to vidyutj, DrMukul, Jitendra, raginiben, chintan, drdipti55

સ્નેહી શ્રી વિદ્યુત ભાઈ ,
આપની કુશળતા ઈચ્છું છું।
આપણી
વચચે કોઈ સંપર્ક નથી , કોઈ પરિચય પણ નથી કે નથી કોઈ પૂર્વ સેતુ
કે જયારે આપને મળી શકાયું હોય : માત્ર આપના કેટલાક આર્ટીકલ
જોયા અને વાંચ્યા છે
ઝાજે કુલપતિની પસંદગી અંગે આપનો લેખ વાન્ચ્યોજોઈને
આનંદ થયો કે કોઈ તો છે જે સીધ્ધાંત નિષ્ઠાને પસંદ કરે છે. ,,મારી
પસંદગીના કુલપતિ માં મોખરાનું સ્થાન હું પ્રહલાદ ભાઈ વૈદ્ય ને
આપું છું. 1955 માં તે મારા શિક્ષક હતા। : એક શિક્ષક તરીકે તો
તે ગણિતશાસ્ત્રના તજજ્ઞ હતા જ પરંતુ વહીવટી કુશળતા માં પણ
તેમ,નો જોટો નહોતો। મને યાદ છે , તેમના વિભાગ માં નવા નિયુક્ત એક
બહેન અધ્યાપક હતા અને તેમની પધ્ધતિ થી વિદ્યાર્થીઓ નારાજ હતા
અને ઉહાપોહ પણ કરતા હતા પરંતુ તેમને ખુબ કાળજી પૂર્વક તે
પ્રશ્ન હાલ કરેલો અને બંને ને સંતોષ થાય તેવો નિર્ણય લીધેલા
...સમય ના વહેં ની સાથે એક સમયે તે પણ કુલપતિ નિમાયા ત્યારે
શિક્ષણ જગતે એક હાશકારો પણ માનેલો પરંતુ કમનસીબે તે સમય ટૂંકો
રહ્યો। તે અંગે હું આલોચના કરીશ નહિ : આપ તેનાથી વાકેફ હશો જ।
તે કુલપતિ હતા .શિક્ષણ શાસ્ત્રી હતા , પોતાના વિષયમાં તજજ્ઞ હતા
, સિધ્ધાંત વાડી હતા , કોઈના આજ્ઞાંકિત સેવક નહોતા : તેમની
વફાદારી માત્ર શિક્ષણ જગત પ્રત્યે હતી વ્યક્તિ પરત્વે નહિ :
આપની વાત હું માનું છું .મારો માણસ તારો માણસ
જેવી સંકુચિતતા ના શોભે। શિક્ષણ નું ક્ષેત્ર રાજ કારણ થી પર
હોવું જોઈએ। રાજ્યની કે વહીવટ ની દાખલ ગીરી તેમાં શોભે નહિ.
કુલપતિ ની કક્ષાની વ્યક્તિ પોલીસ, જવાન , બાઉન્સર કે ગણ મેં તરહી
ઘેરાયેલ હોય તેવો વિચાર પણ ના થયી શકે. અરે એકલા કુલ પતિ જ
નહિ સમગ્ર શિક્ષણ પરિસર માટે લશ્કર કે પોલીસ ની કોઈ જરૂર નથી.
આ પરિસરમાં કદાપી પોલીસ આવે જ નહિ : પોલીસે ગુના ખોરી સામે
લડવાનું છે વિદ્યાર્થીઓ સામે નહિ। વિદ્યાર્થીઓને રાજ કારણ માં
ખેંચવા તે યોગ્ય નથી તેમની શક્તિ નો ઉપયોગ રાજ કારણીઓ માત્ર હાથ
તરીકે જ કરે છે તેનું જીવતું ઉદાહરણ મહાગુજરાત અને નવ નિર્માણ
છે જ્યાં જાન ગયા વિદ્યાર્થીઓના અને લાભ કોને લીધો ? નવનિર્માણ
અને મહાગુજરાત ની જે મ જ વિદ્યાનગર ની નવી યુનીવર્સીટી ખુલી
ત્યારે કુલપતિ તરીકે બાબુભાઈ ની નિયુક્તિ થયેલી અને તેનો જોરદાર
વિરોધ થયેલો। ભાઈકાકા ને જ કુલપતિ બનાવો તેવી બુમો પડી , બાબુભાઈ
વિધાનસભા માં હારી ગયેલા માટે કદાચ તેમને સમાવવા માટે પણ તેમની
નિયુક્તિ થયેલી। કોની નિયુક્તિ તે વાત બાજુ પર રાખો પણ આંદોલન
વિદ્યાર્થી ઓ એ કરેલું , માર વિદ્યાર્થીઓ એ ખાધેલો , અને નેતા
તરીકે કોણ આવ્યા તેની તો આપને ખબર છે જ . mahagujarat ન
,નવનિર્માણ અને વિદ્યાનગર વાળું આંદોલન : ત્રણેય માટે હાથ
વિદ્ય્ર્થીઓ જ બનેલા અને તેમને શું લાભ થયો ? અને પાછળ ઉભેલા
રાજકીય નેતાઓ ને ફાળે ? ખુરશી ........ કોઈ કહેનાર ના મળ્યું કે :
હમ લાયે હાય તુફાન સે કિસ્તી નીકાલકે , ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભલકે ,
ઉઠો
છલાંગ મરકે આકાશ્કો છું લો તો કહ્યું , વિદ્યાર્થીઓ એ છલાંગ પણ
મારી પણ પછી ભોય પર પછડાયા ત્યારે કોણ ઉભું રહ્યું ?
પ્રાચીન ગુરુકુળ માટે પણ આજે કેમ
લોકોને માં છે ? તે ક્ષેત્રમાં રાજ કારણ નહોતું . શિક્ષક અને
શિષ્યો બંને શિસ્ત બદ્ધ હતા ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે
શિષ્યની પહેલી ફરજ હતી.જો વિદ્યાર્થીઓ શિસ્ત બદ્ધ હોય તો સમગ્ર
પરિસર માં ક્યાય વહીવટી અરાજકતા રહે જ નહિ અને તેથી પોલીસ કે
લશ્કર ની જરૂર ક્યાં રહે ? તેનો અર્થ તેવો પણ નથી કે શીક્સન
ક્ષેત્ર ના વાળાને રાજ નીતિ નું ભાન નહોતું। ચાણક્ય શિક્ષક હતા
, આચાર્ય હતા અને છતાં તેમને મજબુત ટીમ બનાવી ને રાજ્ય શાસન
ફેરવી નાખેલું પણ શિસ્ત ની મર્યાદા તેમના માંથી કોઈ ચુક્યા
નહોતા ચાણક્ય એ એક શિક્ષક , આચાર્ય અને એક પ્રધાન મંત્રી તરીકે પણ
ૃ રોલ અદા કરેલો। પરંતુ આજે આપને આદર્શ તરીકે ગુરુકુળ ને
સ્વીકારીએ તો ખરા પણ તેનું અમલીકરણ કેવી રીતે કરવું ? શિષ્ય ,
શિક્ષક , અને વહીવટીતંત્ર વચ્ચે જો યોગ્ય સંકલન જળવાય અને યોગ્ય
સહકાર અને સાથ ની તો શક્ય છે કે આપને આ સ્તર અવશ્ય ઊંચું
લાવી શકીએ। શિક્ષણ હંમેશા પ્રેરક અને સંસ્કાર પ્રદાન કરનારું
હોવું જોઈએ , માત્ર પ્રમાણપત્ર અને પદવી કે મોટો પગાર એ જ
માત્ર એક ધ્યેય હોય તે પુરતું નથી : સૌથી અગત્યાતાની વાત તો
સંસ્કાર ની છે : તે કયા બજારમાં મળે છે ?
મેં એક ઉદાહરણ 5-7 વર્ષ પહેલા પણ આપેલું , આજે
ફરીથી આપું : જયારે સહકારી બેંકો મુશ્કેલીમાં હતી ત્યારે ઘણા
નાના રોકાણકારોના રોકાણો ફસાઈ ગયા હતા , તે સમયે વૃદ્ધ માણસો
કફોડી હાલત માં મૂકી ગયેલા , તેમના સંતાનો તેમને રાખતા નહોતા .
માં બાપ ને બે ભાઈઓ વચ્ચે વહેચી દેતા હતા , તેમના વાર કાઢતા
હતા , મિલકત અને ઘર પડાવી લેવા કાવાદાવા કરતા હતા અરે ઘર પડાવી
લઈને માં બાપ ને રખડતા પણ કરી દેતા હતા ? શું કહેવું આ
સંતાનો ને ? કોણ વૃધ્ધો ને મદદ કરે ? અને જો કોઈ કહે તો જવાબ
મળે અમારા ઘરનો મામલો છે બીજા કોણ બોલવાવાળા ? જો આવો અઘટિત
વ્યવહાર કરનાર એક કોઈ શિક્ષણ જગત નો જ મોટો પગારદાર હોય તો ?
મહીને બે લાખ જેવી આવક ધરાવનાર મોટો હોદ્દો ધરાવનાર , ઉંચી
પોસ્ટ અને પદવી હોય યુનીવર્સીટીના જ વહીવટી કાર્યક્ષેત્ર ની
મર્યાદામાં આવતો હોય તો ? આપનાથી એમ કેમ કહેવાય કે એ તો તેમના
ઘરનો મામલો છે . આપને તો સંહ્સ્કાર ધામ ચલાવીએ છીએ। સંસ્કાર ધામ
ના શિષ્યો અને શિક્ષકો જ જો સંસ્કાર વિહોણા હોય તો કોણ
જવાબદાર ? ? વહીવટ ? સમય ?કે પછી નિયતિ ? વહીવટી વાળા અને
શૈક્ષણિક વાળા પાસે આશા રાખી શકાય જ કે તે આવા પ્રસંગે લાલ
આંખ કરી શકે અને વૃદ્ધ માં બાપ ને મદદ કરે જરૂર પડે તો
પોતાના કર્મચારીને વહીવટી તમાચો પણ મારવો પડે .: વહીવટી મર્યાદા
કે કાનૂની ભય રાખ્યા વગર સ્વવિવેક થી પગલા લાયી શકાય :
સમાજ અને શિક્ષણ અને સંસ્કાર ના સમર્થન માટે ગમે તે પગલું
લાયી શકાય અને ટએ કામ માત્ર સ્વતંત્ર શૈક્ષણિક અધિકારી જ કરી
શકે ": પછી ભલે તે માત્ર એક શિક્ષક હોય , આચાર્ય હોય , ઉપકુલપતિ
હોય ,કુલપતિ હોય કે કોઈ પણ વહીવટી વાળા હોય : સારા અને સાચા
કામ ને કાનૂની બંધન નડે નહિ
આજે કુલપતિનો હવાલો સંભાળનાર ડો. મુકુલભાઈ શાહ એક
કુશળ ડોક્ટર પણ છે , એક કુશળ વહીવટદાર પણ છે , શહેરના મેયર
તરીકે સેવા આપી ચૂકેલ છે , કુશળ રાજનીતિજ્ઞ પણ છે , એક સંપન્ન
કુટુંબ ની વ્ચ્યક્તિ છે , સંસ્કારી માતાનો તે લાડકો પુત્ર પણ છે
, આજે આટલા બધા બાળકો ના સંસ્કાર ની જવાબદારી તેમના શિરે
છે , બાળકો ને તે યોગ્ય માર્ગે દોરે , તેમનો ભય દુર કરે ,
આત્મવિશ્વાસ જગાવે , તે અવશ્ય સફળ કુલપતિ મ સાબિત થશે .જે રીતે ગણ
મેનો ,બાઉન્સરો વી। ને દુર કાર્ય , દ્વાર ખુલ્લા મુક્યા તે રીતે
સ્વવિવેક વાપરી ને સમાજ સંસ્કાર અને વિદ્યાર્થીઓના હિત માં જેમ
જેમ પગલા લેવાતા જશે તેમ તેમ તેમની અને તેમના વહીવટ ની છબી
અવશ્ય સુધારતી જશે . આપે મંત્રીશ્રીને અભીનાનાદન આપ્યા એકી
અનિષ્ઠ દુર કરવા બદલ અને મેં અલગ પત્ર લખીને ભુપેન્દ્રસિંહજી ને
અને વાસુ બેન ને એક કુશળ વ્યક્તિને સુકાન સોપવા બદલ પણ
અભિનંદન પાઠવેલ છે મને આશા છે કે આપની યુંનીવાર્સીતીને આપને
ગુરુકુળ ના પ્રથમ પગથીયે મૂકી છે। કુલપતિ શ્રી બાકીની બાદાનો સર
કરે . મારી હાર્દિક શુભેચ્છાઓ છે।
આદર અને સન્માન સાથે ,
આપનો વિશ્વાશું
ગુણવંત પરીખ
અમદાવાદ
17-8-13
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362
No comments:
Post a Comment