પ્રેષક
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
... . . પ્રવેશ પરિક્ષા..
કેટલીક શાખાઓ એવી છે કે જ્યા પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હોય છે . પ્રાથમીક તબક્કે જો તમે તેમા ઉત્તીર્ણ થાવ તો જ આગળ પ્રવેશ મળી શકે છે. જેમ કે રાજ્યન જાહેર સેવા આયોગ અને કેન્દ્રિય સેવા આયોગ ની પરીક્ષા માટે પહેલા પ્રીલીમીનરી પરીક્ષા આપવાની હોય છે અને તેમા ઉત્તિર્ણ થનાર ને જ બીજી મુખ્ય પરીક્ષા મા પ્રવેશ મળી શકે છે. આ તબક્કાવાર ની એક પધ્ધતી છે અને બન્ને પરીક્ષા યોગ્ય રીતે પસાર કરનાર ને જ રુબરુ મા મૌખિક વાઇવા માટે બોલાવવામા આવે છે. પધ્ધતી યોગ્ય ચકાસણી માટે રખેલી છે અને તે યોગ્ય પણ છે....જરુરી પણ છે તેમા પણ શંકા નથી .
પરંતુ તેની અમલવારી મા ક્યા કેવી ગરબડ થાય છે અને આ ગરબડો કેવી રીતે થાય છે તે મોટો પ્રશ્ન છે. જેમ કે હમણા ગુજરાત સેવા આયોગે વર્ગ 1 અને 2 માટેનિ જાહેરાત બહાર પાડી છે.જગાઓ તો જુજ છે અને તેની સરખામણી મા ઉમેદવારો નુ સંખ્યાબળ ઘણુ મોટુ છે. સ્વભાવિક છે કે દરેક ઉમેદવાર આશા રાખે કે તે પોતે પસન્દ થાય્ -પણ તે તો શક્ય નથી. અને ઉમેદવારની આ માનસીકતાને નજરમા રાખીને કેટલાક ધન્ધાદારી તત્વો મેદાનમા આવી જાય છે. વ્યવસાય હોય અને જો તન્દુરસ્ત વ્યવસાયિ હરીફાઇ જ હોય તો તો જાણે થીક વાત છે પણ અહીયા તો રીત્ સર મોરચા હોય છે. પરીક્ષા માટેની સાધનસામગ્રી -પુસ્તકો ગાઇડ અન્ય વિવિધ પ્રકાશનો વિ.વિ. હોય ફ્યા સુધી પણ બધુ બરાબર છે. પરંતુ એક એવો મોરચો ખુલે છે જે ઉમેદવાર ને લાલચ આપે છે કે તમોને ઉત્તિર્ણ કરવાની જવાબદારી અમારી. તમે અમારી સાથે જોડૈ જાવ અમે કહિએ તેમ કરો ૢ ફી તે મુજબ ની ભરો અને તમે ઉત્તિર્ણ થૈ જશો. આ મોરચાનુ કહેવુ છે અને ઉમેદવારોનુ માનવુ પણ છે કે વગર મહેનતે માત્ર થોડો વધારે ખર્ચ કરવાથિ જો પાસ થયી જવાતુ હોય તો શુ ખોટુ છે અને આ માનસીકતા ધરાવનાર વર્ગ વિશાળ છે. અને આ વિશાળ વર્ગ્ ની માનસીકતાનો ગેરલાભ લેવા વ્યવસાઇ વર્ગ સજ્જ બની જાય છે.
એક મીનીટ માટે માની લયિએ કે આપ્રકારનિ ખાત્રી આપનાર વર્ગે કોઇ સરસ સેટિંગ પણ કરી દિધુ હોય અને ગરબડ કરીને કોઇને ઉત્તિર્ણ કરાવી પણ શકે આ કોઇ એક વ્યક્તિનુ કામ નથી આખિ એક મોટી ગેંગ હોવાની અને ગેંગ મા ભાગીદારો પણ વધારે હોવાના..દરેક્ને મોટા હિસ્સા ની અપેક્ષા પણ હોય અને આ અપેક્ષા પુર્ણ કરવા માટે તે જેટલી જગા હોય તેના કરતા અનેક ઘણા ઉમેદવારો પાસેથી નાણા ઉઘરાવી લે છે અને પછી શુ થાય તે સમજી શકાય તેવી વાત છે.કહેવત છે કે લોભિયા હોય ત્યા ધુતારા ભુખે ના મરે ...... લોભિયા જ ... મરે. .પણ માત્ર લોભીયા જ નથી મરતા તેમની સાથે અનેક સાચા ..પ્રતિભાશાળી અને મહેનતુ ઉમેદવારોનો પણ કચ્ચરઘાણ નીકળી જાય છે. જો એક સાવ નાની ગણાતી તલાટિની જગા માટે એક મોટુ કૌભાંડ બહાર આવ્યુ તો પછી વર્ગ 1 અને 2 જેવી મોટી જગાઓ માટે કેવી કલ્પનાઓ કરવાની .
આ તો સામાન્ય વાત થયિ એક અન્દર્ના સેટિંગ ની પણ પડકારી ના શકાય તેવા ખુલ્લા સેટીંગ ની પણ કલ્પના કરવા જેવી છે. પરીક્ષાની તૈયારી માટેની સાધંસામગ્રી પુસ્તકો વિ.વિ. તથા તલીમ વર્ગો સલાહકારો ૢ ટ્યુટરો શિક્ષકો મદદનિશો .......ના ગમે તેવુ ઉદાહરણ અને સરખામણિ આપુ ...હોટેલ મા જાવ ત્યારે જેમ દરેક ચીજ નો અલગ અલગ ભાવ ..પાણીના એક પ્યાલાનો પણ અલગ ભાવ અને પાણીનો પણ અલગ ભાવૢ ...પુસ્તકનો ભાવ્..પ્રશ્નોનો ભાવ...જવાબો નો પણ ભાવ અને લખવાનિ પધ્ધતિ જાણવાનો પણ ભાવ ......વાત આટલેથી જ નથી અટકતી ...આગળ વધીને અગત્યના પ્રશ્નો જાણવાનો પણ ભાવ અને પરીક્ષાના પ્રશ્નો જાણવાનો પણ ભાવ્ ..પેપરો ફુટિ જતા હોય છે ને ...પછિ માર્ક મુકવાનો અને માર્ક વધારવાનો પણ ભાવ ...કેટલુ મોટુ બજાર ....
ખુલ્લા બજારમા સાચો ઉમેદવાર અને સાચો વિદ્યર્થિ કેવીરીતે ઉભો રહી શકે ...બુમો પડતી જતી હોય છે અને ચાલતુ હોય તેમ ચાલે રખે છે...તલાટી વાળુ કૌભાંડ આવ્યુ પણ ખરુ અને ભુલાઇ પણ ગયુ ....પી.એચ્.ડી. પ્રવેશ માટે પણ આવુ જ કૌતુક સમાન તુત બહાર આવ્યુ..એક સક્ષમ જવાબદાર અધિકારી સમાન ડીન ની કક્ષાની વ્યક્તિ કબુલ પણ કરે છે ...તેમના બચાવમા પણ એક વર્ગ ઉભો થયિ ગયો છે અને જેમને પ્રવેશ મળી ગયો છે તેમના બચાવમા પણ એક વર્ગ ઉભો થયિ ગયો છે......તે એમ કહે છે કે નિર્દોષ વિદ્યર્થિઓનો શો દોષ ...જો વિદ્યાર્થી સક્ષમ હોય અને નિર્દોષ પણ હોય તો તેનો દોષ નથી પણ જો સક્ષમ છે અને નિર્દોષ પણ છે તો ડીને કબુલાત કેવી રીતે કરી અને એ વિદ્યથિઓ કેવીરીતે જપટમા આવી ગયા ...
આ અભ્યાસનુ ક્ષેત્ર છે ..શિક્ષણ નુ ક્ષેત્ર છે. શિક્ષણના ક્ષેત્રની એક ગરીમા છે અને તે જાળવવા માટે કુલપતિ જેવી પ્રભાવશાળી વ્યક્તિ પણ છે જે વિવાદોથી પર છે. અને આવા કૌભાંડો મા તેમને રસ હોય જ નહી. તેમ્અને તેમની રીતે નિર્ણય લેવા દેવો જોઇયે કોઇએ પણ કોઇ પ્રકારનુ અઘટીત દબાણ લાવવાનો પ્રયાશ કરવો જોઇયે નહી. તેમની પાસે અબાધીત સત્ત છે અને તેમને તેમની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવાદેવો જોઇયે .. તેમન હૈયે વિદ્યાર્થિનુ હિત વસેલુ જ છે પણ જો વિદ્યાર્થિ સક્ષમ નથી તો જ તે આ ગરબડ મા આવી જાય્ અન્યથા ડીન શા માટે કબુલાત આપે છે ...તેમની પાસે પણ એક અબાધિત સત્તા છે . સ્વવિવેક છે તેનો તેમણે કેવો અને કેટલો ઉપયોગ કર્યો અને કેવીરીતે કર્યો ....
ચગડોળે ચઢી ના હોય તેવી એક બાબત પણ છે કે જેમા પી.એચ્.ડી. ના ગાઇડ પસંદ કરવા અને ગાઇડની મંજુરી આપવાની....એવા ગાઇડ ને મંજુરી અપાયેલી છે કે જેમની ક્ષમતા શંકાથી પર નથી અને જેમનુ નિતીનુ અને આચાર સન્હીતાનુ ધોરણ નિચુ હોય ...શિક્ષણ નુ ક્ષેત્ર આચાર સહીતાના ધોરણ ને અવગણી શકે નહી સંસ્કારહીન શિક્ષક માટે શિક્ષણ નુ ક્ષેત્ર નથી આવા શિક્ષક સમગ્ર શિક્ષણ ક્ષેત્રને બદનામ કરે છે.
પ્રવેશ એ પ્રારમ્ભિક પગથિયુ છે અને ત્યા જ રોક આવિ જાય તે જરુરી છે.તે પછીના ચઢાણ ઓછા કપરા નથી. સર્વોચ્ચ પદવી મેળવવી એટલી સહેલી નથી જ કે આલીયા માલીયા પણ તે મેળવી જાય અને છતા મેળવી જાય છે તે હકીકત છુપાવી શકાય તેમ પણ નથી. મરી પાસે એવા ઉદાહરણ છે કે જેમા ગુજરાતની એક યુની. એ બે ઉમેદવારોને આ પદવી આપી છે તે ઉમેદવારો ઇંગ્લીશ મા એક ફકરો તો ઠીક એક વાક્ય પણ લખી કે બોલી શકત નહોતાૢ તેમની થીસિસ ની પ્રસ્તવના પણ્ અન્ય કોઇએ લખી આપી છેૢ અને થીસીસ નુ લખાણ અને અન્ય સશોધન કર્ય કોઇ બિજાએ કરેલુ છે અને તે પણ બેઠિ ઉઠાંતરિ થી ૢ ક્યાક્થી મેળવીને અને કોપી કરીને પેસ્ટ કરી ને આધુનિક્ ટેકનોલોજી નો ઉપયોગ –દુરુપયોગ કરીને થીસિસ રેડી અને તે જ રીતે વાઇવા અને મૌખીક ટેસ્ટ પણ મોટી પાર્ટી અને ભેટ સોગાદો સાથે આપી ને પદવી મળિ જાય . જો પી.એચ્.ડી ની પદવી આ રીતે મલતી હોય તો સ્વભાવીક રીતે જ અનેક ખમતીધરો આ પદવી ઉપાડિ જાય અને ખરીદી પણ શકે. અને શક્ય છે કે અનેક ઉમેદવારો એ આ પદવી આરીતે જ ખરીદી હોય્ આ મુદ્દો વહીવટીતંત્રનો છે અને તેની ચકાસણી વહીવટે કરવાની છે પણ મારો મુદ્દો તો નીતીમત્તા અને આચાર સહીતાનો છે. આ રીતે મફતન ભાવે ૢ ગુણવત્તા કે લાયકાત વગર આવી પદવી મેળવનાર ઉમેદવાર કેવો બેફામ્ બેકાબુ ઉધ્ધત ઘમંડિ અભીમાની બની જાય છે અરે એટલી હદે કે તે જે માબાપના ઘરમા રહે છે તેમને પણ ધમકિઓ આપે ૢ ગળો ભાડેૢ મારજુડ કરે ઘરમાથી કાઢી મુકવાનિ ધમકિઓ આપે ૢ ઘરમા ઘુસીને તોડ્ફોડ કરે ૢ હાથ ઉગામી જાય ૢ મારી જાય અને સગા મા બાપ્ ને હેરાન પરેશાન કરી મુકે આ કેવી નૈતીકતા અને લાયકાત એક ઉચ્ચ પદવીધારી પ્રધ્યાપકની જે હિમ્મતથી એમ પણ કહે છે કે જાવ પોલિસ પાસે પોલિસ મારુ શુ તોડી લેશે હુ બે કલાક મા તો બહાર આવી જયિશ અને પછી તમે ક્યા જશો. 70 -75 ની વયના મા બાપ આ ધમકી અને દલીલ સામે કેટલુ ટકે યુનિ. કદાચ એમ કહે કે આ તો તેમના ઘરનો મામલો છે અને પોલીસ પુરાવા માગે તો આ વ્રુધ્ધ યુગલ ક્યા બચાવ શોધવા નિકળે / બસ એના ભાગે તો રીબાવાનુ જ રહે . ઉચ્ચ શૈક્ષણીક સંસ્થામા શિક્ષણ આપતા ઉચ્ચ પદવી ધારી મોટો મસ પગાર મેળવતા શિક્ષક –પ્રાધ્યાપક ઘર પડાવી લેવા ની લાલચ્ મા પોતાના જ માબાપ ને ધમકિઓ આપે મારજુડ કરે અનેક વીધ રીતે હેરાન કરે આમા ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ કશુ જ ના કરી શકે સંસ્થાન વડા તરીકે કોઇ એક સવેદનશીલ અધીકારી હોય છે જે યંત્રીક રોબોટ નથી કે ચાવી ચઢવેલ પુતળુ પણ નથી. તે અવશ્ય સારો ઉપાય શોધી શકે. હુ આજે પન જણાવુ છુ કે આવી બાબત ભલે પોલીસ્ ના અધિકારનિ હોય પણ સંસ્થાના ધોરણ ને નજરમા રખીને પણ હુ પોલીસ કરતા સંસ્થાન વડાને રજુઆત કરવાનુ પસન્દ કરીશ અને આડ કતરી રિતે મે આ રજુઆત કરી જ દીધી છે. હુ આશા રાખુ છુ કે લગતા વળગતા તમામ બેસતી પાઘડી ની ચિંતા કર્યા વગર સકારાત્મક કાર્યવાહી કરશે તો જરુર સારો રસ્તો નિકળશે . આ મેલ ની નકલ હુ એસ્.પી.યુની. ના કુલપતીશ્રી ને પણ મોકલુ છુ જ્યા પણ એક ઉચ્ચ અધીકારી પ્રધ્યાપક કક્ષાની વ્યક્તિ ચારિત્ર્ય ખંડન બાબત શકના દાયરામા છે અને તેમણે અને તેમન વિભાગે પણ આ ઉચ્ચ પદવીઓ માટે ભલામણ કરેલી છે અને મંજુર પણ્ થયેલ છે. નામ જોગ કોઇના ઉપર ટિકા કરતો નથી પરંતુ ગાઇડ તરીકે તેમના વિદ્યર્થીને પ્રવેશ આપતા પહેલા અને પરવેશ આપ્યા પછી પણ તેમના વિદ્યાર્થિનુ નૈતીક ધોરણ પણ ચકાસી લે તે જરુરી છે.
કોઇક વાચક જરુર એમ કહેશે કે આવા પદવીધારિઓની પદવીઓ પાછી મેળવી લેવી જોઇયે અથવા આવા પદવીધારીઓ જેમને યુનિ. એ તેમનુ ધોરણ જણ્યા વગર ગાઇડ બનાવી દીધા હોય તેમનિ ગાઇડ્શીપ પરત મેળવિ લેવી જોઇયે. જો કે આ નિર્ણય કુલ્પતિશ્રી પોતે સ્વવિવેક અને આચાર સહીતા મુજબ લયિ શકે છે. કુલપતિશ્રીના સ્વવિવેક ઉપર કોઇ આલોચના જરુરી નથિ . યોગાનુયોગ ગુજરાત યુની. ના વી.સી. પણ એસ્.પી.યુની. ના જ વિદ્યાર્થી હતા હુ પણ એ જ યુની. ની પ્રથમ બેચ નો વિદ્યાર્થિ હતો અને મને પણ તે યુની. માટે ગૌરવ અને માન છે .ગુજરાત ની યુનીવર્સીટી ઓ ને માત્ર રાષ્ટ્રિય કક્ષાનો જ નહી વિશ્વ કક્ષાનો દરજ્જો મળે તેવિ મારી અભીલાષા છે.
ગુણવંત પરીખ
11-9-14
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment