Conocation Message .........

CONVOCATION     MESSAGE  


આજથી વ્યવહારિક ક્ષેત્રમાં  પ્રવેશતા , આવતી કાલ ના  ભારત ના  નવ નિર્માણ ના  ઘડવૈયાઓ  જેવા  મારા  આજ સુધીના  વિડ્યારતી  મિત્રો  , માં. પ્રમુખ શ્રી , માં.  અતિથી  વિશેષ , 
અન્ય  સર્વે મોભાનુસાર। ...........

          મારા  વિદ્યાર્થીઓ આજે  એક  નવા  યુગ માં  પ્રવેશી  રહ્યા  છે  અભ્યાસ નો  એક  યુગ  આજે  પૂરો  કરીને  આગળ  વધી  રહ્યા  છો।   અભ્યાસ માટે  કોઈ  સમય  મર્યાદા  નથી  ,  ગમે  તે  ઉંમરે  પણ  તે  ક્ષેત્ર માં  પ્રવેશી  પણ  શકાય  છે  અને  ગમે  તે  ઉંમર  સુધી  તે  ચાલુ રાખી  શકાય  છે  આ  તો  વહેતી  ગંગા   છે  તેમાં  સ્નાન  કરનાર   માટે  કોઈ  મર્યાદા  કે  બંધન  નથી  : પરંતુ  આપના  આશ્રમ    ધર્મ મુજબ આજે  આપ  સૌ  એકી  આશ્રમ  ધર્મ  પૂર્ણ  કરો  છો।  અને  હવે  બીજા  આશ્રમ  :  ગૃહસ્થ   આશ્રમ  માં  પ્રવેશ  કરશો। 
          આપ  સૌ  યાદ  રાખજો  કે  આપને  આ  કક્ષા  સુધી  પહોચાડનાર  કોઈને  તમે  ભૂલી જશો  નહિ।   સૌથી  પહેલા  આવશે  આપના  માતા પિતા  : જેમને  આપને  ઉછેરી ને  મોટા  કર્યા  :તેમની  શક્તિ  હશે  કે  નહિ  પણ  તેમને  આપને  ઉચ્ચ  અભ્યાસ ની  સગવડ  આપી  :  આજ  સુધી  આપ  આપના  માતા પિતા ના  ઘરમાં  રહેતા  હતા  હવે  દિવસ    બદલાશે  :  હવે  આપના  માતા  પિતા  આપના  ઘેર  રહેશે  : તેમને  એવી  રીતે  રાખજો  કે  તે  ગર્વથી  કહે  કે  અમે  અમારા  દીકરાના  ઘેર  રહીએ  છીએ  . ભલે  આપ  તેમને  શ્રાવણ  ની  માફક  કાવડ માં  બેસાડીને  યાત્ર્રા    ના  કરવો  ,  આજે  કાવડ ની  જરૂર  na થી  , અનેક  સાધનો  છે  ,  પરંતુ  કમસે  કામ  તેમને   વાર  તહેવ્વારે   દેવ  સર્ષણ  ની  મુલાકાતે  તો  અવશ્ય  લાયી  જજો।  ભોગે  જોગે  પણ  તેમને  વૃદ્ધાશ્રમ  ના  દ્વારે  ના  મોકલશો।  હવે  તમારું  વર્તુળ   મોટું  થશે  , તમારા  યુવાન  મિત્રો આવશે  ,  પત્ની  આવશે  ,  બાળકો  આવશે  પણ તે  દરેક ની  નજરમાં  આપ  આપના  માતાપિતાને    યોગ્ય  સન્માન  આપજો  :  તેમની  ઉંમર  થયી  ગયી   હશે  , શારીરિક  દુર્બળતા   હશે  ,  કદાચ  માનસિક  અસ્વસ્થતા  પણ  હોય  , ગુસ્સે  પણ ઝડપથી   થયી  જતા  હોય  ,  પણ આપ  અને  આપના  સંતાનો  અને  પત્ની  તેમની  કાળજી  રાખશો।  આ  છે  આપની  ભ્બરતીય  સંસ્કૃતિ નો વારસો।  તેને  ભૂલશો  નહિ  અને  પશ્ચિમ ના  રંગે  રંગીને  પંખ   આવી  એટલે  ઉડી  જવાનો  વિચાર  કારસો  નહિ   આજ  સુધી  જેને  તમોને  જલાવ્યા  તેને  હવે  તમે જાળવજો  તેમની  જરૂરિયાત  પૂરી  કરજો।   માતા  સરસ્વતી   ખુશ  રહેશે। તમારા  ભણતર  અને  સંસ્કાર  માં  તમારા  માતા  પિતા  જેટલું જ  મૂલ્ય  તમારા  શિક્ષકો  નું  પણ   છે , તમારા  મિત્ર  મંડળ  અને  પરિવાર ના  અન્ય  સભ્યોનું  પણ  યોગદાન  છે  તે  ભૂલશો  નહિ  પરંતુ  ખાસ  કરીને  :
માતૃ   દેવો  ભવ ,
પિતૃ  દેવો  ભાવ ,
આચાર્ય  દેવો  ભવ
આ  ત્રિપુટી  ની  ભૂલો  ના  શોધશો  , તેમના  યોગદાન  ને  જ   નજરમાં  રાખજો  , આજે  તમારું  અસ્તિત્વ  તે  ત્રણ ના  હિસાબે  જ  છે  તે  યાદ   રાખજો

      માત્ર  ભારતીય  સંસ્કૃતિ  થી  જ  પૂર્ણ વિરામ  નથી  મુકવાનું  : વિકાસ  માત્ર  સંસ્કૃતિના   ગણ  ગયે  ના  આવે  .  દેશ ના  વિકાસ  માં  આપનું  યોગદાન  હવે  મોટું  થશે।  ચારે  દિશામાં   દુનિયા  વિસ્તરી  રહી  છે  અને  વિકસી  પણ  રહી  છે  .  તમારી  પાસે  જે  શાખા નું  જ્ઞાન   હોય  તેનો  યોગ્ય  ઉપયોગ  કરશો। વિકાસ   સાધવા  માટે  કોઈ  કામ  નાનું નથી  :  આપને  જાની ને  આનંદ  સાથે  આશ્ચર્ય  થશે કે  એક  માત્ર  ચા  અને   નાસ્તા  ની  લારી વાળો  પણ  ખંત થી  કામ  કરે  તો  તેની  નામના  એટલી  વધી  જાય  છે  કે  તેના  આંગણે  ગાડીઓ  ફરતી  હોય। તમે  જે  કામ  કરો  તે  નિષ્ઠાથી  કરજો  :
સ્વે  સ્વે  કર્મણ્યે ભીરત , સંસિદ્ધિ  લભતે  નર। ........
પોત પોતાના  કાર્યમાં  આનંદ માનનાર   અને  કાર્ય  રાત  રહેનાર  ને  હંમેશા   સિદ્ધિ  મળે  છે  . આજ  સુધી  આપ સૌ  વિદ્યાર્થી   હતા  અને  મેં  આપને  કહેલું  કે  આપ સૌ  રાજ કારણ થી  દુર  રહેજો  આજ  સુધી  રાજ કારણ  તે  આપનો  વિષય  નહોતો  :  હવે  આપની  સમક્ષ વિશાલ    દુનિયા  છે  ,   અનેક  ક્ષેત્રો  છે  , આપની  પસંદ્સગી નું  ક્ષેત્ર  પસંદ   કરીને  મન   ભરીને  તે  માટે  મહેનત  કરશો , તમે  જ્યાં  હાથ  અજમાવશો  ત્યાં  તમારી  પાસે  સિદ્ધિ  દેવી  હાજર  હશે  ,  આપ  રાજ કારની  બનો  , ઉદ્યોગ પતિ  બનો , વેપારી  બનો  , ઉત્પાદક  બનો  ,  અરે  શિક્ષક  બનો  ,  ડોક્ટર  બનો , વકીલ   બનો , એન્જીનીયર બનો  ગમે  તે  બનો  પણ દેશના  વિકાસ  ને ભૂલશો  નહિ  :   વિકાસના મંત્ર  ને  જીવન  નો  મંત્ર  બનાવી ને  તેનું તાતાન  કરો  અને  આપ  દરેક  ક્ષેત્રમાં  વિજયી  બનશો।
       હું  જાણું  છું  કે  આજે  આપને  માત્ર  શીઓખામાન  ની   જ  જરેઉર  નથી  , સહારા  ની  પણ  જરૂર  છે  , વેલ ને  ચડવા  માટે  વાળ  જોઈએ ,  અમે  તમારી  સાથે  છીએ , હું  તે  પણ  જાણું  છું  કે  આપના  પગલે  પગલે  કાંટા  પણ  આવે  ,  પરતું  તેનાથી  ગભરાશો  નહિ  ,
મીઠી  મીઠી  બ બતોસે  બચના  જરા 
દુનીયાકે  લોગો મેં  હૈ  જાદુ  બડા  

પણ  આપ  ઘભારશો  નહિ  , ચારે  દિશામાં  અંધકાર  હોય , કોઈ  તમારી  સાથે  પણ  ના  હોય  ત્યારે  પણ   ઘભારાયા  વગર  હિંમત થી  આગળ  વધશો , 
દર કે  આગે  જીત  હૈ  .......
 
આપ  ખેડૂત  બનો , કે  પ્રધાન  મંત્રી  બનો  , રાષ્ટ્રપતિ  બનો   કે  રાજ્યપાલ  બનો  , અધિકારી  બનો  કે  કર્મચારી  બનો , પણ  આપનું  ધ્યેય  તો  વિકાસ નું  જ  પરિબળ  હોવું  જોઈએ  વિકાસ  તે  આપનો  મંત્ર   છે।  યુગ  નિર્માણ  માટે  નવી  શીધ  ખોલ  ,નવી  દિશા  નવા  સિદ્ધાંતો  જે  જરૂર  પડે  તે  અપનાવો ,પરંતુ  એવો  વિકાસ  કરો  કે   દુનિયામાં  આપનું  નામ રોશન  થાય

     આ  એ જ ભારત  દેશ  છે  જેની  ગાથાઓ  વિશ્વભરમાં  ગવાતી  હતી  ,  દુનિયા ભરના  માણસો  અભ્યાસ  માટે  અહીની  નાલંદા  અને  ટકશ શીલા  જેવી  વિડ્યાપીથોમાં  અભ્યાસ  માટે   આવતા હતા  , આ  એ  જ   ભારત  દેશ  છે  જેની  એક  યીડ્યાપીથના   એક  આચાર્ય    ચાણક્ય  એ  રાજ્ય  શાસન  ની  ધુરા   બદલી  નાખે લી  અને છતાં  નિર્લેપ  રહીને  એક  યોગી  સમાન  જીવન  જીવીને  દેશની   કાયાપલટ  કરેલી 

મારી  પણ આપને  તે  જ  શિખામણ  છે 

તુમ  હી   ભવિષ્ય  હો  મેરે  ભારત  વિશાલ  કે 
ઇસ  દેશકો  રખના  મેરે  બચ્ચો  સંભલકે। ....

આજે  તમારી  પાસે  સમય  આવી  ગયો  છે  , અભ્યાસ નો  એક  યુગ   આપે  પરિપૂર્ણ  કરેલ  છે  ,હવે   ચારે  દિશામાં  ચારે  દિશા  ઉપર  ચારે  દિશાથી  કબજો  મેળવીને ચક્રવર્તી   બનો
ઉઠો  છલાંગ  મારકર  આકાશ કો  છું લો 
ઇસ દેશ કો  રખના  મેરે  બચ્ચો  સંભલકે। ..

સ્નેહિશ્રી  મુકુલ ભાઈ  ,,

વિદ્યાર્થી વર્ગ  સિવાય  વહીવટ  ને  અનુરૂપ  તેમજ  આમંત્રિત  મહેમાનો ,  અતિથી  વિશેષ  વી।   મતેવ  જે  હોય  તેમને  અનુરૂપ  યોગ્ય  લાગણી  આપ  આપની  રીતે  વ્યક્ત  કરી  લેશો।  મુખ્ય  મહેમાન  કોણ  છે  તેની  મને  ખબર  નથી  તેથી  તે  અંગે  ખાસ  કઈ આલોચના  કે  પુરતી  નથી  કરેલી આપ આપની રીતે  ઘટિત  સુધારા  વધારા  કરી  લેશો છતાં   પણ  આપ  ગમે  તે  પાળે   મને  યાદ  કરી  શકો  છો।   હું  ઈચ્છું   છું  કે  આપનો  સંદેશ  પ્રેરક  અને  પાવક  હોય   એ  યાદગાર  બની  રહે। ..આજની  બેચ ના  અનેક  વિદ્યાર્થીઓ  તે  જીવન ભાર  યાદ  રાખશે  ........

ગુણવંત  પરીખ

From :-
Gunvant R.Parikh
               B.E.Civil ,LL.B.
Executive Engineer R & B Retd &
Hon Adm.Officer V.K.K. consumer affairs
4 , Mangal park  ,Geeta  mandir  road 
Ahmedabad 22
T.No.  079 25324676 ,9924433362 ,9408294609

No comments:

Post a Comment