From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 31-3-16
-: બ દ લી :-
સરકારની જાહેર સેવાઓમા સરકારી નોકર - જાહેર સેવક - પછી ભલે તે ગમે તે કક્ષાનો હોય – નાનામા નાના કર્મચારીથી માડીને સર્વોચ્ચ અધીકારી હોય – પણ તેમની સેવા બદલીને પાત્ર છે - સરકારનો એ અબાધિત અધીકાર છે કે તે કોઇ પણ કર્મચારી –અધીકારીની ગમે ત્યારે - ગમે ત્યા - બદલી કરી શકે છે અને બદલી માટે કોઇ કારણ આપવાની જરુર નથી - જાહેર હિત ને નજરમા રાખીને બદલી કરવામા આવે છે –સામાન્ય રીતે બદલીના હુકમમા જ સ્પષ્ટ જણાવવામા આવે છે કે બદલી જાહેર હિતમા કરવામા આવે છે . વાસ્તવિકતા અલગ પણ હોઇ શકે -જે જાહેર હિતના પરીપ્રેક્ષ્યમા આવી શકે - ના આવે તો લાવવી પડે =બદલી માટેનુ સૌથી શ્રેષ્ઠ બિનવિવાદાસ્પદ કારણ હોય તો તે છે કે કર્મચારીએ એક જ સ્થળે ત્રણ કે તેનાથી વધારે વર્ષનો સમય ગાળો ગાળ્યો હોય - અને તેવા સજોગોમા તેનીબદલી આવશ્યક પણ ગણાય અને બિનવિવાદાસ્પદ પણ મનાય. પણ મોટે ભાગે એવુ નથી હોતુ : ત્રણ નહીં , પાચ સાત વર્ષ સુધી એકની એક જગા પર ચીટકી રહેલા કર્મચારીઓ પણ મળે છે અને કાયદાના દાયરામા ના આવે તે માટે ત્રણ ચાર વર્ષે એક વાર પટ્ટો રીન્યુ કરાવીને પાછા હતા ત્યાના ત્યા આવી પણ જાય –ચાલે - ગેરકાયદેસર કશુ નથી -કોઇ અગત કારણોસર કોઇ વ્યક્તિ અમુક જગા પર જવા માટે અથવા અમુક જગાએથી ખસી જવા આટે માગણી કરે ત્યારે પણ બદલી કરી આપવામા આવે છે –આ કીસ્સામા ભાડુ ભથ્થુ ના મળે -બદલી મળે .
પણ કેટલીક વખત એવુ પણ બને છે કે જ્યારે કોઇ કર્મચારી કે અધીકારીને કોઇ તાકિદનુ અગત્યનુ કારણ હોય -જે દર્શાવીને તે બદલી માગે છે અથવા બદલી બધ રખાવવા માટે રજુઆત કરે છે - આવા તાકિદના કારણોમા - વ્રુધ્ધ માતાપિતાની સેવા –માતા અથવા પિતા અથવા પત્નિ કે કોઇ સભ્યની માદગીની સારવાર , બાળકોના અભ્યાસ કોઇનુ મ્રુત્યુ ,વિ.વિ જેવા કરણોસર બદલી માગવામા આવે છે અથવા બધ રાખવા માગણી કરાય છે - સરકાર વિચારે પણ ખરી ,માન્ય પણ રાખે, નામજુર પણ કરે -આ સરકાર એટલે કોણ ? સબધિત ક્ષમતા અને અધિકારો ધરાવતા અધીકારિ - જે માગણી સ્વીકારે પણ ખરા -નામજુર પણ કરે -દરેક કીસ્સામા માગણી ખોટી ના પણ હોય - સાચી પણ ના હોય - પણ નસિબજોગે એ ક્ષમતા ધરાવતા અધીકારીની જ બદલી થતી હોય અને તેમને તે જગા ના છોડવી હોય - ત્યારે પાસુ રોચક બને - સવેદનશીલ પણ બને -અને તેવા પ્રસગે એ અધીકારીને ખ્યાલ આવે કે તેમના કર્મચારીએ જે માગણી કરી હતી તે સાચી હતી કે ખોટી - જરુરી હતી કે બિનજરુરી—રેલો જ્યારે પોતાના જ પગ નીચે આવે ત્યારે ખબર પડે- કારણોમા તથ્ય છે કે તથ્યવાળુ કારણ રજુ થયેલ છે તે ચકાસણીનો વિષય છે -સામાન્યરીતે અદાલતો પણ બદલીની બાબતમા હસ્તક્ષેપ કરવાનુ ટાળે છે - જો કે અદાલતનો સમીક્ષા કરવાનો અધીકાર છે જ -પણ જુજ કીસ્સામા તે હસ્તક્ષેપ કરે છે કે જ્યારે બદલી માટે ખુલ્લેઆમ કીન્નાખોરીનો આક્ષેપ હોય .
આ આક્ષેપ સાબિત કરવો મુશ્કેલ છે -સાચો હોય તો પણ તે સાબિત કરી શકાતો નથી –જ્યારે કોઇ કર્મચારી કામ ચોર હોય , કામ ટલ્લે ચડાવતો હોય , અધીકારીનુ કહ્યૂ માનતો ના હોય , સામો થયી જતો હોય ,માથાભારે હોય , ગેરશિસ્ત દ્વારા સમગ્ર કચેરીનુ વાતાવરણ ડહોળી નાખતો હોય , અન્ય કર્મચારિઓના મનોબળને તોડી નાખતો હોય , તો તેવા કર્મચારી માટે તેના અધીકારી તેની બદલી માટે ભલામણ કરે છે - એવુ પણ બને - જ્યા કર્મચારીનુ વજન વધારે હોય ,લોકપ્રિયતા વધારે હોય , કર્મચારી અધીકારી કરતા પણ વધારે સક્ષમ અને સમજુ શક્તિ અને અને આવડત વાળો હોય -ત્યારે આવા કર્મચારીની સામે અધીકારી લઘુતાગ્રંથિ ધરાવે છે અને તેવા સજોગોમા પણ તે આવા કાબેલ કર્મચારીની બદલી માટે ભલામણ કરે છે -પ્રયત્ન કરે છે અને બદલાવી પણ નાખે છે - વધારે કાબેલ હોવુ તે અનિતિક ગુનો છે - અધિકારીને તો કહ્યાગરા કર્મચારીઓ જ ગમે .
રિધ્ધીયુક્તા હિ પુરુષા , ના સહંતે પરસ્તવમ
એક તટસ્થ પણ સરાહનીય સત્ય પ્રસગ જણાવુ – વડોદરા રાજ્યના અમરેલી પ્રાતના સર-સુબા તરીકે જાણીતા નવલકથાકાર ર.વ. દેસાઇ હતા - વસત દાદા તેમના પ્રેરણા સ્ત્રોત
સમાન હતા - પિતાનુ સન્માન દેસાઇ સાહેબ કરતા હતા. મારા પિતા તેમના કર્મચારી હતા અને સાહેબ કોઇ વાર સવારે તેમને બગલે બોલાવે ત્યારે મને પણ કોઇ વાર સાથે લેતા જતા હતા –વસતદાદા સેવા કરતા હોય , મને પણ પ્રસાદ મળે , તેમના બાળકો સાથે રમુ અને પિતાજીની સાથે પરત આવુ - વસત દાદા સાથે એક ઘરોબો બની ગયેલો - તેમના પુત્રનુ નામ પણ રમણલાલ અને મારા પિતાનુ નામ પણ રમણલાલ – યોગાનુયોગ -અચાનક જ મારા દાદા ના અવસાનનો તાર આવ્યો અને પિતાજી સાહેબના બગલે રજા માટે ગયા - સાહેબ નહોતા – દાદાને વાત કરી - મારી માતા અંધ છે , કોઇ સેવા કરવા વાળુ નથી – દાદાએ જ જાણે રજા મજૂર કરી દીધી - તમે જાવ - અમરેલીથી આતરસુબા - અંતિમ ક્રિયા કર્યા પછી પિતાજી પાછા અમરેલી આવ્યા -ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે તેમના હાથમા એક હુકમ હતો - પિતાજીની બદલી અમરેલીથી આતરસુબા કરવામા આવી છે અને તે પણ જાહેર હિતમા-હુકમનો અમલ તાત્કાલિક કરવાનો હતો મારા પિતાજીએ કોઇ અરજી કરી નહોતી – કોઇ માગણી કરી નહોતી- -પિતાજી સાહેબને મળવા ગયા ત્યારે સાહેબે કહ્યુ મારા પિતાની લાગણી અને સવેદના તે મારા માટે આદેશ છે - જાવ અને તમારી માતાની સેવા કરજો . દાદાના કારજ વખતે પિતાજી આતરસુબા હતા અને મારા દાદીના અવસાનસુધી તે આતરસુબા જ રહ્યા હતા - અને તે પ્રતાપ વસતદાદાનો હતો - આજે પણ વસતદાદાનો લાડવાનો પ્રસાદ યાદ છે અને આજના આ પ્રસગે વસતદાદા અને એક સર્વશ્રેષ્ઠ અધીકારી સર –સુબા – અમરેલી પ્રાત-અને સ્વાભીમાની સુવિખ્યાત નવલકથાકાર -રમણલાલ વસતલાલ દેસાઇ - બન્નેને ભાવસભર પ્રણામ પાઠવુ છુ . એક વાર ર.વ. ને પુછવામા આવેલુ કે ગુજરાતના શ્રેષ્ઠ નવલકથાકાર કોણ ? સહેજ પણ અચકાયા વગર કે ક્ષોભ વગર તેમનો જવાબ હતો - જાહેરમા ક.મા.મુંશી પણ પ્રજામા અને વાચકોમા તો હુ છુ જ. “ કોકીલા “ “ દિવ્યચક્ષુ “ કે “ ગ્રામલક્ષ્મી “ ની તોલે કોઇ આવે ?
બદલી એક એવુ હથીયાર છે કે જેનાથી કર્મચારીના હાથ પગ ઢીલા કરી શકાય છે .
પોતાની પત્નીનુ માદગીનુ કારણ , બાળકોના અભ્યાસનુ કારણ કે માતા પિતાની સેવાનુ કારણ કેવુ અને કેટલુ વાજબી છે તેનો નિર્ણય પુરાવાથી જ ના લેવાય- સવેદના પણ જરુરી છે સ્વવિવેક પણ જ્ર્રુરી છે - અધીકારીઓ આવી સવેદના અને સ્વવિવેક દાખવે તે સરાહનીય છે - આવા સૌમ્ય અધીકારીઓ પણ હોય છે - અદાલત પાસે પણ આવા સૌમ્ય જજ હોય છે - ધીરુભાઇ દેસાઇ - જે તે સમયે ગુજરાતની વડી અદાલતના જજ અને એક સમયના સર્વોચ્ચ અદાલતના જજ અને લૉ કમીશનના ચેરમેન - અને એક સમયના પગાર પંચના અધ્યક્ષ - તેઓએ એક કીસ્સામા એક નાના કર્મચારી - પટાવાળાને – નિચલી અદાલતે ગુનેગાર ઠેરવ્યો હોવા છતા પણ તેના બધા અધીકારો માન્ય રાખી આપ્યા હતા -પેંન્શન સહિતના તમામ અધીકારો તેને બક્ષ્યા હતા - આને કહેવાય સ્વવિવેક અને સંવેદના
ગુણવંત પરીખ
16-4-16
-
No comments:
Post a Comment