભણેલી   ગણેલી વહુ  જેટલી  ચાલક--સ્માર્ત  -  પણ  નહિ . ગામડાનું  રોચું  શબ્દ  તો  અપમાન  જનક કહેવાય ,  પણ  લાંબુ  ભણતર  નહિ, બાકી  ગણતર તો  પાકું  હોય  જ  કારણ  કે  ઘડાયેલી  સાસુ  પાસે  ભણેલી  તે  પણ  એક  દિવસ   વહુ  હતી  જે  આજની  વહુ  સામે  કદાચ  લાચાર  અને  બેબસ  લાગે।આજની  વહુઓ  માત્ર  ભણેલી  જ  છે  એટલું  જ   નહિ  પણ  જુનવાણી   સામાન્ય સિધ્ધાંત  ને  પણ   તોડી નાખે  છે  કે  પુરુષ  કમાય  અને  સ્ત્રી   ,  કરે ઘર  સંભાળે,  આજની વહુ  કહે  છે  કે  અમે  કમાઈ  પણ   શકીએ છીએ  માત્ર  ઘર  કામ  એ  જ   અમારો ધંધો  નથી,  અમે  માત્ર  કચરા,પોતા,  વસં  માંજવા  ,રસોઈ  કરાવી  કે  કપડા  ધોવા    એ  જ  અમારું   કામ  નથી  આ  બધું  કામ  ભાડે  પણ  કરાવી   શકાય અને  અમે  દરેક  સ્તરે  પુરુષ  સમોવડી  છીએ  અને  માટે  જ  અમારા  માટે ભાગ્ત્તે  રજુ  કરે  સુપ્રીમ કોર્ટની  લાગણી  સાથેનું  વિધાન  અમારા  અપમાન  બરાબર  છે। અમે  વગર   પગારની  નોકરની  નથી  અમે  પગારદાર  નોકરો   પણ  ખરીદી  શકીએ  છીએ। અને  અમારે  નોકરો  ખરીદવાની  પણ  જરૂરત  શા,,, માટે  પડે? અમારા  ઘેર  જો  સાસુ  હોય  તો  તે   સાસુ  વહુ  તરીકે  જો  ઘર કામ  કરતી  હતી  તો  સાસુ  તરીકે  પણ કેમ  ઘર કામ  ના  કરી  શકે ? અમે  નોકરી  પર ,કમાવા  માટે  જયીયે  ત્યારે  અમારી  સાસુ ઓ  જો  ઘર  સંભાળે , અમારા  સંતાનો  સાચવે  કે  ઘર  કામ  કરે તો  તેમાં  ખોટું  શું  છે ?અમારે  પણ  વ્યવસાયમાં  ઘણું  કામ  કરવું  પડતું  હોય  છે ,અમારા  માથે  જવાબદારી  પણ  ઘણી  હોય છે  ,પર  વગર ના  તન  અને  ટેન્શન  અમારા  માથે  હોય  છે  ,તેમાંથી  છૂટીને  ઘેર  આવીએ  તો  સાસુ  એક  પ્યાલો  ચાનો  બનાવી  આપે  તો  તેમાં  ખોટું  શું  છે ? સાસુ એ  તો  વહુ  તરીકે  પણ રસોડું  સંભાળેલ  હતું  તો  આજે   દીકરા માટે  કે  તેની  વહુ  માટે  રસુડું   સંભાળે  તેમાં  ખોટું શું  છે ? તે   કઈ  ઉપકાર  કરે  છે ? તે  પણ  ઘરમાં   ખાતા  નથી ? તે   ક્યાં  કમાવા  જાય  છે  ? કમાવા  તો  અમે  જયીએ  છીએ  તો  પછી  ઘર કામ  કરવામાં  શરમ  અને  મોભો  વચ્છે  કેવીરીતે  આવે ? 21 મી  સદી ની  વહુ  જો  આ  અભિપ્રાય  ઉચ્ચારે  તો  તેની  આલોચના  કાન્તીભાઈ  કરી    શકાશે ?
ચક્ર વત  પરીવાર્તન્તે      ........
સાસુ ઓ એ  વહુઓ  ઉપર રાજ  કર્યું  હવે  વહુઓ  સાસુ  પર  રાજ  કરે  તો  તેમાં  કઈ  ખોટું  ખરું?
એક  જમાનો  હતો  કે  જયારે  નિમ્ન કક્ષાની  જ્ઞાતિ ની  બહેનો  ઉચ્ચ જ્ઞાતિના કુટુંબમાં  ઘર કામ  કરવા   જતા હતા  અને  કોઈ   ફરિયાદ વગર  તે  કામ કરતા  પણ  હતા  પણ  પવન  પલટાયો  નિમ્ન ઞાતિ વાળા  પણ  ભણેલા   ગણેલા થયા  અને  એક  દિવસ    એવો  આવ્યો  કે  ખુમારી  વાળા  તે   નિમ્ન  જ્ઞાતિવાળા ભણેલા  ગણેલા  અને  રાજકીય  મોભો  ધરાવતા    વર્ગે  ઉકળાટ બહાર     કે  દિવસ અમારી  બહેન દીકરીયોએ ઉચ્ચ  વર્ગ ની  જ્ઞાતિના  કુટુંબ માં  કચરા  પોતા   કએર્યા હવે   અમે  તે  ઉચ્ચ  વર્ગની  બહેન  દીકરીઓને  અમારા  ઘેર  કચરા  પોતા  કરાવીશું .....કદાચ  આવો જ  વાળ  આજની  ભણેલી  ગણેલી  વ્યવસાયે  સમૃદ્ધ   થયેલી પૈસે  તકે  મજબુત  બનેલી  વહુઓ  તેમની  સાસુઓ  પર  રુઅબ  છાંટે  તો  તેમાં  નવી  પામી  શકાય   ?  સહેજ  પણ  નહિ  પણ  નવી  તો  ત્યારે   અવશ્ય   પામી  શકાય  કે  જયારે  તે  વહુ ને  પોતાની  દીકરી  કરતાય   અદકેરી  રીતે  જાળવીને  તેની  તમામ  જરૂરિયાતો  પૂરી  પાડીને  તેને   તેના  પતિ  કરતાય   આગળ   મુકવામાં જે સાસુ એ  તેનું  શરીર  ઘસી   નાખ્યું હોય ,  તે  વહુના  સંતાનોને  પોતાના  જ  સંતાનો  કરતાય  અદકેરા    જલાવ્યા હોય  અને  જન્મથી  જ  મોટા  કરીને  વહુની  કારકિર્દીની  ટોચે  બેસાડી  હોય  તે  જ  વહુ  કારકિર્દીની  ટોચે  બેસી  ગયા  પછી  તે  સાસુ  , સસરા કે  કુટુંબ ને  પગ  નીચે   દબાવી  દે  ત્યારે  કોના  પગ  નીચે   ધરતી ના  રહે  અને  કોણ  આસમાન  માં   ઉડવા લાગે  છે  તે  કોણ   નક્કી કરશે  ? સુપ્રીમ  કોર્ટ  પાસે  આ વિગત  હોય ખરી  ?  કોણ  પહોચાડે ? કેવીરીતે  પહોચાડે ? ઇન્દ્રવદન  નાણાવટી  અમારા  સીનીયર  એડવોકેટ  હતા , તેમની   જ  કોલેજ માં  હું  એલ।એલ। એમ પણ  કરતો  હતો , તેમના  પુત્ર  સુધીર  નાણાવટી પણ  એક  ખ્યાતનામ  એડવોકેટ  છે ,,વ્યવહાર  અને  વ્યવસાય  બંને  સારીરીતે  સંભાળે  છે , તે  ઈચ્છે તો   સુપ્રીમ ની  આલ્પોચના નો  યોગ્ય  પ્રતિભાવ  પોતાના  વ્યવસાયિક  અને  વ્યવહારુ  અનુભવે  આપી  શકે  છે .શ્રદ્ધા, કાયદો। ભરોસો ,વિશ્વાસ  આ  બધા  માત્ર  પર્યાયો  નથી   અંતરના પરિબળો  છે  આજની  સ્વસુ  ભલે  કાલ ની  વહુ  હતી  પણ  તે  માં  તો  આજે  પણ  છે  અને  કાલે  પણ  હતી  અને  કાલે  પણ  રહેશે   મોભો  ભલે  સાસુ  નો  હોય  કે  વહુ નો  પણ   માના મોભાને  તો  કોઈ  વિચારો  ?
પુત્ર   છતાં ય  પુત્ર   , વિહોણી માનું  મન  મુઝાય  ,
હૈયે   વેદના હોઠ સીવેલા ,  આંસુડા   છલકાય રે ,

 ભવસાગરમાં વિશ્વાસે  જો તરતી  નૈયા  દુબે
કોણ  પારકું  કોણ  પોતીકું  , માનવ  ના  પરખાયા  રે

 હાય રે મજબુરી  માની ,
જો    દીકરાને ના કહી  શકી  તો  વહુ ને  શું  કહેવાની


એક  આશ્ચર્ય જનક વિધાન  વાંચવા  મળ્યું-

No comments:

Post a Comment