AALAGRAND CELEBRATIONS

પ્રેષક --
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.




                     શાનદાર   ઉજવણી

કેટલાક  દીવસો  એવા  છે  કે  જેની  ઉજવણી  શાનદાર રીતે  થાય   છે જેમ કે  - દિવાળી  ક્રીસ્મસ  ઉતરાઁણ હોળી- ધૂળેટી જે  જાહેર  તહેવારો  છે અને  સૌ તેને  પ્રેમથી અને  આનન્દ્થી  ઉજવે  છે અને મનાવે  પણ  છે અને  ક્યારે  આવે  આ  તહેવાર  અનેઅને  ક્યારે  ઉજવણી  થાય  અને  સૌ  કુટુમ્બીજનો  ભેગા  મળે કેટલાક  ધાર્મિક  તહેવારો  પણ  એવા  છે  કે  જેની શાનદાર  ઉજવણી  થાય  છે  જેમ કે  -જન્માષ્ટમી  રામ  નવમી ને  અનેક  એવા  સામ્પ્રદાયિક  તહેવારો  છે  કે  જેની ઉજવણી  શાનદાર રીતે થતી  હોય  છે .પરંતુ  આ  બધી જાહેર  ઉજવણીઓ  છે  અને  તેમા  દરેક્ને  રસ અને આનન્દ અને  ખુશી  મળે છે. 

  કેટલીક  ઉજવણીઓ  એવી  છે  કે  જે  વ્યક્તિગત  રીતે  ઉજવાય  છે અને  તેમા  એક  યજમાન  અનેક  મહેમાનો સાથે  ઉજવણી  કરે છે .સૌથી  યાદગાર  અને  જો બની શકે  તો  શાનદાર  બનાવાય  તેવી ઉજવણી  છે  લગ્નની   ઉજવણી..આમ  તો   જીવનમા  એક  જ  વાર   આવતો  આ પ્રસંગ  છે  પણ  હવે  તે  સનાતન  સત્ય નથી  રહ્યુ  - પુનર્લગ્ન  હવે સામાન્ય  બાબત બની  ગયી  છે  - અને  તેનો  ઉત્સાહ  પણ  ઓછો  તો  ના  આકી  શકાય્ .આ ઉજવણીમા  સામેલ  થવા  માટે  આમંત્રણ  ની  જરુર  પડે  છે.  વગર   આમંત્રણે  કોઇના  લગ્ન સમારમ્ભમા  સામાન્યરીતે   જવાય  નહી  - આ  એક  વ્યવહાર  છે ગમે  તેટલી  ઓળખાણ  હોય લોહીના  સમ્બન્ધ  હોય સગા  હોય  કે  સ્નેહી  -  પણ  આમંત્રણ  તો  જોઇએ જ આવી  જ  શાનદાર  ઉજવણી કેટલાક સરકારી સમારભોની  પણ  હોય  છે  અને  તે માટે પણ   આમંત્રણ  જરુરી  છે.-આ  સમારભોમા કેટલીક  વાર  એવુ  બને છે  કે કોઇને  આમંત્રણ   મળે  છે  પણ  એક  યા  બીજા  બહને  તે   આળ પમ્પાળ  કરે  છે  અને  વધૂ  પડતો  ભાવ  માગે  છે  અને  વધારે  આગ્રહ  અને  વિનવણીઓ ની  અપેક્ષા  રાખે  છે  તો  કેટલાક  એવા  પણ  પ્રસંગો  છે  કે  જ્યા જેઓ  જવા  માટે  તલપાપડ  હોય  છે  - આમંત્રણ્ની    રાહ  જોઇને  બેઠા  હોય  અને  આમંત્રણ  આવે  જ  નહી- વ્યવહાર્મા   પણ  હવે  લગ્નોત્સવમા  પણ  આવુ  બને  છે  મને  ના  બોલાવ્યો  -  મને  ના  કહ્યુ  કે  ના  આમંત્રણ  પણ  મોકલ્યુ -
       આવી  શાનદાર  ઉ જવણી  ના  પ્રસંગો હવે  મોભો  અને  મોટાઇ  બતાવવા માટે  પણ  વ્યવહારમા  ઉજવાય  છે  ઉદ્યોગ્પતિઓ  કે  રુપેરી  આલમની   વ્યક્તિઓ  આવી ઉજવણીઓ કરે  છે  અને  તે  માટે  કોને  આમંત્રણ  આપવુ  -કોને  ખાસ  નહી  આપવુ   કોને  બોલાવવા  અને  અને  કોને  નહી  -  કોણ  કોણ  આવ્યુ  અને  કોણ   કોણ નથી  આવ્યુ  તેની  કાળજી પુર્વક  નોધ  લેવાય   અને  આ  જોઇને  કેટલાક  સામાન્ય માણસો પણ  આવી  કેટલીક  ઉજવણીઓ  કરતા  હોય   છે  - ખાસ  કરીને   જન્મદિવસની    ઉજવણી- જેમા  જન્મદિવસ  યજમાનનો  હોય  અને  યાદ  મહેમાન  રાખે યજમાનને  શુભેચ્છાઓ  મોકલે  -યજમાન  પણ  એવા   -મહાન  - મોટાઇ  ધરાવતા    હોય  કે  કોનો  મેસેજ   આવ્યો  અને  કોનો  નથી  આવ્યો  -  તેની  ગમ્ભીરતાથી  નોધ  લે -   યજમાન  તો લે  તો  લે  પણ  યજમાનના  કેટલાક  કુટુમ્બીજનો  -પત્ની   -પુત્રો  -પુત્રીઓ  અરે   તેમના  આવેલા  મહેમાનો  પણ  નોધ  લે  અને  ટીકા  અને  આલોચના ઓ  કરે  કેમ  ફલાણા  ભાઇ  નથી  -  ફલાણા ભાઇ ને  બોલાવવામા રસ  ના  પણ  હોય  -એવુ  પણ  બને  છે  કે  આવી  અપેક્ષા  રાખનાર  તે  મહાનુભાવી  યજમાન  પોતે  જે  મહેમાનના  મેસેજ ની  રાહ  જોતા  હોય  છે  તે  મહેમાનના  પ્રસંગોમા  ભાવ વિભોર  આમંત્રણ  હોવા  છતાય   ગયાજ  નથી  હોતા  -  આમંત્રણ  ટાળ્યુ  છે  - અને  જન્મ દિવસની  ઉજવણી   માટે  તો  યજમાન  એમ  ઇચ્છે  છે  કે  તેમની  તારીખ  બધા  યાદ  રાખે  તેમને  કોઇની  તારીખ  ખબર નથી

      માતા  પુત્રની  જન્મ તારીખ  યાદ  રાખે  છે  - તેના  માટે  તેને  ભાવતા  ભોજનની  વ્યવસ્થા  કરે  - બદામનો  શિરો   બનાવી ને  લાવે  અને  પુત્ર  તેને  અપમાનીત  કરે  કારણ  પત્નીએ  અલગ  પાર્ટી  રાખેલી  છે  - જેમા  માને  આમંત્રણ  જ  નથી ુત્ર  પત્નીના  આગમને  એ  ભુલી  ગયો  કે  તેની  મા જ અને  તેનો  બાપ  જ  તેના  જન્મ દિવસ  ઉજવતા  હતા- તે  જ  મા તેના  માટે  આગલે  દિવસે  તેને  માટે  - તેને  શિખંડ   ભાવતો  હોવાથી  - દુધ  મેળવે  -  દહી  બનાવે  -  બીજે  દિવસે   દહીનુ  પાણી  નિતારી  લે  - મસ્કામાથી  શિખંડ  બનાવે  અને  વહાલસોયા  પુત્રને  ખવ ડાવે   -તે  પુત્ર આજે  તેના  જન્મ  દિવસે  મા  જો  આશિર્વાદ  કે  શુભેચ્છઓ  મોકલે  તો  જવાબમા  શુભાષિત   આપે  -પાર્ટીનુ  આમંત્રણ  તો  બાજુ  પર  રહ્યુ  પણ  માએ   શુભાષિતથી   પેટ  ભરવાનુ  -આ  છે  મા  19  મી  સદીની  કે  20  મી   સદીની  અને  પુત્ર  છે  20  મી  -21 મી  સદીના  -
   છે  ને  આ  પણ  શાનદાર  ઉજવણી લગ્ન  પ્રસંગ  હોય  કે  જન્મદિવસની  ઉજવણી  નો  પ્રસંગ  હોય  -સાજે  માદે  -  ખબર  જોવાની  તો  બાજુ  પર  રહી  - પ્રચાર  થાય  કે  મને   - આમંત્રણ  -  જ  નથી  કે  મા  માદી  છે  -
મા  ક્યા  છે  - શુ  કરે  છે   - પણ  પુત્રનો  મોભો  છે  -  શાનદાર  મોભો  -  લઘર વઘર   મા  બાપ  પુત્રને  આયા  અને નોકર  જેવા  લાગે  છે  -  વાણી  વર્તન  અને  વ્યવહાર મા  પણ  ....
     કેવી  છે  આ  શાનદાર  ઉજવણીઓ  -------

ગુણ વંત  પરીખ

પ્રેષક --
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos 

No comments:

Post a Comment