Letter to v.c.

પ્રેષક --
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.

સ્નેહીશ્રી  મંગુભાઇ

     આપની  કુશળતા  ઇચ્છુ છુ.
આપણુ  પ્રથમિક ધ્યેય  યુનીવરસિટીને  સર્વોચ્ચ  મોભો  આપવાનુ  અને  અપાવવાનુ  છે. માત્ર  ગુજરાત  જ નહી પરંતુ  દેશ અને  દુનિયાભરમા   ગુજરાત  યુનિવરસિટી પ્રથમ  હરોળ મા આવે  તે  સિધ્ધ કરવાનુ  આપણુ  કામ  છે. આ  પડકાર નાનો સુનો  તો  નથી  જ   અને  પડકારને  પહોચી  વળવા  માટે આપણે  પુરા  સક્ષમ  પણ છિયે  જ પરંતુ  કેટલાક  બિન જરુરી  વિવાદો  કદાચ  આપણો  પીછો  છોડ્તા  નથી.   અને  તેને  કારઁએ  આપ્ણી  તમામ  શક્તિવિવાદો  પાછળ ખરચાઇ જાય  છે..વિવાદો  પાછળ કોણ  -કેવા  -કેટલા જવાબદાર  છે  તેની  ચર્ચા કરવી  જરુરી  નથી-પ્રચાર  માધ્યમો તેની  રીતે  તેનુ  કામ  કરે  રાખે  છે  અને  તેનાથી  બીનજરુરી  વિવાદો  ઘેરા  બને છે.
     મે  આપને  અગાઉ  પણ્ જણાવેલ  કે   આપની  પાસે  સ્વવિવેકને  અનેક  સત્તા  છે  જ  -આપ  કોઇ  પણ  નિર્ણય  આપની  રીતે  સ્વતંત્રરીતે  લેવા  સક્ષમ  છો  જ  -દરેક  બાબતે  લોકશહી  ઢબે   નિર્ણય  લેવા  માટે  સમિતિઓ  રચવાની  જરુર  નથી. અને  માનો  કે  સમિતિ  રચાઇ  જ  ગયી  છે તો  સમિતિના  અહેવાલ  ઉપર  પણ  નિર્ણય  લેવાનો  આપનો  જ  હક્ક અને  અધિકાર છે. સમિતિ  તટસ્થ રહીને  જ  નિર્ણય  લેશે  તેની  ખાત્રી  આપ્ને  કે  મને  નથી  -  જાહેરમાતો  એવુ  આવ્યુ  એકે  સમિતિ એ  પોતાનો  હીસાબ  ચુકતે  કરવા  જેવુ  કામ  કર્યુઅને  તે  હિસાબ  સાથે  આપને  લેવા દેવા  જ  નથી..હુ  સમિતિ  કે  પાછલા  હિસાબો ની વિગતોનુ  વિષ્લેશણ  કે  આલોચના  નથી  કરવા  મગતો  કે  તેના  ઉપર  સ્પષ્ટ નિર્દેશ  પન  નથી  આપતો. પણ  મિડીયા  આ  પ્રશ્નને  વિવાદીત  પ્રશ્ન  બનાવી  મુકે  છે  તેની  કાળજી  તો  આપે  જ  લેવી  પડે.

    આપણે  સ્વિકારીયે  છિયે  કે  પત્ર કાડ  મામલો  ઓછો  ગમ્ભીર  નથી.   પણ  તે  મામલો   માત્ર  યુનિવર્સીટી  માટે  જ  શરમજન્ક  છે તેવુ  નથી  - સમગ્ર  સમાજ  માટે  તે  શરમજનક  બાબત   છે. આ  મામલામા  એક  પુરુષ  અધાપક  નૈતિક ધોરણે  તેમના  સાથી  મહિલા  કર્મચારીઓ  સાથે  અજુગતુ  વર્તન  કરે  છે   અને  તે  ગુનેગાર  છે  જ  --એટલા  માટે  જ  નહી  કે  તે  મહિલાઓ  તેમની  સાથી  કર્મચારીઓ    છે  - કોઇ  પણ    મહિલા  સાથેનુ  આ પ્રકારનુ  વર્તન  -  પછી  તે  મહિલા  ગમે  તે  હોય  -  નોકરી  કરતી  હોય  અન્ય  કોઇ  મહિલા  હોય્-તેમના  કુટુબ ની  કોઇ મહિલા  હોય  કે  રસ્તે  પસાર   થતી  કોઇ  મહિલા  હોય કોઇ પણ  મહિલા  હોય  -  પણ  આપણા  અધ્યાપકનુ  નૈતિક  ધોરણ   નીચુ  ના હોવુ  જોઇયે  તે  આપણી  આદર્શ  યુનિવર્સીટીની  માગ  છે..પુરુષ  અધ્યાપકે  સંસ્થાની  જ  મહિલા સાથે  આ  વર્તન  કરેલ  છે  માટે  જ  તેઓ  જવાબદાર છે  તે  પુરતુ  નથી  -  કોઇ  પણ  પુરુષ અધ્યાપક  -કોઇ  પણ  મહિલા  સાથે   આવુ અપક્રુત્ય   કરે  - ગમે  ત્યા  કરે  -  ગમે  તેની  સાથે  કરે  અને  તે  બાબતની  જાણ  જો  યુનિવર્સીટીને  થાય  અથવા  કરવામા  આવે તો  પણ  યુનિવર્સીટી  તે  પુરુષ અધ્યાપક  સામે  અવશ્ય  પગલા  લેવા સક્ષમ છે-તેના   માટે  સમિતિ  રચવાની  જરુર  નથી -  આપ સ્વયમ  અધિક્રુત  છો  જ  -પુરુષ   અધ્યાપક્  -કોઇ  પણ  પુરુષ  કર્મચારી  નૈતિક  ધોરણે  જો  અનૈતિક  કાર્યો  કરે  તો  તેન  ઉપર  પગલા  લેવા માટે   આપ હક્કદાર  છો   તે  આપની  સતા  છે  જ 

     આપે  નિયુક્ત  કરેલી  સમિતિ  સમક્ષ  આવેલ  તથ્યો તો  એવુ  પણ  જણાવે છે  કે  માત્ર  પુરુષ  કર્મચારી  જ  ગરબડ  કરે છે  તેવુ  નથી  -  જો  કોઇ  મહિલા  કર્મચારી  અથવા  કોઇ   મહિલા  પણ  આવુ  જ  આ પ્રકારનુ  વર્તન  કરે  -વ્યક્તિગત   હિસાબ  ચુકવવા  ને  માટે  થયીને  આક્ષેપો  કરે  -  અથવા  મહિલા  કર્મચારી  કે  મહિલા  અધ્યાપિકા  પણ  જો કોઇ  પણ  પ્રકારનુ  અનૈતિક  ક્રુત્ય  કરે  -  પછે  ભલે  તે  ક્રુત્ય   તેણે  અથવા  તેણીએ  ગમે ત્યા  આચર્યુ    હોય  -  પણ  જો  તે  આપણા  જ  કર્મચારી  હોય  તો  સજાને  પાત્ર  છે  અને  તેમને  સજા કરવી  તે  આપનો  અધિકાર  છે  -  તે  માટે  સમિતિ  રચય જ અથવા  સમિતિનો અહેવાલ  આવે  ત્યા  સુધી   રાહ  જોવી  જરુરી  નથી  -આ  આપનો સ્વવિવેક નો  અબધિત  અધિકાર  છે..
      આપણી  યુનિવર્સીટી  એ શૈક્ષણિક  ઉચ્ચ શૈક્ષણિક શિક્ષણ  આપતી  -નૈતિકતાના મુલ્યો  સ્થાપિત  કરતી  સંસ્થા  છે  - આપણે  તેના  મુલ્યોનુ  અવમુલ્યન   નથી થવા દેવુ .આપણી  યુનિવર્સીટીના  કોઇ  પણ  કર્મચારી -  શૈક્ષણીક  કે  બિન  શૈક્ષણિક કર્મચારી -  જે  પણ  હોય  તેનુ  નિતિનુ  ધોરણ નિચુ  હોય  તે  સ્વિકાર્ય  નથી આપનો કર્મચારી  એમ  કહી  જ  શકે  નહી  કે  અમે  કેમ્પસ ની  બહાર ગમે  તે  કરીયે  - કોઇ  એ નહી  જોવાનુ  તે  આપણા  કેમ્પસના  છે  અને  તેના દરેક  કામ  ઉપર  દેખરેખ  રખવાનો  તમરો  હક્ક  છે.
    પ્રજાનો  શિક્ષણ સંસ્થાઓ  પ્રત્યેનો વિશ્વાસ  ડગી  જાય ઉચ્ચ  બુધ્ધી જીવી  વર્ગ  પ્રત્યે લોકો  તિરસ્કારથી  જોતા   થાય  તે  આપણી  સંસ્થા  માટે  શરમજનક  કહેવાય અનૈતિક  અને  ગુનાહિત  કાર્યવાહીઓ વચ્ચેની  ભેદરેખા  બહુ  સુક્ષ્મ  છે  પરંતુ  આપણા  માટે  તે  બન્ને પ્રકાર  - અનૈતિક  અને  ગુનાહિત  -  સરખા  જ  છે  અને  અસ્વિકાર્ય  છે. શિક્ષણ  સંસ્થા  એ  નિતિનુ  ધામ છે  -દેવી  સરસ્વતીજીનુ  મન્દીર   છે  -  તેની  ગરીમા  જાળવવાનુ  કામ  આપણુ   છે  -  અને  આપ  આ  મન્દીરના  પુજારી  છો  આપનુ  સ્થાન   ગૌરવવંતુ  છે  તે  દીપી  ઉઠે   તેવી  મારી અપેક્ષા છે   

I  am  always with   you to project your  image  and personality........

આદર  અને  સન્માન  સહિત

આપનો  વિશ્વાસુ
ગુણવંત  પરીખ્

To
Shree  Mangubhai Patel
Vice  chancellor
Gujarat  University
Ahmedabad

14-10-14

No comments:

Post a Comment