વૈષ્ણવ સપ્રદાયના મન્દિરો - હવેલી તરીકે ઓળખાય છે .વર્ષ દરમિયાન વાર્ તહેવારે અનેક ઉત્સવો પણ ઉજવાતા હોય છે. મદીરના ઉત્સવો ખુબ ધામ ધુમ થિ ઉજવાતા હોય છે. આવા કેતલાક યાદગાર ઉત્સવો પૈકી ડોળ ઉત્સવ જે હોળી ધુળેટી ઉપર ઉજવાય છે ૢ ક્રુષ્ણ જન્મ એટલે કે જન્માષ્ટમી નો ઉત્સવ પણ દેશ ભરમા ભવ્ય ધામધુમ થી ઉજવાય છે...તે પછી પલના ...પારણા .. અને આવા અનેકવિધ ઉત્સવ ઉજવાય છે. વાર તહેવારો ઉપર કેટલાક દાતાઓ શ્રી જી સમક્ષ છપ્પન ભોગ નો ઉત્સવ પણ મનાવે છે. દેવુ માનવામા આવે છે કે છપ્પન ભ્ગ મનોરથ મા ભગવાનનિ સમક્ષ છપ્પન પ્રકારના ભોગ - સમગ્રી ધરાવવામ આવે છે. મત્ર નાના બાળકો જ નહી મોટેરાઓ પણ દર્શન કરતી વખતે ભગવાનના દર્શન કરવા ને બદલે ભોગ ના થાળ ના જ દર્શન કરે છે. .આવો જ વાર્ષિક ઉત્સવ એટલે બેસતા વર્ષે ઉજવાતો અન્ન કુટ નો ઉત્સવ્ ..વૈષ્ણવ હવેલીનો શિરમોર સમાન ઉત્સવ અન્ન – કુત નો ઉત્સવ મનાય છે. આ ઉત્સવ ની તૈયારીઓ મહીના અગાઉ થી શરુ થાય છે. .અનકુટ સમયે શ્રી જી ને ધરાવેલ થાળ મા અનેક ચીજો હોય છે. –ગણી ગણાય નહી તેટલી વાનગીઓ .. ફરસાણ ..અનેક પ્રકારના શાકભાજી ...લીલો મેવો સુકો મેવો દાળ કઢી ......શુ બોલુ ...શુ લખુ જોનારા ભગવાનના દર્શન કરવાને બદલે થાળ ના જ દર્શન કરતા હોય છે.. વાનગીઓની સુગન્ધ ચારે બાજુ ફેલાતી હોય છે. અન્નંકુટ ની સામગ્રી એટલે સર્વ શ્રેષ્ઠ સામગ્રી જ હોય તેમા બે મત નથી.
એક નાની સરખી વાર્તા છે -એક નાની છોકરી –શકરી – અન્નકુટ ના દર્શન કરવા ગયી-વાનગીઓના થાળ જોઇને તેના મા મા પાણી આવી ગયુ. બિરંજ ના ભાતની સુવાસથી તે એટલી બધી પ્રભાવિત બની ગયી કે તેણે પુજારીજીને વિનંતી કરી કે પુજારી બાપા મને બિરંજ નો પ્રસાદ આપો. ....પુજારી એ તેને ખખડાવી નાખી - જે જે બાવાનો પ્રસાદ ના મળે ભાગ અહિથી .. પણ શકરી ભાગિ નહી અને પુજારીજીને વિનવતી જ રહી આથી પુજારી એ મજાક કરી - જો શકરી -તારે જે જે બાવાનો પ્રસાદ જોઇયે તો માત્ર બિરંજ જ નહી આખો થળ તને અપાવુ ...પણ એક શરત - શકરી કહે કોઇ પણ શરત મંજુર --પુજારી એ કહ્યુ જો તુ કાલથી આખુ વર્ષ મન્દીરની તમામ સેવા કરિશ - સવારે 5 થી રાત્રિના 10 સુધી મન્દીરનુ તમામ કામ કરીશ તો આવતા વર્ષનો અન્નકુટ નો આખો થાળ તારો ..... શકરી ખુશ થયી ગયી . આખુ વર્ષ તેણે સેવા કરી. અને બીજા વર્ષે બેસતા વર્ષે અન્ંકુટ નો આખો થાળ પણ મલ્યો.......શકરી ખુબ ખુશ હતી આજે એને બિરંજ તો મળશે જ પણ સાથે સાથે છપ્પન ભોગ નો થાળ પણ મલ્યો ....થાળ સાથે તે હવેલીના પગથિયા ઉતરતી હતી તે સમયે સામે એક ભિક્ષુક મલ્યો અને ભિક્ષુકે શકરી સામે હાથ લમ્બાવીને કહ્યુ ભિક્ષામ દેહી ...શકરી હેબતાઇ ગયી .. શકરી ને પાપાજી એ કહેલુ કો જો કોઇ ભિક્ષામ દેહી કહીને કશુ માગે તો હાથમા જે હોય તે આપી દેવાનુ .....શકરીના હાથમા તો આખા વર્ષ ની સેવાનુ ફળ હતુ પ્રસાદનો થાળ --હવે શુ થાય -શકરી એ તો તેમાથી કશુ ચાખ્યુ પણ નહોતુ અને ભિક્ષુકે ભિક્ષામ દેહી કહી દીધુ ---વાર્તાની પરાકાષ્ઠા એ છે કે શકરી એ આખો થાળ ભિક્ષુકને આપી દીધો.
પણ હવે જે જણાવુ છુ તે વાર્તા નથી - વાસ્તવિકતા છે. . પરદેશના એક મોઘેરા મહેમાન આપણા મહેમાન બન્યા .ભારતિય સંસ્ક્રુતિ મુજબ મહેમાન --અતિથિ દેવો ભવ --આપણા માટે દેવ સમાન છે. અને આપણે તેનુ પરમ પરાગત રીતે સ્વાગત અને મહેમાનગીરી કરીયે જ છિયે. .મહેમાન માટે રસોઇ મા શુ બ્નાવવુ તે માટે બેઠક મળી અને બેઠક્મા મહેમાન માટે મેનુ નક્કી થયુ. મેનુ વાચીને એમ લાગ્યુ કે આ મેનુ જોતા તો હવેલીના અન્નકુટ અને છપ્પન ભોગ પણ ફિક્કા લાગશે—અહિયા તો છપ્પન ભોગ નહી પણ એકસો છપ્પન ભોગ જણાતા હતા -માધ્યમો દ્વારા પ્રકાશિત સમાચાર મુજબ 150 ચિજ નુ લિસ્ટ હતુ જેમ કે -- બાસુદી -આમ રસ - રબડી- મેંગો મઠો-શ્રિખંડ - હક્ક હલવો - ગજરનો હલવો - દુધીનો હલવો - બીટનો હલવો -બદામનો હલવો – ગુલાબ જામુન -જિરાલુ –લસનિયા બટાટા નો શાક – રિંગણનુ ભરથુ –રિંગણ નો ઓરો –મનચૌ મુઠિયા –ભજિયા બટાટા અને રતાળુ -બટાકા વડા – કચોરી -સુકી કચોરી –ઉપમ - સિજવાન ઉપમા –હોટ એંડ સોર રબડી –ફ્રાઇડ ખમણી- ખમણ – ઢોકળા –પાત્રા- રોટલી - ચપાટી - પુરી- પરોઠા - વેઢમી –બજરીન રોટલા – ખિચડી- કઢી –પુલાવ - શકરી નો બિરંજ -----શુ લખુ અને શુ ના લખુ --મેનુ ની દરેક ચીજ લખાય તો પુસ્તક ભરાઇ જાય -----આમાથી મહેમાને શુ ખાધુ હશે -- શુ ચાખ્યુ હશે - અને જે બધુ વધ્યુ તેનુ શુ થયુ - અન્નકુટ અને છપ્પન ભોગ મા તો બધો પ્રસાદ છેવટે પ્રસાદ તરીકે અનેક ભક્ત જનોના હાથમા પણ આવે છે પરંતુ આ 156 ભોગ નો પ્રસાદ કોના નસિબ મા આવ્યો હશે –શકરી તો નહોતી- શકરી જેતલી સેવા કોણે કરી હશે –અન્નકુટ હોય ૢ છપ્પન ભોગ હોય કે 156 ભોગ હોય થાળ નો ખર્ચ તો ભક્તોના શિરે જ હોય -પહેલા બે ભોગ મા તો પ્રસદ મલે પણ્ ખરો પરંતુ ત્રિજા ભોગ ના પ્રસાદ ની ખબર નથી કે કોને કોને પ્રસાદ મલ્યો.—કમસે કમ મેનુ ની ચીજ વસ્તુઓના નામ તો જાણવા અને જોવા વાચવા મલ્યા-
ક અન્નકુટ અને છપ્પનભોગ ની રસોઇ બનાવવા માટે ખ્યત નામ રસોઇયાઓ જ હોય -બહારથી પણ બોલાવવા પડે - તજજ્ઞો જ જોઇયે –તેની આલોચના કરવાની ના હોય 156 ભોગ માઅટે પણ તેવી જ જોગવાઇ કરવી પડી હશે - મન્ય રાખી શકાય પરંતુ ખર્ચ અને પ્રસાદનુ સમિકરણ કેવી રીતે બેસાડવુ –મહેમાન માટે તેમને ગમતી ભાવતી ચીજ બને અને બનાવાય તે મહેમાન ગતીનો ભાગ છે પણ યજમાનનિ કોઇને ચિતા છે ખરી કે યજમાન શુ કરશે –અગિયારસ ના મેનુ માટે એક યજમાને ભોગવેલી મુશ્કેલી પણ જાણવા જેવી છે. અગૌ થી જણાવવામા નહોતુ આવ્યુ કે અગિયારસ નો થળ બનાવવાનો છે છેલ્લી ક્ષણે મેનુ આવ્યુ અને દોડાદોડ મચી ગયી..... રજગરાનો શિરો –મોરૈઇયાનિ ખિચડી સબુદાણાની ખિચડી- બટાટાનિ સુકી ભજી -ફરળી કઢી –અને બીજી અનેક ચિજો - અને તે પણ એક અંતરિયાલ પ્રદેશ મા આ બધુ ગોઠવવાનુ - પાડ ભગવાનનો બધુ સમે સુતર ગોઠવાઇ ગયુ –હવે વાત આવી ખર્ચની –કેટલો ખર્ચ થયો તે વાત બાજુ પર -નો કોમેંંટ્—પણ પરંતુ મહેમાનો એ ભોજન ખર્ચ પેટે સરકારી નિયમ મુજબ ચાર રુપિયા અવશ્ય આપેલા ....ખર્ચ ચારસો -બિલ ચાર નુ અત્રે આ નામો આપવા જરુરી નથી કોઇને ક્ષોભજનક હાલત્મા મુકવાની મરી ઇચ્છા નથી પરંતુ - તેની સામે એક નેક પ્રમાણિક અધિકારી નામ લેવામા વાધો નથી ડો.પ્રણવ ખરોડ ના પિતાશ્રી મુખ્ય ઇજનેર ખારોડ સાહેબ્ -જેમણે ઘરનુ લાવેલુ ફરાળ ખાધુ અને એક જ ડીશ ના પચાસ ચુકવ્યા. હુ સ્પષ્ટ પણે સ્વિકારુ છુ કે મહેમાન હોય ૢ વિષેશ મહેમાન હોય ૢ માનીતા મહેમાન હોય તેમની સરભરા કરવી તે ફરજ છે તેની કિમ્મત ના ગણાય –પરંતુ અતિશયમ સર્વત્ર વર્જયેત ---------
અન્ંકુટ્ નો પ્રસાદ આરોગવો હોય તો ભેટ તો મુકવી જ પડે ને --------કદાચ કિમત પણ ચુકવવી પડે- પણ બધુ મર્યાદામા શોભે .......અન્નકુટ હોય -છપ્પન ભોગ હોય કે પછી રાષ્ટ્રિય મહેમાન હોય કે સરકારી મહેમાન હોય દરેક બાબતે આ વિચારણા માગી લે તેવો મુદ્દો છે. માત્ર આલોચના પુરતી નથી. જ્યારે એક બાજુ અનેક ને બે ટંક ખાવાના પણ સાસા છે ત્યારે બીજી બાજુ 156 ચિજોનો સમાવેશ થતુ મેનુ અને ભોજન લેનાર માત્ર 5-25 મહાનુભાવો - બાકી બધુ ભોજન કોના પેટમા ગયુ હશે ----આલોચના શોભે નહી આચરણ્ જરુરી છે ....સમજદારી બજારમા નથી મળતી ......સમજનેવાલે સમજ ગયે હૈ......
ગુણ વંત પરીખ્
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment