મોઘવારી
બાકી જો બચા તો મહેગાઇ માર ગયી ........
મોઘવારીએ તો માઝા મુકી દીધી છે ....
કુયા જયીને અટકશે આ કારમી મોઘવારી ......ચુનાવ પ્રચારનો એક મુદ્દો મોઘવારી પણ હતો....મોઘવારીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ચુનાવ ના પ્રચાર થયા સરવાળે શુ મલ્યુ –મોઘા દાટ શાકભાજી - મોઘુ દુધ – અરે પીવાના પાણીના પાઉચ પણ મોઘા– દશ - બાર – પન્દર – વીસ રૂપીયે પાણી વેચાય - હવે તો કહેવત પણ બદલવી પડે - પાણીના મુલ્યે વેચાય છે કહેવાતુ હતુ તે પાણી પણ ઓછા મુલ્યનુ નથી -એની પણ મોટી કિમ્મ્મત છે -
પાણી ---ઉસકા ભી બડા દામ હૈ –ઉસકા ભી બડા નામ હૈ .....
મને લાગે છે કે જો અત્યારે કાર્લ માર્ક્શ હયત હોત તો તે પણ મુશ્કેલીમા મુકાઇ ગયો હોત કે આ બધુ શુ છે - તેની એક થિયરી અજરા-અમર છે - ડીમાંડ અને સપ્લાય - માગ અને પુરવઠો - પુરવઠો વધારે હોય -માગ ઓછી હોય તો ભાવ ઓછા રહે અને તેનાથી વિરુધ્ધમા જો માગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો ભાવ વધારે રહે- આ લગભગ સનાતન સત્ય છે -ઉપાય પણ છે - જો પુરવઠો ઓછો છે અને માગ વધારે છે તો યા તો પુરવઠો વધારવાના પ્રયત્ન કરો - ઉત્પાદન વધારો અથવા માલની આયાત કરો - આયાતી માલને પણ તકલીફ છે - આયાતી માલની ગુણવત્તા ઓછી પણ નિકળે -ચીનથી આયાત થયેલા માલની ગુણ વત્તા ઓછે જ હોય છે - તેના માટે કોઇ ખાત્રી હોતી નથી -જે છે -જેવો છે - તે માલ –લેવો હોય તો લો - કમ દામ -પણ ખાત્રી શુન્ય –કોઠળામાથી જે બીલાડુ નિકળે તે સાચુ –આયાત કાર કદાચ કમાય – આયાત કરનાર કમાય - પણ ગ્રાહક નુ શુ - તેના ભાગે તો માલની સામે માર ખાવાનો વારો જ આવે છે અને ફરીતાદ કરે તો પણ કોને કરે - અને તેનુ સાભળે પણ કોણ - લોભિયા હોય ત્યા ધુતારા ભુખે ના મરે -સ્થાનીક માલ -ઉત્પાદન મોઘુ -ભાવ વધારે -આયાતી માલ - ઉત્પાદન વધારે - ગુણવત્તા ઓછી – ભાવ ઓછો -પ્રજા શુ પસંદ કરશે - સસ્તી ચીજ જ પસન્દ કરશે -અને એટલે જ ચીનનુ બજાર ગરમ રહે છે -માલ ઉપાડો - ગુણવત્તા નહી ચકાસવાની - નફો તમારો –માર ખાશે ગ્રાહક -
ઉત્પાદન પુરતુ છે - માલ પુરતો છે - માગ પણ પુરતી છે - પણ બજારમા માલ મળતો નથી - કેમ - સંગ્રહાખોરો તેનો સંગ્રહ કરીને વખારો ભરી લે છે –સસ્તા ભાવે પડાવી લિધેલો માલ ભેગો કરી રાખે છે અને સંઘરેલો માલ જ્યારે ત્યારે જ બહાર લાવે છે જ્યારે તેનો ભાવ ખુબ ઉચો મળે –સંગ્રહાખોરી સાથે ભળે છે કાળા બજાર અને કાળા બજારીયાઓ – સંગ્રહાખોરો અને તેનાથી - માલ છે - માગ છે - પુરવઠો પણ છે છતા પણ ભાવ વધારે આપવો પડે છે .જીવન જરુરીયતની ચીજ વસ્તુઓ માટે જ્યારે આવી હાલત થય ત્યારે પ્રજાનો રોષ ભભુકી ઉઠે છે -પ્રજા કશુ કરી શકતી નથી - તે ફક્ત બુમો જ પાડી શકે છે - ખુણે ખાચરે કે ઓટલા પરીષદોમા ચર્ચાઓ કરી શકે પણ નક્કર ઉપાય તેની પાસે નથી - એક હથિયાર તેની પાસે છે - મતદાન નુ -આ વખતે તેનો ઉપયોગ પણ થયો -પરીણામ પણ ધાર્યુ આવ્યુ – પણ મોઘવારી તો ઠેર્ની ઠેર જ રહી- કેમ આમ - સરકાર તેને કાબુમા ના લયી શકી - નવી સરકાર આવી તેના બીજા જ દિવસે દૂધના ભાવ વધી ગયા-સરકારનુ ધ્યાન દોરેલુ જ કે દુધના ભાવ વધારાથી માત્ર એક નાના વર્ગને જ ફાયદો છે - પ્રજાનો મોટો વર્ગ ફાયદાથી વંચિત રહી જાય છે - જો ભાવ ફરીથી ઘટાડવામા આવશે તો માત્ર તે નાના વર્ગનો નફો જ થોડો ઓછો થશે - નુકશાન તો કોઇને નથી જ જવાનુ -પણ આ વાત કોઇએ ગણકારી નહી - આશ્ચર્ય અને દુખદ બાબત એ છે કે પ્રજાએ તે ભાવ વધારો સ્વિકારી લીધો -
અને એક નવો પ્રશ્ન સામે આવ્યો - શુ આ ભાવ વધારો પ્રજાને કઠતો નથી -રકમ વધારે ચુકવવી પડે છે અને પ્રજા તે ચુકવે પણ છે તો એનો અર્થ એ થયો કે તેની પાસે વધારાનો ભાવ આપવાની જોગવાઇ છે - અને જો તેની પાસે તે જોગવાઇ છે તો તેનો શુ અર્થ કરવો - આજે એક એક મજુર ની પાસે બે ત્રણ હજારના મોબાઇલ હોય છે - મોબાઇલ તેને પરવડે પણ છે - મોબાઇલની તે મજુરને કેટલી જરુર તે પણ વિચારવા જેવો પ્રશ્ન –સહેજ સકારાત્મક રીતે વિચારિયે તો એમ પણ કહી શકાય કે એટલુ આપણુ જીવન ધોરણ ઉચુ આવ્યુ છે -આપણા મજુરો પાસે પણ મોબાઇલ છે - શુ વિચારશો – મોબાઇલ કલ્ચરનો વિકાસ થયો કે પછી મોબાઇલ ઇંડસ્ટ્રીનો વિકાસ થયો છે - કે પછી માત્ર કેટલાક ઉદ્યોગ પતિઓનો જ વિકાસ થયો છે -મબલખ નાણા કોની પાસે આવ્યા અને ક્યાથી આવ્યા –મોબાઇલ એ જીવન જરુરીયાતની જ છીજ છે એવુ તો નથી –જો તેના વિકાસ માટે આટલુ બધુ ધ્યાન અપાય છે તો જિવનજરુરીયાતની ચીજો માટે કેમ નહી -
અરે શાકભાજી - જેવી રોજની જરુરીયાત - કાદા અને બટાકા જેવી શાકભાજીના ભાવ -સાભળીને ચક્કર આવી જાય - 2- 5- રુપિયે કિલોના કાદા એક તબક્કે 30- 40- 50- 70- રુપિયે કિલો થયી જાય અને સરકાર -
દેખતે રહ ગયી ........ અને પાછ ઘટી પણ ગયા - બિચારો કાર્લ માર્ક્શ -જો હોત તો એક નવી થિયરી શોધવાની તેના માટે તક હતી - વાયદા બજાર – લીધા અને દીધામા -લેવા દેવા વગરના પ્રજાજનો પિસાઇ ગયા અને સરકાર દેખતી રહી ગયી -સરકારે મને કે કમને પણ આ ચલાવી લેવુ પડ્યુ હતુ - સરકાર ચલાવવાની એક લાચારી હતી - મજબુરી હતી - પણ આજે શુ છે - આજે એવી લાચારી તો સરકારની નથી જ - વાયદા બજાર માટે તો બીજા કાર્લ માર્ક્શ ની જરુર છે - પ્રધાન મંત્રી તે માટે ઓછા કાબેલ નથી જ - અમલીકરણ નો પ્રશ્ન છે - સૌ સમજે છે - પણ કોણ ક્યા ચુપ રહે છે -કેમ ચુપ રહે છે - તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ તો નથી ને -
એક આડ ઉદાહરણ આપુ -
એક સોસાયટીના કેટલાક લક્ષાધિપતિઓના બાળકો ફટાકડા ફોડતા હતા – એક રાત નો ફટાકડાનો ખર્ચ 5000 રુપિયા કરતા ય વધારે હતો - રત્રીન એક વાગ્યા સુધી ફટાકડા ફુટ્યા- આખો રસ્તો ફટાકડાના ડુચા અને કચરાથી ભરાઇ ગયો - બીજે દિવસે સોસાયટીના મંત્રીએ રસ્તો સાફ કરાવવા માટે તે લક્ષાધિપતિ પાસે માત્ર 50 રુપિયા જ માગ્યા -કચરો સાફ કરાવી નાખીયે - પણ લક્ષાધિપતિએ જવબ આપ્યો કે રસ્તો સાફ કરાવવાનુ કામ તો સોસયટીનુ છે અને સોસાયટી –સરકાર કે મહાનગરપાલીકા તે કામ કરે મારે શામાટે 50 રુપિયા આપવાના હોય - કાર્લ માર્ક્શ હોય - પ્રધાનમંત્રી હોય - નગરપાલીકા કે મહાનગર પાલીકા ના હોદ્દેદારો હોય કે અધિકારીઓ હોય - લક્ષાધિપતિની આ માનસિકતા સામે કોઇની પાસે છે જવાબ - એવુ પણ નથી કે માત્ર લક્ષાધિપતિઓએ જ આટલુ બધુ દારુખાનુ ફોડ્યુ છે - ચારે દિશામા ધુમ દારુખાનુ ફુટેલુ છે અને તે પણ જ્યારે દરુખાનાનો ભાવ આસમાને છે તે છતાય આટલુ દારુખાનુ ફુટેલુ છે - તો પછે ક્યા ગયે આ મોઘવારી - દારુખાના જેવા માટે જો આટલો ખર્ચો થાય છે તો તેનો અર્થ મોઘવારી તો નડી નથી પણ એમ જરુર કહી શકાય કે આપણુ જીવનધોરણ ઉચકાયુ છે કાર્લ માર્ક્શ હોય ૢ આર્.કે અમીન હોય મનમોહન સિહ હોય કે દેશ અને દુનિયાના કોઇ મોટા અર્થશાસ્ત્રિઓ હોય -મોઘવારી કાબુમા લેવાનો ઇલાજ કોઇ એકની પાસે નથી તે એક સામુહિક જવાબદારી છે --કોઇ એમ નથી ઇચ્છ્તુ કે મોઘવારી વધે - પણ દરેક ની પોતપોતાની આગવી લાચારી છે - કોઇની હોતી હૈ ચલતી હૈ જેવી લાચારી તો કોઇની ખુરસી ટકાવી રાખવાની લાચારી- અને દરેક એકબીજાની લાચારી નો દુરુપયોગ કરે છે પણ માર ખાય છે તો માત્ર મધ્યમ વર્ગ જ – આજે ગરીબ પાસે ગરીબનુ લેબલ છે તો તેને ઉચો મોભો આપ્યો છે કેટલાક વિષેશાધિકારો પણ આપેલા છે તવંગર વર્ગ આપમેળે આવા અધિકારો ભોગવે છે માત્ર મધ્યમ વર્ગ જ નવાણે કુટાઇ મરે છે -
મોઘવારીનો માર વધારેમા વધારે મધ્યમ વર્ગ જ ખાય છે
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
પરીવાર
વસુધૈવ કુટુમ્બકમ
સમગ્ર વિશ્વ એ મારો પરીવાર છે - આ પરીવારની શ્રેષ્ઠ પરીભાષા છે૱ પરંતુ વ્યવહારની સાથે તેનો મેળ બેસવો મુશ્કેલ છે. .પરીવારની વ્યાખ્યા આપવી પણ થોડીક મશ્કેલ છે. સામાન્ય રીતે એક પરીવાર એટલે વ્યક્તિ પોતે –તેની પત્ની-તેના સંતાનો – તેના માતા પિતા – ભાઇ બેન - એ આદર્શ પરીવારની વ્યાખ્યા છે. સયુક્ત કુટુમ્બ હોય તો આ વ્યાખ્યા સહેજ બદલાશે - દાદા –દાદી- માતા –પિતા- કાકા- કાકી-ફોઇઓ-પોતાના સંતાનો-ભાઇઓના સંતાનો- આ ઉપરાંત ઘરમા સાથે રહેતા અન્ય કુટુમ્બીજનો- જેમા વિધવા બહેનો હોઇ શકે –વિધવા પુત્રીઓ હોઇ શકે- નવી પરણેતર પુત્રવધુઓ – તેમના સંતાનો – વિ.વિ.વિ. મા અન્ય અનેક આવી શકે છે જેનો ઉલ્લેખ નથી થયો - કેટલાક પરીવારો તેમના નોકર ચાકર અને રસોઇયાને પણ પરીવારના સદસ્યનો દરજ્જો આપે છે. જે તેમની ઉદારતા- સૌજન્યતા છે - પરંતુ આજ કાલ તે શક્ય નથી.
આજની પરીવારની વ્યાખ્યામા - અમે બે અમારા બે - હુતો -હુતી અને અમારા બે બાળકો - બસ - પરીવાર પુરો-માતા પિતાનો પણ તેમા સમાવેશ થતો નથી. .પક્ષીઓના પરીવારમા એવુ કહેવાય છે કે નાનુ બચ્યુ ઉડતા ના શીખે ત્યા સુધી માતાપિતા બચ્યાની કાળજી રાખે – ખવડાવે પીવડાવે -શિકારીથી રક્ષણ કરે -અને બચ્યુ મોટુ થાય –ઉડતા શીખે પછી તે સ્વતંત્ર- તે મુક્ત રીતે આકાશમા વિચરી શકે છે - તેના ઉપર કોઇની રોક તોક નથી હોતી- તેને જન્મ આપનાર તેના માતા પિતાની પણ જવાબ્દારી તેની ઉપર નથી - માતા પિતા પણ મુક્ત બચ્યા પણ મુક્ત - પક્ષી જગતનો આ પરીવારનો નિયમ છે .પણ માનવ જગત માટે ના નિયમો અલગ છે - નિયમનુ પાલન થાય છે કે નહી તે પણ અલગ બાબત છે. સામાન્ય નિયમ એવો છે કે માતા પિતા સંતાનની અને તેના ઉછેરની કાળજી રાખે છે - પાળી પોષીને ઉછેરે છે – મોટુ કરે છે - ભણાવે છે – ગણાવે છે - પરણાવે છે - અને તેનુ ઘર પણ થાળે પાડી આપે છે -પરંતુ માનવ જગતમા તે પછી સંતાન મુક્ત જ બની જાય તેવુ નથી – પુત્રની એક નૈતિક જવબદારી પણ બને છે કે તે તેના માતા પિતાની પાછલી ઉમરની તમામ જવબદારી સ્વીકારે - જે માતા પિતા એ તેને મોટો કર્યો તે માતા પિતાને હવે પાછલી ઉમરે તેણે સાચવવાના -જાળવવાના – તેમની સર સમ્ભાળ રાખવાની - આ નૈતિક પારિવારીક જવાબદારી છે –સંતાનો આ જવાબદારી કેટલી પુરી કરે છે તે અલગ અલગ કિસ્સાઓમા અલગ અલગ બાબત છે -પક્ષીઓની જેમ તે પુખ્ત બની બની જાય પછી તે મુક્ત જ બની જાય તેવુ નથી -
જો કે હવે જમાનો બદલાયો છે - જમાનાની લહેર બદલાયેલી છે- સંતાન એમ સમજે છે કે મા બાપે તેમને ઉછેર્યા તે તેમની ફરજ હતી - તેમા તેમણે કશુ નવુ નથી કર્યુ – ફરજને સબન્ધ છે ત્યા સુધી તે વાત સાચી છે -માબાપની ફરજ છે કે જણ્યા તો જાળવવા પડે - તે ઉપકાર નથી -પરંતુ તે જ રીતે સંતાનની પણ ફરજ બની રહે છે કે તેણે પણ તેના માબાપને જાળવવા જ પડે -તે પણ કોઇ ઉપકાર નથી -19 મી અને 20 મી સદી સુધી લગભગ બધુ ઠીકઠાક ચાલતુ હતુ પણ 20 મી સદી ના અંતિમ અધ્યાય થી નવો વળાક્ જોવા મળે છે -ભલે અપવાદ રુપ કિસ્સાઓ હોય પણ તેવુ જાણવા મળે છે કે અનેક લાવારીસ સંતાનો મળી આવે છે કે જે અનાથાશ્રમ ના દ્વારે ૢ મન્દીરના ઓટલે કે રસ્તે રઝળતા મળી આવે છે - જેમને તેમના માતાપિતાએ જ રસ્તે મુકી દિધા હોય –તો બીજી બાજુ અપવાદ કરતા થોડાક વધારે -એવા અનેક કિસ્સાઓ પણ મલે છે કે જ્યા સંતાનોએ તેમના માબાપને તેમની પાછલી ઉમરે ત્યજી દીધા હોય– બેસહારા બનાવી દીધા હોય - અરે વ્રુધ્ધશ્રમને બારણે મોકલી દીધા હોય - અને આવ કિસ્સાઓ વધી પડતા સામાજિક સંસ્થાઓ અને સરકારે પણ કેટલાક વિવિધ પગલા લેવાનુ શરુ કરેલ છે - સામાજીક સંસ્થાઓ આવા બેસહારા વડીલો- વ્રુધ્ધો -વિધવાઓ ને લાગણીસભર મદદ કરે છે -વાર તહેવારે તેમની પડખે રહે છે -તેમને સહારો આપે છે - સાત્વન આપે છે - તેમની સાથે સમય આપીને તેમને સથવારો આપે છે - તો બીજી બાજુ સરકાર પણ જો તેની પાસે રજુઆત આવે તો કાનુની રહે પગલા લઇને સંતાનોને ફરજ પાડે છે - ભરણ પોષણ પણ્ અપાવે છે અને શક્ય તે તમામ મદદકરે છે. પરંતુ આ બધુ સરકારી રાહે ચાલતુ કામકાજ છે - ત્યા ભય છે - પ્રીત નથી- પ્રેમ નથી - પારિવારીક એકતા નથી - માથે પડેલ છે માટે ઉપાય નથી – સમજી ને સનતાનો એ તે ફરજ નિભાવવી પડે છે - નથી તેમા સંતાન સુખી થતા કે નથી માબાપ સુખી થતા-
ભારતિય સંસ્કાર અને સંસ્ક્રિતિ ના પાયામા લુણો લાગી ગયો છે - કોઇ શાળા- મહાશાળા - વિદ્યાપીઠ –યુનીવર્સીટી -ગુરુકુળ - કે અન્ય કોઇ સંસ્થા એવી નથી કે જે આ શિક્ષણ આપી શકે- કાયદા અને કાનુનથી અંકુશમા લેવા જેવી જ આ બાબત નથી - વ્યક્તિના મનનો આત્મા જ્યા સુધી જાગે નહી ત્યા સુધી કોઇ સારો ઉકેલ આવી શકે નહી- પત્ની અને સંતાનોને પોતાની આગવી મિલ્કત સમજતા ધુરધરો ઉદાહરણ તરીકે યુધિષ્ઠીરનુ ઉદાહરણ આપે છે કે તેમણે પણ પોતાની પત્ની ને દાવમા મુકી હતી -ભાઇઓને પણ દાવમા મુક્યા હતા - પણ એ જ મહારાજા યુધિષ્ઠીર ના અન્ય ગુણ કેમ જોયા નહી - અને તે ભાઇઓને કેમ જોયા નહી કે તેમણે મોટાભાઇની તમામ આજ્ઞાઓનુ પાલન કરેલુ
રામાયણ અને મહાભારત બન્ને પારિવારીક કથાઓ છે
કથાઓ તો અકબન્ધ રહી છે પણ પરીવાર જ ભુલાઇ ગયો છે
કરમની કઠીનાઇ છે કે યુગ પરિવર્તનની હવા છે
સેલ્ફી અને સેલ્ફીશ નો યુગ છે દભ આડમ્બર અને મિથ્યાભિમાન નો જમાનો છે .... પરીવાર એકલો અટુલો પડી ગયો છે –વેર વિખેર થયી ગયો છે માનવી આત્મ લક્ષી અને સ્વાર્થી બની ગયો છે - ભાઇ ભાભી ભુલાઇ ગયા-સાળો અને સાળાવેલ્લીએ સ્થાન લીધુ – બહેન સાસરે ગયી તો સાળી અને સાઢુ ભાઇ એ કબજો જમાવ્યો –પરીવારના આ કાનુની સ્વજનો છે - ઇન લૌ – રીલેશનશિપ–જે પાછળથી પેદા થયી અને આગળી હરોળ્મા બેસીને કામ કરવા લાગી અને છતા કહેવાય તો એમ જ અમે ઓછા કયી જમાઇરાજના સગા સબન્ધી છિયે -શક્ય છે કે પાછલા બારણે પગથી કમાડ તે જ ઠેલતા હોય – દ્વાર ઉપરનો અંકુશ ત્યા જ હોય અને સાચા હક્કદારો -દાવેદારો -કદાચ વ્રુધ્ધાશ્રમમા પણ હોય ..
એક પરીવાર એવો પણ છે - જે જો- માનો તો કુટુમ્બ કરતા પણ મોટો છે અને તે છે મિત્ર મંડળનો પરીવાર - વ્યવસાયિક કર્મચારીઓનો પરીવાર -શાળાનો પરીવાર – વિદ્યાર્થીઓનો પરીવાર - મન્દીરોનો પરીવાર - ભક્તજનોનો પરીવાર કથા વાર્તા સત્સંગીઓનો પરીવાર –હજુ એટલુ સારુ છે કે આ છેલ્લા ફકરાના પરીવારૌનુ ઓજસ ઓસર્યુ નથી - આ પરીવારો વચ્ચે બહુ અહમ નો ટકરાવ હોતો નથી -ભલે કદાચ દેખાડવા પુરતી પણ એકતા જળવાઇ રહે છે
અપના હૈ ફીરભી અપના
બઢકર ગલે લગા લો
અચ્છા હૈ યા બુરા હૈ
અપના ઉસે બના લો
ગુણવંત પરીખ
25-10 -14
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer Affairs
4 , Mangal park , Geeta mandir road Ahmedabad 22 ( 380022 T.Nos 079 25324676 ,9408294609
No comments:
Post a Comment